[F4AG] ઘરમાં, રસ્તામાં, રાજકારણમાં સર્વત્ર હિંસા જ હિંસા!

 

ઘરમાં, રસ્તામાં, રાજકારણમાં સર્વત્ર હિંસા જ હિંસા!

Kanti Bhatt
કાનૂનને તાબે થાઓ, દરેક જણને માન આપો, નમ્ર બનો, શાંતિપ્રિય બનો પરંતુ જો કોઈ તમારા ઉપર અકારણ કે અન્યાય કરીને હાથ ઉપાડે કે તમારું ગળું દબાવે તો તેને કબ્રસ્તાન ભેગો કરી દેજો!Kanti Bhatt

ઓમ સર્વે વૈ સુખિનસ્સન્તુ સવૈ સન્તુ નિરામયાસર્વે ભદ્રાણિ પશ્યન્તિ ન કિશ્ચદ દુ:ખ ભાગ્ભવેતઓમ શાંતિ: શાંતિ: શાંતિ:...

માઈન્ડ, મૂડ એન્ડ મેડિસિન નામના પુસ્તકના એક પ્રકરણમાં 'બિહેવ્યર થેરપી' વિશે લખ્યું છે. તેના લેખક મનોવિજ્ઞાની ડો. પોલ એમ. વેન્ડર લખે છે કે 'આપણને હંમેશાં બીજો-સામેનો માણસ ડરપોક છે તેમ કહેવાની મજા આવે છે.

પણ હિંસાનો ભય કે બીજા તમામ ભય આપણા જીવનમાં અમુક ઘટના સાથે જોડાયેલો હોય છે. તેમાંથી આપણે કોઈ બાકાત નથી. મુંબઈની મરાઠી ટીવી ચેનલ પર હુમલો થાય છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર કંઈ કરી શકતી નથી.

શિવસેનાના વાઘથી ડરે છે. લુસિવસ સેન્કો નામના રાજકારણી ફિલસૂફે કહેલું કે 'ઈફ વી લેટ થિંગ્ઝ ટેરિફાય અસ, લાઈફ વિલ નોટ બી વર્થ લિવિંગ.' અર્થાત્ જો અમુક સંયોગો કે હિંસા આપણને સતત ભયભીત બનાવ્યા કરે તો આ જિંદગી જીવવા જેવી નહીં રહે.

જગતમાં સતત યુદ્ધ થતાં રહેવાનાં છે. હિંસા કાયમ રહેવાની છે. કવિ નાટકકાર ભાસે એક સૂત્ર કહેલું તે અંગ્રેજીમાં એક લેખકે ઉતાર્યું છે તે કહું છું. ધેર વિલ બી પીસ વ્હેન ઓલ ધ વર્લ્ડ ઈઝ ડેડ. ભગવદગીતામાં કૃષ્ણે અર્જુનને કહેલું કે જો તું યુદ્ધમાં મરીશ તો સ્વર્ગે જઈશ અને જીવીશ તો સામ્રાજ્ય મેળવીશ કે કીર્તિ પ્રાપ્ત કરીશ.

માણસ જન્મ્યો ત્યારથી જ તે હિંસક છે. યુદ્ધ કરતો આવ્યો છે. જીવો જીવસ્ય કારણમ્-એક જીવ બીજા જીવને ખાઈને જ પોતે જીવન પ્રાપ્ત કરીને જીવી શકે છે. એટલે માનવે હિંસા સાથે જીવવાનું છે, એટલે જ યજુર્વેદમાં ઉપરનો શાંતિનો પાઠ વેદપાઠીઓ સતત ભણે છે.

થિઓસોફિકલ સોસાયટીની દૈનિક પ્રાર્થનામાં ભાવના કરાય છે કે દુનિયામાં બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત રહે. ચંડીપાઠમાં દેવીને પ્રાર્થના કરતી વખતે વિનંતી કરવામાં આવે છે કે 'હે રુદ્રસ્વરૂપવાળી દેવી તું શાંતિરૂપે અમારા હૃદયમાં સ્થાપિત થા.

દેવો પણ આપસમાં લડતા. તેમના હૃદયમાંય હિંસા હતી. કહેવાતું કે જો હૃદયમાં હિંસા હોય તો બહાર શાંતિનો ઢોંગ ન કરવો જોઈએ. અને હિંસા તો આપણા સૌના હૃદયમાં ધરબેલી પડી છે.

પતિ-પત્ની ઉપર ગુસ્સો કરીને હિંસા કરે છે. રસ્તા ઉપર બીજા મોટરવાળા સાથે ઝઘડો કરીને પછી મોટરવાળો હિંસા કરે છે તેને આજની ભાષામાં 'રોડ રેઈજ' કહે છે.

આ જીવનની દિનચર્યામાં હિંસાનો સતત સામનો કરવાનો હોઈ યજુર્વેદમાં સવારે પ્રાર્થનાની સમાપ્તિમાં બોલાતું:

ઓમ્ દેવ: શાંતિઅંતરિક્ષ શાંતિપૃથ્વી: શાંતિઆપ: (જળ) શાંતિવનસ્પતયે: શાંતિઔષધિ: શાંતિવિશ્વદેવા: શાંતિ.

આ શાંતિના પાઠને ભણવા અને જાણવા છતાં અને શાંતિના ઘણા ઉપદેશ મળવા છતાં આપણે સતત અશાંત જ રહીએ છીએ. ઘણી નાની વાતમાંય શાંતિ રાખી શકતાં નથી. પણ કોઈ વખત આપણું નાક કોઈ દબાવી દે ત્યારે શું કરીએ? તેમ તમે પૂછશો ત્યારે માલ્કમ મગરીજ નામના વિદ્વાને સરસ શિખામણ આપેલી તેમ તમારે કરવું જ જોઈએ:

કાનૂનને તાબે થાઓ, દરેક જણને માન આપો, નમ્ર બનો, શાંતિપ્રિય બનો પરંતુ જો કોઈ તમારા ઉપર અકારણ કે અન્યાય કરીને હાથ ઉપાડે કે તમારું ગળું દબાવે તો તેને કબ્રસ્તાન ભેગો કરી દેજો!

ડેનિયલ બર્નસ્ટીન નામના એક પત્રકારને કોઈએ શિખામણ આપી કે તમારા અખબારમાં શાંતિનો સંદેશ આપનારા સમાચાર છાપતા કેમ નથી? તો તંત્રી ડેનિયલ બર્નસ્ટીને કહ્યું કે 'જો અખબારમાં વાયોલન્સની ખબર ન છાપીએ તો વાચક તુરંત કહેશે 'આજનું અખબાર એકદમ ડલ છે-કંઈ જ વાચવા જેવું નથી!'

અને તેથી જ અખબારોની સતત ટીકા થાય છે કે જ્યારે કોઈ માનવી નઠારું કામ કરે છે, કોઈ લોભિયો કોઈને રૂ. ૧ કરોડમાં ધૂતી જાય છે કે છેતરી જાય છે કે પતિનું ખૂન પત્ની કરે છે કે કોઈની દીકરીને ભગાવી જાય છે ત્યારે તે સમાચાર અખબારને પ્રથમ પાને ચમકે છે અને સારા રચનાત્મક સમાચાર જો આપણા નસીબે હોય તો અંદરના પાને ક્યાંક ખૂણામાં છપાય છે.

૨૦૦૮માં શું કામ વધુ ને વધુ હિંસા થઈ? રોડ રેઈજમાં રોજરોજ કેમ હિંસા થાય છે? સાધુ-સાઘ્વીઓને રસ્તાનાં વાહનો અડફેટમાં લે છે તે કિસ્સા વધી ગયા છે. તેથી જૈનો ગુસ્સે ભરાયા છે અને કહે છે કે જો આવા હડફેટે લેવાના કિસ્સા વધશે તો અહિંસા છોડી અમારે હિંસા કરવી પડશે.

જગતભરમાં આ રસ્તાની વાહનિક હિંસા ચાલે છે. 'ન્યુ સ્ટેટ્સમેન' નામના સાપ્તાહિકે ૫ વર્ષ પહેલાં આંકડા આપેલા કે દરેક એક મિનિટે જગતમાં મોટરકારો કે મોટરસાઈકલો બે માણસને મારી નાખે છે.

૧૭-૮-૧૮૯૬માં પ્રથમવાર મોટરગાડીએ ૧૧૩ વર્ષ પહેલાં એક વૃદ્ધાને ચગદી નાખેલી. તે પછીનાં વર્ષોમાં આજ સુધીમાં ૨.૫ કરોડ લોકો રસ્તાના વાહનના શહીદ બન્યા છે. એટલે કે ત્રાસવાદીએ નથી માર્યા એટલા વાહને આપણને માર્યા છે.

હાર્વડ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૦ની સાલમાં રસ્તાના અકસ્માત થકી થતાં મરણો, એ મરણનું સૌથી મોટું ત્રીજું કારણ બનશે. પણ રસ્તાના અકસ્માતની વાત અગાઉ આપણે જાણી. આજે પ્રશ્ન થાય છે કે મોટરવાળાઓ પરસ્પર શું કામ એકબીજા ઉપર ગુસ્સો કરીને હિંસા કરે છે?

રોડ રેઈજ કેમ વધતા જાય છે? આ રોડ રેઈજ થોડો નવો છે. તે પહેલાં ટ્રેઈન રેઈજ હતો, ઓફિસ રેઈજ હતો અને પતિ-પત્નીનો ગૃહકંકાસનો ગુસ્સો હતો. દક્ષિણ કોરિયાના પુરડુ યુનિવર્સિટીમાં બે ચીની વિદ્યાર્થી બાયોલોજીની ડોક્ટરલ ડિગ્રીનો અભ્યાસ કરતા હતા.

તે રસ્તામાં સાઈકલ લઈને જતા હતા. એક મોટર હાંકતી છોકરીએ સાઈકલ સવાર વિદ્યાર્થીને પાડી દીધો. ચીની વિદ્યાર્થી જે વિદ્વાન બનવાનો હતો તેણે મોટર હાંકતી છોકરી પર ગુસ્સો કરીને તેને ગળું દબાવી મારી નાખી.

આવા ગુસ્સો કરીને મોટરવાળાને મારી નાખવાના કિસ્સા વધતા જાય છે. એન. ડી. ટીવી દિલ્હીનો સિનિયર તંત્રી કારમાં જતો હતો. તેણે નંદલાલ નામના માણસની કાર સાથે ભૂલથી કાર અફળાવી. નંદલાલે એન. ડી. ટીવીના તંત્રીને લાકડીથી ફટકારી ફટકારીને હોસ્પિટલ ભેગો કર્યો.

ભારતમાં આ રોડ રેઈજ હવે વધતો જાય છે. 'સિનોવેટ' નામની આંતરરાષ્ટ્રીય એજન્સીના સર્વે પ્રમાણે ભારતનાં કુલ મોટર ડ્રાઈવરો-માલિકોમાંથી ૧૪ ટકા મોટરિસ્ટોએ રોડ રેઈજમાં સખત મેથીપાક ખાધો હતો. આમાં ૨૩ ટકા ગુસ્સાવાળા મોટરિસ્ટે માબાપ-સામી ગાળો દઈને સામા મોટરિસ્ટને ઉશ્કેર્યા હતા.

'સિનોવેટ' સંસ્થાના ડિરેકટર આલોકશંકરે જગતભરના રોડ રેઈજનું સર્વે કર્યું તો માલૂમ પડ્યું કે ગ્રીસના ડ્રાઈવરો ગાળો દેવામાં હોશિયાર છે. દ. આફ્રિકાના મોટરિસ્ટો આગળ જતી મોટરને સતત પોતાની મોટરની ફ્લેશ ફ્લાઈટથી ત્રાસ આપવામાં હોશિયાર છે.

૨૧મી સદીમાં બધાને ઉતાવળ છે. રસ્તામાં ધીરજ કે શાંતિ નથી. બ્રિટનમાં તો ઓટોમોબાઈલ એસોસિયેશનના ફાઉન્ડેશને 'રોડ રેઈજ'ના કિસ્સા ન વધે તે માટે ડ્રાઈવરોને મેડિટેશન અને બીજા કોર્સ કરાવવા માંડ્યા છે. રસ્તાનો ત્રાસવાદી જેન્ટલમેન મુંબઈના તાજમહાલના ત્રાસવાદી જેટલો જ ભૂંડો છે.

લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં ઉતારુ વરચેના કંકાસ ૧૯૯૮થી શરૂ થયા ત્યારે રેલ રેઈજ શબ્દ આપ્યો. બી. બી. સી.ના નિષ્ણાતના કહેવા પ્રમાણે ૨૧મી સદીમાં માનવની દરેક રોજિંદી પ્રવૃત્તિ ગુસ્સો, ગુસ્સો અને ગુસ્સા પછીની હિંસા વધી છે.

સુપર માર્કેટોમાં ક્યુ લાગે ત્યાં કંકાસ થાય છે. હવે તો એરપોર્ટ ઉપર પણ ઉતારુઓ કંકાસ કરે છે. ઓકલાહામા શહેરમાં એક મોટરિસ્ટે રસ્તા પર જતી સ્ત્રીને અકસ્માતમાં લપેટીને તેને ૭૦૦ ફૂટ ઘસડી હતી તેને ન્યાયાધીશે ૧૦૫૦ વર્ષની કેદની સજા કરી છે!

બીજા રોડ રેઈજમાં એક સ્ત્રીને રસ્તામાં ચગદનારને ૭૫૦ વર્ષની કેદ કરી હતી. મતલબ કે ન્યાયાધીશો પણ રસ્તામાં ગુસ્સો કરી હિંસા કરનારા ઉપર ખાટા થયા છે.

કવિ જ્હોન ઓસબોર્નએ કવિતા લખેલી. તેણે તેના પિતા જે અકસ્માતમાં સપડાઈને આંધળા થયેલા તેને ઉદ્દેશીને લખેલી કવિતા: Rage, Rage against the dying night and the angry young man go and look back in anger. જાણે જૈન ભક્તોએ આ કવિતા વાંચીને ધમકી આપવી પડી છે કે જૈન સાધુ - સાઘ્વીને હડફેટે લેનારને અમે પાંસરા કરીશું.

જ ઈગ્લેંડમાં ડેન્જરસ ડ્રાઈવર જો કોઈને હડફેટે લે તેને ત્રાસવાદી કૃત્ય માનીને તેને ૧૦ વર્ષની કેદની સજા કરે છે. માનવી આજે રસ્તામાં, મોટરમાં, ઓફિસમાં કે ઘરમાં શું કામ જલદી ગુસ્સે થઈ જાય છે?

ચૌધરી ચરણસિંઘ એગ્રીકલ્ચરલ યુનિ.ના વાઈસ ચાન્સેલર વિજ્ઞાની ડો. જે. સી. કત્યાલ કહે છે કે આજનો માનવી ઘરના રસોડામાંથી જ તેને હિંસક બનાવનારી ચીજો પેટમાં પધરાવે છે. કઈ રીતે? ડો. કત્યાલ કહે છે કે સૌ પ્રથમ તો જે અનાજ ખાઓ છો તે અનાજ જ ડિગ્રેડેડ સોઈલ એટલે કે વંઠેલી જમીન-રાસાયણિક ખાતરવાળી જમીનમાં ઊગે છે.

તેમાં પોષક તત્ત્વો નહીંવત્ હોય છે. વળી તેમાં તમે તદ્દન પોષક તત્વો વગરનાં કોલાના પીણા, પિત્ઝા, દારૂ, સિગારેટ અને જિનેટિકલી મોડિફાયડ કઠોળોમાંથી બનેલાં ફરસાણો ઉમેરો છો. તે તમારી જાતને અને સ્વભાવને વંઠાવે છે, પરંતુ તમે પોષણ પામતા નથી. રસ્તામાં ઝેરી ધુમાડા ભળે છે.

કોમ્પ્યૂટરની અદ્રશ્ય ઝાળ લાગે છે તે મગજને બગાડે છે. આ બધાને કારણે પતિ-પત્ની અને બાળકો-માતા વરચેના કંકાસ વધે છે. આ હિંસાનો એક જ ઉપાય છે માત્ર તમે. હા તમે જ એક માત્ર સંકલ્પ કરો કે રોજ સવારે શાંતિપાઠ ભણી મેડિટેશનમાં બેસીને પછી બહાર જાઓ કે ઘરમાં રહો ત્યારે તમામ સ્થિતિમાં મનને શાંત રાખશો. તમે એક જણ મિજાજ નહીં ગુમાવો તો તે પણ પૂરતું છે.



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...