પ્રેમમાં પરાજય એ મોટો વિજયKANTI BHATT.ફિર એક બાર પ્યાર જગાતા હું જૂનાગઢને નવાબના શાસનથી આઝાદ કરવા જ્યારે શામળદાસ ગાંધીએ સૌરાષ્ટ્રમાં આઝાદ હિન્દ ફૌઝ સ્થાપી ત્યારે મહુવાની સ્વામિનારાયણ મંદિરના ઉતારામાં ૧૯૪૭-૪૮માં અમે પંદર પંદર વર્ષના ટાબરિયા સૈનિક બનેલા. સુભાષ બોઝના સાથી સરદાર બળવંતસિંહ અમને. આ કવિતાને કવિ અજ્ઞયે વ્યાપક બનાવી છે-અનેક કાવ્યોમાં પણ એક સાર પકડો કે જૉ ઈશ્વર-અલ્લાહ પ્યારના સાગર હોય તો તમે તેનાં અંશ પણ પ્યારના સાગર છો. અને સતત એ વાતનો ખ્યાલ રાખો કે કોઈને પણ એક પળ માટે પ્યાર કર્યોહોય કે એક જ ચુંબન કર્યું હોય કે એક જ મીઠી પળ ગાળી હોય ત્યારે તમે પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેનાં પ્રેમનું પ્રતિનિધિત્વ જાળવ્યું છે. જૉ એ પળને હૃદયમાં અમર કરો તો. આ વિચાર દરેક ક્ષેત્રે લાગુ પડે છે. કોઈપણ ક્ષેત્રમાં દિલ દઈને લગની પૂર્વક કામ કરો કે કોઈને પણ પ્રેમ કરો ત્યારે તમે ઈશ્વરનું કામ કરો છો. અજ્ઞેયની નવલકથા 'શેખર એક જીવની'માં એક પઠાણનો કિસ્સો છે. તે જેલમાંથી છૂટયો ત્યારે કોઈએ પૂછ્યું 'તું જેલમાં ગયો ત્યારે શું ઉમર હતી? પઠાણે કહ્યું 'અઠ્ઠાવીસ' ફરીથી પૂછાયું' આજે શું ઉમર છે? પઠાણે કહ્યું 'અઠ્ઠાવીસ.' પૂછનારો તાજુબ થયો, બોલ્યો 'મતલબ?' પઠાણે કહ્યું 'જેલમાં ૩૦ વર્ષ દેશખાતર ગુજાર્યા ખબર પડી નહીં કે જમાનો ગુજરી ગયો. ઉમર એટલી જ છે.'આમ કેમ થયું? ઉપરનો લખેલો પ્રેમ એ દેશપ્રેમ કે દેશદાઝ છે. એ પ્રકારે તમારા અંગત જીવનમાં તેને પ્રેમ કરતા રહો, પ્રેમમાં જ મસ્ત રહો તો એવા ને એવા યુવાન રહો છો. અઠ્ઠાવીસના અઠ્ઠાવીસ!ડો. ટીના બી. ટેસીના નામની એક માનસચિકિત્સક કેલિફોર્નિયામાં પ્રેમના દર્દીઓનો ઈલાજ કરે છે અને જે કોઈ પ્રેમ કર્યાનો પસ્તાવો કરે છે તેને પાંસરા કરે છે. તેની પાસે આવનારો ફરિયાદ કરે કે ફલાણી પ્રેમ કરીને મારી ન રહી, અગર યુવતી ફરિયાદ કરે કે 'તે મારો ન રહ્યો' તો તેને ડો. ટેસીના કહે છે. Love is not limited to one type or expression. There is plenty to go around. More of it we share the more we have. પ્રેમની એક જ તરેહ નથી. પ્રેમનું માત્ર એક જ પાસું નથી. પ્રેમના અનેક સ્વરૂપ છે. પ્રેમને તમે જેટલો વહેંચો તેટલો તમને બમણો થઈ પાછો મળે છે. અને ન મળે તો તમે જેને પ્રેમ આપ્યો તે પુષ્ટ થયું છે તે ઘણું છે. ગ્રીસના લોકોએ ઓલિમ્પિકસની રમત શોધી. એ જ ગ્રીસના લોકોએ પ્રેમના ઘણા નામો શોઘ્યા છે. આપણાં દેશમાં તો એક પ્રેમ. અનંત પ્રેમ. એ ઈશ્વર માટેનો. પણ આપણે તેનું એ રીતે પ્રેકિટકલ રૂપ આપીને કે તમે એવો પ્રેમ કરો કે તમે અને સામું પાત્ર પરમાત્મસ્વરૂપ બની જાય. તે પાત્રને મળો કે ન મળો. જુઓ કે ન જુઓ તમે પ્રેમમાં વરસો વિતાવી નાંખો છો. પણ ગ્રીક લોકોએ પ્રેમની ઘણી કેટેગરી પાડી. કયુપિડ, ઈરોસ, વિનસ અને એફ્રોડાઈટ. આ ચારેય પ્રકારનાં પ્રેમના આગવા લક્ષણો છે. ઈરોસ પ્રકારનો પ્રેમ શંગારિક પ્રેમ છે. કામોધીપક પ્રેમ છે. દિવ્ય પ્રેમ છે. એ પ્રેમને મર્યાદામાં રહીને અને જવાબદારી પૂર્વક મ્હાણતા આવડવો જૉઈએ. ફિ"લોસ નામનો પ્રેમ એ ભાતૃપ્રેમ છે. એગેપ નામનો પ્રેમ આઘ્યાત્મિક પ્રેમ છે. લેટિન કવિ ઓવિડે 'અમોર લુડેન્સ' કક્ષાનો પ્રેમ કરેલો. એ રમતિયાળ પ્રેમ છે! પ્રેમને એક રમત ગમ્મત ગણેલ છે. કોઈપણ પ્રકારનો પ્રેમ ૨૧ સદીમાં કરી શકાય પણ ફરી ફરી શરત એ છે કે તમને ભલે જફા થાય બીજા કોઈને કશી જ આંચ ન આવવી જૉઈએ. ડો. રિચાર્ડ રોજર્સ નામના પ્રેમનાં નિષ્ણાતે કહ્યું છે કે 'તમારા હૃદયમાં ઈશ્વરે પ્રેમ મૂકયો છે તે ત્યાં ઠઠારી રાખવા નહીં પણ વહેંચવા મૂકયો છે.જાપાનમાં સમ્રાટશાહી હતી ત્યારે ઓસાન નામના પ્રધાનના કુટુંબમાં એકસો માણસો પ્રેમથી સાથે રહેતા હતા. કહેવાતું કે ઓસાનના ઘરનાં કૂતરાં પણ કદી પરસ્પર ઝઘડતા નથી. એટલા સંપીલા છે. આ વાત જાપાની સમ્રાટને કાને પડી. તેણે પ્રધાનને બોલાવ્યા. તમારું કુટુંબ સંપીને પ્રેમથી રહે છે તેનાં એકસો કારણો બતાવો જેથી કાગળમાં એકસો શબ્દો લખીને કાગળ આવ્યો. તેમાં એક જ શબ્દ સો વખત લખેલો. સહનશીલતા! અસ્તુ. આપણા બધાની જાણ સાથે અગર તો જાણ વગર તમારા સંતાનો હવે ઓનલાઈન 'પ્રેમ' કરવા માંડયા છે. પણ તેનાથી મૂંઝાશો નહીં. ડો. જિન સ્મિથ નામનાં રિલેશનશિપ-નિષ્ણાત કહે છે-રોમાન્સ ઈઝ નોટ ડેડ, ઈટ હેઝ જસ્ટ ગોન ઓનલાઈન. આજે ઈન્ટરનેટ (કોમ્પ્યૂટર) ઉપર ૬.૭ કરોડ લોકો પ્રેમ કરે છે. શું આપણને આ પ્રેમને વખોડવાનો કોઈ હક્ક છે? ૨૧મી સદીને સ્વીકારો તો ઓનલાઈન પ્રેમ જે રીતે થાય છે તે રીતે તેને સ્વીકારવો જૉઈએ. ઈન્ટરનેટ ઉપર પ્રેમ થયો તેમાં માઈક્રોસોફટના ૭૮૦૦૦ વ્યકિતનાં સર્વે પ્રમાણે ૩૩ ટકા યુરોપ, મઘ્યપૂર્વના દેશો અને આફ્રિકામાં અજાણ્યા લોકો વચ્ચે (ઈન્ટરનેટ દ્વારા) પ્રેમ થયો છે. ૫૦ લાખ છોકરા-છોકરીને ઈન્ટરનેટ ઉપર જ રીલેશનશિપ (પ્રેમ સંબંધ) થયેલ છે. અને ચમકશો નહીં. ૭ ટકા એ ઈન્ટરનેટિયા પ્રેમ થકી લગ્ન પણ કર્યા છે. બીજા ૧.૯ કરોડ યુગલોએ લાંબા ગાળાની જીવનની ભાગીદારી સ્વીકારી છે. ૮૨ ટકા પ્રેમીયુગલો કહે છે કે પૈસા માટે કદી દલીલો કરી નથી. ૧૦માંથી ૧ વ્યકિતએ પૈસા ખાતર સંબંધ તોડયો છે. જૉ માઈક્રોસોફટ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે સાથે પ્રેમની હરકતમાં પડે તો સીબીએસની ન્યૂઝ ચેનલ કેમ પાછી રહી જાય? તેના સર્વે પ્રમાણે આજે અમેરિકામાં ભૌતિકવાદ અને પૈસા, પૈસા અને પૈસા ખોળે બેઠા છે ત્યાં ૯ કરોડ જેટલા અમેરિકનો સાચા પ્રેમને ઝંખે છે. અરે ત્યાં તો પ્રેમના સલાહકારો ઊભા થયા છે. 'લવ ઈન હરી' (તત્કાળિયો પ્રેમ)ની વીડીઓ ખપે છે. પ્રેમીઓને સલાહ આપનારા એક કન્સલ્ટેશન દીઠ ૧૬૫૦૦ ડૉલર એટલે કે રૂ. સવાઆઠ લાખ લે છે! માનશો? ડેટિંગ એજન્સીઓને (પ્રેમની તારીખો-મીલન નક્કી કરનારી એજન્સી) રૂ. ૫૦ અબજનો ધંધો છે. બીજા ઉધોગોમાં મંદી છે. ડેટિંગ ઈન્ડસ્ટ્રી તેજીમાં છે. ડૉ. જાનિસ સ્પિન્ડેલ લવ-કન્સલ્ટંટ જે ૧૬૫૦૦ ડૉલર લે છે તેની પાસે નીલ કેસલર નામના અબજપતિ વેપારી આવે છે. પૈસો છે પણ પ્રેમને ઝંખે છે. તે બિઝનેસમેનને ડો. જાનિસે બાર છોકરીઓ સાથે બાર બ્લાઈન્ડ ડેટ ગોઠવી દે છે. ડલ્લાસ શહેરમાં મેડમ ટ્રીશ મેકડોરમટે મેચડોટ કોમ એજન્સી શરૂ કરી છે. તેના કહેવા પ્રમાણે ૪ કરોડ પ્રેમનાં 'ભિખારીઓ કે પૂજારીઓ' ઓનલાઈન ટ્રેડિંગ સર્વિસનો ઉપયોગ કરે છે અને છ એજન્સીઓને ૨૦૦૮માં ૧૮.૫ કરોડ ડૉલર કમાવી આપેલા.. કદાચ તમે જાણતા હશો કે જગતમાં એક Love foundation પણ છે. આવતે વર્ષે ૧-૫-૨૦૧૦ના રોજ સાતમો 'વિશ્વપ્રેમ દિન' ઊજવશે. આ દુનિયામાં બિનશરતી પ્રેમ અને અભયનો સંદેશ આ સંસ્થા ફેલાવે છે. આજે ઠેર ઠેર અવિશ્વાસ છે અને પ્રેમ તો માત્ર બનાવટી, સ્વાર્થી કે મતલબી હોવાની શંકા કરાય છે. પરંતુ પ્રેમ વગર ૨૧મી હોય કે ૩૧મી સદી હોય, કોઈને પ્રેમ વિના ચાલવાનું નથી. ખરેખર તો ૨૧મી સદી પ્રેમ માટે બહુ જ યોગ્ય સમય છે. તમે જૉશો કે કુદરતની કપાથી આપણને ક્ષણે ક્ષણ માણવાની અને અઢળક માહિતી-મનોરંજનની સગવડો ટીવી, કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટ દ્વારા મળી છે. કોઈ કહે કે હવે કોઈને કોઈની પડી નથી તો તેને માનશો નહીં. આજે સૌને સૌની ગરજ છે. મને તો તમે વાચક હો તે માટે તમારી ખૂબ ખૂબ ગરજ છે. ગઈકાલ કરતાં આજે તમારો પ્રેમ મેળવવા ઊલટાનો મારા તમારા પર વધુ કારસો છે. હેરલ્ડ ડી. બેકર નામના ઈન્ટરનેશનલ લવ ફાઉન્ડેશનનાં પ્રમુખ કહે છે કે હવે અનકન્ડીશનલ લવ એ આપણો મંત્ર હોવો જૉઈએ જે ભારતના લોકોને ગળથુંથીમાં (જિન્સમાં) મળ્યો છે. તે સંસ્કારને લુપ્ત થવા ન દેવો જૉઈએ. ૨૧મી સદીમાં હવે આપણને પ્રેમ અંગેનો પરસ્પેકિટવ-દ્રષ્ટિકોણ બદલવાનો મોકો મળ્યો છે. આજે તમે દરેક શ્વાસે એક નવો વિચાર, જીવન પ્રત્યે નવો અભિગમ, સામી વ્યકિતનું મૂલ્યાંકન કરવાની નવી દ્રષ્ટિ મળી છે. આજે નવા નવા સપનાં ઘડી શકો છો. સાવ અજાણી વ્યકિતને પોતાની કરી શકો છો. યુરોપ-અમેરિકામાં તો જૂના સંસ્કાર છે કે સામેથી કંઈક મળતું હોય તો જ આપવું. પ્રેમમાં તો ઘણી વખત ખૂબ ઘસાવું પડે છે-પાયમાલી સુધી. અમેરિકા યુરોપની આ પ્રેમમાં પણ બાર્ટર મેન્ટાલિટીને કારણે પાયમાલી આવી છે પણ ભારત મજામાં છે. ભારતમાં ગરીબ અને ઝૂંપડામાં રહેતો વર્ગ સૌથી વધુ પ્રેમાળ છે. ૧૧ જણના ઝૂંપડામાં સુવાની જગ્યા ન હોય અને કાિઠવાડથી અડધો ડઝન મહેમાનો આવે તો પણ કાંઈને કાંઈ સાંકડ-મુકડ વ્યવસ્થા થઈ જાય છે. ડેવિડ ગાર્નેટનું પુસ્તક 'આસપેક્ટસ ઓફ લવ' વાંચવું જૉઈએ. તેમાં એક રોમેન્ટિક યુવક નાટક જૉઈ થિયેટર બહાર આવે છે. ટોળું વિખરાયા પછી એક સુંદર યુવતી થિયેટર બહાર ઊભી હોય છે. તે નાટકની હિરોઈન હતી. તેનાથી પ્રભાવિત થઈ એ યુવાન તેની પાસે જાય છે. પૂછે છે 'તારે માટે શું કરી શકું?' તો યુવતી કહે છે કે આ શહેરમાં મારે ત્રણ-ચાર દિવસ ગાળવા છે. ઈન્સ્ટંટ પ્રેમમાં પડેલો યુવાન તેના કાકાના બંગલામાં લઈ જાય છે. કાકા વિધુર હોઈ બંગલો ખાલી છે. કાકા પ્રવાસમાં છે. યુવક સતત યુવતીની પાછળ વળગે છે. યુવતીની પોતાની દિનચર્યા અને બીજી પ્રવૃત્તિ કરવા દેતો નથી. બસ લટ્ટુ થાય છે. દરમિયાન કાકા આવે છે. યુવાનના આશ્ચર્ય વચ્ચે આ નવયુવાન હિરોઈન બુઢ્ઢા કાકા સાથે વધુ સમય ગાળે છે... પછી કાકા સાથે પ્રેમમાં પડે છે. યુવાન છંછેડાય છે. આખરે કાકાની પ્રેમિકા બની ગયેલી યુવતી કહે છે. 'તું સતત પ્રેમનો લવારો કરે છે. કાકા પ્રેમ શબ્દ બોલતા નથી. તારા જેવા તારાકાકો ઈગો-અહમવાળા નથી. તે મારા ઉપર ડોમિનેટ કરવા કશી જ ટ્રાય કરતા નથી. કોઈ બખેડો ઊભો કરતા નથી. તે ખૂબ માયાળુ છે. અને તેને માટે પ્રેમાળ બનવું એટલે માયાળુ બનવું, એજ સિદ્ધાંત છે....' |
Dream of becoming a dancing sensation? Find a dance guru on Yahoo! India Local
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment