[Gujarati Club] પાખંડ.

 

પ્રિય મિત્રો,

 

માતા-પિતાની કાંઇ કેટલીય બાધા-આખડી-માનતાઓ પછી એક સંતાનનો જન્મ થાય છે,

કોમળ પિંડને માતા,પિતા,ગુરુ,સગાં-સ્નેહી મિત્રો દ્વારા ઘડીને સમાજઉપયોગી બનાવાય છે.પરંતુ, પિંડ જ્યારે,સમાજ ને ઉપયોગી થવાને બદલે,સમાજનો દુશ્મન બને ત્યારે સહુની સ્થિતિ બદ થી બદતર થાય છે.

 

એક પિતા સાથે હાથખર્ચીની રકમ માટે, દીકરાએ જીભાજોડી કરીને,પિતાને એક લાફો મારી દીધો. વાત જાણીને મને ઘણું દુઃખ થયું,હું આવા દીકરાને કોઈ શ્રાપ આપવાનો અધિકાર તો ધરાવતો નથી,પણ અછાંદસ રચના દ્વારા તેનો અંતરઆત્મા જગાડવાનો નમ્ર પ્રયત્ન જરુર કરી શકું.,!!

 

હું  વિચારું છું,માતા-પિતાની હયાતી ના હોય ત્યારે, જો દીકરાને પસ્તાવો થાય..!!

તો તે,પોતાના અયોગ્ય વર્તાવ બદલ,શું વિચારે ?

 

પાખંડ.

 

મને લાડકોડના કરનાર આજે હયાત નથી.

મેં દુભવ્યાં જેમને જીવનભર ,લાગે છે,

હવે પશ્ચાતાપ કરુ ? મારી લાયકાત નથી..

હૈયું રડ્યું ?કોઈ  કારમો આઘાત લાગે છે..!!

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

તમામ ગુન્હા માફ કરી,મા ચાંપ્યો હ્યદય સરસો,

કાળજે કારમા ઘા કેરો, કર્યો મેં એવો કારસો ?

માટીભર્યું મુખ ચૂમી,રાખ્યો`તો છાતીસરસો.

ભોંકાયો શૂળ થઈ એજ છાતી સોંસરવો ?

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

બેહુદાં વર્તનવાણી સઘળાં  માફ કરી,

સહુનાં અપમાન ચૂપચાપ સહન કરી,

વાત્સલ્ય અમૃત મુજ પર ઢોળ્યું પિતાએ,

પલળ્યો સતત ,છતાં પથ્થર દિલ બન્યો ?

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

જ્ઞાનદેહ સમર્થ ગુરુજીએ ઘડ્યો.

જ્ઞાન-માર્ગ મુજ,ઘમંડે અવગણ્યો.

ગોધો જાણે કોઈ,પચ્ચીસીએ ભર્યો ?

અધોગતી, પતન ને પાપ ધર્યો.

જાણે,ગુરુને કાળોતરાએ વિષદંશ ભર્યો.

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

સગાં-સ્નેહી-મિત્રોના  જે હાથે ઝૂલ્યો.

જગતમાં સફળ,સમૃધ્ધ એક ઘૂંટ ભર્યો.

પ્રેમાળ હાથના, સાથને તરછોડી તર્યો ?

હાથનેજ  કાપવા કરવત બની ગયો.

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

જન્મસમયે,આનંદમાં રણકી`તી થાળી,

મીઠાઈ વહેંચી વળી મઘમઘતી પથારી.

સત્કર્મ પ્રકાશી,કુળ દિપક ઉજવશે દીવાળી

આશાને ઠગારી હતાશામાં પલટાવી,

સમગ્ર કુળને દઝાડનારી ઝાળ થઈ ગયો.

ખરેખર,પિંડને દેનારને પંડ ભુલી ગયો,

શું કરું હું ? જગતનો પાખંડ ચૂમી ગયો.

 

.દોસ્તો,પેલા માર્ગ ભટકી ગયેલા દીકરાને,આગળ કાંઈજ કહેવાની જરુર આપને વર્તાય છે ?

માર્કંડ દવે.તા.૨૨-૧૧-૨૦૦૯.

 

 


__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...