ગીર ગાયનું મહત્વ સમજીએ Sanat Maheta ગત ચૌદ ઓકટોબરના રોજ આર્થિક રીતે સમૃધ્ધ બ્રાઝિલના પાંચ પ્રગતિશીલ ખેડૂતોએ ગુજરાતની ફરી વાર મુલાકાત લીધી. ગીર ગાય જોયા પછી એમણે કહ્યું, 'આવી ઉત્તમ ઓલાદની ગાયનું ક્રોસબ્રિડિંગ કરવું મૂર્ખાઈ છે' અમે તો આ ગાયનું લોહી અને ખૂંટનું સીમન લઈ જઈ અમારી ગાયની ઓલાદ સુધારીશું.
દેશવિદેશના ઉધોગો વચ્ચે સંબંધો બંધાય છે. વિદેશી પ્રવાસો અને વાઇબ્રન્ટ જેવા મહોત્સવો યોજી સમૃધ્ધ રાષ્ટ્રો જોડે સંબંધો બંધાય છે, પરંતુ પ્રજા પ્રજા વચ્ચે સીધા સંબંધો બાંધવાના પ્રયાસો બહુ કરાતા નથી કે થતા નથી. એમાંય ભારત કે જ્યાં સાઠ ટકા પ્રજા એકવીસમી સદીમાં પણ ખેતી પર જીવે છે ત્યાં તો ખેતીમાં પ્રગતિશીલ અને પ્રગતિવાંચ્છુ રાષ્ટ્રોની પ્રજા વચ્ચે ભાગ્યે જ સીધા સંબંધો વિકસે છે.
આવા પ્રજા પ્રજા વચ્ચે થઈ રહેલા કૃષિક્ષેત્રના ગુજરાતના એક પ્રયાસની વિગતો જાણવાસમજવા જેવી છે. ઓકટોબરના બીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાના ગીર ગાય માટે પ્રસિધ્ધિ પામેલા જામકા ગામમાં આવું બન્યું. એ તો હવે સર્વવિદિત ઘટના બની ગઈ છે કે વર્ષો પહેલાં ભાવનગરના મહારાજા પાસેથી બ્રાઝિલના ખેડૂતો ઉરચ ઓલાદની ગીરગાય અને ખૂંટ લઈ ગયેલા. આજે ગીર ગાયની ઓલાદ જાળવવા વિકસાવવામાં બ્રાઝિલ કયાંય આગળ નીકળી ગયું છે. ત્રીસ લાખથી વધુ ગીર ગાય નસલની ગાય બ્રાઝિલમાં છે.
જેની વિકાસની ગાથા આખું વિશ્વ ગાય છે, તે બ્રાઝિલ માટે આવો વિકાસ એટલા માટે શકય બન્યો છે, કારણ કે બ્રાઝિલનો ભૌગોલિક વિસ્તાર, દક્ષિણ અમેરિકા ખંડનો પચાસ ટકા જેટલો મોટો છે. બીજી રીતે જોઈએ તો ભારતના અંદાજે તેત્રીસ લાખ ચોરસ કિલોમીટરના વિસ્તાર સામે બ્રાઝિલનો વિસ્તાર લગભગ અઢી ગણો એટલે કે પંચાસી લાખ ચોરસ કિલોમીટર છે.
જ્યારે ભારતની સો કરોડની વસ્તીથીય વધુ વસ્તીની સરખામણીમાં બ્રાઝિલની વસ્તી અંદાજે ઓગણીસ કરોડ છે. અત્યાર સુધી બ્રાઝિલ શેરડી અને ખાંડ માટે જાણીતું હતું પણ અત્યારે એ બાયોફયુઅલનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. બ્રાઝિલનીવ્યક્તિદીઠ જીડીપી ભારત કરતાં બમણાંથી વધુ છે.
ચૌદ ઓકટોબરના રોજ બ્રાઝિલના પાંચ પ્રગતિશીલ ખેડૂતો મારસેલો અને ઓલીવિયોના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જામકા અને ભૂતવડની મુલાકાતે આવી ગયા. આ એમની બીજી મુલાકાત છે. બ્રાઝિલિયન ખેડૂતો પહેલા ભાવનગર ગયેલા. ભાવનગરનું દેશી રજવાડું ભારતમાં વિલીન થયા પછી રાજવી કુટુંબનો ગોપાલનનો વારસો એમના સંબંધી પ્રદીપસિંહ રાઓલ આજે પણ સાચવે છે.
