[F4AG] શું તમે નોકરી છોડવા માંગો છો ?

 

શું તમે નોકરી છોડવા માંગો છો ?

Web Tycoon, Ahmedabad
leave jobખરૂ કહો તમને ક્યારેક ને ક્યારેક આ વિચાર તો આવ્યો જ હશે ? ખાસ કરીને જ્યારે ઓફિસમાં કામ બાબતે કોઇની સાથે માથાકુટ થાય, કારણ વગર જ્યારે બોસ તેન બોસગીરી બતાવે, કોલેજના દિવસોમાં સાથે ભણતા અને ધંધામાં આગળ વધેલા મિત્રોને કારમાં જતા જુઓ ત્યારે અને પ્રમોશન, ઇન્ક્રિમેન્ટ અને બોનસ આપવામાં કંપની પાછીપાની કરે ત્યારે.

પરંતુ સબુર આ અંગેનો નિર્ણય તમે ધારો છો તેવો સહેલો નથી. કારણ કે તમે છેલ્લા ધણા વર્ષોથી અત્યારે જે કામ કરો છે તે કરવા ટેવાયેલા છો. અને તમને અન્ય વ્યવસાય કે ધંધાની વધુ સુઝ નથી. સાથે તમારા પર હવે ઘર અને અન્ય જવાબદારીઓ પણ છે. અહીં અમે તમને ડરાવી નથી રહ્યા પણ ચેતવી રહ્યા છીએ. કારણ કે તમારી સમગ્ર જિંદગીમાં તમે લીધેલો આ નિર્ણય સૌથી મહત્વનો સાબિત થવાનો છે.

સૌ પ્રથમ તો તમે એ વિચારો કે તમે નોકરી શા માટે છોડવા માગો છો ? એ અંગેના કારણો અંગે વિચારો. અને નક્કી કરો કે તમે ઉતાવળેતો આ નિર્ણય નથી લઇ રહ્યા ને ? જો કારણો અંગે સ્પષ્ટતા ન હોય તો થોડા દિવસની રજા લઇને કોઇ સારા સ્થળે અથવા વતનમાં જતા રહો. તેમજ આ અંગે તમારા પરિવાર, મિત્રો અને હિતેચ્છુઓ સાથે આ અંગે ચર્ચા કરો. અને તમે જો કોઇ નિર્ણય પર ન પહોંચી શકતા હો અને સ્ટ્રેસ અનુભવતા હો તો મનોચિકિત્સક પાસે જતાં પણ ખચકાટ અનુભવશો નહીં.

નોકરી છોડવા પાછળના કારણોમાં જો બોસની બોસગીરી, સહકર્મચારી સાથે માથાકુટ, કામનું દબાણ, પ્રમોશન, ઇન્કિમેન્ટ, બોનસ વગેરે કારણો હોય તો હાલ પુરતું નોકરી છોડવાનો વિચાર માંડી વાળો અને આ પરિસ્થીતીમાં કઇ રીતે રસ્તો કાઢવો તે અંગે વિચારો. તેમજ તમારા સ્વભાવ અને વર્તનને સુધારો. અને બોસના બોસને અથવા એચઆરમાં તમારી તકલીફોની રજૂઆત કરો અને શક્ય હોય તો શિફ્ટ બદલી કાઢો ધણીખરી તકલીફ ત્યાંજ હલ થઇ જશે.

આ પ્રમાણે કર્યા પછી પણ કોઇ હલ ન દેખાતો હોય તો અન્ય કઇ જ્ગાયે નોકરી મળે તેમ છે તે અંગે તપાસ શરૂ કરો, પ્લેસમેન્ટ એજન્સી અને જોબને લગતી સાઇટો પર રીઝ્યુમ અપલોડ કરો. અને મિત્રોને કોઇ જગ્યાએ વેકેન્સી હોય તો ધ્યાન દોરવાનું કહો. અહીં એક વાત ખાસ યાદ રહે કે કોઇપણ સંજોગોમાં બીજી નોકરી શોધ્યા વગર ચાલુ નોકરી છોડશો નહીં.

હવે બીજી વાત કે તમે મિત્રોએ ધંધામાં કરેલી પ્રગતી જોઇને અથવા બીજા માટે કામ કરવા કરતા પોતાના માટે કામ કરવા માટે નોકરી છોડવાનું વિચારો છો તો સૌ પ્રથમ તો એ વિચારો કે ક્યો ધંધો શઇ શકે તેમ છે ? તમે કેટલું રોકાણ કરી શકો તેમ છો ? અને તમે જે ધંધો શરૂ કરશો તેમાંથી કમાણી ક્યારે થશે ?

અહીં યાદ રહે કે ઘરના સભ્યો અને અંગત મિત્રો તરફથી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી નોકરી છોડો નહી. કારણ કે તમે જાણતા નથી કે નોકરી છોડીને ધંધો કર્યા પછી પરિસ્થીતી સારી રહેશે કે ખરાબ જો પરિવારની સંમતી સાથે કંઇ કર્યું હશે તો મુશ્કેલીના સમયે તમારો પરિવાર તમારી સાથે ઉભો રહેશે.

હવે ધંધા માટે સૌ પ્રથમ જરૂર છે અનુભવની. અને તમે તો અત્યાર સુધી નોકરી કરી છે તો ધંધાનો અનુભવ લાવવો ક્યાંથી ? આ માટે તમે એ વિચારો કે અત્યાર સુધીનો નોકરીનો તમારો જે અનુભવ છે તેમાંથી સ્વતંત્ર રીતે શું થઇ શકે તેમ છે. જેમ કે તમે ફાયનાન્સનું નોલેજ ધરાવતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે આગળ વધી શકાય.

તદુપરાંત તમે ધંધો કરવા વિચારો છો તે તમારા ધંધાર્થી મિત્રોને જણાવો કેમ કે શક્ય છે કે કોઇને વર્કીંગ પાર્ટનરની જરૂરીયાત હોય અથવા કોઇની પાસે મોટો ધંધો હોય અને તે અન્ય બ્રાન્ચ ખોલવા અંગે વિચારતો હોય.

આવા સંજોગોમાં ઓછો અથવા નહીંવત અનુભવ પણ ચાલી જાય અને રોકાણ પણ ઓછું કરવું પડે. અથવા કોઇ પાસે અનુભવ હોય પરંતુ તેની પાસે પુરતું રોકાણ કરવાની ક્ષમતા ન હોય તેવા સંજોગોમાં પહેલા ધંધો ચાલુ કરી ધંધો ચાલતો થઇ જાય પછી નોકરી છોડવાથી કોઇ પ્રકારનું જોખમ રહેતું નથી.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...