ઉજવણી માગે ઉમદા અભિગમManilal M Patel તહેવારોની ઉજવણી અને દાનની દિશામાં અભિગમ બદલીને પરિવર્તન લાવવાની જરૂર છે અસહ્ય મોંઘવારી, બેકારી, ગરીબી, અનારોગ્ય તથા પાણી-વીજળીની તંગી જેવી અનેક રોજિંદી સમસ્યાઓ વચ્ચે પણ ભારતની પ્રજા શ્રદ્ધા, અતિશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના બળે તહેવારોની ઉજવણીમાં મગ્ન બનીને પોતાનાં દુ:ખો ભૂલી જાય છે અને જીવી શકે છે. ચોમાસાની મોસમ ભારતમાં તહેવારોની ઋતુ છે. દશામાના વ્રતથી દિવાળી સુધી જન્માષ્ટમી, ગણેશચતુર્થી અને નવરાત્રિ જેવા એક કરતાં વધુ દિવસ ઊજવાતા અનેક તહેવારો આવે છે. ભારતમાં અનેક ધર્મી લોકો વસે છે એટલે પ્રજા બારેય માસ વિવિધ તહેવારોની ઉજવણી ચાલુ રહે છે. પ્રજા તહેવારો ઉત્સાહભેર ઊજવે તેમાં કશું ખોટું નથી, પણ દિનપ્રતિદિન તહેવારોની ઉજવણી ધાર્મિક વ્યક્તિગત પૂજા-અર્ચના કરતાં વધુપડતી સાર્વજનિક, જાહેર પ્રદર્શન અને હરીફાઈની વસ્તુ બનતી જાય છે. એનાથી વધુ ખતરનાક વાત તો એ છે કે ઉજવણીનું બદલાયેલું સ્વરૂપ સમાજજીવનને કંઈ સંદેશ આપવાને બદલે વધુ વિકૃત બનતું જાય છે. ઉજવણીનો બદલાયેલો અભિગમ ઘ્વનિ અને જળપ્રદૂષણ વધારીને પર્યાવરણને વ્યાપક નુકસાન પણ પહોંચાડે છે તે હવે સુવિદિત વાત છે. દશામાની પૂજાઅર્ચના પછી દશામાની મૂર્તિઓની જે દુર્દશા જળાશયોમાં જોવા મળે છે તે જળાશયોના પાણીને નુકસાન પહોંચાડે છે. ગણપતિની સંખ્યાબંધ મૂર્તિઓના વિસર્જનથી પણ નદી-તળાવો પ્રદૂષિત થાય છે. દિનપ્રતિદિન આવી ઉજવણીઓનો ક્રેઝ વધતો જાય છે. એટલે જ ગણેશ મહોત્સવમાં આ સમયે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ખ્યાલ આવકાર્ય બન્યો છે. ગુજરાતમાં બે દાયકા પહેલાં ગણેશોત્સવ સુરત, વડોદરા કે અમદાવાદ જેવાં શહેરોમાં મર્યાદિત સ્થળે થતો હતો. આજે તેની સંખ્યા વધી ગઈ છે. માત્ર જળ પ્રદૂષિત જ નથી થતું પણ તેનાથી અનેક જળચર જીવસૃષ્ટિ મૃત્યુ પામે છે. હવે તો રથયાત્રાઓ રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં નીકળે છે, જે સુરક્ષા અને ટ્રાફિકના પ્રશ્નો ઊભા કરે છે. આપણે ત્યાં ચોક્કસ સ્થળે દર્શન અને નદીસ્નાનનો મહિમા છે. વળી એક દિવસે લાખો લોકો દર્શન માટે ધક્કામુક્કી કરે ત્યારે અનેક ધાર્મિકસ્થળોએ જાનહાનિના બનાવો પણ બને છે. વળી ચોક્કસ જગ્યાએ પરિવહન માટે એસટીએ પોતાની નિયત બસો કાપીને ખાસ બસો મૂકવી પડે છે. જેથી અન્ય મુસાફરોને તકલીફ વેઠવી પડે છે. લાખો લોકો ડાકોર-અંબાજી પદયાત્રામાં જોડાય છે. ત્યાં પાણી, ખોરાક, આરોગ્ય, સ્વરછતા અને કાયદો-વ્યવસ્થાનું કામ કેટલો બધો ખર્ચ અને સમયનો વ્યય કરે છે. ઉત્તરાયણ પર આધુનિક દોરીઓથી અનેક પક્ષીઓ અને માણસો ઘાયલ થાય છે અને મોતને ભેટે છે. ઠેરઠેર લાખોની સંખ્યામાં હોળીના દિને હોળી પ્રગટાવાય છે તેનાથી વરસાદની અછતના સમયમાં કેટલા બધાં લાકડાનો દુર્વ્યય થાય છે. દરેક ગામ કે વિસ્તારમાં એક પ્રતિકાત્મક હોળી પ્રગટે તેવી વ્યવસ્થા થાય તો કેટલાં બધાં વૃક્ષો બચી જાય! પીવાના પાણીની તીવ્ર અછતના જમાનામાં લાખો લિટર પાણીનો ધુળેટીના દિવસે વ્યય થાય છે. કુદરતી, કોરા રંગો કે તિલક હોળી જેવા અભિગમ આવકાર્ય છે. શ્રાવણ માસમાં હજારો લિટર દૂધ શિવજીને ચડીને ગટરમાં સમાય છે. પ્રતિકાત્મક થોડું દૂધ ચડાવીને બાકીનું મંદિરો એકત્ર કરીને ગરીબ બાળકોને ન આપી શકે? રૂપાલની પલ્લીમાં વપરાતા ઢગલાબંધ ઘીનો સમાજોપયોગી સાર્વજનિક કાર્યોમાં ઉપયોગ કેમ ન થઈ શકે? શ્રાવણ દરમિયાન શિવજીને ચડતાં બિલિપત્રોને એકઠા કરીને તેનો આયુર્વેદિક વપરાશ કરવાનું આપણને કેમ સૂઝતું નથી? કાળી ચૌદશે કકળાટ કાઢવા વડાં, ભજિયાં અને પૂરીઓથી રોડ ઉભરાતા હોય છે. આવી ખાધચીજો રોડ પર મૂકવાને બદલે ગરીબોને અપાય તો તેમનો ખાવાનો એક ટંક ટૂંકો થાય. નવરાત્રિનો ઘોંઘાટ તો સુવિદિત છે. શેરીનો ગરબો ગુમ થયો છે અને ક્લબોની ધંધાદારી ઉજવણીએ નવરાત્રિ પર પકડ જમાવી છે. ગણેશોત્સવ, દશામા કે નવરાત્રિ હાઈ ફાઈ સાઉન્ડ સિસ્ટમ વિના હવે ઊજવાતી જ નથી. ઉજવણી કરવાના હક સામે બીમાર, વૃદ્ધો અને વિધાર્થીઓના ઊંઘવાના અને અભ્યાસના હકની કોઈ ચિંતા જ કરતું નથી. સૌથી વધુ કમનસીબીની વાત તો એ છે કે દેશભરમાં ખેડૂતો-ઉધોગો માટે વીજળીની તીવ્ર અછત છે ત્યારે વીજળીનો આટલો મોટા પાયે વ્યય આપણને પોસાય ખરો? હવે મંદિરોમાં યજ્ઞો, કથાઓ જયાં ઓછા માણસો હોય ત્યાં પણ માઇક હોય છે. દિવાળીમાં ફટાકડાનું વાયુ અને ઘ્વનિ પ્રદૂષણ પણ એટલું જ ચિંતાજનક છે. સર્વોચ્ચ અદાલતનો રાતના ૧૦ પછી ભારે ફટાકડા ફોડવાની મનાઈનો આદેશ હોવા છતાં ભાગ્યે જ પળાય છે.. આ બધા નિયમો અંતે તો પ્રજાની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે છે તે પ્રજા પોતે જ સમજતી નથી તે દુર્ભાગ્યની વાત છે. આપણાં તીર્થસ્થાનોમાં તો જાણે ગંદકીનું સામ્રાજ્ય હોય છે. શહેરી ઉજવણીની નકલની બીમારી હવે ગામડાનેય લાગુ પડી છે. જન્માષ્ટમી પછી ગામડાંઓમાં મહિના સુધી છોકરીઓને પાછી વાળીને જમાડાય છે. આટલા બધા જમણના ખર્ચમાં તો છોકરીઓ માટે સિવણનાં મશીન કે કમ્પ્યૂટર લાવીને તાલીમ અપાય તો કેવું સારું? ઠેરઠેર હનુમાનજી અને શનિદેવને ચડાવાતા ઢગલાબંધ તેલનો ગરીબો માટે કેમ કંઈ સદુપયોગ ન થઈ શકે. પદયાત્રીઓની ઠેરઠેર સેવા થાય તે સારું પણ ગામની શાળાના મઘ્યાહ્ન ભોજનનો કાર્યક્રમ સરકારી મદદ વિના મંદિરોની પેઠે તિથિદાનથી થાય તો ગામના બાળકોને સારું-પૌષ્ટિક ભોજન તો આપી શકાય. ગામમાં દર વર્ષે મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય તેની સાથે સાથે શાળામાં ઓરડા, જાજરૂ, મૂતરડી કે બ્લેક બોર્ડની સુવિધા ઊભી કરવા પણ ઘ્યાન આપવું જોઈએ. કેમ કે શાળામાં આપણાં જ બાળકો ભણે છે. તહેવારોની ઉજવણી અને દાનની દિશામાં અભિગમ બદલીને પરિવર્તન લાવવાની જરૂર છે. ઉજવણીને સમાજ ઉપયોગી બને તો જ 'સેવા પરમો ધર્મ'નું આપણું ધર્મસૂત્ર સાર્થક થાય. આપણે સાચા ધર્મને સમજવાની જરૂર છે. પરલોકની ચિંતા કર્યા વિના આલોકને સુધારવાની જરૂર છે. માણસની સમજ સુધરશે તો જ સમાજ સુધરશે. |
See the Web's breaking stories, chosen by people like you. Check out Yahoo! Buzz.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment