[F4AG] ધ આઇડિયા ઓફ જસ્ટિસ

 

ધ આઇડિયા ઓફ જસ્ટિસ

Gunvant Shah

gunvant_shah

આપણે ત્યાં કોઇ મહેમાન જમવા આવે અને મોઘુંદાટ પુસ્તક ભેટ આપે તે આપણને ન ગમે એવું બને ખરું? સંસારી મનુષ્યોએ એવા વૈરાગી થવાની બિલકુલ જરૂર નથી. પંદરમી ઓગસ્ટની સાંજે મિત્ર ભાગ્યેશ જહા આવ્યા અને અમત્ર્ય સેનનું લેટેસ્ટ પુસ્તક 'ધ આઇડિયા ઓફ જસ્ટિસ' આપતા ગયા.

પુસ્તક વિષે બહુ સાંભળેલું તેથી વાંચવાનું શરૂ થઇ ગયું. ઝટપટ વાંચીને બાજુએ મુકાય તેવું આ પુસ્તક નથી. એના પાને પાને વિદ્વત્તાથી છલોછલ એવા બ્રાહ્મણત્વનો પરચો મળે છે. હા, નોબેલ પારિતોષિક વિજેતા અને અર્થવિદ અમત્ર્ય સેનના દાદા સંસ્કતના પંડિત હતા. અમત્ર્યનું સંસ્કત પણ ઓછું સમૃદ્ધ નથી. પુસ્તકના પ્રારંભે જ ફિલસૂફ લુડવિગ વિટ્જેન્સ્ટીનનું એક ચોટદાર વિધાન હૈયે વસી જાય તેવું છે:

જો કશુંક કહેવું જ હોય
તો તે રોકડું કહી શકાય
અને તે જો કહેવાની ત્રેવડ ન હોય
તો મૂગા મરવું સારું!

અમત્ર્ય સેનનું વિધાક્ષેત્ર અર્થશાસ્ત્ર ખરું, પરંતુ તેઓનું ચિંતનક્ષેત્ર એવું તો વિશાળ છે કે એમાં સંસ્કતિક, ઇતિહાસ, ફિલસૂફી, રાજયશાસ્ત્ર અને વિજ્ઞાનના ઉત્તમ અંશો સાવ સહજ રીતે પ્રગટ થતા રહે છે. કદાચ એમના દાદાનું પાંડિત્ય ટઅમાં ઊતરી આવ્યું છે. વર્ષો પહેલાં તાતા મેમોરિયલ પ્રવચનમાં એમણે એક મૌલિક વાત કરી હતી: 'દુનિયાની ચાર કલાસકિલ ભાષાઓ સંસ્કત, ગ્રીક, લેટિન અને અરબી ગણાય, પરંતુ એમાં નાસ્તિકતા અંગેનું સાહિત્ય સૌથી વધારે હોય તો તે સંસ્કતમાં છે.' અતિ સેકયુલર ગણાતા આ ચિંતક ગણિત, ખગોળશાસ્ત્ર અને ફિલસૂફીના ક્ષેત્રે ભારતીય સંસ્કતિના પ્રદાનને ઓછું આંકવા જરાય તૈયાર નથી.

અમત્ર્ય સેન આ પુસ્તકમાં આર્યભટ્ટને બિરદાવે છે. ઇ.સ. પાંચમી સદીમાં જીવનારો એ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતો. ગ્રહણો થાય તેનો અભ્યાસ કરીને એણે તે કાળની પ્રચલિત માન્યતાઓને ફગાવી દઇને નવું દર્શન પ્રગટ કરેલું. પરિણામે એનો તેજસ્વી શિષ્ય બ્રહ્મગુપ્ત ગુરુની સામે પડયો હતો. જુનવાણી માન્યતાઓને જાળવી લઇને બ્રહ્મગુપ્તે પોતાની થિયરી રજૂ કરી હતી. સૈકાઓ વીતી ગયા પછી ઇરાનના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી અલ બહુનીએ આર્યભટ્ટનો જોરદાર બચાવ કર્યોઅને બ્રહ્મગુપ્તને ઠપકો આપ્યો તે માટેના શબ્દો સાંભળો: 'તેં આર્યભટ્ટ સામે આકરા શબ્દો પ્રયોજયા પછી ચંદ્રનો વ્યાસ ગણીને સૂર્યના ગ્રહણની અને પૃથ્વીના પડછાયાના વ્યાસની ગણતરી માંડીને ચંદ્રગ્રહણની વાત શા માટે કરી?' (પાન ૧૫૯).

અમત્ર્યબાબુ અકબર બાદશાહ પર આફરીન છે. ગમે તેવા વિદ્વાન માણસને પણ કોઇ બ્લાઇન્ડ સ્પોટ હોય એવો સંભવ છે. તેઓ લખે છે: 'લોકોમાં જે ધર્મવૈવિઘ્ય હતું, તેને ઘ્યાનમાં રાખીને અકબરે ઘણી બધી રીતે સેકયુલરિઝમ અને ધાર્મિક તટસ્થતા જાળવનારા રાજયનો પાયો નાખ્યો હતો.

૧૯૪૯માં ભારતે જે સેકયુલર બંધારણ અંગ્રેજ શાસનથી છૂટીને સ્વરાજ પછી સ્વીકાર્યું તેમાં ૧૯૫૦ના દાયકામાં અકબરે જે જે લક્ષણોનો આગ્રહ રાખેલો, તેવાં ઘણાં લક્ષણો સમાયેલાં છે.' (પાન ૩૭). અમત્ર્યબાબુના આ વિધાનમાં ભારોભાર અતિશયોકિત છે. એમનો પક્ષપાત કેટલો આંધળો છે તેની પ્રતીતિ વાચકોને લેખને અંતે મૂકેલું આધારભૂત વિધાન વાંરયા પછી આપોઆપ થઇ જશે. મહાન વિદ્વાન પણ ગ્રંથિમુકત હોય એવું માની લેવાનું નથી.

અમત્ર્યબાબુ પોતે હિન્દુ છે, એમ કહેવાને બદલે કહે છે કે: 'પોતાનું બેકગ્રાઉન્ડ હિન્દુ છે.' પોતાની સ્વ-ઓળખ (આઇડેન્ટિટી) પ્રગટ કરવામાં સેકયુલરવત્તિ આડે ન આવવી જોઇએ. કોઇ પણ મુસ્લિમ આલિમ સેકયુલર હોય તોય, 'મુસ્લિમ' મટી જવા માટે તૈયાર નથી હોતો.

અમત્ર્યબાબુના મિત્ર અને અમત્ર્યબાબુની સાથે વડાપ્રધાનની સલાહકાર સમિતિના સભ્ય લોર્ડ ભીખુ પારેખ આ બાબતે જુદા પડે છે. ભીખુભાઇ મૂળે અમલસાડના છે અને બ્રિટનમાં હાઉસ ઓફ લોડ્ર્ઝ (રાજયસભા)ના આદરણીય સભ્ય છે. તેઓ માકર્સવાદી કુળના સ્વસ્થ, તટસ્થ અને તર્કસ્થ ચિંતક છે. એમણે મહાત્મા ગાંધી વિશે ઘણું લખ્યું છે અને વળી સ્વતંત્ર પ્રજ્ઞા જાળવીને લખ્યું છે. વૈશ્વિક દ્દષ્ટિબિંદુ ધરાવનારા ભીખુભાઇ પોતે 'હિન્દુ' છે એમ કહેવામાં કોઇ 'સેકયુલર છોછ' અનુભવતા નથી. તેઓની સાથે વિચારગોષ્ઠિ કરવી એ એક લહાવો છે. એમના કેટલાક લેખો મને બ્રિટનથી પણ મળતા રહ્યા છે.

તારીખ ૧૦મી ઓગસ્ટે ભીખુભાઇ ઘરે ડિનર માટે પધાર્યા ત્યારે હીંચકે બેસીને પૂરા ચાર કલાક જે વાતો કરી તેનો સાર અહીં શબ્દશ: પ્રસ્તુ છે. તેમણે મને કહ્યું: હું હિંદુ છું તે એ અર્થમાં કે:

(૧)'વેદથી માંડીને આજ સુધીનો જે સાંસ્કતિક વારસો છે તે મારામાં સ્પંદનો જગાડે છે અને હું એને મારો વારસો ગણું છું. એ મારી સ્વ-ઓળખ (આઇડેન્ટિટી) છે.'

