યોર ઓનર, સ્પીડ પ્લીઝ!Manish Mehta ભારતની અદાલતમાં માત્ર ૩ કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે, જે દુનિયાની કોઇપણ અદાલતોમાં પડતર કેસો કરતાં વધુ છે. આ તથ્ય માટે વડાપ્રધાને ચિંતા વ્યકત કરી તેના કારણે ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સર્વોરચ અદાલતના મુખ્ય ન્યાયધીશને આ તથ્ય ખૂંરયું પણ ખરું અને તેમણે માગણી કરી કે અદાલતોમાં જજોની વધુ ભરતી કરવાની મંજૂરી આપો. વડાપ્રધાને પણ જવાબમાં પરખાવ્યું કે શ્રીમાન, અદાલતોમાં જે સંખ્યા મંજૂર થઇ છે એટલી ભરતી તો પહેલાં કરો! એ કરતાં કોણ રોકે છે આપને? એક અંદાજ મુજબ જુદી જુદી અદાલતોમાં ૩,૦૦૦ જેટલા જજોની ભરતી બાકી છે. આ મામલો હવે કોઇ અદાલતમાં નથી જવાનો પણ અદાલતોમાં કેસોની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય જરૂર છે. એના કારણે જજસાહેબોના લાંબા વેકેશનો ઉપર પણ સવાલ ઉઠાવાયા છે. જસ્ટ જાણ ખાતર, કે સુપ્રીમ કોર્ટમાં બાવન હજાર જેટલા અને રાજયોની જુદી જુદી હાઇ કોર્ટમાં ચાલીસ લાખ જેટલા અને નીચલી અદાલતોમાં બે કરોડ ૭૧ લાખ જેટલા કેસ પડતર છે અને સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ન્યાયની પ્રક્રિયામાં વિલંબ એ અત્યંત જોખમી છે. ત્રણ કરોડ કેસ એટલે સીધી રીતે જોઇએ તો ૬ કરોડ લોકો ન્યાયની રાહ જૂએ છે. તેમના પરિવારના સભ્યોને પણ ગણી લઇએ તો ૨૪ કરોડ લોકો ન્યાય મળવાની કાગડોળે રાહ જોઇ રાા છે. હવે જરા વાત કરીએ આપણા ગુજરાતની. ગરવા ગુજરાતની જુદી જુદી અદાલતોમાં ૨૨ લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. એવું નથી કે ન્યાયતંત્ર તેના ઝડપી નિકાલ માટે કંઇ નથી કરતું, પણ વડાપ્રધાનનું કહેવાનું એટલું જ હતું કે જે પણ કરીએ છીએ એ પૂરતું નથી. ગુજરાત હાઇ કોર્ટે કેસોની ઝડપી નિકાલ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર્સની મદદ લેવા અંગેના સમાચાર હતા. એમાં શું થયું એ ખબર નથી.. પણ અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં જ સાડા ત્રણ લાખ જેટલા કેસ પડતર છે. જેમાં દર મહિને દસ હજાર જેટલા નવા કેસ ફાઇલ થાય છે. આ બધામાં જોકે સૌથી વધારે હાલત ખરાબ થાય છે ભરણપોષણના કેસમાં. મહિલાઓ અને બાળકોના ભરણપોષણના દાવા પણ મહિનાઓ સુધી (અમુક કિસ્સામાં તો વર્ષો સુધી) અટવાયેલા રહે છે જેના કારણે ખાવાના સાંસાં પડી જાય છે. આમ તો ભરણપોષણના કિસ્સામાં ૬૦ દિવસમાં હુકમ કરી દેવો એવી ગાઇડલાઇન છે, પણ કેસોનો ભરાવો એટલો છે કે પ્રેકિટકલી, એ શકય નથી બનતું. ગુજરાતની અદાલતોમાં જજોની જગ્યા પણ ૩૦ ટકા જેટલી ખાલી છે. હાઇકોર્ટમાં પણ ૧૪ જેટલા જજોની જગ્યા ખાલી છે. જોકે સ્વરછ ઇમેજ ધરાવતા અને હોશિયાર લોકોની તપાસ કરીને પછી જજ તરીકે નિમણૂંક કરવી એ પણ અઘરી કામગીરી છે જ. સ્વરછ ઇમેજ એટલા માટે જરૂરી છે કે ન્યાયતંત્ર ઉપર આ દેશના આમ આદમીને ઘણી આશા છે. જજ સાહેબોએ તેમની સંપત્તિ જાહેર કરવી જોઇએ કે નહિ એ મામલે હજી ચણભણ ચાલે છે ત્યાં કણાટર્ક હાઇકોર્ટના એક જજે લગભગ બળવાના સૂરમાં કહ્યું છે કે જજો કંઇ બીજા બધાથી ઉપર નથી. જજોએ તેમની સંપત્તિ જાહેર કરવી જ જોઇએ. આ જજે તો ત્યાં સુધી કહ્યું કે જજોએ સંપત્તિ જાહેર કરવાના મામલે ચીફ જસ્ટિસ કે. જી. બાલકષ્ણન દેશના બાકીના બીજા જસ્ટિસ વિશે ન બોલી શકે. ચલો, ન્યાયતંત્રની સ્વરછ ઇમેજ જાળવી રાખવાની શરૂઆત ઘરમાંથી જ થઇ છે. રાઇટ સેઇડ યોર ઓનર, બટ સ્પીડ પ્લીઝ! |
Looking for local information? Find it on Yahoo! Local
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment