[F4AG] ભારતનું યુવાધન અમેરિકાને હરાવી શકે

 

ભારતનું યુવાધન અમેરિકાને હરાવી શકે

Editorial
editorialભારત, ચીન અને જર્મનીથી ઓબામા પણ ડરે છે. સ્ટેટ ઓફ ધી યુનિયનને પ્રથમ સંબોધનમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચીન, ભારત અને જર્મનીની વિકાસદોડને વખાણતાં જે શબ્દો કહ્યા તે ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત છે, સાથે જ વિકાસ દર જાળવી રાખવા માટે સતર્ક થઈ જવાનો કોલ પણ છે.

કારણ કે હવે માત્ર ચીન જ નહીં, અમેરિકા સાથે પણ ભારતની સ્પર્ધા છે. એમાં હવે આઉટસોર્સિંગ પર એ નિયંત્રણો મૂકી રહ્યું છે જેની અસર ભારતને થશે. અમેરિકાના પ્રમુખપદે એક વર્ષ પૂરું કરનાર ઓબામા ચારેબાજુથી ધેરાયા છે.

તેમણે આપેલા વચનો પૂરાં થઈ શક્યાં નથી. આર્થિક, રાજકીય અને વિદેશનીતિની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લેતી. પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઊતરી ચૂક્યો છે. બેકારી ઓછી થતી નથી.

મંદીમાંથી બહાર નીકળવા માટે તેમણે લીધેલાં પગલાંઓની પૂરેપૂરી અસર થઈ નથી. એક દસકા સુધી રાહ જોવાની વોશિંગ્ટનની સલાહ અંગે તેમનો પ્રતિભાવ હતો કે આટલી રાહ જોવા જઈશું તો ચીન અને ભારત આગળ નીકળી જશે.

ઓબામાના ૬૯ મિનિટના પ્રવચનમાં ભારત માટે સૌથી મહત્વની બાબત ભલે આઉટસોર્સિંગ કરતી અમેરિકન કંપનીઓ પરના નિયંત્રણો હોઈ, આપણી યુવાપેઢી માટે સૌથી મહત્વની બાબત ઉચ્ચ અભ્યાસની છે.

ઓબામાએ કહ્યું છે, 'અમેરિકા વિશ્વની મહાસત્તા તરીકે બીજા ક્રમે ધકેલાઈ જાય તે ચાલે નહીં. જો અમેરિકા મહેનત નહીં કરે તો ભારત-ચીન તેને ઓવરટેક કરી જશે કારણ કે તેઓ ગણિત અને વિજ્ઞાનને મહત્વ આપી રહ્યાં છે.'

અગાઉ પણ ઓબામા ત્યાંની-યુવાપેઢીને એક વાલીની જેમ કહી ચૂક્યા છે કે ભણશો નહીં તો તમારી નોકરીઓ ભારતના યુવાનો લઈ જશે. ઓબામાની આ ચિંતામાં તથ્ય છે. અમેરિકન યુવાપેઢી આળસુ બની ગઈ છે. મહાસત્તા હોવાનો મદ તેમને નડી રહ્યો છે.

ભારતની યુવાપેઢી માટે આ એક તક છે. અમેરિકાને હરાવવાની તક. વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડવાની તક. શસ્ત્રોથી અમેરિકાને જીતવું ભલે અશક્ય હોય, બુદ્ધિથી જીતી શકાશે. આવડત અને મહેનતથી જીતી શકાશે.

અમેરિકા બીજા સ્થાને ધકેલાઈ જવાથી ડરી રહ્યું છે અને તેની પાસે ટૂંકા સમયમાં નવી પેઢીને તેજસ્વી બનાવવાની જાદૂઈ લાકડી નથી. ભારત પાસે આગામી દિવસોમાં વિશ્વના સૌથી વધુ યુવાનો હશે. આ યુવાનો ઓબામાના ડરને સાચો સાબિત કરી શકે તેમ છે.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...