[F4AG] બંધન પણ મુકત હોવાં જોઇએ

 

બંધન પણ મુકત હોવાં જોઇએ

Jayesh Chitlia

રાષ્ટ્રની લોકશાહી કરતાં પણ વધુ મહત્ત્વની છે દરેક વ્યકતિની અંગત લોકશાહી. આ લોકશાહી પરિવારે, તેના પ્રત્યેક સભ્યએ એકબીજાને સ્વતંત્રતા આપીને સ્થાપવી જોઇએ.



દિશાહીન હોને દો—દિશાહીન હોને દો
નપે તુલે કદમોં સે, લગે બંધે રસ્તો પર ચલના અબ દુષ્કર હૈ
તો કલ કે યા પરસોં કે અનુબંધો કો તોડો
અંતર કી ઘાટી સે આતા અબ યહ સ્વર હૈ,
પ્રાણો કો અંતરમન કે આધિન હોને દો,
દિશાહીન હોને દો—



કયા હોગા સબ પાકર, પાકર ભી સબ ખોના હૈ
ફિર કયોં ઇતના તનાવ, જો હોના સો હોના હૈ
યોં ડર-ડર કે જીના કયા, ચૂપ-ચૂપ વિષ પીના કયા
એક બાર તય કર લો, જો હોતા સો હોને દો
દિશાહીન હોને દો—



કવયિત્રી પ્રભા ઠાકુરની ઉપરની રચના એટલા માટે સ્પર્શે છે કે તેમાં સત્ય છે, વેધકતા છે, સચોટતા છે. માનવી સદા મુક્તિની ઝંખના કરતો રહે છે અને નવાઇની વાત એ છે કે માનવી પોતે જ પોતાને બાંધતો રહે છે, જેમાં સમયનાં વહેણો સાથે જીવન જ એવું થઇ જાય છે કે એક તબક્કે સૌને એવું લાગે કે — બંધાયા નથી હોતા તેમ છતાં/ એમ થયા કરે કે/ છટકીને કયાંક ભાગી જઇએ.



હકીકતમાં માનવી જન્મે છે ત્યારથી તેના પર બંધનોનો વરસાદ શરૂ થઇ જાય છે. બાળપણમાં 'પરીક્ષામાં આટલા ટકા તો આવવા જ જોઇએ'થી શરૂ થઈને યુવાનીમાં 'અમે બતાવીએ એ જ છોકરા સાથે પરણવું જોઇએ' સુધી બંધનો લદાયા કરે.



લગ્ન પછી પતિ પત્ની પર બંધનો લાદે છે ને વળી પત્ની પતિ પર. આમ બન્ને સંબંધની ગાંઠને બંધનોથી એટલી બધી બાંધી દે છે કે બન્નેને મુક્તિની ઝંખના થયા કરે છે. કરુણતા એ છે કે બન્ને ઘણીવાર પોતાનાં બંધનો પ્રત્યે સભાન પણ હોતાં નથી, ખબર પણ હોતી નથી. તેમણે તો એને રિવાજ જ માની લીધો હોય છે.



બંધનોની પરંપરા તો માનવીના જીવનમાં વિવિધ તબક્કે ચાલતી જ રહે છે. નોકરીમાં માનવીને તેનો બોસ કે માલિક બાંધે છે. ધંધામાં માણસને હરીફાઇ અને વધુને વધુ નફાનો લોભ બાંધી રાખે છે. સરકારી અમલદારો નાગરિકોને સતાવીને બંધનમાં રાખે છે અને મુક્તિ આપીને રોકડી કરી લે છે. સાધુઓ, કથિત ધર્મગુરુઓ બાવાઓ ને બાપાઓ ભકતો-શિષ્યોને કહેવાતી શ્રદ્ધામાં બાંધી રાખે છે, જે ખરેખર તો મુક્તિ અને મોક્ષ અપાવવાના નામે ઊભી કરાયેલી હોય છે.



જીવનનો આ કદાચ સૌથી મોટો વિરોધાભાસ છે કે આપણને સૌને મુક્તિ અને મોકળાશની ઝંખના છે અને આપણે સતત બીજાઓ તેમ જ પોતાની માટે બંધનો ઊભાં કરતા રહીએ છીએ. 'હા, હું બંધનમાં રહું છું તો તેને કેમ મુક્ત રહેવા દઉં?'



એવા ભાવ સાથે આપણે - માનવસમાજે બંધનોની એવી હારમાળા રચી દીધી છે કે માનવી છેવટ સુધી તેમાંથી બહાર નીકળવા મથતો રહે છે. આવું વર્ષોથી ચાલતું આવ્યું છે તેથી મોટેભાગે તો બંધનમાં જીવતી વ્યકતિને પોતાની આ ગુલામીનો ખ્યાલ પણ હોતો નથી અથવા તો એમ પણ કહી શકાય કે બંધન જ માનવીના અસ્તિત્વનું સાક્ષી બની રહે છે. તેથી જ શાયર ફૈઝ અહેમદ ફૈઝે લખ્યું છે - યું ભી અપને હોને કા પતા દેતે હૈ/ અપની ઝંઝિર હિલા દેતે હૈ.



સમાજ, ફરજ, કર્તવ્ય, ધર્મ, જ્ઞાતિથી માંડી વ્યકતિગત સ્વભાવ અને છેલ્લે માનવીનો પોતાનો 'હું.' એ બધાં પોતાને અને બીજાને બાંધતા રહે છે. દરેક પ્રકારનાં બંધનને આપણે ઇરછા-અનિરછાએ કે જાણતા-અજાણતા સ્વીકારી લેતા હોઇએ છીએ.



પછી જિંદગીભર આપણને એ બંધનમાંથી મુક્તિ મેળવવાની ઇરછા થતી રહે છે. અહીં મારા 'હું' પર લખાઇ ગયેલી એક સ્વરચિત કòતિ યાદ આવે છે. 'હું' પણ એક બંધન જ છે દરેક માટે. આપણે 'હું'થી મુકત થઇ જઇએ તો ય ભયો-ભયો.બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરવાની/ મને પણ/ ઘણીવાર ઇરછા થાય છે/ પણ હું તો રાત્રે જાગીને/ બાથરૂમ જઇ, ફરી સૂઇ જાઉં છું.



રસ્તા પરથી લઇ જવાતાં શબને જોઇ/ મને પણ/ મહાવીરની જેમ પ્રશ્ન થાય છે, મૃત્યુ વિષે/ કિંતુ હું તો ઘરે જઇ ટીવી સિરિયલ/ 'કહાની ઘર-ઘર કી' જોવા બેસી જાઉં છું.એકઝેકટલી સોક્રેટીસની જેમ મને ઘણીવાર થઇ જાય છે જ્ઞાન/ કે હું છું કેટલો અજ્ઞાની પરંતુ પછી મારી જાતને જ ગેરમાર્ગે દોરી/ બધું ભૂલી જાઉં છું.



હું કોણ છું? શું છું? શા માટે છું?/ એવા સવાલો તો મને વર્ષોથી થાય છે/ પરંતુ 'હું' થી છૂટી શકું તો/ બુદ્ધ, મહાવીર, મીરા, કબીર કે સોક્રેટીસ સુધી પહોંચી શકું,પણ મારા જ 'હું' માં ઊગીને પછી/ મારા જ 'હું'માં ડૂબી જાઉં છું.તો કરવું શું? તમામ બંધન ખોટાં કે બિનજરૂરી છે તેમ કહેવું વાજબી નથી, પરંતુ મારી દ્રષ્ટિએ બંધન પણ મુકત હોવાં જોઇએ.



જરા વિચિત્ર લાગશે, પણ બંધન બાંઘ્યા પછી વ્યકતિ પોતાની સાથે સંકળાયેલા તમામ સંબંધોને પોતાની સ્પેસ આપી શકે છે. તેને વાતેવાતે વિવિધ નિમિત્ત બનાવી બાંધવાને બદલે મુક્તિનો અહેસાસ કરાવી શકે છે. 'તમારે આમ કરવું જ પડશે' એમ કહેવાને બદલે 'તમને અનુકૂળ હોય તો આમ કરજો' એવું વિધાન સામેની વ્યકતિને બાંધીને પણ મુક્તિનો અહેસાસ કરાવી શકે છે.



મારી દ્રષ્ટિએ દરેક રાષ્ટ્રની લોકશાહી કરતા પણ વધુ મહત્ત્વની છે દરેક વ્યકતિની અંગત લોકશાહી. આ લોકશાહી પરિવારે, તેના પ્રત્યેક સભ્યએ એકબીજાને સ્વતંત્રતા આપીને સ્થાપવી જોઇએ. એક પરિપકવતા સાથે આવી લોકશાહી અને સ્વતંત્રતા રચાવી જોઇએ.



દરેક વ્યકતિએ આ યુગમાં એટલી જાગૃતિ કેળવવી જરૂરી છે કે તે પોતાની આસપાસના સ્વજનો, પ્રિયજનો, મિત્રો સંબંધીઓ સૌને બંધનનો અહેસાસ ન કરાવીને મોકળાશ આપે. મુક્તિની લાગણી આપે. યાદ રહે, જયાં આવી સમજ હશે ત્યાં સંબંધો વધુ ગહન અને સુમેળભર્યા તેમ જ સુમધુર બનતા જશે. આ ઉપરાંત તેમાં કાયમ એકબીજા પ્રત્યેના આદર અને વિશ્વાસ હશે.



કેટલીક નાની-નાની વાતોનું મહત્ત્વ ખૂબ મોટું હોય છે. આપણા ઘરમાં પરિવારજનોને તેમની સ્પેસ આપીશું તો જ આપણને ખ્યાલ આવશે કે મુક્તિનો અહેસાસ કેવો છે. આ તો એક નાની-શી શરૂઆત હશે, કિંતુ આપણે આખરે તો પોતાના સુધી પહોંચવાનું રહેશે, કેમ કે બધાંની મુક્તિ પછી પણ મોટેભાગે વ્યકતિ પોતાના 'હું'માં અટવાયેલી હોય છે.



અર્થાત્ વ્યકતિએ સૌપ્રથમ મુક્તિની શરૂઆત 'સ્વ'થી કરવી જોઇએ. અમે અહીં આ વખતે 'ધનલાભ'ને બદલે 'મનલાભ'ની વાત કરી છે. આખરે માનવીની ખરી મુક્તિ જ તેની ખરી સંપત્તિ બની શકે છે. તેથી સૌને પોતાની હૃદયગમતી મુક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.



Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Dog Fanatics

on Yahoo! Groups

Find people who are

crazy about dogs.

Get in Shape

on Yahoo! Groups

Find a buddy

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...