રામકથા જગ મંગલ કરનીGunvant Shah રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે. સીતા માનવતાની વિમલ વેદના છે. લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે. ભરત માનવતાનો તપોનિધિ છે. હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જીવનમાં બીજું કંઇ જ ન કર્યું હોત અને કેવળ ભારતીય વિદ્યાભવનનું સર્જન કરીને વિદાય લીધી હોત તોય એમનું પૃથ્વી પર આવેલું સાર્થક થતું હોત. ગુજરાતની અસ્મિતાના આરાધક મુનશીજીએ ગુજરાતને યાદગાર નવલકથાઓ આપી અને પ્રાણવાન નાટકો આપ્યાં. એમણે દેશને ભારતીય વિદ્યાભવન આપ્યું અને દુનિયાને ભારતીય સંસ્કૃતિની સુગંધનો પરિચય કરાવ્યો. એમની નવલકથા 'તપસ્વિની'નો અનુવાદ સદગત એચ. એમ. પટેલે કર્યો છે. ભારતીય વિદ્યાભવનના પરિસરમાં આદરણીય લોકશિક્ષક મોરારિબાપુની રામકથાનું આયોજન થયું એ એક સુયોગ છે. રામ આપણા સૌના સંસ્કૃતિપુરુષ છે અને ભારતીય વિદ્યાભવન એ એકવીસમી સદીનું સંસ્કતિતીર્થ છે. ખૂબ ટૂંકમાં થોડાક વિચારો વહેંચવા માગું છું. આદરણીય બાપુ ગોસ્વામી તુલસીદાસજીના માનસપુત્ર છે એમ કહેવામાં કોઇ ઔચિત્યભંગ થતો હોય એવું મને લાગતું નથી. રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે. સીતા માનવતાની વિમલ વેદના છે. લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે. ભરત માનવતાનો તપોનિધિ છે. હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ છે. પંડિત નેહરુએ કહેલું કે ભારતમાંથી રામાયણ, ગીતા અને બુદ્ધને બાદ કરવામાં આવે તો પછી શું બચશે? રામમનોહર લોહિયાએ લખ્યું છે કે : 'ગાંધીજી રામના મહાન વંશજ હતા અને આખરી ક્ષણે એમના મોં પર રામનું નામ હતું.' વિનોબાજીએ 'રામચરિતમાનસ'ની એક ખૂબી મૌલિક રીતે વર્ણવી છે. જો તમારે ધર્મ વિશે જાણવું હોય તો બાઇબલ વાંચવું પડે અને વાર્તારસ માણવો હોય તો શેક્સપિયરનાં નાટકો વાંચવાં પડે. આમ તમારે ધર્મતત્વ અને વાર્તાતત્વ માટે બે અલગ અલગ ગ્રંથો વાંચવા પડે, પરંતુ જો તમે 'રામચરિતમાનસ' વાંચો તો તમને એક જ ગ્રંથમાં ધર્મતત્વ અને વાર્તાતત્વ સાથોસાથ મળી રહેશે. વિનોબાજીની આ વાત રામભક્તોને હૈયે વસી જાય તેવી છે. આદરણીય મોરારિબાપુએ ગુજરાતનાં, ભારતનાં અને દુનિયાનાં કેટલાં ઘરોમાં રામનું સત્ય પહોંચાડ્યું હશે? ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નહીં નોંધાયેલો એવો આ વિક્રમ છે. જે જે પરિવારોમાં રામકથા દ્વારા બાપુ પહોંચ્યા છે, ત્યાં શું શું પહોંચ્યું છે? માત્ર ત્રણ જ બાબતોનો ઉલ્લેખ અહીં કરવો છે : (૧) રામકથા દ્વારા અસંખ્ય ઘરોમાં ભારતીય સંસ્કાર જળવાયા છે. (૨) રામકથા દ્વારા દેશવિદેશમાં માતૃભાષા ગુજરાતીનું શ્રેષ્ઠતમ સર્જન ઘરે ઘરે પહોંચ્યું છે. (૩) રામકથા દ્વારા વ્યસનોથી બચવાની અને માંસાહાર ત્યજવાની પ્રેરણા અનેક પરિવારોમાં પહોંચી છે. બાપુએ કરેલા આવા વિરાટ છતાં સૂક્ષ્મ પ્રદાનનો જોટો જડે તેમ નથી. આવા કેટલાક પરિવારોમાં જમવાનો અને રહેવાનો મોકો મને વિદેશોમાં મળ્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને વિદેશોમાં એવાં કેટલાંય ઘરો જોયાં છે, જેમાં દાખલ થઇએ ત્યારે મંદિરતાનો અનુભવ થાય. સંસ્કૃત ભાષામાં 'ઘર' માટે 'મંદિર' શબ્દ પ્રયોજાય છે. વાલ્મીકિએ લંકાદહનનું વર્ણન કર્યું તેમાં પણ રાવણના મહેલ માટે રાવણના 'મંદિર'ને પણ આગ લગાડવામાં આવી એવો ઉલ્લેખ છે. રામકથાનું શ્રવણ અને મનન મનુષ્યના જીવનમાં રૂપાંતરણ આણવામાં કેટલું મદદરૂપ થાય છે એની પ્રતીતિ તો જે રામભક્ત હોય તેને જ થાય. બાપુ આવા પરમ રામભક્ત છે. તેઓ સંન્યાસી નથી પણ સંસારી છે. સંસાર જેવી મહાન યુનિવર્સિટી જગતમાં બીજી નથી. પ્રત્યેક મનુષ્ય સંસારની ત્રિગુણાત્મક અને ઊઘ્ર્વમૂલ યુનિવર્સિટીનો સ્વનિયુક્ત કુલપતિ છે અને કુલપિતા પણ છે. (મહર્ષિ કણ્વનું તપોવન માલિની નદીને તીરે આવેલું હતું અને મહાકવિ કાલિદાસે 'શાકુંતલ'માં કણ્વ માટે સૌ પ્રથમ 'કુલપતિ' શબ્દ પ્રયોજ્યો હતો). કંઇક આવા પુરાતન અર્થમાં આદરણીય બાપુને હું રામાયણ યુનિવર્સિટીના 'કુલપતિ' કહેવાનું ઉચિત સમજું છું. એ યુનિવર્સિટીના પ્રત્યેક વિદ્યાર્થીને ખબર છે : 'રામકથા જગ મંગલ કરની.' મુંબઇમાં એક માથાભારે માણસ મોજથી જીવી ગયો, જે મોરારિબાપુનો 'ભક્તમિત્ર' હતો. એ કાઠિયાવાડી ભાયડાનું નામ વિનુભાઇ મહેતા હતું. બાપુને જ્યારે ઝાઝા લોકો ઓળખતા ન હતા, ત્યારે વિનુભાઇએ બાપુમાં રહેલી અપાર શકયતાઓને નજીકથી નીરખી લીધી હતી. વિનુભાઇ ધીરે ધીરે બાપુના આખાબોલા મિત્ર, ભક્ત અને વળી પી.આર.ઓ. બનતા ગયા. પૂરા વિનયપૂર્વક બાપુને મિત્રભાવે બે કડવી વાતો પણ કહેવાની સ્વતંત્રતા એમણે જાળવી રાખી હતી. વિનુભાઇ ગુજરાતના લાડકા કવિ રમેશ પારેખના જબરા પ્રશંસક હતા. રમેશ પછી કદાચ મારો નંબર હતો. કવિ હરીન્દ્ર દવે, નગીનદાસ સંઘવી, સુરેન ઠાકર (મેહુલ), ભગતભાઇ શેઠ, સુરેશ ગાલા, ગિરધારી રોહરા અને ચંદ્રકાંત બક્ષી વિનુભાઇ સાથે રોજ ફોન પર લાંબી વાત કરનારા લોકો હતા. મોરારિબાપુની કથા પછી ખાસ નાના જૂથમાં વિનુભાઇ એવા ખીલતા કે એમના ચાહકો આફરીન થઇ જતા. બાપુને ધોધમાર વિનોદ પ્રત્યે આજે પણ ઓછો પ્રેમ નથી. બાપુ વિનુભાઇના હળવા વ્યંગવિનોદને ધરાઇને માણતા. બાપુ અને મારી વરચેનો મૈત્રીસેતુ વિનુભાઇને કારણે સર્જાયો હતો. આ વર્ષ એ સેતુબંધની સિલ્વર જ્યુબિલી જેવું ગણાય. આજે બાપુને અને મને સતત વિનુભાઇની ખોટ સાલે છે. કાઠિયાવાડી લહેકામાં વિનુભાઇ કહેતા કે પૈસો તો છઠ્ઠો મહાભૂત છે. વળી એમ પણ કહેતા કે કેટલાક ધનપતિ ગણાતા લોકો પાણી ગાળી ગાળીને પીએ, પરંતુ માનવીનું લોહી ગાળ્યા વિના પીએ! વિનુભાઇની દીકરી સિંધુ ભારતીય વિદ્યાભવન સાથે સક્રિયપણે જોડાયેલી રહે છે. સિંધુને મળું ત્યારે મને ક.મા.મુનશીનું નાટક 'પુત્ર-સમોવડી' યાદ આવે છે. બાપુ અને મારે મન એ સગી દીકરી જેવી છે. ભવનના ડાયરેક્ટર જનરલ અને પ્રિય મિત્ર હોમી દસ્તૂરજી પોતાનું 'યજ્ઞકાર્ય' કર્યે જ જાય છે. તમે ગુજરાતી માસિક 'નવનીત સમર્પણ'ને સતત ખીલતું જોયું છે? એના પાને પાને તમને સંપાદક દીપક દોશીનો સ્પર્શ વરતાશે. આ કથાના યજમાન મયૂર મહેતા વિનુભાઇના જબરા ફેન છે. એમણે પોતાના ધનનો આવો સદુપયોગ કર્યો છે તેથી રામજી રાજી રાજી! છેલ્લે વાલ્મીકિ રામાયણમાંથી મને જડેલી એક વાત કરવી છે. અયોઘ્યાનાં ઋષિજનો, નગરજનો, સ્વજનો અને સૈનિકો સાથે ભરત ચિત્રકૂટમાં પહોંચેલાં રામ-સીતા-લક્ષ્મણને પાછાં લાવવા નીકળી પડે છે. સાથે ત્રણ રાજમાતાઓ ઉપરાંત ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ પણ હતી. ચિત્રકૂટની શાંતિમાં રામ ભરતને સુશાસનના પાઠ ભણાવે છે. રામ ભરતને પૂછે છે : 'શું તારા પદાધિકારીઓ તારા માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છે ખરા?' એ વખતે રાજ્યના મહત્વનાં પદ માટે રામ 'તીર્થ' શબ્દ પ્રયોજે છે. 'તીર્થ' એટલે મહત્વનો હોદ્દો. ભારતના વડાપ્રધાનનું પદ, રાજ્યના મુખ્યમંત્રીનું પદ, પોલીસ કમિશનરનું પદ કે પછી જિલ્લાના કલેક્ટરનું પદ વાલ્મીકિ રામાયણના સંદર્ભે 'તીર્થ' ગણાય. આજે જો આવાં મહત્વનાં પદ 'તીર્થ' બની જાય તો રામરાજ્ય કેટલું દૂર? રામકથામાંથી પ્રાપ્ત થતો સંદેશ આજે પણ પ્રસ્તુત છે. તેથી જ રામાયણને 'કાવ્યબીજં સનાતનમ્' કહેવામાં આવ્યું છે. સદીઓ વહી ગઇ તોય મર્યાદાપુરુષોત્તમ રામ આજે પણ પ્રાત: સ્મરણીય અને વળી નિત્ય ઉપાસનીય છે. રામ શાશ્વત છે, રામકથા શાશ્વત છે, કારણ કે સત્ય શાશ્વત છે. (રામકથા, મુંબઇ, ૯-૧-૨૦૧૦) પાઘડીનો વળ છેડે- રામ તુમ્હારા વૃત્ત સ્વયં હી કાવ્ય હૈ | કોઇ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ || ('સાકેત') મૈથિલીશરણ ગુપ્ત |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment