[F4AG] મનને દુરસ્ત રાખવાનો ગાંધીચીંધ્યો માર્ગ(કેલિડોસ્કોપ)

 

મનને દુરસ્ત રાખવાનો ગાંધીચીંધ્યો માર્ગ

મૂળ બંગાળી પણ, પોતાની વિશિષ્ટ ગાયકીથી ભારતભરમાં છવાઈ ગયેલાં જૂથિકા રોયને કોણ નથી જાણતું !? આજે પણ તેઓ સંગીતજ્ઞાોમાં આદરનું સ્થાન ધરાવે છે. સંગીતરસિકો અને ભાવકો આજે પણ એમના જાદુઈ કંઠે ગવાયેલાં ભજનોનો આસ્વાદ માણવામાં લીન થઈ જતાં જોવામાં આવે છે.

આ મહાન સંગીતસામ્રાજ્ઞાીએ પોતાના જીવનની કડવી - મીઠી વાતોને આલેખતું પુસ્તક સ્મૃતિકથારૃપે પ્રગટ કરેલું છે. ગુજરાતી ભાષામાં એનો અનુવાદ ''ચૂપકે ચૂપકે બોલ મૈના'' નામે પ્રસિદ્ધ થયેલો છે. આ પુસ્તકમાં ગાંધીજી સાથેના પ્રસંગનું એમણે સ્મરણ કર્યું છે એની વાત અહીં કરવી છે.


૧૯૪૭માં આઝાદી મળી ત્યારે હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. હુલ્લડો શાંત કરવા ગાંધીજી નોઆખલી જઈ રહ્યા હતા ત્યારે કલકત્તામાં રોકાયા હતા. એ વખતે તેઓ બેલેઘાટાના એક ઘરમાં થોડા દિવસ રોકાયા હતા. એ દિવસોમાં એમની પાસે જરા જેટલો પણ સમય નહોતો. તેઓ અત્યંત વ્યસ્ત હતા. એમનો કાર્યક્રમ ખૂબ જ ચુસ્ત રહેતો. તેઓ રોજ સવારે છ વાગે ચાલવા જતા હતા અને ત્યાર પછી પ્રાર્થનાસભામાં જતા. સાંજે પણ પ્રાર્થનાસભામાં હાજરી આપતા.

આગળની વાત જૂથિકાજીના શબ્દોમાં જ વાંચીએ :

''શ્રીમતી (સરોજીની) નાયડુના કહેવાથી માજાં મા-પિતાજીએ નક્કી કર્યું કે બાપુજીનાં દર્શન કરવા માટે મને લઈને બેલેઘાટાના મકાનમાં જવું. અત્યાર સુધી અમે પ્રયત્ન કરતા હતા, પણ મોકો મળતો નહોતો. એ મોકો હવે કદાચ મળે એવી સંભાવના ઊભી થઈ હતી. મારી સાથે મા, મોટા કાકા અને મારાં નાના ભાઈ - બહેનો સૌ સવારે સાત બેલેઘાટા પહોંચ્યાં. અમને એમ કે બાપુ સવારે ફરીને આવે ત્યારે અમે એમનાં દર્શન કરીશું અને દૂરથી પ્રણામ કરીશું. તેમની વ્યસ્તતા જોતાં એમની છેક પાસે જઈને વાત કરવી કે પ્રણામ કરવાનું અશક્ય હતું પરંતુ અમે બેલેઘાટાના મકાનના ગેટ પર પહોંચ્યાં ત્યારે સાંભળ્યું કે બાપુજી એમનું સવારનું ફરવાનું પતાવીને હમણાં જ પાછા ફર્યા છે અને અત્યારે આરામ કરે છે. અમારે દર્શન કરવા હોય તો ત્રણ કલાક સુધી રાહ જોવી પડશે. આ સાંભળીને અમે ગેટની બહાર નિરાશ થઈને ઊભા રહ્યાં કારણ કે ગેટ પર તાળું લાગી ગયું હતું. હવે ગેટની બહાર ઊભા રહીને રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પ્રખર તાપ હતો. અમારી જેમ બીજા પણ ઘણા લોકો આ તડકામાં ઊભેલા હતા. પણ અચાનક કાળાં ડીબાંગ વાદળો ચડી આવ્યાં અને આકાશમાં છવાઈ ગયાં. જોતજોતામાં શરૃ થયો મુશળધાર વરસાદ. અમે બધાં પલળવા લાગ્યા. મારા મોટા કાકા પહેરેગીરને વારે વારે ગેટનું તાળું ખોલવા માટે કહેવા લાગ્યા, જેથી અમે અંદર જઈને બેસી શકીએ, પણ પહેરેગીર એકનો બે ન થયો. તે એમ જ કહ્યા કરતો, 'ના, બાપુજીનો હુકમ નથી.' મોટા કાકા એની વાત સાંભળે તેવા નહોતા, એમણે મોટેથી કહ્યું, 'એમ ! જાવ, તમે અંદર જઈને કહો કે, જૂથિકા રોય બાપુજીના દર્શને આવ્યાં છે.'


પહેરેગીર અમારો સંદેશો આપવા અંદર ગયો. અમે ઝાંપાની બહાર ઊભા રહીને પલળતાં હતાં અને વિચારતાં હતાં કે પહેરેગીર સંદેશો બરાબર પહોંચાડશે તો ખરો ને ? અચાનક અમે મનુ ગાંધી અને બીજી એક વ્યક્તિને હાથમાં ઘણી બધી છત્રીઓ લઈને ઝાંપા આગળ જલદી જલદી આવતાં જોયાં. મનુ ગાંધીએ નમસ્કાર કરીને ગેટનું તાળું ખોલી કાઢયું અને અમારા હાથમાં છત્રી આપીને કહ્યું, 'આવો, આવો, અંદર આવી જાવ. આપ સૌ તો ભીંજાઈ ગયાં છો. અંદર આવીને બેસો.' મનુ ગાંધીના કહેવાથી અમે બધાં અંદર જઈને ઓરડામાં બેઠાં. થોડીવાર પછી એક સેવિકાબહેને આવીને કહ્યું કે, બાપુજીએ મને અને માને અંદર આવવાની અનુમતિ આપી છે.

હું અને મા અંદર ગયાં. જોયું તો બાપુજી એક શેતરંજી પર બેસીને ચોપડીમાં કાંઈક લખી રહ્યા હતા. ઉઘાડું શરીર, આંખ પર જાડા કાચના ચશ્માં, તેમના આખા શરીર અને મુખ ઉપર જાણે ક્રાંતિ ફેલાયેલી હતી. આટલા કામમાં હતા છતાં જાણે થાક નહોતો. મુખ પર હાસ્ય અને ઉજ્જવળ આંખો સાથે તેઓ જાણે પ્રેમસભર, શાંતિની ર્મૂિતસમા દીસતા હતા.

અમારું પરમ સૌભાગ્ય હતું કે જીવનમાં પહેલીવાર મહાત્મા ગાંધીજીનાં દર્શન થયાં.  એ અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આખી દુનિયાના લોકો જેમનાં દર્શન માટે ઘેલાં થાય છે એ વ્યક્તિએ પોતે અમને એમની પાસે બોલાવ્યા હતા એ ઓછા સૌભાગ્યની વાત હતી ? લગભગ બે વર્ષ પછી શ્રીમતી નાયડુની ઈચ્છા આજે પૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મેં અને માએ બાપુજીને પ્રણામ કર્યા. અમારા માથે હાથ મૂકીને તેમણે અમને આશીર્વાદ આપ્યાં, હસ્યા અને ઈશારો કરીને બેસવા જણાવ્યું. એ દિવસે એમણે મૌન પાળ્યું હતું તેથી પોતાને જે પણ કહેવું હોય તે લખીને જણાવતા.

થોડીવાર પછી આભા ગાંધી અમારી પાસે આવીને બેઠાં. આભાને કારણે અમને બહુ સારું રહ્યું કારણ કે બાપુજી જે લખતાં તે બધું જ આભા અમને સમજાવતાં. આભાએ જણાવ્યું કે બાપુજીને અત્યારે એક મિનિટનો પણ સમય નથી, પણ મારું ભજન સાંભળવા તેઓ બહુ જ ઉત્સુક છે એટલે એમણે એવું નક્કી કર્યું છે કે બાજુના કમરામાં તેઓ સ્નાન કરવા જાય ત્યારે હું આ જ રૃમમાં બેસીને એક પછી એક ભજનો ગાઇ સંભળાવું. જોતજોતામાં બાપુજી બાજુના કમરામાં જતા રહ્યા. હારમોનિયમ કે બીજા કોઈ વાદ્ય વગર એક પછી એક ભજન ગાવાના મેં શરૃ કર્યા. 'ઘુંઘટ કા પટ ખોલ' (કબીર), 'મૈં તો વારી વારી જાઉં રામ' (મીરાં), 'પ્યારે દરસન દીજો આજ' (મીરાં), મને ચાકર રાખો જી (મીરાં), અબ મૈં અપને રામ રીઝાઉં (કબીર), 'પ્રભુ લીજો મેરા પ્રણામ' વગેરે ગાંધીજીને પ્રિય ભજનો મેં ગાયાં હતાં.


થોડી વારમાં સ્નાન કરીને બાપુજી મારી સામે આવ્યા. મેં ગાવાનું બંધ કર્યું અને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અત્યંત મધુર હાસ્ય કરીને એમણે મને આશીર્વાદ આપ્યાં. ગાંધીજીનાં દર્શન કરવા મળ્યાં. એમને ભજન સંભળાવવાની તક મળી એટલે હું ખૂબ ધન્યતા અનુભવી રહી હતી. મારું ગાયન, મારું જીવન સાર્થક થયું હોવાની મને એ ક્ષણે અનુભૂતિ થઈ.


થોડી વાર પછી આભાએ અમને જણાવ્યું કે બપોરે ચાર વાગે  જે મેદાનમાં પ્રાર્થનાસભા થવાની છે ત્યાં મારે જવાનું છે.


... બરાબર ચાર વાગે બેલેઘાટાથી બાપુજી સાથે પ્રાર્થનાસભામાં હું આવી. સાથે આભા ગાંધી, મનુ ગાંધી અને બીજા પણ કેટલાક લોકો હતા. મેદાન આખું ખીચોખીચ ભરેલું હતું. જાણે માનવ મહેરામણ જોઈ લો ! તલભાર પણ જગ્યા નહોતી. પોતાના આ પૂજનીય નેતાને પ્રણામ કરવા માટે રસ્તાની બેય બાજુ અસંખ્ય લોકો જમા થઈ ગયા હતા.

 

ત્યાર પછી ગીતાપાઠ થયો. ગીતાપાઠ પછી બાપુજીએ આખા દેશની શાંતિ માટે પ્રાર્થના કરીને ઉપસ્થિત મેદનીને સંબોધી. મારા ભજનથી પ્રાર્થના સભા સંપન્ન થઈ.


આ શુભદિન મારા કલાજીવનનો એક સ્મરણીય દિવસ બની રહ્યો છે, એ નિઃશંક વાત છે.'' જૂથિકા રોયની વાત અહીં પૂરી થાય છે.

ગાંધીજી વિશે તો ખૂબ ખૂબ લખાયું છે. એમના જીવનનાં અનેક પાસાંનો અભ્યાસ થયો છે. એમના દૃઢ મનોબળથી કોણ અજાણ છે ? ૧૯૨૦માં, લાહોરમાં એમણે કહ્યું હતું કે, ''મારામાં શરીરની શક્તિ તો કશી જ નથી; પણ હું માનું છું કે મારી મરજી વિરુદ્ધ મારી પાસે કોઈ કાંઈ જ કરાવી શકે નહીં.''

.

..અને, આપણે જાણીએ છીએ કે, અંગ્રેજ સલ્તનત પણ ગાંધીજી પાસે પોતાનું ધાર્યું કરાવી શકતી નહીં, ઊલટાનું ગાંધીજી સલ્તનતને ઝુકાવતા હતા - માત્ર દૃઢ મનોબળથી.


પણ, અહીં તો એક પગથિયું આગળ વધીને આપણને એ જાણવા મળે છે કે, અત્યંત વ્યસ્તતા અને તાણ વચ્ચે ગાંધીજી પોતાના એ મજબૂત મનને તંદુરસ્ત કઈ રીતે રાખતા હતા, સ્વસ્થ કઈ રીતે રાખતા હતા. એમની પાસે સમય જ ક્યાં હતો ? આમ છતાં, ભજન સાંભળવા, મનની શાંતિ મેળવવા માટે એમણે કેવી રીતે સમય કાઢયો હતો ? પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે જેમ એ ચાલવા જવાનો સમય કાઢતા હતા એ જ રીતે મનને તંદુરસ્ત રાખવા માટે પ્રાર્થનાસભામાં હાજર રહેવાનો સમય પણ કાઢતા હતા.

ગાંધીજી જેવી મહાન પ્રયોગશીલ વ્યક્તિ કોઈ થઈ નથી. વિચારોને આચારમાં મૂકીને તેઓ અચૂક એની ચકાસણી કરતા.


આપણે કહીએ છીએ કે ક્રોધ ન કરવો, ઉતાવળ ન કરવી, ડર ન રાખવો, પણ એ કહેવા પ્રમાણે આપણે કરી શકીએ છીએ ખરા ? આપણું મન આપણા કાબૂમાં રાખી શકીએ છીએ ખરા ?

ગીતામાં અર્જુન કહે છે કે, મન ચંચળ છે અને વાયુથી પણ વધારે દુષ્કર છે. એને વશ કેમ કરી શકાય ? ગીતામાં જ એનો ઉકેલ છે. મનને વસ રાખવાનો ઉપાય અભ્યાસ છે. અભ્યાસથી ચંચળ મનને ધીમે ધીમે વશમાં લઈ શકાય છે.


અભ્યાસથી એવું પણ તારણ નીકળ્યું છે કે જેવું જેનું મન એવું એનું શરીર અને જેવું જેનું શરીર એવું એનું મન. બંને એકબીજા સાથે અતૂટપણે  જોડાયેલાં છે. તંદુરસ્ત માણસનું મન પ્રફુલ્લિત હોય છે.

પ્રાર્થના, જપજાપ વગેરે આવી જ સમજમાંથી જન્મ્યાં છે. શરીરને અમુક વાતાવરણ આપવાથી મનને પણ એ વાતાવરણમાં ખેંચી શકાય છે અને એટલે જ જે રીતે શરીરને એ હળવું બનાવે છે એ જ રીતે મનના બોજાને પણ હટાવી શકે છે. સમય અને સ્થળ પણ એની રીતોમાં ફેરફાર થયા છે પરંતુ એની પાછળનું હાર્દ તો એ જ રહ્યું છે.

ઘણા માણસો કહે છે કે, ભક્તિ, ધ્યાન, પ્રાર્થના વગેરે માત્ર મન મનાવવાની વાત છે.


આ વાત કદાચ અમુક વ્યક્તિઓ માટે સાચી હશે પણ વિશાળ જનસમુદાયમાં એ સ્વીકાર્ય બને એવું લાગતું નથી કારણ કે, મનની શક્તિઓ વિશે, કેળવણી વિશે અને મર્યાદાઓ વિશે સદીઓથી ડાહ્યા માણસોએ વિચાર કર્યો છે પરંતુ ઉદ્વેગરહિત, પૂર્વગ્રહરહિત, ચિંતામુક્ત, શાંત, સ્વસ્થ, આછરું, નિર્મળ મન પામવા માટે જપ, જાપ, વિપશ્યના, ઝીકર, નામસ્મરણ, ધ્યાન, ભજન, સ્તવન કે ગીત - સંગીત સિવાયના વિશાળ જનસમૂહને ઉપયોગી થાય એવાં સાધનો, પદ્ધતિઓ કે ઉપકરણો હજુ સુધી આપણે શોધી શક્યાં નથી.

અને, સર્જનાત્મક કામ કરવા માટે શાંત અને સ્વસ્થ મન પાયાની જરૃરિયાત છે કારણ કે, સ્વસ્થ અને શાંત મન જ હકારાત્મક સૂચનો ગ્રહણ કરી શકે છે અને એ દ્વારા શરીરને તે સર્જનાત્મક કામ કરવા પ્રેરી શકે છે.


અહીં એક વાતનો ખુલાસો જરૃરી છે. વિજ્ઞાન મન અને મગજ વચ્ચે ભેદ પાડતું નથી. આપણે એમ કહી શકીએ કે 'મન' છે જ નહીં, મગજ ને જ આપણે મન સમજી નવા નવા સિદ્ધાંતો ઘડતા રહીએ છીએ. આમ છતાં એક વાત નક્કી છે, મનને વ્યવહારમાંથી નાબૂદ કરવાનું અશક્ય છે. સમયની સાપેક્ષતા વિષેનો આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત માન્ય થયેલો છે, છતાં વ્યવહારમાં આપણે ઘડિયાળો એ પ્રમાણે મેળવતાં નથી. વર્ષોથી આપણે સ્વીકારેલ ઝ્રર્ઙ્મષ્ઠા ંૈદ્બી પ્રમાણે જ આપણી ઘડિયાળો ચાલે છે.


અને 'કેલિડોસ્કોપ' કોલમમાં લખાતાં લેખો સામાન્ય જનસમૂહ માટે છે વિજ્ઞાનના સિદ્ધાંતોની છણાવટ કરવા માટે નહીં, એટલી સ્પષ્ટતા જરૃરી છે.




Try the new Yahoo! India Homepage. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...