રોગચાળો અને ભૂખમરો બેદરકારીનો ઉત્તમ નમૂનો!Nagindas Sanghvi લોકોના જીવ અને તંદુરસ્તી જોખમમાં મુકાઇ જાય તેવી ભેળસેળ માટે આપણે મશહૂર છીએ. અનાજ, તેલ, કરિયાણાં-મસાલા અથાણાંમાં એટલા મોટા પાયા પર સેળભેળ થતી હોય છે કે હવે તો આપઘાત કરવા માટે જરૂરી ઝેર પણ ચોખ્ખું મળતું નથી, તેવી રમૂજ થાય છે! આઝાદીની ઉજવણી ફિક્કી પડવા લાગી છે કારણ કે ઘણાં વરસો પછી ભૂખમરો અને રોગચાળો ભારતને ધમરોળશે તેવી સંભાવના ડોકિયાં કરવા લાગી છે. મહારાષ્ટ્ર, ગુજરાતમાં સ્વાઇન ફલૂ ફેલાવા લાગ્યો છે અને અગમચેતીના પગલારૂપે પૂનામાં શાળાઓ-કોલેજો અને થિયેટરોને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે. પરદેશથી આવેલો આ રોગચાળો કેટલો, કયાં અને કેવી રીતે ફેલાશે તે આપણે જાણતાં નથી. અને તેનો પ્રતિકાર કરી શકે તેવા રામબાણ ઔષધો હજુ શોધાયાં નથી. દાકતરો હાથવગી દવાઓ વાપરી રહ્યા છે, પણ તેમાં બનાવટી ઔષધો સૌથી મોટી અગવડ ઊભી કરે છે. બનાવટી દવાઓની આપણે ત્યાં નવાઇ નથી કારણ કે આવા માલના ઉત્પાદન અને વિક્રેતાઓ અંગેના કાયદાઓનો અમલ આપણે ત્યાં થતો નથી. લોકોના જીવ અને તંદુરસ્તી જોખમમાં મુકાઇ જાય તેવી ભેળસેળ માટે આપણે મશહૂર છીએ. અનાજ, તેલ, કરિયાણા-મસાલા અથાણાંમાં એટલા મોટા પાયા પર સેળભેળ થતી હોય છે કે હવે તો આપઘાત કરવા માટે જરૂરી ઝેર પણ ચોખ્ખું મળતું નથી. તેવો ટુચકો રમૂજ માટે વપરાય છે. અધૂરું હતું તે ચીને પૂરું કરી આપ્યું છે અને દવા બનાવતી ચીની કંપનીઓએ બનાવટી દવાઓનો મોટો જથ્થો ભારતમાં ઠાલવ્યો છે તેવી સરકારી ફરિયાદ સાચી હોવાની કબૂલાત ચીનની સરકારે સત્તાવાર રીતે કરી છે, પણ આધુનિક તબીબીજ્ઞાન અને સારવારની સગવડ જોઇએ તો રોગચાળાના જોખમનું પ્રમાણ અતિશય ઓછું છે અને તેનાથી ગભરાઇ ઊઠવાનું કારણ નથી. દુષ્કાળની વાત અલગ છે. વરસાદી સિઝન પૂરી થવા આવી છે અને દેશના ફળદ્રુપ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ અતિશય ઓછું છે. છેલ્લા કેટલાક વરસથી ચોમાસું સારું જાય છે તેથી દુષ્કાળનો ભય ઘણા વરસ પછી ઊભો થયો છે. દેશમાં લગભગ અડધા વિસ્તારમાં ૧૯૧ જિલ્લાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ હોવાની કબૂલાત વિદેશ મંત્રી પ્રણવ મુખરજીએ કરી છે. ભારત સરકાર પોતાની બધી તાકાતથી ભૂખમરાનો સામનો કરશે અને લોકો માટે અનાજની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવું વચન વડાપ્રધાને જાહેર રીતે આપ્યું છે. કત્રિમ અછત ઊભી ન થાય તે માટે કાળાબજારિયા અને સંઘરાખોરો સામે સખત પગલાં ભરવા માટે મનમોહનસિંધે તમામ રાજય સરકારોને તાકીદ કરી છે કારણ કે ભારત સરકાર જાતે આવા પગલાં ભરી શકે તેમ નથી. ભારત સરકાર પાસે સત્તા છે અને જરૂરી કાયદાઓ પણ છે પણ આ સત્તા અને આ કાયદાઓ જો અમલ કરવા માટેનું જરૂરી વહીવટી તંત્ર નથી. સરકારે અમલ બજવણી માટે રાજયો પર આધાર રાખવો પડે તેવું સમવાયી