[F4AG] જીવનમાંથી હું શું શીખ્યો?

 

જીવનમાંથી હું શું શીખ્યો?

Vinod Bhatt
એક વાર હું ગાંધી રોડ પર ઓટોરિક્ષાની રાહ જોતો ઊભો હતો. વરસાદ ઝીણાં ટીપે પડતો હતો. મારું ઘર ગાંધી રોડથી, રિક્ષાવાળાની નજરે, ઢૂંકડું એટલે ખાસ રસ પડે નહીં, મારે અડધો ડઝન રિક્ષાઓ ગુમાવવી પડી. એક રિક્ષા માંડ મળી, તેમાં હું બેસવા જતો હતો ત્યાં કોલેજિયન જેવા લાગતા બે યુવાનો મારી તરફ ધસી આવ્યા. બેમાંના એકે મને પૂછ્યું કે તમે જ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ છો? ઘડીભર તો થયું કે હા પાડી દઉ. પણ પછી ફિકર પેઠી કે જો હું હા પાડીશ તો એ મને પૂછશે કે તમે શા માટે લખો છો?


Vinod Bhatt'વિનોદ, કવિતા-બવિતા તો જાણે સમજ્યા, પણ કવિઓની વચ્ચે વચ્ચે તું જે 'મિમિક્રી' કરતો હતો એ સાંભળવાની બહુ મજા પડી.' ત્યારે મને થયું કે હું એક 'એન્ટરટેઈનર'થી વિશેષ કશું નથી. તેના પરથી હું ક્યાં અટકવું તે શીખ્યો.


ગયા મહિને ગાંધીનગર ખાતે બોલવાનું થયું, ઝઘડાના અર્થમાં બોલવાનું થયું એવું હું નથી કહેતો, પ્રવચનના અર્થમાં જણાવું છું. અન્ય ત્રણ વિદ્વાન વક્તાઓ સાથે હતા, જેમના નામ હું જાણીબુઝીને અહીં નથી લખતો એનું કારણ એ જ કે હું નથી ઇચ્છતો કે એ વક્તાઓને કોઇ મહેણું મારે કે સાહેબ, તમારા એટલા બધા ખરાબ દિવસો ચાલી રહ્યાછે કે તમારે વિનોદ ભટ્ટ સાથે એક સ્ટેજ પર બેસવું પડયું? હવે વિષય પર આવીશ.


મારો વિષય છે : 'મારા જીવનમાંથી હું શું શીખ્યો?' બોંતેર વર્ષના જીવનકાળ દરમિયાન એમાંથી હું શું શીખ્યો? એ શીખ્યો કે આ જગત મઘ્યે આપણને ઓળખનાર કરતાં નહીં ઓળખનારાઓની સંખ્યા અબજો ગણી મોટી છે, એટલે કોઇ માણસ મને એમ કહે કે તમને ઓળખ્યો નહીં તો એ બાબત મને સહેજ પણ માઠું નથી લાગતું. પૂરેપૂરા ઓળખાઇ જવા કરતાં કોઇ આપણને ન ઓળખે એ વધારે સુખદ સ્થિતિ છે.


એક વાર હું ગાંધી રોડ પર ઓટોરિક્ષાની રાહ જોતો ઊભો હતો. વરસાદ ઝીણાં ટીપે પડતો હતો. મારું ઘર ગાંધી રોડથી, રિક્ષાવાળાની નજરે, ઢૂંકડું એટલે ખાસ રસ પડે નહીં, મારે અડધો ડઝન રિક્ષાઓ ગુમાવવી પડી. એક રિક્ષા માંડ મળી, તેમાં હું બેસવા જતો હતો ત્યાં કોલેજિયન જેવા લાગતા બે યુવાનો મારી તરફ ધસી આવ્યા. બેમાંના એકે મને પૂછ્યું કે તમે જ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ છો?


ઘડીભર તો થયું કે હા પાડી દઉ. પણ પછી ફિકર પેઠી કે જો હું હા પાડીશ તો એ મને પૂછશે કે તમે શા માટે લખો છો? ને એનો જરા લાં...બો જવાબ આપવા જતાં દયાના ધોરણે મળેલી આ રિક્ષા પણ હાથમાં છટકી જશે, એ કારણે રિક્ષામાં બેસતાં બેસતાં એ યુવાનને જણાવ્યું : 'સોરી, હું વિનોદ ભટ્ટ નથી.' એ જ ક્ષણે બીજા યુવાને પહેલાને ધમકાવતાં કહ્યું કે હું તને નહોતો કહેતો કે વિનોદ ભટ્ટ આવો ન હોય!


કોઇ પણ સર્જકને શ્રી રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવો પ્રતિષ્ઠિત ચંદ્રક મળે ત્યારે સ્વાભાવિકપણે ચંદ્રક મેળવનારને રોમાંચ થતો હોય છે. પણ મને શ્રી રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યાના સમાચાર છાપામાં છપાયા ત્યારે મારા સદગત હાસ્યલેખક મિત્ર રમેશ મ.ભટ્ટને તેમના એક ઓળખીતાએ જણાવ્યું હતું કે તમારા પેલા ફ્રેન્ડ વિનોદ ભટ્ટને રણજી ટ્રોફી લાગી ગઇ, બોલો!


જે પ્રજા રણજિતરામ ચંદ્રક, રણજી ટ્રોફી અને રણજિતનાં ગંજીફરાક વચ્ચેનો ભેદ સમજતી ન હોય તેની આગળ શ્રી રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યાનો ગર્વ કરી કરીને ય કેટલો કરી શકાય!


- - - - -


માણસે પોતાનાં સંતાનોને એના જેવા બનાવવા પ્રયત્ન ના કરવો જોઇએ. તેને જે બનવું હોય તે બનવા દેવો. મારા પિતાની વાત કરું તો મને તેમના પગલે ચલાવવા તે ઘણું મથ્યા પણ જોઇએ એવું પરિણામ ન આવ્યું એટલે એ તો દુ:ખી થયા જ, મને પણ દુ:ખી કર્યો, ખાસ તો શારીરિક રીતે-એ કોઇક વાર યાદ આવે છે ત્યારે શરીરમાં કળતર થાય છે. મારવાની પ્રેક્ટિસ ચાલુ રહે એ માટે કેટલીક વાર તો તે વગર વાંકે મારા શરીર પરની ધૂળ ખંખેરતા.


હું આ જ શીખ્યો. 'જસ્ટ ફોર ચેઇન્જ.' છોકરાંને મારવાં નહીં, વાંક હોય તો ઠીક છે, એકાદ ટપલી મારી હશે. પણ પૌત્રો તો વાંકમાં આવે તો પણ હું તેમને ડાંટવાંનું ટાળું છું. એમાંય નાનો પૌત્ર તે જ મારો પાકો દોસ્ત છે. મારો તે ભૂતકાળ છે, મારી જેમ તેને પણ ભણવામાં રસ નથી પડતો. બાકી ભણવા સિવાયની વાત કરીએ તો ઘણો ચબરાક છે, હાજરજવાબી પણ ખરો.


આ તાજી જ ઘટના છે. ભણવાની બાબતે મારી પત્ની- તેની દાદીએ તેને બે અણગમતાં વેણ કહ્યાં હશે. તે નારાજ હતો, મોઢું ચડાવીને બેઠો હતો. તેની પાસેથી પસાર થતાં મેં તેને અમસ્તું જ પૂછ્યું : 'એની પ્રોબ્લેમ? 'યોર વાઇફ.' મારી સામે જોઇ તે ગંભીરતાથી બોલ્યો, 'એ તો બકા તારો જ નહીં, મારો પ્રોબ્લેમ પણ છે, પરંતુ તું જે મને કહી શક્યો એ હું કોઇને કહી શકું તેમ નથી.'


મારો આ જવાબ સાંભળી તેણે મને સંભળાવ્યું : 'તમારે મમ્માને પરણવાની શી જરૂર હતી? બધું અમારે સાંભળવું પડે છે.'


મારો પોતરો બેફિકરો છે એટલે શરીરે સુખી છે, ગદડમદડ છે. પત્ની મૂળે શિક્ષકનો જીવ એટલે તેને પૌત્રની શરીરસંપત્તિ તેમજ ભણવા તરફના અલગાવની ચિંતા થયા કરે, એક વાર મને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડી કહેવા માંડી : 'મને તેજિયાની 'ઓબેસિટી' અને 'ડોબેસિટી'નું ટેન્શન થાય છે...'


મને ખબર છે કે તેજુને ઓબેસિટી દાદીની અને ડોબેસિટી દાદાની વારસામાં મળી છે પણ આવું કશું બોલવાનું ટાળી તેને સમજાવ્યું કે આ ઔપચારિક ભણતર પર છોકરાને ડોબો ઠરાવી શકાય નહીં. પછી થોડાક દાખલા પણ આપ્યા. જે.કૃષ્ણમૂર્તિ મેટ્રિકમાં નાપાસ થયેલા.


ગોવર્ધનરામ ત્રિપાઠી એલએલ.બી.માં ત્રણ વાર નાપાસ થયા હતા, ભોગીલાલ સાંડેસરા મેટ્રિકમાં સાત વખત ફેઇલ થયેલા અને મોરારિબાપુએ પણ મેટ્રિકમાં ત્રણ ત્રણ વાર નાપાસ થઇને હેટ્રિક નોંધાવી હતી તો પણ ભગવાન રામચંદ્રજીએ બાપુનો હાથ કેવો ઝાલ્યો! ને મારો 'ભવ્ય' ભૂતકાળ જાણવા છતાં તેં તારો હાથ મારા હાથમાંથી પાછો ખેંચ્યો ખરો?


શક્ય છે કે મને મળી એ કરતાં તેજને વધુ સારી પત્ની મળશે. ટૂંકમાં ઉપરવાળાએ ગોઠવ્યા પ્રમાણે જ સઘળું થતું હોય છે. આ ધીરુભાઇ અંબાણીને ભણતર આડે આવેલું? અને ધીરુભાઇના નામે ટ્રાંકિવલાઇઝરનું કામ કર્યું, થોડી જ સેકન્ડોમાં દાદીમાનાં નચિંત નસકોરાં શરૂ થઇ ગયાં.


- - - - -


પર ધર્મોભયાવહ-આમ કહીને હું બીજાના ધર્મની નિંદા કરવા નથી માગતો, મારા કર્મની વાત કરવા ઇચ્છું છું. નામ વિનોદ છે પણ મારો પ્રિય રસ કરુણરસ છે. લેખનની શરૂઆત મેં કરુણ વાર્તાઓથી કરી હતી. આને અ-વિનોદિય કર્મ કહેવાય. લગભગ પચાસ જેટલી કરુણ વાર્તાઓ લખી હશે. આ વાર્તાઓ એટલી બધી કરુણ હતી કે તે લખતી વેળાએ મારી આંખો આંસુથી ઊભરાઇ જતી.


જમણા હાથે લખતો જાઉ ને ડાબા હાથે આંસુ લૂછ્યા કરું. લખ્યા બાદ ઇચ્છું કે વિશ્વની આ શ્રેષ્ઠ કરુણ વાર્તાને કોઇ સુજ્ઞ શ્રોતા મળે, પણ જન્મ્યો હોય તો મળે ને! એટલે પછી કાળજું કઠણ કરીને મેં છેલ્લી વાર આંખમાં આંસુ લાવીને એ વાર્તાઓ બાળી મૂકી- તેને અગ્નિદાહ દઇ દીધો. અફસોસ એટલો જ રહી ગયો કે ગુજરાતી સાહિત્યે 'ધૂમકેતુ બીજો' સહેજમાં ખોયો- જેવું તેનું નસીબ, બીજું શું!


………


મારા જીવનમાંથી મોડા મોડા પણ એ શીખ્યો કે કોઇ કવિ-સંમેલન યા મુશાયરાનું સંચાલન કરવું નહીં. આ પરધર્મમાં ઘણાં સંચાલનો કર્યા પછી અનુભવ્યું કે આમાં સમય અને શક્તિની બરબાદીની સાથે કવિઓની ખફગી પણ વહોરવી પડે છે. આપણું આ કામ નહીં. કોરો દારૂ એકલો પચાવવો અઘરો છે એ રીતે નકરી કવિતા પણ ઓડિયન્સ માટે સહન કરવી કઠિન હોય છે.


એવો મુશાયરા કે કવિ-સંમેલનોના આયોજકોનો મત હોય છે, એટલે તેને સહ્ય બનાવવા કોઇ હળવા મિજાજના સંચાલકને કવિઓની વચ્ચે ગોઠવી દેવાતો હોય છે. જે પ્રેક્ષકો પર છોડી મૂકવામાં આવેલ કવિઓને વધારે પડતા હિંસક બનતા રોકી શકે, અને ઓડિયન્સ પણ વચ્ચે વચ્ચે રાહતના શ્વાસ લઇ શકે.


આ પરંપરા જ્યોતીન્દ્ર દવેના સમયથી વધારે ખીલી જેમાં ઓડિયન્સને ભરપૂર મનોરંજન મળી રહેતું, પણ કવિઓ ખાસ રાજી નહોતા થતા, કેમ કે આખે આખો મુશાયરો (કે કવિ સંમેલન) જયોતિન્દ્રભાઇ લૂંટી લેતા-કવિઓએ કરેલી મજૂરી એળે જતી. કવિઓની આ કમનસીબી મારા જેવા અ-કવિ સુધી લંબાઇ, પરંતુ એક ઘટનાએ મારા મન પર ઊંડો પ્રભાવ પાડ્યો.


મુંબઇમાં આઇ.એન.ટી દ્વારા યોજાયેલ મુશાયરાનું સંચાલન હું કરું એવી દિલી ઇચ્છા મારા નાટ્યકાર મિત્ર સુરેશ રાજડાએ પ્રગટ કરી. મેં હા પાડી. ટિકિટ શો હતો તો પણ હોલ ચિક્કાર હતો. મુંબઇની પ્રજા પૈસા ખર્ચીને મુશાયરો સાંભળવાનો આર્થિક અને માનસિક એમ બેવડો માર ખાઇ શકે છે. જેને આદિ છે એને અંત પણ હોય છે એ ન્યાયે કાર્યક્રમ તો જાણે પૂરો થયો.


પછી એક સ્ત્રી મારી પાસે આવી. વર્ષોપૂર્વે કોલેજકાળમાં તે મારી સાથે ભણતી હતી. ઉમળકાથી મારો હાથ પકડી મને બિરદાવતાં તે બોલી : 'વિનોદ, કવિતા-બવિતા તો જાણે સમજ્યા, પણ કવિઓની વચ્ચે વચ્ચે તું જે 'મિમિક્રી' કરતો હતો એ સાંભળવાની બહુ મજા પડી.' બસ, એ ઘટનાસ્થળે જ અંદરથી અવાજ આવ્યો : 'બેવકૂફ! તારી જાતને ભલે તું તિસ્મારખાં માનતો હોય, પરંતુ પ્રજાની નજરે તું એક 'એન્ટરટેઇનર'થી વિશેષ કશું જ નથી.' અને ક્યાં અટકવું એ પણ હું જીવનમાંથી જ શીખ્યો છું એટલે અહીં અટકું છું.


illustration


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...