[F4AG] માતાજી, મા, મમ્મી, મોમ

 

 

માતાજી, મા, મમ્મી, મોમ

Deepak Solia

માતશકિતની પૂજાના માહોલમાં માતૃત્વના પરિવર્તન વિશે બે વાત



Mother'નો રતાંમાં માતાજીને પૂજવાની રીત કેટલી બદલાઈ ગઈ છે, નહીં?' આ વાકય નવરાત્રીમાં અવારનવાર સાંભળીને વિચાર આવ્યો કે એમ તો સાંસારિક મા-મમ્મી-મોમ પોતે પણ કેટલીક બદલાઈ ગઈ છે. પરિવર્તન સંસારનો નિયમ છે અને એ જ સંસારનો એક ભાગ છે માતા. માટે એ પણ બદલાઈ શકે.



અહીં જૂનું-સોનું અને નવું-કથિર એવું ચોકઠાંફિટિંગ જવા દઈએ. વાત ફકત પરિવર્તનની છે. એક પરિવર્તન એ આવ્યું છે કે આજની સ્ત્રીને લગ્નની બહુ ઉતાવળ નથી હોતી. એને પતિનાં ચરણોની ધૂળ બનવામાં રસ નથી (કદાચ કયારેય નહોતો.) આજની ફિલ્મોમાં સ્ત્રી ચાલુ હનીમૂને છૂટાછેડા માગે છે (લવ આજકલ). ઘરઘરમાં આવું બધું ન બનતું હોય તોપણ, આવી ફિલ્મો હિટ થાય તો અમુક અંશે એવું માની શકાય કે સ્ત્રીનું બદલાતું રૂપ સમાજમાં ધીમે ધીમે સ્વીકાર્ય બની રહ્યું છે.



ફિલ્મોને બાજુ પર રાખીએ તોપણ, આજની સ્ત્રીને માતા બનવાની બહુ ઉતાવળ નથી હોતી. પહેલા યોગ્ય મૂરિતયો જડવો જોઈએ, લગ્ન પછી ઘરનું કંઈક ઠેકાણું પડવું જોઈએ... પછી સંતાન પેદા કરવાની ઇરછા જાગે તો જાગે. લેખિકા શોભા ડે તો એ હદે પણ કલ્પના કરે છે કે આગળ જતાં મોટા ભાગની સ્ત્રી માતા
બનવાનું ટાળે અને તેને કારણે વસતી અંકુશમાં આવે એવું પણ બને.



એવું તો કદાચ બને કે ન બને, પરંતુ કોઈ સ્ત્રી માતા બને કે ન બને એનું મહત્ત્વ કેટલું? આપણે જેમને પૂજીએ છીએ એવાં માતાજીની જ વાત લઈએ તો સીતા માતા અને પાર્વતી માતાએ સંતાનોને જન્મ આપેલો, પણ દુર્ગા-ખોડિયાર-આશાપુરા-ચામુંડા માતાજીની પૂજા કોઈ એક સંતાનની માતા તરીકે નહીં, સમગ્ર સંસારની રક્ષક-પોષક માતા તરીકે, જગજનની તરીકે થાય છે.



એમ તો મધર ટેરેસા પોતે કયારેય માતા નહોતાં બન્યાં, છતાં મધર તરીકે આદર પામ્યાં. ટૂંકમાં, માતૃત્વના પાયામાં છે મમતા. સ્ત્રીમાં ચાહવાની, પોષવાની, રક્ષવાની પ્રબળ વૃત્તિ અને શકિત સહજ છે. સ્ત્રીમાં એ જે શકિત-સ્કૂર્તિ-ઉમંગ છે એની પૂજા થાય છે. આ કુદરતી શકિત આધુનિક સ્ત્રીમાં પણ બરકરાર છે. એટલે જ તો માત્ર ઘરમાં જ નહીં, ઓફિસોમાં પણ સ્ત્રીઓ પુરુષોથી અલગ પણ પડે છે અને કેટલીક બાબતોમાં મુઠ્ઠી ઊચેરી સાબિત થાય છે.



હવે સવાલ એ છે કે સમાજમાં સ્ત્રીની બદલાઈ રહેલી ભૂમિકા, વિભકત પરિવારનાં વિશિષ્ટ સમીકરણો... આ બધાને કારણે કોઈ સ્ત્રી માતા બનવાનું પાછળ ઠેલવાથી માંડીને સાવ જ માંડી વાળે તો શું એ નીંદનીય છે? કેટલીક સ્ત્રીને લગ્નનું બંધન ગૂંગળાવનારું લાગતું હોવાથી અથવા યોગ્ય પાત્ર ન મળવાને લીધે એ લગ્ન જ નથી કરતી અને (મોટે ભાગે) માતા નથી બનતી. તો શું એ સ્ત્રીઓ ઊતરતી છે? અને જે માતા બને છે એ બધી જ સ્ત્રીઓ શું વંદનીય છે?



ના, સમજીવિચારીને માતૃત્વ વિશે નિર્ણય લેવાને બદલે 'પડશે એવા દેવાશે'ના ન્યાયે ધડાધડ બાળકો પેદા કરીને છેવટે આવક-સગવડને લગતી હજાર મુસીબતોથી હાંફતી (અને અમુક કિસ્સામાં તો બાળકોને મારીને પોતે આત્મહત્યા કરી લેતી) માતાઓ વિશે શું કહીશું? પડોશન કરતાં પોતાનું બાળક વધુ ચડિયાતું છે એવો અહમ્ પોષવા બાળકને વધુ માકર્સ લાવવા, વધુ તેજ દોડાવવા આદું ખાઈને પાછળ પડી જતી માતાઓ વિશે શું કહીશું? બાળકની મૂળ પ્રકૃતિ વિશે જાણ હોવા છતાં તેને ભળતી લાઇનમાં ધકેલીને વધુ સફળ, વધુ અમીર બનાવવા મથતી માતાઓ છેવટે બાળકના કુદરતી વિકાસમાં મોટો અવરોધ સાબિત થતી હોય છે.



એ વિશે શું કહીશું? ટીવીની જાહેરાતોમાં જોવા મળતી તમામ મોંઘી ચીજવસ્તુ બાળક માટે હાજર કરી દેવામાં જેને આદર્શ માતૃત્વના દર્શન થાય છે એવી નાદાન (એડવાળા જેને ઉલ્લુ બનાવીને પોતાનો માલ ખપાવવા ભારે ઉત્સુક હોય છે એવી ભોળી) માતા વિશે શું કહીશું? પોતાનું ફિગર જાળવી રાખવા સંતાનને વહેલી તકે બાટલી સાથે વળગાડી દેતી માતા વિશે શું કહીશું?



વિદેશમાં સંતાનને જન્મ આપ્યા પછી આયા મોંઘી પડતી હોવાથી પોતાની કે વરની માતાને દેશમાંથી આયા તરીકે આયાત કરતી ગણતરીબાજ માતા વિશે શું કહીશું? દીકરાને પોતે મોટો કર્યોહોવાથી તેના પ્રત્યે ભારોભાર માલિકીભાવ ધરાવતી માથાભારે સાસુમાતાઓ વિશે શું કહીશું? વિધુર પતિના આગલાં સંતાનો પ્રત્યે પોતાના પેટે જણ્યા સંતાનોની સરખામણીમાં ભેદભાવ જ નહીં, ભારોભાર ક્રૂરતા દાખવી શકતી (બધી નહીં તોય અમુક) ઓરમાન માતાઓના માતૃત્વ વિશે શું કહીશું?



માતૃત્વ બહુ મોટી જવાબદારી છે. વિભકત પરિવારમાં બાળક ઉછેરવું એ ખાવાનાં ખેલ નથી. માતા-પિતા બનવા માટે લાઇસન્સ આપવાનો તમને જો અધિકાર આપવામાં આવે તો સાચું કહેજો, તમે જેટલાં લોકોને ઓળખો છો એમાંથી કેટલાંને માતા-પિતા બનવા માટે લાયક ગણીને બાળક પેદા કરવાનું લાઇસન્સ આપશો? ટૂંકમાં, માતૃત્વના મામલે સમાજમાં કેટલાક પરિવર્તનો આવી રહ્યાં છે અને કેટલાંક લાવવા જેવાં છે. જેમ કે, જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તેનામાં જ માતૃત્વ છે એવી ગેરસમજ ન કરીએ. માતૃત્વ-વાત્સલ્ય-મમતા સ્ત્રીમાં જન્મજાત હોય છે એ સીધીસાદી વાત સમજીએ.માતત્વમાં જ સ્ત્રીની પૂર્ણતા છે એવી માન્યતા હવે ત્યજીએ.



કોઈ સ્ત્રી (પોતાની કે પતિની) શારીરિક ખામીને લીધે માતા ન બને તો તેને મોઢે કે પીઠ પાછળ વંઘ્યા-વાંઝણી જેવા ગંદા શબ્દોથી સંબોધવાનું બંધ કરીએ. સમાજમાં માતૃત્વનું મહાત્મ્ય એટલું ન ચગાવીએ કે જેથી માતા ન બની શકનારી સ્ત્રી પોતાને અધૂરી ગણીને છેક આપઘાતના ઉબરે પહોંચી જાય. સાથોસાથ એ પણ સ્વીકારીએ કે માતા બન્યા પછી પણ વ્યકિત તરીકે એક સ્ત્રી ભલી હોય તો ભલી જ રહે છે અને કર્કશા હોય તો કર્કશા જ રહે છે.



માટે સ્ત્રીને ફકત સ્ત્રી તરીકે જોઈએ. એને યા 'દેવી' યા 'કુલટા' એવા આત્યંતિક ચોકઠાંમાં ફિટ કરવાની મૂર્ખામી બંધ કરીએ. અને છેલ્લે, સૌ જાણે છે કે કોઈ પણ માતા છેવટે દીકરી તરીકે જ જન્મે છે. છતાં, એક તરફ માતાજીની ભકિત કરવી અને બીજી તરફ માતાજીને પેટમાં ઊગતાં જ ડામવાના ડામીસવેડા કરવા... આ તે કોઈ રીત છે? આ દંભ બંધ કરીએ.





Yahoo! India has a new look. Take a sneak peek.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Group Charity

California Pet

Rescue: Furry

Friends Rescue

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...