(૨) 'એ સંસ્કૃતિનાં કેટલાંક મૂલ્યો અને આદર્શ મહામાનવો મને પ્રેરણા આપે છે, દાખલા તરીકે કષ્ણ, દ્રૌપદી, અશોક, યાજ્ઞવલ્કય ઇત્યાદિ માત્ર નૈતિક મૂલ્યો જ નહીં, પરંતુ ભારતીય સંસ્કતિમાં રહેલી વિશ્વદ્દષ્ટિ આજના સંદર્ભે મને ઉપકારક જણાય છે.'

(૩)'સંસ્કૃત ભાષા પ્રત્યે મને લગાવ છે કારણ કે સંસ્કૃત એ આપણી સંસ્કતિનું વાહન છે. દરેક ભાષાને પોતાની લાક્ષણિકતા હોય છે અને સંસ્કતની લાક્ષણિકતા સંસ્કત દ્વારા જ પામી શકાય.'

ભીખુભાઇનાં આ ત્રણ વિધાનોની નીચે કયો સેક્યુલર હિંદુ પોતાના હસ્તાક્ષર નહીં કરે? મહાત્મા ગાંધી પણ જરૂર હસ્તાક્ષર કરે અને ચાર નામોની આગળ 'રામ'નું નામ ઉમેરે. એક 'હિંદુ' તરીકે કહેવું છે કે અમત્ર્યબાબુ અને ભીખુભાઇના સેકયુલરિઝમ વચ્ચેનો આ તફાવત પાયાનો છે અને ખૂબ જ મહત્ત્વનો છે.

માનવજાતને થયેલા અસંખ્ય અન્યાયોથી ઇતિહાસનાં પાનાં ગંદાં થયેલાં છે. જસ્ટિસના ખ્યાલ સાથે ઇન્જસ્ટિસનો ખ્યાલ આપોઆપ જોડાઇ જતો હોય છે. રાણા પ્રતાપની શીલવંત બહાદુરીનાં વખાણ કરવામાં આપણા ઇતિહાસકારોને શરમ આવે ત્યાં સુધી આપણું સેકયુલરિઝમ પ્રદૂષિત થયું છે. 'મોગલે આઝમ' કે 'જોધા અકબર' જેવી સુંદર ફિલ્મ રાણા પ્રતાપને કેન્દ્રમાં રાખીને નિર્માણ પામે ખરી? નહીં પામે.

અમત્ર્યબાબુ પુસ્તકની પ્રસ્તાવનાને અંતે કવિ સીએમસ હીનેની પંકિતઓ ટાંકે છે. સાંભળો:

ઇતિહાસ કહે છે:

કબરની આ બાજુએ કોઇ આશા ન રાખશો,
પરંતુ તોય જીવનમાં એકાદ વાર
લાંબા સમયથી ઝંખેલા એવા
ન્યાયની ભરતીનું મોજું ઊચે ઊડે
તેમ બની શકે છે.
અને ત્યારે આશા અને ઇતિહાસનો
અનુપ્રાસ બેસી જાય છે. (પાન- ૨૭)
અમત્ર્યબાબુનું આ પુસ્તક 'ન્યાય'ની નૂતન સંકલ્પના પ્રગટ કરનારું છે. જય હો.

પાઘડીનો વળ છેડે

'જયારે મેવાડના રાણાએ અંબરનો દાખલો અનુસરીને મોગલ સૈન્યમાં જોડાઇ જવાનો ઇનકાર કર્યોત્યારે, અકબરને ખ્યાલ આવી ગયો કે મુત્સદ્દીગીરીના વારંવાર થયેલા પ્રયત્નોને કારણે રાણા સંગના વંશજોનું રજપૂત હોવાનું અભિમાન ફુલાતું જ રહે છે. ત્યારે અકબરે પોતે જ ચિતોડને ધેરો ઘાલવાની નેતાગીરી ૧૫૬૭ના ઓકટોબરમાં લીધી હતી અને સામે પક્ષે બચાવ કરનારા ત્રીસ હજાર જેટલા લોકોની કત્લેઆમ કરી હતી. પછી ૧૫૬૮ના ફેબ્રુઆરીમાં ચિતોડ પડયું હતું.'
-સ્ટેન્લે વોલપર્ટ


See the Web's breaking stories, chosen by people like you. Check out Yahoo! Buzz.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...