બંધારણ આપણે ઘડયું છે. આ ખામી તરફ અમેરિકન વહીવટી નિષ્ણાત પૌલ એપલબીએ પચાસ વરસ અગાઉ ઘ્યાન ખેંરયું હતું પણ આ બાબતમાં કશો ફેરફાર થયો નથી. અનાજની બાબતમાં અછત પેદા થઇ છે તે અતિશય વિચિત્ર બાબત છે કારણ કે ભારત સરકારના ગોદામો અનાજની ગુણીઓથી છલકાય છે પણ આ અનાજ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા નથી. આપણે ત્યાં સસ્તાભાવે અનાજ વિતરણ કરનારી દુકાનો છે અને અનાજ મેળવવા માટેના કાર્ડ પણ લોકો પાસે છે. આ દુકાનોને પહોંચાડવામાં આવતું અનાજ આડાઅવળા રસ્તે પગ કરી જાય છે અને સંઘરાખોરોના ભંડારમાં પહોંચી જાય છે. વ્યાપક ભ્રષ્ટાચારના પરિણામે આવા લુરચા વેપારીઓને પારખવા અને પકડવાનું અશકય થઇ જાય છે. રેશનકાર્ડ હોવા છતાં રેશન મળતું નથી તેવી ફરિયાદો વરસોથી સતત થયા કરે છે પણ ગરીબ ગ્રામ જનતાની આ ફરિયાદ સરકારના કાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા નથી. રાહુલ ગાંધી ગરીબોના ઝૂંપડામાં રાતવાસો કરે અને તેમની સાથે ભોજન કરે તે આવકાર્ય છે પણ આ કામ એકાદ રાહુલ ગાંધી કરે તેનાથી કશો શક્કરવાર વળવાનો નથી. હજારો રાહુલ ગાંધીઓ આ રીતે દેશનાં ગરીબ, અભણ, શોષિત લોકો જોડે સંપર્ક રાખે તો તેમની સ્થિતિની જાણકારી મેળવી શકાય. સંઘરાખોરો સામે સખત પગલાં ભરવાની વડાપ્રધાનની હિમાયત શોભાનો ગાંઠિંયો છે કારણ કે આવા સંઘરાખોરો પગલાં ભરનાર પોલીસોને ખરીદી લેતા હોય છે અને કદાચ પકડાય તો તેમના બચાવ માટે નિષ્ણાત વકીલોની ફોજ હાજર હોય છે. તેમની સામેના ખટલાનો નિકાલ હજારો વરસ પછી આવતો હોવાથી તેમને સજા ભોગવવાનો કશો ડર રાો નથી. આપણા કાયદાઓનું પાલન થતું નથી કારણ કે ગુનેગારોએ અદાલતો અને કાયદાઓની ઐસીતૈસી કરવાની તરકીબો શોધી લીધી છે. અને સજાના ડરમાંથી મુકિત મેળવી લીધી છે. ભ્રષ્ટાચાર અને રુશ્વતખોરી માટે અસંખ્ય અમલદારો અને સર્વોરચ સ્થાને બેઠેલા અગણિત આગેવાનોના નામ અવારનવાર છાપાંમાં ઝળકે છે. બિહારના માજી ગવર્નર અને દલિતો-આદિવાસીઓ માટેના સરકારી પંચના અઘ્યક્ષ બુટાસિંઘ અને સીબીઆઇ વરચે ચાલી રહેલી તલવાર બાજી તેનો નમૂનો છે. સંઘરાખોરી સજાથી કે કાયદાથી અટકાવી શકાતી નથી કાળાબજારિયાઓને ફાંસીએ લટકાવવાની ઘોષણા જવાહરલાલ નેહરુએ ૧૯૪૯માં કરેલી. સંઘરાખોરીને ખતમ કરવા માટે અછતનો ઉરછેદ કરવો પડે છે. ભારત સરકાર પાસે છલકાઇ રહેલા અનાજના ગોદામો છે. તે અનાજ ઝડપથી અને પૂરતા પ્રમાણમાં આમજનતા સુધી પહોંચાડવામાં આવે તો સંઘરાખોરી આપોઆપ સમાપ્ત થઇ જાય. માગ કરતાં પુરવઠો વધારે હોય ત્યારે કોઇ માણસ સંઘરો કરે નહીં તે સાદી હકીકત સહુ જાણે છે. અલબત્ત, બધુ અનાજ વહેંચી દઇને ગોદામો ખાલી કરી નાખવામાં પણ જોખમ તો છે જ કારણ કે આવતા વરસે કેવી પરિસ્થિતિ હશે તે આપણે જાણતાં નથી તેથી પુરવઠો અને સખ્તાઇ એવા બેવડા સાણસાની જરૂર પડવાની છે. |
Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment