[F4AG] વ્યક્તિત્વ લોખંડી, દિલ પુષ્પનું

 

વ્યક્તિત્વ લોખંડી, દિલ પુષ્પનું

Pravin K. Laheri
પંડિત નહેરુએ આશ્ચર્ય સાથે નોંઘ્યું કે 'સરદાર બગીચામાં બરાબર રસ લે છે અને તેમની જાણકારી પણ ઘણી છે.' ડો. મહેતાબે લખ્યું છે કે 'વલ્લભભાઈ ખૂબ વાંચતા અને એક પછી એક ચોપડીઓ પૂરી કર્યે જતા હતા તેમને પૂરી પાડવાનું કામ મુશ્કેલ હતું.' ડો. પટ્ટાભિએ સરદારના આ જેલ કાર્યનું વર્ણન કર્યું છે તે કેટલું નેત્રદિપક છે. 'સરદારે પોતાના રવેશની બહાર વાદળી રંગના ફૂલ ઉગાડયા છે. સવારથી સાંજ આ વાદળી રંગના ફૂલ થોડાં કેસરી ફૂલો જોડે મળી એવા સુંદર દેખાય છે કે આપણને સ્વર્ગની શોભા યાદ આવી જાય. Pravin Laheri


'હિંદ છોડો' અને 'કરેંગે યા મરેંગે' ના સંકલ્પ સાથે ઉગ્ર આંદોલનની તૈયારીમાં કોંગ્રેસ આગળ વધી શકે તે પહેલાં તો કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ અહમદનગર કિલ્લાના કારાવાસમાં બંદી બની વિશ્વથી વિખૂટા પડી ગયા હતા. મહાત્માજીને કારાવાસ માટે પુના સાથે લેણાદેવી હશે તેથી આ વખતે તેઓ આગાખાન મહેલ પુનાનામાં કેદ કરાયા હતા.


સરદારના પુત્ર ડાહ્યાભાઈને ધરપકડના પાંચ સપ્તાહ બાદ મુંબઈના ગૃહપ્રધાન કહેછે કે 'તમારા પિતાશ્રીને ક્યાં લઈ જવામાં આવ્યા છે કે ક્યાં રાખવામાં આવ્યા છે તેની કોઈ માહિતી સરકાર તમને આપી શકે તેમ છે' આવા સરકારી વલણના કારણે દેશમાં એવું વાતાવરણ નિર્માણ થયું કે લોકોને તેમના લાડીલા નેતાઓની સલામતી અંગે ચિંતા થઈ.


આ ચિંતાનું આક્રોશમાં પરિવર્તન થયું. અનેક કાર્યકરોએ આઝાદીની લડતના દીપને જલતો રાખવા ભૂગર્ભમાં રહીને સત્યનો પ્રચાર કરવાનું જોખમી કાર્ય જારી રાખ્યું જ્યાં તક ગળી ત્યાં સરકારી તંત્રને અંતરાયરુપ કામો પણ કરવામાં હિંસા અહિંસાનો ભેદ ગૌણ બાબત બની.


અહમદનગરના કિલ્લાની જેલનો હવાલો આંદામાનની કુખ્યાત સેલ્યુલર જેલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ હતા. જાપાનીઓએ આંદામાન કબજે કર્યું ત્યારે આ સુપરિન્ટેન્ડન્ટ સેન્ડક તેમના પત્ની સાથે ભાગી છૂટવામાં મહામહેનતે સફળ થયા હતા.


સેન્ડક કેદીઓ ઉપર કડક જાપ્તો રાખતા હતા પણ તેમના સ્વાસ્થ્ય બાબત સજાગ રહેતા. તેમના આદેશથી આ જેલમાં કામ કરતાં કોઈ હિંદી કર્મચારી સ્વાતંત્ર્યની લડતનાં આગેવાનોને મદદ ન કરે તે માટે સખતાઈ રાખતા હતા. ફરજ પર આવતા તમામ કર્મચારીઓને નિ:વસ્ત્ર કરી તેના પાસે કોઈ પત્ર છાપું પણ છુપાવેલ નથી તેની ખાતરી કરતાં હતાં.


મુંબઈ પ્રાંતના સર્જન-જનરલ ડો. કાન્ડી સરદારના પરિચિત હતા. અગાઉ સરદાર સાથે તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેઓ સરદારના કરતાં ૧૧ વર્ષ નાના હતા. સરદારને અહમદનગર જેલમાં તપાસવા ડો. કાન્ડી આવ્યા ત્યારે ડો. કાન્ડીએ કહ્યું કે 'શ્રીમાન પટેલ, હવે હું ઘરડો થઈ ગયો છું.


સરદારે કહ્યું કે મારાથી ઘણાં નાના છો મને ૬૭ વર્ષ થયા અને બાકીના ૩૩ વર્ષ પૂરા કરવા તત્પર છું'. પૂનાના આગાખાન મહેલમાં કેદ થયેલા મહાત્માજીએ તો સરકારને આગ્રહપૂર્વક લખ્યું કે 'વલ્લભભાઈને અગાઉના જેલવાસથી પેટનો વ્યાધિ થયેલો છે. તે તેમાંથી સાજા થયા નથી અને તેથી મને તેના માટે ઘણી ફિકર થાય છે.


શ્રી વલ્લભભાઈને મારા સાથે મારી દેખરેખ નીચે સારવાર માટે રાખવા જોઈએ.' સરકારે ગાંધીજીનો આગ્રહ ન સ્વીકાર્યો. સરદાર સાથે અન્ય ૧૧ નેતાઓ કારાવાસ ભોગવતા હતા પણ ગાંધીજી જેનું સાનિઘ્ય ઝંખતા હતા તે એકમાત્ર સરદારનું!


ગાંધી-સરદારની એકાત્માનો અહેસાસ થાય તો તેમના અનેક નિર્ણયો અને કાર્યોનું ઉચિત મૂલ્યાંકન થાય. અહમદનગર જેલના ૧૨ કેદીઓમાંથી ૬ કેદીઓએ લખાણ દ્વારા સર્જન કરી સમયનો સદુપયોગ કર્યો. પંડિત નહેરુએ 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' (ભારતની ખોજ) લખ્યું તો મૌલાના આઝાદે 'ગુબ્બારે-એ-ખાતીર'ની રચના કરી.


આચાર્ય કપલાણીએ ગાંધીજી પર ગ્રંથ તૈયાર કર્યો તો આચાર્ય નરેન્દ્ર દેવે એક ફ્રેંચ ગ્રંથનો આધાર બનાવી સંસ્કૃત પુસ્તકની હસ્તપ્રસ્ત બનાવી જે દુર્ભાગ્યવશ નાશ પામી. પટ્ટાભી સીતારામૈયાએ ડાયરી લખી તો ડો. હરેકૃષ્ણ મહેતાબે 'ઓરિસ્સાનો ઇતિહાસ' નામનું પુસ્તક નિર્માણ કર્યું.


સરદારે કશું લખવાનું ઉચિત ન માન્યું. બારેય કેદીઓમાંથી સરદારની ઉંમર સૌથી વધુ (૬૭ વર્ષ) હતી. તેઓની તબિયત સારી ન હતી પણ તેમના સાથી-કેદીઓના પ્રતિભાવો રસપ્રદ છે.


પંડિત નહેરુએ આશ્ચર્ય સાથે નોંઘ્યું કે 'સરદાર બગીચામાં બરાબર રસ લે છે અને તેમની જાણકારી પણ ઘણી છે.' ડો. મહેતાબે લખ્યું છે કે 'વલ્લભભાઈ ખૂબ વાંચતા અને એક પછી એક ચોપડીઓ પૂરી કર્યે જતા હતા તેમને પૂરી પાડવાનું કામ મુશ્કેલ હતું.'


ડો. પટ્ટાભિએ સરદારના આ જેલ કાર્યનું વર્ણન કર્યું છે તે કેટલું નેત્રદિપક છે. 'સરદારે પોતાના રવેશની બહાર વાદળી રંગના ફૂલ ઉગાડયા છે. સવારથી સાંજ આ વાદળી રંગના ફૂલ થોડાં કેસરી ફૂલો જોડે મળી એવા સુંદર દેખાય છે કે આપણને સ્વર્ગની શોભા યાદ આવી જાય.


ગુલાબના સુંદર કૂંડાઓ વચ્ચે સરદારે વેલીની કમાન બનાવી હતી. સરદારે પોતાના ઓરડાની જાળી પર ચમેલીની વેલ ચડાવવા ઊઠાવેલી મહેનત અહમદનગરના કલેક્ટરને કાયમ યાદ રહી ગઈ છે. સરદારને પોતાનાં ફૂલઝાડો માટે બહુ ગૌરવ હતું અને આ વિસ્તારને તેમણે 'શકુંતલા કુંજ'નું નામ આપ્યું હતું.'


જેમની પ્રતિભા લોખંડી મનોબળ, કડક શિસ્ત, કઠોર હાવભાવ અને સણસણતા તળપદા શબ્દોની છે તેવા સરદારના દિલમાં તો કિસાનનો કુદરત પ્રત્યેનો પ્રેમ છલોછલ ભર્યો છે. સરદારના આ ગુણોને ઢાંકી દેવા તે અન્યાય છે.


સરદારની ઋજુતા, ઉમળકો, પ્રકતિપ્રેમ અને જિજ્ઞાસાની વૃત્તિ એ સરદારના વ્યક્તિત્વના અવિભાજ્ય અંગો છે. જેલમાં સરદારે જેલવાસમાં બ્રિજની રમતમાં સારો સમય પસાર કર્યો. બ્રિજમાં સરદાર પાર્ટનરની કોઈ ભૂલ દરગુજર કરવામાં માનતા ન હતા.


બ્રિજની રમતમાં, તેના ભાગીદાર થવું એ જોખમી કાર્ય ગણાતું. આચાર્ય કપલાણી વલ્લભભાઈના ભેરુ (સાથી) બનતા અને સરદારની નારાજગી-ટીકાઓથી તેઓ વિચલિત થતા નથી.


કારાવાસમાં જ ડો. પટ્ટાભીએ ડાયરીમાં નોંઘ્યું કે 'સરદાર માટે આદર અને ભયની લાગણી સ્ફૂરે છે. સરદાર અનેક ટુચકાઓ કહેછે. તેમની રમુજવત્તિ કાતિલ છે. દુનિયામાં પ્રવર્તમાન વિવિધ વિચારધારા અંગે તેમને જાણકારી હોય તેવો આભાસ થતો નથી.


પણ હકીકતમાં આ સઘળી વિચારધારાનો સાર તેના મગજમાં સંઘરાયેલો છે તેથી છેલ્લાં સત્તાવીસ વર્ષના રાજકારણનું વિશ્લેષણ સરદાર યોગ્ય રીતે કરી શકે છે.'


દીર્ઘ કારાવાસ દરમિયાન બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી જતાં મનમાં કેવી લાગણીઓનો પ્રપાત થાયછે તે પંડિત નહેરુ અને આચાર્ય ક્રૃપલાણીએ નિખાલસ ભાવે નોંઘ્યું છે પંડિત નહેરુ તેમની બહેન ક્રિષ્ણા હઠીસિંગને લખે છે, 'અમે તારાઓ અને ગ્રહો જોઈએ છીએ તેનો કદી કંટાળો નથી આવતો.


અમે જે માણસો જોઈએ છીએ તે એકના એક જ હોવાથી તેમના માટેની તાજગી ગુમાવીએ છીએ અને સ્ત્રીઓ? એક વિચિત્ર અને મહત્વની હકીકત એકાએક મારા ઘ્યાનમાં આવી કે મેં લાંબા વખતથી કોઈપણ સ્ત્રીને દૂરથી પણ જોઈ નથી.'


આચાર્ય ક્રૃપલાણી લખે છે, 'આટલા દિવસમાં કોઈપણ સ્વજનને મળવાનું થયું નથી. અરે, બહારની દુનિયામાંથી કોઈદોસ્ત કે દુશ્મનનું મોઢું પણ જોવા મળ્યું નથી. અમારા જીવતરની ઘરેડ તોડે તેવા કોઈ બાળક કે સ્ત્રીને પણ અમે જોઈ નથી.


ક્યારે યુદ્ધ પૂરું થશે? કયારે હિંદ આઝાદ થશે? ક્યારે કેદમાંથી છુટકારો થશે? આ પ્રશ્નોના ઉત્તરો શોધવામાં કલ્પના કરવી તે પણ દુ:સાહસ હતું. અધૂરામાં પૂરું બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલનું વિધાન 'દુશ્મનને છેતરવો તે સંપૂર્ણ વાજબી છે.


મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ બાબતમાં કોઈએ કશી ગેરસમજ કરવી નહીં, હું સમ્રાટનો વડો પ્રધાન બન્યો છું. તે બ્રિટીશ સામ્રાજ્યના વિસર્જન સમિતિનો પ્રમુખ નથી.'


ચર્ચિલ આઝાદીની લડતને બેરહમીથી કચડી નાખવા માટે આ સૌ આગેવાનોને ગોળીએ દેશે? કાળાપાણીની જેલમાં મોકલશે? કે સામ્રાજ્યના બીજા ટાપુ પર આજીવન ગુમનામ કેદની સજા કરશે? શું જાપાનીઓ હિંદ કબજે કરી આંદામાનમાં શંકાથી સ્વતંત્રતા સેનાનીઓને ગોળીથી મારી નાખ્યા તેવું કાંઈક થશે?


ગાંધીજી આમરણાંત ઉપવાસ કરશે તો સરકાર તેમને મરવા દેશે? બીજા વિશ્વયુદ્ધની આગમાં શેકાતી દુનિયાનું ભવિષ્ય શું હશે તેની અટકળ કરવી અશક્ય હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓની સબૂરી કસોટીની સરાણે ચઢી હતી.


sardar-gandhi
સરદાર શબ્દ દેહે : 'હજી વધારે આકરો અને કસોટી કરે એવો કાળ આવવાનો છે. તે વખતે આપણે માથે ઘણી મોટી જવાબદારીઓ આવશે અને ઘણાં કામો આપણે કરવાના આવશે. સરકારની સામે જોયા કરવાનું આપણને પાલવશે નહીં. સરકારને તો પોતાની ચિંતા પેઠી છે. આપણા પોતાના માટે આપણે જ નિર્ણય કરી લેવો પડશે.'


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...