[F4AG] કેડેવર ઓર્ગેન હાર્વેસ્ટિંગ બુઝાયેલા દીવાથી બુઝાતી જ્યોતિને જલતી રાખવાનો યજ્ઞ

 

કેડેવર ઓર્ગેન હાર્વેસ્ટિંગ બુઝાયેલા દીવાથી બુઝાતી જ્યોતિને જલતી રાખવાનો યજ્ઞ

પુરાણકથા કહે છે કે દધીચિ ઋષિએ વત્રાસુરને મારવા પોતાનાં અંગોનું દેવોને દાન આપ્યું હતું. બાઈબલમાં કથા છે કે ઈશ્વરે આદમના અંગ (પાંસળી)માંથી હવા (સ્ત્રી)નું સર્જન કર્યું. આ કથાઓ અંગોના ઉપયોગની છે. અત્યારે એક નવી મુહિમ ચાલી રહી છે મૃત માનવઅંગોના દાનથી મૃતપ્રાય વ્યક્તિને તંદુરસ્ત જીવન બક્ષવાની.માણસનું જીવન ક્ષણભંગુર ભલે ગણાયું હોય પણ માનવઅંગોનું સાવ એવું નથી. માણસ મૃત્યુ પામે ત્યારે તેનાં અંગોનો પુનઃ ઉપયોગ થઈ શકે છે.


જેનું સૌથી પ્રચલિત સ્વરૃપ ચક્ષુદાનનું છે. મૃત માણસની આંખથી અંધને દૃષ્ટિ મળી શકે છે. આ જ વિચાર થોડો આગળ વધીને મૃત માણસનાં કિડની, લીવર અને હ્ય્દય જેવાં અંગોનો પણ ઉપયોગ થઈ શકે છે. આ આખી પ્રક્રિયા કેડેવર ઓર્ગન હાર્વેસ્ટ (Cadaver Organ Harvest) તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયાનો જો વ્યાપક સ્વીકાર થાય તો ઘણા બધાનો જીવ બચી શકે. આ પ્રક્રિયામાં Cadaverનો અર્થ શબ્દકોષ મુજબનો મૃતદેહ કરવામાં આવતો નથી.


ઝ્રટ્વઙ્ઘટ્વદૃીિ એટલે એવી જીવંત ગણાય તેવી વ્યક્તિ કે જેનું મગજ મરી ચૂક્યું છે. તબીબી ભાષામાં જેને મ્ટ્વિૈહ ઙ્ઘીટ્વઙ્ઘ અથવા તો મ્ટ્વિૈહ જીંીદ્બ - ર્ઙ્મજી કહે છે. આવી વ્યક્તિનું શ્વાસોચ્છવાસનું કાર્ય ચાલુ હોય, હ્ય્દય ધબકતું હોય પણ તેના જીવંત થવાની કોઈ આશા હોતી નથી. અકસ્માતમાં હેડ ઈન્જરી થાય, લકવાનો હુમલો થાય કે અન્ય કારણોથી મગજ મૃત થઈ જતું હોય છે, ત્યારે શ્વાસ, વેન્ટીલેટર પર અથવા તો ક્યારેક તે વિના ચાલુ રહે છે. આવી વ્યક્તિનાં તમામ અંગો સાબૂત હોય છે. જો એ અંગો ગંભીર રોગથી પીડાતા વ્યક્તિને અપાય અને પ્રત્યારોપણ કરાય તો મોતના દરવાજે ઊભેલી વ્યક્તિને નવજીવન મળે છે. મોત પર વિજય મેળવવાની એક તક ઊભી થાય છે. પણ આ માટે જરૃર પડે છે કેડેવર ઓર્ગેન ડોનરની.


આ ખૂબ જ મુશ્કેલ કામ છે. દેશમાં અત્યારે દર વર્ષે ૨૫૦૦ જેટલાં કિડનીનાં અને ૧૦૦થી ૧૫૦ જેટલાં લીવરનાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પણ આ બધાં મહત્તમ તંદુરસ્ત, જીવંત અને સગાં - સંબંધીનાં અંગો ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કેડેવર ટ્રાન્સપ્લાન્ટ તો બહુ મામુલી છે. વિશ્વમાં દર એક લાખ વ્યક્તિએ સૌથી વધુ કેડેવર ઓર્ગેન ડોનેશન સ્પેનમાં ૩૩ થાય છે. બીજા ક્રમે ફ્રાન્સ અને અમેરિકા ૨૧-૨૧ સાથે છે. યુકેમાં ૧૮ અને જર્મનીમાં ૧૪ કેડેવર ઓર્ગેન ડોનેશન થાય છે. તેની સરખામણીમાં ભારતમાં દર ૧ લાખ વ્યક્તિએ માત્ર ૦.૭ જેટલું કંગાળ કેડેવર ઓર્ગેન ડોનેશન થાય છે. આનું સૌથી મોટું કારણ વ્યક્તિનો શ્વાસોચ્છવાસ ચાલુ હોવાથી તેનાં સગાં - સ્નેહી, કુટુંબીજનો એવું માની જ શકતાં નથી કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે. તેઓ વ્યક્તિ પાછી યથાવત્ જીવતી થશે તેવો દૃઢ વિશ્વાસ રાખે છે. તેથી કદી તેમના બ્રેઈન ડેડ વ્યક્તિના અંગનું દાન કરવા તૈયાર થતાં નથી. તો મુસ્લિમો ર્ધાિમક માન્યતાને કારણે આ વિચાર સ્વીકારતા નથી. આ માટે કામ કરતા ડોક્ટરોના અનુભવ પણ કહે છે કે કેડેવર ઓર્ગેનના દાનની વાતથી જ લોકો ખીજાઈ જતા હોય છે. દિલ્હીના જાણીતા ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ અભિજિત ભટ્ટાચાર્ય એક કિસ્સો ટાંકે છે કે એસએસકેએમ હોસ્પિટલમાં ૫૦ વર્ષની એક સ્ત્રી દર્દીનું લીવર નકામું થઈ ગયું હતું. તેને કોઈ લીવર મળી જાય તો તેની જિંદગી બચી જાય તેમ હતું. બરાબર એ ગાળામાં જ હોસ્પિટલમાં પાંચ બ્રેઈન ડેડ વ્યક્તિઓ હતી પણ એમનાં સગાંમાંથી કોઈ તૈયાર ન થયું ને પેલી સ્ત્રી આખરે મૃત્યુ પામી. જો એને પેલા પાંચ બ્રેઈન ડેડ પૈકી એકનું લીવર મળી ગયું હોત તો એક જિંદગી બચી જાત. પણ કમભાગ્યે નકામા જનારાં પાંચ લીવરમાંથી એક પણ કામમાં ન લાગ્યું. તબીબી વિજ્ઞાન મૃત્યુ સામે બાકરી બાંધવા તૈયાર બેઠું છે, બસ એને જરૃર છે લોકોની, સમાજની સમજની અને સહકારની. હમણાં જ કેન્દ્ર સરકારે માનવ અંગોના પ્રત્યારોપણ અંગેના ૧૯૯૪ના કાયદામાં સુધારો કરી વધુ ઉદાર અને છૂટછાટવાળો બનાવ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ કેડેવર ઓર્ગેન હાર્વેસ્ટિંગને પ્રોત્સાહિત કરવાનું છે. અંગો પડેલાં હોય, જે થોડા સમય પછી નકામાં જવાનાં હોય એનો જો ઉપયોગ થાય તો સેંકડો જિંદગીઓ બચી શકે તેમ છે. માનવઅંગો હજુ બનાવી શકાતાં નથી, ત્યારે તૈયાર માનવઅંગો નકામા જાય અને બચી શકે એવી માનવજિંદગી ન બચાવી શકાય તો કેમ ચાલે ?


આ માટે સૌથી મોટી જરૃર છે લોકશિક્ષણની. પરિવાર કલ્યાણ, રક્તદાન, ચક્ષુદાન વગેરે પ્રવૃત્તિઓ માટે જે આક્રમક્તાથી અને વ્યાપકપણે લોકજાગૃતિ, લોકસમજ, લોકમાહિતી કેળવવાના પ્રયાસો થાય છે તેવા પ્રયાસો આવશ્યક છે. સમાજને બ્રેઈન ડેડ કે બ્રેઈન સ્ટેમ - લોસ મૃત્યુનો સાચો ખ્યાલ આપવા વ્યાપક અભિયાન ચલાવવું પડે. એ સાથે સાથે આવી વ્યક્તિનાં અંગોથી એક જિંદગી બચી શકે એ સમજ પણ અપાવી જોઈએ. આ માટે રાજ્ય સરકાર, સામાજિક સંગઠનો, રોટરી - લાયન્સ જેવી ક્લબો, તબીબો અને તબીબી સંસ્થાઓ પ્રયાસો આદરે તો કામ કંઈ મુશ્કેલ નથી.


તામિલનાડુ  અને આંધ્રપ્રદેશ સરકારે આ માટે એક યોજના  બનાવી છે. જેનું નામ રાખ્યું છે Malti Organ Harvesting Aid Network (MOHAN). એટલે કે 'મોહન' યોજના. આ યોજનામાં લોકોની માન્યતા બદલવાનો અને લોકોને આ નવતર વિચારથી અવગત્ કરવાનો ઉપક્રમ રખાયો છે. આ યોજના હેઠળ એક લાખ જેટલા સ્વૈચ્છીક ડોનર કાર્ડ વહેંચાયાં. (જેમ આપણે ત્યાં અત્યારે ચક્ષુદાન અને દેહદાનનાં આગોતરાં કાર્ડ ભરાવાય છે તેમ) આ કાર્ડમાં અત્યારે જે સ્વસ્થ અને જીવંત વ્યક્તિ છે તેણે જાહેર કરવાનું કે ભવિષ્યમાં ન કરે નારાયણને એ વ્યક્તિને ડોક્ટરો બ્રેઈન ડેડ જાહેર કરે તો તેમનાં અંગો અન્ય માટે લઈ લેવાં. આ પ્રયોગ ઠીક - ઠીક સફળ થઈ રહ્યો છે. તામિલનાડુમાં છેલ્લા છ માસમાં જ ૨૪ કેડવેર ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. જે બાબત એક નવી જ દિશા ઉઘાડનારી અને ઉત્સાહવર્ધક છે. અન્ય રાજ્યો પણ આને અનુસરે તો કેડેવર ઓર્ગેન હાર્વેસ્ટિંગ શરૃ થઈ શકે છે. સુધારેલા અંગ પ્રત્યારોપણ કાયદા મુજબ માનવઅંગોને સુરક્ષિત રાખવા માનવ અંગ બેન્કો સ્થાપવાનો પ્રસ્તાવ છે. દેશની હોસ્પિટલોને આ માટે વિશેષ રીતે સજ્જ કરાશે.


માનવ અંગોની આવશ્યક્તાવાળા દર્દીઓની રાષ્ટ્રીય સૂચિ બનાવાશે અને દાનમાં મળતાં અંગો માટે એક રાષ્ટ્રીય ગ્રીડ સ્થપાશે. એક સામટા અને સહિયારા પ્રયાસ થાય તો કશું ય અશક્ય નથી.


ભારતમાં દર વર્ષે માત્ર માર્ગ અકસ્માતોમાં જ હજ્જારો માણસ મરે છે. કેટલાય બ્રેઇન ડેડ થાય છે. એ બધાનાં અંગોનો ઉપયોગ થાય તો હજારો જિંદગીઓ નવપલ્લવિત થશે. આ આખો ઉપક્રમ બુઝાયેલા દીવાથી બુઝાઈ રહેલી જ્યોતને ઝળહળાવવાનો છે. આ યજ્ઞાકાર્ય છે. આપણે પણ આહુતિ આપવી પડશે કારણ જિંદગી બક્ષવી એ ઈશ્વરીય કાર્ય છે. એવું કરવાનું કોને ન ગમે ?




Connect more, do more and share more with Yahoo! India Mail. Learn more.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Yahoo! Groups

Auto Enthusiast Zone

Love cars? Check out the

Auto Enthusiast Zone

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...