પ્રિય મિત્રો, માતૃવંદના વિશેની આજની કૃતિઓ... કવિએ કદી માતાને પ્રત્યક્ષ નિહાળી નથી, પરંતુ રોજબરોજનાં કાર્યોમાં, રમતો રમતાં, વહેલી સવારમાં ફૂલોની મહેક સાથે, આકાશની વિશાળતામાં એમ અત્ર તત્ર સર્વત્ર કવિને માં જ સાંભરે છે. માતાના વહાલથી, તેના નિર્મળ સ્નેહથી દૂર રહેલું કવિ હ્રદય સતત પ્રકૃતિમાં અને તેના વિવિધ સ્વરૂપોમાં, દરેક કાર્યમાં માતાને ઝંખે છે એમ વર્ણવતી આ સુંદર કવિતા માતાની મહત્તાને ખૂબ વિશદ રીતે વર્ણવી જાય છે. અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, 'પગલી' એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે. પ્રતિભાવોનું સ્વાગત છે. The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. Jignesh L Adhyaru For http://www.aksharNa |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment