[F4AG] પ્રકૃતિ સાથે સુમેળ

 

પ્રકૃતિ સાથે સુમેળ

Bakul Bakshi

navi nazareઇસ્વીસન પૂર્વે ચીનના એક ચિંતક લાઓએ એક પુસ્તક લખ્યું 'તાઓ-તે-ચીંગ' (શકિતનો માર્ગ). આ પુસ્તકનો મુખ્ય ઘ્યેય રાજાઓને લીડરશીપ તથા જીવનના સિદ્ધાંતો શીખવવાનો હતો. લેખકનું નામ લાઓ ત્ઝૂ અપાય છે, પણ 'ત્ઝૂ'નો ખરો અર્થ છે ઉપદેશ એટલે આને લાઓનો ઉપદેશ પણ કહી શકાય. તાઓ એટલે માર્ગ જેના લીધે આ સિદ્ધાંતો તાઓવાદના નામે ઓળખાય છે. જહોન હાઇડરે 'તાઓ ઓફ લીડરશીપ' નામનું એક પુસ્તક પણ લખ્યું છે. તાઓના આ પ્રાચીન સિદ્ધાંત શું છે તે જોઇએ.



જીવનનો આધાર પ્રકતિ પર છે કારણ કે બંનેનો સર્જક ઇશ્વર છે. પ્રકતિ સમય પ્રમાણે બદલાતી રહે છે અને જીવનમાં પણ આવા બદલાવો આવતા રહે છે. પ્રકતિ સાથે સમન્વય જાળવી રાખવો તે તાઓવાદનો મૂળ સિદ્ધાંત છે. અવરોધો સામે સંઘર્ષમાં ઊતર્યા વિના નજીકથી નીકળી જાઓ. ચીનની ફિલોસોફી પ્રમાણે દરેક મનુષ્યમાં બે પ્રકારની શકિતઓ હોય છે- યેંગ (પુરુષ) અને યિંગ (સ્ત્રી). યેંગ યોદ્ધો છે, આક્રમક છે અને યિંગ સુમેળમાં માને છે. આ બંને શકિતઓનો સમન્વય કરી શકાય તો જીવનમાં સફળતા મળે છે.



તાઓવાદનો એક બીજો સિદ્ધાંત છે કે જતુ કરશો તો વધારે મળશે. સત્તાની પાછળ દોડનાર કરતાં જે સત્તાની અવગણના કરે છે તેને વધારે શકિત મળે છે. પ્રકતિની જેમ વર્તમાનમાં જીવો, પરિવર્તન પોતાની મેળે જ આવશે કારણ કે એ પ્રકતિનો નિયમ છે.



ઘટનાઓને સ્વીકારતાં શીખો અને દરેક વસ્તુ આપણી મરજી મુજબ બને તેવો દુરાગ્રહ છોડી દો. સ્થિર રહેશો તો તમને લાભ આપે તેવો સમય જરૂર આવશે. પ્રકતિ માણસની જેમ અસ્થિર કે વિચલિત નથી થતી. પરિવર્તન એના સમય પ્રમાણે આવે છે એ વાતને સ્વીકારો અને ખોટી ચિંતાઓમાંથી મુકત થાઓ.



બહુ આક્રમક થવાથી કંઇક વળતું નથી, જીત હંમેશાં વિનયી વ્યકિતની થાય છે. વિકલ્પો દૃષ્ટિને ધૂંધળી કરી નાખે છે, માટે પ્રકતિના નિયમો પર ભરોસો રાખી પોતાનું વર્તન સુધારી બીજાઓને સમજાવવા બુદ્ધિની જરૂર છે, આપણી જાતને સમજાવા માટે ડહાપણ જોઇએ.



ડાહ્યો માણસ ઓછું અને ટૂંકુ બોલે છે. જેના પ્રકતિમાં બદાં જ તત્ત્વો સંકળાયેલા છે તેવી જ રીતે માનવ સંબંધોને જાળવી રાખો અને જીવનને સરળ બનાવો. તાઓ જીવનની ફિલોસોફી છે, એનું વર્ણન મુશ્કેલ છે. લાઓ ત્ઝૂનું પ્રખ્યાત વાકય છે- 'જે બોલે છે તે જાણતો નથી અને જે જાણે છે તે બોલતો નથી.



Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...