ચટાકેદાર વાનગીઓ ખાધા વિના ના જ ચાલે તો ? થોડું આ પણ કરજો જ જો સંયમ સાથે ખાવામાં આવે, તો કોઈ ખાદ્યપદાર્થ સારો કે ખરાબ નથી હોતો તે જાણવા છતાં સ્વાદના રસિયાઓ મનભાવતી ચીજ અકરાંતિયાની જેમ આરોગવા માંડે છે. સ્વાદિષ્ટ વાનગીને જોતાં જ 'આહાર ઉપર કડક નિયંત્રણ' મૂકવાની વાત વીસરાઈ જાય છે અને તે ફોર્મ્યુલા સાવ જ નકામી બની જાય છે, ત્યારે મનભાવતી ચીજ આરોગ્યા પછી શું કરવું તે અંગેની માહિતી ડાયેટિશિયન આપે છે ? ચીઝ પિઝા શા માટે નુકસાનકારક છે? પિઝાનો બેઝ મેંદાના લોટનો બનેલો હોય છે, જેમાં ફાઇબર હોતું નથી કે પછી સાવ જ ઓછું હોય છે. તેના કારણે શરીરમાં સુગરનું લેવલ વધે છે. વળી, બટર (પિઝાના બેઝ ઉપર તેનું કોટિંગ કરેલું હોય છે) અને ચીઝ (બેઝની ઉપર તે લગાવેલો હોય છે) શરીરમાં ચરબી અને કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે. ખાધા પછી શું કરવું? ચીઝ પિઝા આરોગ્યા પછીના ટંકના ભોજનમાં ફાઇબરની ખાધ પૂરવા એક વાટકો વરાળથી બાફેલા શાકભાજી લેવા જોઈએ. સુગરના લેવલને સમતોલ કરવા માટે એક નાનો ગ્લાસ સેલેરી (કોથમીર જેવી એક વનસ્પતિ) કે દૂધીનો જ્યૂસ પી શકો. એયરેટેડ ડ્રિંક્સ (સોફ્ટ ડ્રિંક) શા માટે નુકસાનકારક છે? આ પીણાંઓ ના પીએ તે જ વધુ સારું છે. મોટા ભાગના ઠંડા પીણાંઓમાં હાનિકારક કેમિકલ્સ રહેલાં હોય છે, જેનાથી તીવ્ર એસિડિટી થઈ શકે છે.. વળી, આ પીણાં દાંત પણ નબળા કરી નાંખે છે. તેમનું ડાયેટ વર્ઝન સુગર ફ્રી હોય છે તે સાચું, પરંતુ તેમાં કેમિકલનું લેવલ તો એટલું જ હોય છે.. ખાધા પછી શું કરવું? એસિડિટી ના થાય તે માટે અને થઈ હોય તો તેને મટાડવા માટે આખો દિવસ ખૂબ પાણી પીઓ. આ ઉપરાંત ગ્લાસ ભરીને છાશ, ઠંડું દૂધ, નાળિયેર પાણી કે સફરજનનો જ્યૂસ પણ પી શકાય. તેનાથી પેટમાં અનુભવાતી બેચેનીમાં રાહત મળશે. ચોકલેટ કેક શા માટે નુકસાનકારક છે? સારો પ્રસંગ હોય, ત્યાં કેક તો ખાવા મળવાની જ, તેથી તેનાથી બચવું મુશ્કેલ છે. જોકે, ચોકલેટ કેકના આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે ગેરફાયદા છે. બટર, મેંદો, ઇંડા, ક્રીમ, ખાંડ, ચોકલેટ,... યાદી લંબાતી જ જાય છે. આ તમામ પદાર્થોમાં કેલેરી ઘણી વધારે હોય છે, જ્યારે ફાઇબર સાવ જ ઓછું હોય છે અને કેકને પચતાં ઘણો સમય લાગે છે. ખાધા પછી શું કરવું? ચોકલેટ કેક ખાધા પછી થયેલી કબજિયાત મટાડવાનું સૌથી સારું ખાણું છે ફાઇબરયુક્ત આહાર ખાવો. તેની સાથે જુવાર કે બાજરાનો રોટલો પણ લઈ શકાય. ચાટ શા માટે નુકસાનકારક છે? રસ્તાની સાઇડ ઉપર મળતા ચાટ ખાવા એટલે સામે ચાલીને પેટની બીમારીને નોંતરું દેવું. મોટા ભાગના ચાટમાં ઓછામાં ઓછી એક તળેલી વસ્તુ હોય જ છે - પછી તે પૂરી, સેવ, સમોસા કે પાપડી- ગમે તે હોય. આ ચીજોમાં કોલેસ્ટરોલ ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે. બીજું કે, ચાટમાં વપરાતી ચટણીઓ ભાગ્યે જ ચોખ્ખા અને પીવાલાયક પાણીની બનેલી હોય છે. ચાટ ખાવાથી એસિડિટી થાય છે તથા પેટમાં ગરબડ થાય છે. ખાધા પછી શું કરવું? એક ગ્લાસ ઠંડું દૂધ એસિડિટીમાં રાહત આપશે. ચાટ ખાધા પછીના ખાણામાં એક વાટકો મગની દાળની ખિચડી કે પછી ફણગાવેલા કઠોળનું સલાડ ખાઈ શકાય. આ ખાણાંમાંથી વિટામિન બી અને ઇ મળે છે, જે એસિડને દૂર કરવામાં મદદરૃપ બને છે. આઇસક્રીમ શા માટે નુકસાનકારક છે? ભાવતી ચીજોની યાદીમાં આઇસક્રીમ પહેલા નંબરે આવે છે પરંતુ, કામચલાઉ રીતે પેટ ભરાતું હોવા ઉપરાંત આઇસક્રીમ ખાવાથી શરીરને દેખીતી રીતે કોઈ લાભ થતો નથી. વળી, આઇસક્રીમ ભાગ્યે જ વાસ્તવિક દૂધમાંથી બનતો હોય છે. તેથી, આઇસક્રીમ ખાઈને તમે માત્ર મેદ જ વધારો છો. બીજું કે, મોટા ભાગના આઇસક્રીમમાં કલર અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. આઇસક્રીમથી ચયાપચયની ક્રિયામાં તકલીફ ઊભી થાય છે. ખાધા પછી શું કરવું? એક ગ્લાસ મસાલા છાશ (થોડું જલજિરા કે આદુ-સૂંઠ નાખેલી) પી જવી. પાલકનો સૂપ પણ લઈ શકાય, જેથી પેટની ક્રિયા પુનઃ સામાન્ય થઈ જાય. ચાઇનીઝ ફૂડ શા માટે નુકસાનકારક છે? મોટા ભાગની ચાઇનીઝ વાનગીઓમાં બનાવતી વખતે તેમાં આજિનોમોટો વપરાતો હોય છે અને તેની હાનિકારક અસરો જગજાહેર છે. કેમિકલી એક્ટિવ હોવા ઉપરાંત, આજિનોમોટોની મગજ ઉપર પણ નુકસાનકારક અસરો થતી હોવાનું માલૂમ પડયું છે. બીજું કે, ચાઇનીઝ ફૂડમાં મીઠું ખૂબ વપરાય છે તેમજ તેમાં વપરાતા ચોખા કે નૂડલ્સ સામાન્યપણે પોલિશ કરેલા હોય છે, તેથી તેમાંથી ફાઇબર મળતું નથી. ચાઇનીઝ ફૂડ ખાવાથી એસિડિટી કે કબજિયાત થઈ શકે છે. ખાધા પછી શું કરવું? પાણી અને ગ્રીન ટી ખૂબ ફાયદાકારક બની રહે છે. એક ગ્લાસ નાળિયેર પાણી પીને શરીરમાં ગયેલા મીઠાના વધુ પડતા પ્રમાણને સંતુલિત કરી શકાય છે. દિવસના અંતે વાટકો ભરીને ફળો ખાઈ લેવાં. પપૈયું, પીચ, સક્કર ટેટી અને જમરૃખ જેવાં ફળો એસિડિટીથી બચાવે છે. |
Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment