[F4AG] ઘરનું ઉત્તમ ઔષધ આદું

 

ઘરનું ઉત્તમ ઔષધ આદું

આહાર સાથે પ્રયોજાતું આદું આપણા સૌનું જાણીતું દ્રવ્ય છે. ઘણા લોકો તો તેના  સામાન્ય ગુણો પણ જાણતા હોય છે. આ આદુંનો મુરબ્બો, ચા, અથાણાં, ચટણી, દાળ અને શાક વગેરેમાં અનેક રીતે પ્રયોજાય છે. આદું એ સર્વસુલભ અને સસ્તું હોવાની સાથે સાથે અનેક ગુણોવાળું ગણાય છે. આ આદું બે જાતનું થાય છે. એક જાત રેસાવાળી અને બીજી જાત રેસા વગરની. રેસા વગરનું અને મોટી ગાંઠોવાળું આદું ગુણોની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાયું છે. આદુંને ભિન્ન ભિન્ન પ્રકારે સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે. આદંુ અને સૂંઠના ગુણો આયુર્વેદમાં થોડા ભિન્ન બતાવાયા છે. આમ તો સામાન્ય રીતે તેના ગુણો સરખા જ છે. ગુજરાતમાં ધોળકાની સૂંઠ અને શામળાજીનું આદુ ઉત્તમ ગણાવાય છે. આયુર્વેદમાં સૂંઠ અને આદું બંનેની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે. આયુર્વેદના એક ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે,


"વાત, પિત્ત કફના શરીર વન ચરિણી. એક એવં નિહંત્યત્ર લવર્ણાદક કેસરી" એટલે કે વાત, પિત્ત અને કફ રૃપી હાથી જે શરીર રૃપી વનમાં સ્વચ્છંદતાથી વિચરણ કરે છે તેને નિયંત્રણમાં એટલે કે કાબૂમાં રાખવા માટે મહાપરાક્રમી મીઠા સાથે મેળવેલ આદુંરૃપી સિંહ પર્યાપ્ત ગણાય છે. આમાં થોડી અતિશયોક્તિ જેવું લાગે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જમ્યા પછી થોડા મીઠા સાથે અડધો તોલો આદું અથવા પોતાની પ્રકૃતિ અનુસાર આદું લેવામાં આવે તો વાત, પિત્ત અને કફના રોગો ઉત્પન્ન થતા નથી. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, કેટલીક વ્યક્તિઓને એવી ટેવ પડી ગઈ હોય છે કે, જમ્યા પહેલાં થોડું આદું અને મીઠું ખાવા જોઈએ. આ ટેવ ઘણીવાર સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે પરંતુ જમ્યા પછીની ટેવ પાડવામાં આવે તો તે વધારે ઉત્તમ ગણાય. જમ્યા પછીની આ ટેવથી અરુચિ, મંદાગ્નિ, મોંઢાનો સ્વાદ બરાબર ન રહેવો, આહારનું યોગ્ય પાચન ન થવું તથા અનેક પ્રકારના વાયુના રોગો માત્ર આ મીઠા અને આદુંના નિયમિત ઉપયોગથી દૂર કરી શકાય.


મીઠાની સાથે પ્રયોજાયેલું આદું જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે. મુખ સ્વાદિષ્ટ કરે છે. મુખ અને ગળાને સ્વચ્છ રાખે છે. મળપ્રવૃત્તિ નિયમિત કરે છે, તથા વાયુ, કફના રોગો અને સોજાને દૂર કરે છે. આદુંનું ચટકાપણું જીભની ઉપરના સ્વાદ બનાવનાર સૂક્ષ્મકોષોની ક્રિયાને ઉત્તેજે છે, જેથી મોંઢાના પાચકરસની પ્રચૂર માત્રામાં ઉત્પત્તિ થાય છે. તેથી આહારનું યોગ્ય પાચન થાય છે.


આયુર્વેદિય મત પ્રમાણે આદું તીક્ષ્ણ, ઉષ્ણ, દીપન, ચટપટાહટવાળું, પચ્યા પછી વાયુ અને કફનો નાશ કરનાર, કૃષ્ઠ, પાંડુરોગ, મૂત્રકૃચ્છ, રક્તપિત્ત, વ્રણશરદી, સળેખમ, ગળાના રોગો, બળતરા અને અરુચિનો નાશ કરે છે. કબજિયાત, આફરો, આંખના રોગો, ચામડીના રોગોમાં તે ખૂબ જ હિતાવહ ગણાય છે. યુનાની હાકીમોના મત પ્રમાણે આદું, રુક્ષ, પાચક, વાયુના અને કફના રોગો દૂર કરનાર અને આફરો, કબજિયાત, કૃમિઓ, મગજના કૃમિઓનો નાશ કરનાર ગઠિયો વા, અડદિયો વા, સાંધાનો દુખાવો, કમરનો દુઃખાવો વગેરે રોગોમાં આદું ઉત્તમ પરિણામ આપે છે. આદુંથી આંખોનું તેજ વધે છે અને પાચનશક્તિ તેજ બને છે. આદું એ ઠંડી પ્રકૃતિવાળાઓ માટે હિતાવહ અને ગરમ પ્રકૃતિવાળા માટે હાનિકારક યુનાની મતે ગણાય છે. આદુંનું રાસાયણિક વિશ્લેષણ કરવાથી જાણી શકાયું છે કે તેમાં ૧થી ૬ ટકા સુધી એક પીળા રંગનું ઊડનશીલ તેલ રહે છે. જે માનવશરીરને માટે અત્યંત લાભદાયક ગણાય છે.


રોગો પર પ્રયોગ

જો તમારા ઘરની કોઈ પણ વ્યક્તિને ઉધરસ કે શરદી થઈ ગઈ હોય તો, અથવા સાધારણ તાવ કે કળતર જેવું હોય તો, નિઃસંકોચ દેશી નાગરવેલના પાનનો અને આદુંનો ચાર ચમચી રસ બે ચમચી મધમાં નાંખી ચટાડો. આ માત્રા મોટા માણસની ગણાય છે. નાના બાળકો અને કિશોરો માટે તેની ઉંમર, ઋતુ અને શરીરના વજનને ધ્યાનમાં રાખીને તેની વધઘટ કરી શકાય. દૂધ પીતાં બાળકોને પણ  આ મિશ્રણ પાંચથી પંદર ટીપાં સુધી દિવસના ત્રણ વખત આપી શકાય.


ખાંસીનું વધારે પડતું જોર હોય તો આદુંનો બદામ જેવડો ટુકડો અને સંચળ અથવા સિંધાલુણ કાજુ જેવડો ટુકડો મોઢામાં રાખી ચૂસવાથી ઘણો લાભ થાય છે. આદુંના ત્રણ ચમચી રસમાં એક ચમચી જેટલી સાકર લેવાથી પેશાબનું વારંવાર આવવું બંધ થઈ જાય છે. મીઠી પેશાબના દર્દીએ આ પ્રયોગ ન કરવો. વારંવાર મળ પ્રવૃત્તિ થતી હોય તો આદુંનો અને ડુંગળીનો ચાર ચમચી રસ, બબ્બે કલાક આપવાથી ઉત્તમ ફાયદો થાય છે. આદું, દાડમના દાણા, જીરું, િંહંગ અને સિંધાલૂણ આ પાંચેયથી યોગ્ય માત્રામાં બનાવેલ ચટણી સગર્ભાની ઊલટી તરત બંધ કરે છે. ચટણી એક ચમચી માત્રામાં દિવસના ત્રણ વખત આપવી જોઈએ. આ ચટણી ગડગડાટ અને આફરો દૂર કરે છે.


આદું, ડુંગળી, મૂળા અને લીંબુનો રસ પાંચ - પાંચ ચમચી સાથે લઈ એક બોટલમાં મિશ્ર કરો. આ પાંચેય ચીજોના રસમાં સિંધાલૂણ, સંચળ, સમુદ્ર લવણ, કાળું મીઠું, કાચ મીઠું એક ચમચી લઈ તેમાં નાંખી બોટલનું ઢાંકણ સખ્ત બંધ કરી. આ બોટલને દસ દિવસ સુધી પાણીમાં રાખી મૂકો. ત્યારબાદ આ મિશ્રણનો ઉપયોગ જમ્યા પછી બે વખત એટલા જ પાણી સાથે એક માત્રામાં લેવાથી ભૂખ ખૂબ જ લાગે છે. ખોરાક હજમ થાય છે. પેટના રોગો દૂર થાય છે. આ મિશ્રણ ઘણું સ્વાદિષ્ટ અને લાભદાયક છે. કમળો અને લીવરના રોગોમાં આદું, ત્રિફળા અને ગોળનું એક ચમચી મિશ્રણ આપવાથી ફાયદો થાય છે. મળ પ્રવૃત્તિમાં ચિકાશ કે આંખની તકલીફ હોય તો આદું અને ગોળની ચણા જેવડી ગોળીઓ બનાવીને સૂકવી લેવી. આ ગોળીઓ ચારથી છના માપે દિવસમાં ત્રણ વખત લેવાથી મળની ચિકાશ અને આમ દૂર થાય છે. આમ એટલે કે કફ જેવું મળમાં આવવું અને દિવસના ત્રણ - ચાર વખત મળ પ્રવૃત્તિએ જવું. આદુંનો રસ બે તોલા અને ગોળ એક તોલો ગરમ કરીને લેવાથી કબજિયાત મટે છે.




Try the new Yahoo! India Homepage. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...