પછી એમની તેમજ મનસુખ સુવાગિયા જોડે આ ખેડૂતો જામકા આવ્યા. એ આવ્યા હતા ગીર ગાયની નસલમાં થયેલા સુધારાથી વાકેફ થવા. જામકાના સરપંચ પુરુષોત્તમભાઈ પાસે નાના મોટા ચાલીસ ગાયવંશ છે. આમાંથી છ વાછરડી અને ત્રણ ગાય એમને ખૂબ ગમી. આ જોયા પછી એમણે કહ્યું, 'આવી ઉત્તમ ઓલાદની ગાયનું ક્રોસબ્રિડિંગ કરવું મૂર્ખાઈ છે' અમે તો આ ગાયનું લોહી અને ખૂંટનું સીમન લઈ જઈ અમારી ગાયની ઓલાદ સુધારીશું.
પશ્વિમ સંસ્કૃતિનું સારું એટલું સ્વીકારવાને બદલે એને માટે આંધળી દોટ કરતા ભારતવાસીઓ અને ગુજરાતે આ વાત યાદ રાખવા જેવી છે. વચ્ચે ગુજરાતે પશુપાલન માટે ઇઝરાયલ જોડે એમઓયુ કરેલો. બ્રાઝિલમાં એટલી બધી જમીન છે કે ઓલીવિયો પાસે ચાર હજાર અને મારસેલો પાસે દસ હજારથી વધુ ગાય છે. જામકાની ગીર ગાયની સુધરતી જતી ઓલાદ જોયા પછી એમને ગાય આધારિત સેન્દ્રિય ખેતીમાં પણ એટલો જ રસ પડયો.
એમને ગોમૂત્રનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે થાય એવો સવાલ કર્યો એટલે જામકાના ફાર્મમાં એક મોટા પીપમાં દસ કિલો ગાયનું છાણ, દસ કિલો ગોમૂત્ર, બે કિલો દેશી ગોળ, એક કિલો કઠોળનો લોટ અને એક કિલો સારી માટી ઉમેરી એમાં બસો લિટર પાણી ઉમેરી જીવામૃત ખાતરની સ્લરી બનાવીને બતાવ્યું. પાકના પિયત કરતાં પાણીમાં આ ઉમેરાય તો એક એકર જમીનમાં વગર ખાતર અને જંતુનાશકથી ખેતી થઈ શકે એ સમજાવ્યું તો એમણે 'અમે પણ આનો પ્રયાસ કરીશું' એમ કહ્યું.
ગોપાલન અને ખેતીક્ષેત્રે બે દેશ વચ્ચે પ્રજા પ્રજા વચ્ચે થતું આવું આદાનપ્રદાન થાય તો જબ્બર પરિણામો આવી શકે. જામકામાં હવે ગાયના શુધ્ધ ઘીની માગ ઉત્તરોત્તર વધી રહી છે. એકલું જામકા મહિને અ઼ઢીસો કિલો ગાયનું ઘી વેચે છે. આજે એ માગને પહોંચી વળી શકતું નથી.
એકલા જામકામાં મહિને બે હજાર કિલો ઘીની માગ છે. પરિણામે ખરીદનારને મહિને દોઢ મહિને નંબર લાગે છે. ર૦૦૪માં આ ઘીનો ભાવ અઢીસો રૂપિયો હતો આજે ચારસોથી પાંચસો આપવા ગ્રાહકો તૈયાર થઈ જાય છે. આમાંથી ચાળીસ ટકા ઘી એકલા મુંબઈ જાય છે. બાકી સાઠ ટકા ગુજરાતમાં જાય છે.
ઘડીભર વિચારો કે બે હજાર કિલો ઘી બનાવવા માટે પાંચસો-છસો ગાય જોઈએ, આમ થાય તો સાડા ચારસો રૂપિયાના ભાવે ગામની આવક મહિને નવ લાખ અને વર્ષે એક કરોડ ઉપર થાય અને હજારથી બારસો વ્યક્તિને નવી રોજી મળે.ગુજરાતે સહકારી ડેરી મારફત દૂધની સફેદ ક્રાંતિ કરી છે. એ ધારે તો કૃષિ અને ગોપાલનની એક સાથે ક્રાંતિ કરી શકે.
કૃષિવિજ્ઞાન અને ગ્રામીણ ગરીબીના નિવારણ માટે- જન, જળ, જંગલ, ઝાડ, જમીન અને જનાવર પંચામત સમાન છે. પણ પિશ્ચમી ઢબના વિકાસની દોડમાં આપણે આ પાંચેય તત્વનો નાશ કરવાનું કામ કર્યું છે. પરિણામે જળ ખૂટવા લાગ્યા છે. જંગલો કપાઈ ગયાં છે. જમીનનાં સત્વ ઘટવા લાગ્યાં છે. જનાવરની આવી જ ઉપેક્ષા કરી છે અને હવે સમગ્ર વિશ્વ, પર્યાવરણની સમતુલા ગુમાવવાથી જન્મેલા હવામાનના અનિચ્છનીય ફેરફારોનો ભોગ બનવા લાગ્યું છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
|
The INTERNET now has a personality. YOURS!
See your Yahoo! Homepage.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join **************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment