[F4AG] (unknown)

 

શ્રીમદ્ ભગવદ્ગીતા એવો તોે અદ્ભુત ગ્રંથ છે કે તેમાંથી માનવજીવનને સ્પર્શતી એકેએક બાબતનું સૂક્ષ્મ વિશેષણ અને એકેએક સમસ્યાનું સમાધાન મળી રહે છે. ગીતા કોઈ એક વિશિષ્ટ ધર્મનો જ ગ્રંથ છે અથવા તો તે કેવળ જીવન સંધ્યાએ જ સમય પસાર કરવા માટે હાથમાં લેવાનો ગ્રંથ છે તેવી ભ્રામક માન્યતામાંથી જેટલું વહેલું બહાર અવાય તેટલી ગીતા વધુ સારી અને સાચી રીતે સમજી શકાશે.

એમ કહેવાય છે કે આજનો યુગ સંચાલન કૌશલ્યનો છે. આર્િથક વિકાસની નવી નવી ક્ષિતિજો ઉઘડતી જવાની સાથે મોટા કદની ઔદ્યોગિક કંપનીઓ વધુને વધુ પ્રમાણમાં અસ્તિત્વમાં આવતી જાય છે અને તેની જ સાથે તેમના કુશળ સંચાલનના પ્રશ્નો પણ અસ્તિત્વમાં આવતા જાય છે. અને કુશળ સંચાલકોની માગ દિન-પ્રતિદિન વધતી જાય છે. તે માટે કુશળ સંચાલકો તૈયાર કરનારી સંચાલન વિદ્યા શીખવતી શૈક્ષણિક સંસ્થાઓ પણ પૂરા વેગથી અસ્તિત્વમાં આવતી જાય છે. આ બધી જ સંસ્થાઓ પશ્ચિમના સંચાલનના સિદ્ધાંતોનું સેવન કરાવીને સંચાલકો તૈયાર કરે છે. પરિણામે આપણે ત્યાં લગભગ બધી જ કંપનીઓનું સંચાલન પશ્ચિમની રીતરસમ પ્રમાણે થાય છે.

પરંતુ આ પશ્ચિમી વાયરાની આંધીમાં ભારત પાસે પણ તેની એક નિજી કહી શકાય તેવી આગવી સંચાલન વિદ્યા અને સંચાલનનો અભિગમ રહેલો છે અને તે સર્વાંગ સંપૂર્ણ છે એ વાત જ ભૂગર્ભમાં એવી ધરબાઈ ગઈ છે કે સંચાલન શાસ્ત્રની જાણકારી ભારત પાસે હોઈ શકે તે સ્વીકારવા માટે પ્રબુદ્ધજનોનું મન જ માનતું નથી.

પશ્ચિમની યુનિર્વિસટીઓ પાસે સંચાલનના સિદ્ધાંતો છે, જ્યારે ભારત પાસે સંચાલનનું એક વિશિષ્ટ દર્શન છે. વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ગ્રંથોમાં આ દર્શન પ્રતિબિંબિત થયેલું છે. આ દર્શન અત્યંત સ્પષ્ટ, નિરપેક્ષ અને પૂર્ણ (ઁીકિીષ્ઠં) છે. આ દર્શન કોઈ એક જ કંપની પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના અવિરત ચાલતાં રહેલા અખંડ સંચાલનના જ એક ભાગરૃપ છે. કંપનીના સંચાલનની ત્રણ પાંખ ઉત્પાદન, વ્યવસ્થા અને વેચાણ સમગ્ર સૃષ્ટિના સંચાલનની ત્રણ પાંખ અનુક્રમે સર્જન, સંચાલન અને વિસર્જનના જ એક અંતર્ગત ભાગરૃપે ભારતીય સંચાલનના અભિગમમાં જોવામાં આવી છે. ભારતીય દૃષ્ટિબિંદુ પ્રમાણે સંચાલનના બે સ્તર છે. એક બાહ્યસ્તર અને બીજું અંતરસ્તર.  બાહ્યસ્તરમાં ઉપર દર્શાવેલી ત્રણ બાબતો આવે છે, જ્યારે તેના અંતરસ્તરમાં પરિશુદ્ધ પારર્દિશતા અને જાળવણી જેવા સંચાલનના આંતરિક ગુણોનો સમાવેશ થાય છે. પરિશુદ્ધિ એટલે ઉત્પાદનમાં પરિશુદ્ધિનો આગ્રહ અને પારર્દિશતા એટલે વ્યવસ્થા તથા વ્યવહારમાં પારર્દિશતા જાળવણી એટલે મૂલ્યોની જાળવણી. ભારતીય સંચાલન વ્યવસ્થા મૂલ્ય આધારિત સંચાલનની વ્યવસ્થા છે. ઉત્પાદનની ગુણવત્તામાં શ્રેષ્ઠ મૂલ્યોની જાળવણી. વિત્ત શુચિતાના પાયાના મૂલ્યોનો આગ્રહ, કર્મચારીઓ સાથેના વ્યવહારમાં માનવીય મૂલ્યોની જાળવણી એ સંચાલનના ભારતીય અભિગમનો મૂળભૂત પાયો છે. ભારતીય સંચાલનમાં મૂલ્યો સાથેની બાંધછોડને લેશમાત્ર અવકાશ નથી.

ભારતીય દર્શન સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. તેણે માનવીના શરીરને માત્ર સ્થૂળ સ્વરૃપે જ નહીં, પરંતુ સ્થૂળ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર એવા ત્રણ સ્વરૃપે જોયું છે. અન્નને પણ સ્થૂળ, કારણ અને સૂક્ષ્મ એવા ત્રણ સ્વરૃપે જોયું છે. તેવી જ રીતે ભારતીય તત્ત્વજ્ઞાાન સંચાલનને પણ સ્થૂળ સંચાલન અને સૂક્ષ્મ સંચાલન એવા બે સ્વરૃપે જુએ છે. સ્થૂળ સંચાલન એટલે ભૌતિક સ્વરૃપની માલ સામગ્રી અને તેને સંબંધિત પરિબળોનું સંચાલન. તેનાથી ઉત્પાદન વ્યવસ્થા, વિત્ત વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા તેમજ બજાર વ્યવસ્થાનું સંચાલન થાય છે. જ્યારે સૂક્ષ્મ સંચાલનમાં સ્વના સંચાલનનો સમાવેશ થાય છે. સંચાલન પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિ, આવેગો અને સંવેગોને નિયંત્રણમાં રાખીને શાંત અને સ્થિર મનથી સમતુલિત નિર્ણયો લે ત્યારે એ નિર્ણયો સર્વને માટે સુખદાયી નીવડે છે. સ્થૂળ સંચાલનથી કદાચ સમૃદ્ધિ વધતી હશે, પરંતુ સૂક્ષ્મ સંચાલનમાંથી સુગંધ પ્રગટે છે. પશ્ચિમના સંચાલનના સિદ્ધાંતો કેવળ સાધનના સંચાલનનો જ વિચાર કરે છે, જ્યારે ભારતીય અભિગમ તેની સાથે સાધ્ય અને સિદ્ધિના સંચાલનનો પણ વિચાર કરે છે. ભારતીય સંચાલનમાં ઊંડાણ અને ઊંચાઈ બંને રહેલાં છે. પશ્ચિમનું સંચાલન પૂર્ણ ગુણવત્તા સંચાલન (્ર્ંટ્વઙ્મ ઊેટ્વઙ્મૈંઅ સ્ટ્વહટ્વખ્તીદ્બીહં - ્ઊસ્) ને પ્રાદ્યાન્ય આપે છે, જ્યારે ભારતીય તત્ત્વજ્ઞાાન માનવીય ગુણવત્તા સંચાલન (ઁેદ્બટ્વહ ઊેટ્વઙ્મૈંઅ સ્ટ્વહટ્વખ્તીદ્બીહં - ઁઊસ્) ઉપર ભાર મૂકે છે.

ભગવદ્ગીતામાં સંચાલનના મંત્રો

ધ્યાનાર્થે અભ્યાસ કરવામાં આવે તો ભગવદ્ગીતામાં ઠેર-ઠેર સંચાલનના અદ્ભુત મંત્રો મળી આવશે. સર્વશક્તિમાન ઈશ્વર આ સૃષ્ટિનો સર્જક (ય્ીહીટ્વિંીદૃ), સંચાલક (ર્ંૅીટ્વિંીિ) અને સંહારક (ડ્ઢૈજંર્િઅીિ) છે. તે ત્રણેયના પ્રથમાક્ષરોથી ય્ર્ંડ્ઢ બને છે. ભગવાન શ્રીકૃષ્ણ આ સૃષ્ટિના એકમાત્ર સંચાલક છે. તેમના સ્વમુખે કહેવાયેલી ગીતામાં સંચાલનના મંત્રો અદ્ભુત રીતે ગૂંથાયેલા જોવા મળે છે. આવા કેટલાક મંત્રો આપણે જોઈએ.

"કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન" - ગીતાનો આ સુપ્રસિદ્ધ મંત્ર છે. ફળની આશા રાખ્યા વગર કેવળ ધર્મ સમજીને કર્મ કરવાનું ગીતાકાર સૂચવે છે. કંપનીના સંચાલકો માટેનો આ ગુરુમંત્ર છે. તમે તમારો ધર્મ સમજીને કંપનીમાં કામ કરો. ફળનાં લક્ષ્યાંકોથી અલિપ્ત રહો. નહીંતર લક્ષ્યાંકો સિદ્ધ ન થતાં નિરાશા આવશે અને તે તમને ખોટા નિર્ણયો લેવા માટે પ્રેરશે.

તેવી જ રીતે ગીતાએ બીજો મંત્ર આપ્યો છે "યોગ કર્મષુ કૌશલમ્". તમારા ભાગે આવેલું કામ તમારી શ્રેષ્ઠ કાર્યશક્તિ રેડીને કરો એનું નામ જ યોગ છે. આટલું જો તમે કરી શકો તો તમે પણ યોગી છો. કંપનીના દરેક કર્મચારીએ તેની શ્રેષ્ઠતમ કાર્યક્ષમતા વડે પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ. મહત્તમ ઉત્પાદકતા પ્રાપ્ત કરવાનો આનાથી વધુ સારો બીજો કયો મંત્ર હોઈ શકે?

ગીતાનો આગ્રહ છે કે વ્યક્તિએ પોતાનું સહજ કર્મ એટલે પોતાની પ્રકૃતિ અનુસારનું કુદરત ર્નિિમત કર્મ જ કરવું જોઈએ. અર્થાત્ વ્યક્તિએ પોતાના સિવાયના બીજાના કર્મમાં ચંચુપાત ન જ કરવો જોઈએ.

"સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ" (પોતાના સ્વધર્મમાં મૃત્યુ પણ શ્રેયકર છે, બીજાનો ધર્મ જોખમ ઊભું કરશે)

આજ સંદર્ભના બીજા પણ મંત્રો ગીતામાંથી જોવા મળશે. જેમ કે

૧. "સ્વે સ્વે કર્મણ્યમિરતઃ સંસિદ્ધિં ભમતે નરઃ।"

૨. "સ્વકર્મણા તમમ્યર્ચ્ય સિદ્ધિં વિન્દ્રતિ માનવાઃ।"

૩. "નિહિતં કુરુ કર્મમ્।"

આ બધા મંત્રોનો સંદેશ સરખો જ છે. માણસ પોતાના કુદરતે આપેલાં કર્મોથી જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે સિવાયના તેની પ્રકૃતિ વિરુદ્ધનાં કર્મો હિતાવહ નથી.

શ્રેષ્ઠ અને સફળ સંચાલનનો પાયાનો સિદ્ધાંત આ મંત્રોમાંથી પ્રગટ થાય છે અને તે એ કે *સ્ૈહઙ્ઘ ર્રૃેિ ઇેિૈહીજજ* (તમે તમારું કામ કરો) અર્થાત્ બીજાના કામમાં માથું નહીં મારો. અને તમારું કામ પૂરી નિષ્ઠાથી કરો. કંપનીના સંચાલનમાં શ્રેષ્ઠ ઉત્પાદકતા પ્રાપ્ત કરવાનો આ શ્રેષ્ઠ મંત્ર છે.

આવો જ એક બીજો અતિ સુંદર મંત્ર ગીતાએ આપ્યો છે.

"જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્ત્વં સત્ત્વં વતા મહમ્".

વ્યવસાયી લોકોની સિદ્ધિ અને સત્ત્વશીલ લોકોનું સત્ત્વ મારું જ સ્વરૃપ છે એવું ભગવાન કહે છે. પશ્ચિમના અને ભારતના સંચાલનના અભિગમ વચ્ચેનો પાયાનો ભેદ અહીં સ્પષ્ટ થાય છે. પશ્ચિમના સંચાલકો કંપનીની સિદ્ધિઓને પોતાની આવડતનું પરિણામ ગણે છે. જ્યારે ભારતીય અભિગમ તેને ઈશ્વરની કૃપા માને છે.

ગીતામાં અનેક સ્થળે આવા સંચાલનના સુંદર મંત્રો બિછાવેલા પડયા છે. સફળ સંચાલન માટે સંચાલકોના હાથમાં ગીતા મૂકવા જેવી છે. જે જે સંચાલકો ગીતાને અનુસર્યા છે અથવા અનુસરે છે તેમને કદી પણ નિષ્ફળતા જોવાનો દુઃખદ અનુભવ થયો નથી. કારણ કે,

યત્ર યોગેશ્વરો કૃષ્ણઃ યત્ર પાર્થાે ધનુર્ધરાઃ

તત્રે શ્રી વિજયો મૂતિ ર્નીતિર્મતિ મમ ।।



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...