[F4AG] કચકડે મઢાયેલું સ્થાપત્ય!

 

 

કચકડે મઢાયેલું સ્થાપત્ય!

Lalit Khambhayta

આર્કિટેકટના કામને હાઈલાઈટ કરવાનો ઉત્તમ વિકલ્પ કદાચ તેના પર ફિલ્મ બનાવવાનો છે. વિશ્વવિખ્યાત ગુજરાતી આર્કિટેકટ બાલકષ્ણ દોશી પર બેંગલોરના બે યુવાનોએ એક ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી છે.





અમદાવાદ સ્થિત 'ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)'માં ભલે ભણવાની તક ન મળે પણ ત્યાંથી નીકળ્યા હોઈએ ત્યારે એમ તો થાય કે આ બિલ્ડિંગ જોવા જેવું ખરું! એ પછી કયારેક આઈઆઈએમની અંદર જવાનું થાય ત્યારે પણ લાગે કે અરે, બાંધકામ તો મસ્ત છે! કોઇ જિજ્ઞાસુ જીવ હોય તો વળી સવાલ થાય કે કોણ છે, આ બાંધકામના આર્કિટેકટ? એનો જવાબ મળે એટલે વળી આશ્ચર્ય વધી જાય! 'બધું ભવ્ય વિદેશમાં જ હોયે' એવી માન્યતા ભાંગી પડે. એ બિલ્ડિંગ તો વિશ્વવિખ્યાત ગુજરાતી આર્કિટેકટ પદ્મશ્રી બાલકષ્ણ દોશીએ બનાવ્યું છે!



બાલકષ્ણ દોશી આર્કિટેકટ ધ ગ્રેટ!



ચંદીગઢ સહિતનાં ભારતના ઘણા ખ્યાતનામ બાંધકામો ફ્રેન્ચ આર્કિટેકટ લા'કોર્બુઝિયરનાં હતાં. બાલકષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ તેમના હાથ નીચે ચાર વર્ષ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. આઈઆઈએમ અમદાવાદ ઉપરાંત, આઈઆઈએમ લખનૌ અને બેંગલોર, ટાગોર હોલ (અમદાવાદ), શ્રીનગર માસ્ટર પ્લાન, ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી (અમદાવાદ), નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નવી દિલ્હી), આઈમેકસ થિયેટર (સાયન્સ સિટી, અમદાવાદ), ભારત ડાયમંડ બુર્સ (મુંબઈ) સહિતના ઘણા બધાં સ્થળોના આર્કિટેકટ એટલે બાલકષ્ણ દોશી! ઉત્તમોત્તમ આર્કિટેકટ સ્કૂલ ગણાતી અમદાવાદની સંસ્થા, 'સેન્ટર ફોર એન્વાયન્ર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી-સેપ્ટ' પણ તેમણે ડિઝાઈન કરી છે.



જોકે કેટલાક બાધંકામોમાં તેમની સાથે બીજા આર્કિટેકટ રહ્યા છે. તેમનું ઘર સ્થાપત્યની દ્દષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ ૩૫ ઘરો પૈકીનું એક છે! તેમનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૨૭ના દિવસે પુનામાં થયો છે. દોશી સાહેબ આર્કિટેકટ ઉપરાંત ફિલોસોફર-શિક્ષણવિદ્ પણ છે. તેઓ 'રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેકટ' અને 'ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકટ'માં ભણ્યા છે.



સ્ટ્રકચરરની વાત સ્ક્રીન પર!



બેંગલોરના આર્કિટેકટ અને ટાઉન પ્લાનર પ્રેમજિત રામચંદ્રન તથા તેના ભાઈ અને બિજોય રામચંદ્રને બી.વી.દોશી પર ૭૪ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી છે. સ્થાપત્ય સમાજ પર કઈ રીતે અસર કરતું હોય છે એ વાત ફિલ્મના કેન્દ્રમાં છે. રામચંદ્રન બંધુઓએ આ"કટોબર ૨૦૦૭થી લઈને એપ્રિલ ૨૦૦૮ સુધી છ માસ સુધી કામ કરી 'દોશી' નામની આ ફિલ્મ તૈયાર કરી છે. હવે એ ફિલ્મની ડીવીડી બજારમાં ઉપલબ્ધ છે.



૮૨ વર્ષના દોશી સાહેબ આખી ફિલ્મમાં તરવરિયા જુવાન જેવા લાગે છે. તેમની વાત-ચીત, હલન-ચલન કે આરોહ-અવરોહમાં કયાંય પણ તેમની પાકટ વય દેખાતી નથી. ફિલ્મમાં દોશી સાહેબ વિશે બીજા દેશી-વિદેશી આર્કિટેકટનાં બયાનો, તેમનાં પત્ની કમલા દોશી અને તેમની ત્રણ દીકરીઓના તેમના પિતા વિશેના વિચારો તથા દોશી સાહેબે ડિઝાઈન કરેલાં મકાનોમાં રહેતા લોકોના અભિપ્રાયો મૂકયા છે.



સરખેજ રોજાના સ્થાપત્યો વચ્ચે વિચરતા વિચરતા દોશી સાહેબ તેનું બાંધકામ સમજાવતા જાય છે. તેમનો સંઘર્ષ, કઈ રીતે કામ કરતાં અને કરે છે? વગેરે અનેક વાતોની સ્પષ્ટતા તેઓ કરે છે. આર્કિટેકચરના વિધાર્થીઓ આ ફિલ્મ જુએ તો તેમાંથી પાઠ શીખ્યા વગર રહે નહીં.



………



સર્જકો શું કહે છે?



ફિલ્મ સર્જકો સાથે વાત ટૂંકમાં..



ફિલ્મ શા માટે?



આર્કિટેકટના કામનું વર્ણન શબ્દોમાં કયાં સુધી કરવું? એના કરતાં ઉત્તમ એ ગણાય કે તેણે રચેલાં સ્થાપત્યો સાથે તેમની પણ ફિલ્મ બને. બધા તેને જોઈ શકે અને સમજી પણ શકે. કોઈ લેખમાં તેના વિશે વધુમાં વધુ કેટલું લખી શકાય! વધુમાં મિસ્ટર દોશી જેવી હસ્તીઓને પ્રોત્સાહિત કરવાનો પણ આ સારો
રસ્તો છે.



સર્જન વખતે કોઈ મુશ્કેલી?



અમે તેમને ફિલ્મની વાત કરી ત્યારે તરત તેઓ અમારી ભાવના સમજી ગયા. તેના કારણે મસ્ત રીતે ફિલ્મ બની શકી. અમારી સફળતા પાછળ તેમનો સહકાર રહેલો છે. ફિલ્મ માટે કુલ ૨૪ કલાકના વિઝ્યુઅલ્સ શૂટ કર્યા હતા. તેને એડિટ કરીને ૭૪ મિનિટની ફિલ્મ બનાવી.



હવે કોઈનું જીવન આ રીતે કચકડે મઢવાનું છે?



હજુ સુધી નક્કી નથી, પણ આ પ્રકારની વ્યકિતઓ પર ફિલ્મની સરિીઝ બનાવવાનો વિચાર છે.



Keep up with people you care about with Yahoo! India Mail. Learn how.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Yahoo! Groups

Small Business Group

Ask questions,

share experiences

Hollywood kids

in the spotlight

Their moms

share secrets

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...