જુવાનો પર જાદુનો અવતારKanti Bhatt ભેદભરમવાળા માનવો થકી ૧.૮૫ અબજ ડોલરનો વકરો ! અર્થાત્ માનવીની બુદ્ધિ કરતાં તેની અંદરની આત્મશક્તિ કે અન્ત:પ્રજ્ઞા કે અવધિજ્ઞાન કે અપરોક્ષાનુભૂતિ (ઇન્ટિટયૂશન)વધુ પાવરફુલ છે તેમ હિન્દુવાદ કહે છે... ડો.રાધાકૃષ્ણનના આ કથનને, હોલિવૂડની ફિલ્મ 'અવતાર' વિશે લખતાં પહેલાં એટલા માટે ટાંક્યું છે કે આ ફિલ્મમાં માનવની વિરાટતા અને પોટેન્શિયલ બતાવ્યું છે. ભારતભરમાં આ લખાય છે ત્યાં સુધીમાં રૂ.૧૦૫ કરોડ ઉઘરાવ્યા છે. લગભગ ૩૧ કરોડ ડોલરનું નિર્માણ ખર્ચ અને ઉપરાંત ૧૫ કરોડના પબ્લિસિટી ખર્ચ બાદ રીલીઝ થયેલી આ ફિલ્મે જગતભરમાંથી ૧.૮૫ અબજ ડોલરનો વકરો ૧-૨-૧૦ સુધી કરીને અગાઉની 'ટાઇટેનિક' ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખરેખર આ ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમેરોને પોતે જ પોતાનો રેકોર્ડ તોડયો છે. ૧૯૯૭માં તેમણે જ 'ટાઇટેનિક' ફિલ્મનું દિગ્દર્શન કરેલું. હવે ૨૦૧૦માં આ 'અવતાર' ફિલ્મે રેકોર્ડ તોડયો છે તેમાં ઉપર ડો. રાધાકૃષ્ણનની વાતથી એટલે લેખને શરૂ કર્યોછે કે ફિલ્મનું નામ 'અવતાર' જેવા ભારતના સવા અબજ લોકો જાણે છે તે શબ્દ પરથી રાખ્યું છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ચિત્ર તરીકે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે અને હવે ઓસ્કાર મેળવવામાં પણ તે અગ્રેસર જ રહેશે. ચીન જેવા દેશમાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડયો છે. ચીનમાં તો એટલી હદે 'અવતાર' લોકપ્રિય થઈ છે કે ત્યાંના ગવર્નરે હુનાનપ્રાંતમાં એક પર્વતનું નામ 'અવતાર' રાખ્યું છે. આ ફિલ્મની યુરોપના જુવાન દર્શકોનાં મન ઉપર એટલી ધેરી અસર કરી છે કે તે દિવસો સુધી ડિપ્રેશનથી પીડાય છે અને કેટલાક તો 'અવતાર' જોઈને આપઘાત કરવાનું વિચારે છે. (લંડન ટાઇમ્સ ૧૯-૧-૧૦) ફિલ્મમાં પૃથ્વીથી દૂરદૂરના ગ્રહ પેન્ડોરામાં પૃથ્વીના સાહસિકો જાય છે. પૃથ્વી ઉપરની કીંમતી ધાતુઓના સ્તર ખૂટી પડયા છે તે પેન્ડોરામાંથી મળવાની આશા છે. પેન્ડોરા એટલે શું? અસલમાં પેન્ડોરા ગ્રીક ભાષાનો શબ્દ છે. પેન્ડોરા એટલે દૂઝણું સ્થળ જે બધું જ આપે છે. ગ્રીક ધર્મકથામાં તો પેન્ડોરા નામની જગતની પ્રથમ મહિલા-દેવી છે. પેન્ડોરાએ સ્વર્ગમાંથી અગ્નિની ચોરી કરીને પૃથ્વીના દેવતાને આપી છે પણ અવતાર ફિલ્મમાં પેન્ડોરા માત્ર બીજા ગ્રહનું નામ છે. પૃથ્વી ઉપરની એક કીમતી ખનીજો શોધતી કંપનીનું મંડળ એક નિવૃત્ત યોદ્ધા નામે -જેકને આ પેન્ડોરા ગ્રહમાં મોકલે છે. જેક તેના સાહસો કરીને માનવના કલ્યાણ માટે જીવીને હોડમાં મૂકે છે અને તેનાં જિનેટિકલી એન્જિનિયર શરીર (૧૦ ફૂટ ઊચું) દ્વારા સાહસો કરે છે અને પેન્ડોરાના અતિમાનવો સામે લડે છે. ત્યાંની 'નાઈવી'નામની જાતિની એક નેયતીરા નામની સુંદરીના પ્રેમમાં પડે છે. આમ ૨૧મી સદીની આ ફિલ્મમાં વિજ્ઞાન, સાહસપ્રેમ, પર્યાવરણનું રક્ષણ, હીરા-મોતી, સોના-ચાંદીની શોધ વગેરેનો અદ્ભુત મસાલો છે અને અમેરિકા, યુરોપ, લેટીન અમેરિકા, ચીન, જાપાન એ બધા કરતાં ભારતના પ્રેક્ષકોને શહેરમાં ધેલા કરે છે તેથી ટાઇટેનિક ફિલ્મે ૪૧ સપ્તાહમાં જે વકરો કરેલો તે અવતારે માત્ર ૩૯ દિવસમાં હસ્તગત કર્યોછે. ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમેરોને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સ્વીકારતી વખતના ભાષણમાં તેનાં કાલ્પનિક ગ્રહના લોકો જે નાઈવી ભાષા બોલે છે તેનો પ્રયોગ કરેલો. આ નવી ભાષા સધર્ન કેલિફોર્નિયન યુનિ.ના એક ભાષાના નિષ્ણાતે ઘડી કાઢી હતી. ખરેખરે આ ફિલ્મના દિગ્દર્શકનું ભેજું જોયા પછી લાગે કે માનવજાતની બુદ્ધિને કે ઇરાદાઓને કોઈ મર્યાદા નથી. જેમ્સ કેમેરોને થ્રી-ડી-કેમેરાની કળા વાપરી છે. આ થ્રી-ડી-કેમેરાની કળા વિકસાવવામાં તેનો મોટો ફાળો છે. ખરેખર તો દર્શક તરીકે તમે આ ફિલ્મના પ્રારંભિક પ્લોટનો આઇડિયા જાણીને ફિલ્મ જોવા જાઓ તો વધુ સારું છે. પણ લેખક તરીકે મારી ફરજ છે કે તેની કેટલીક મૂળભૂત વાતો મારે સ્પષ્ટ કરવી જોઈએ. ફિલ્મની વાર્તામાં અમેરિકન મિલિટરી તેમ જ ખાનગી કંપનીના સાહસિકો પેન્ડોરાના ગ્રહની યાત્રા કરે છે પણ અંતે ફિલ્મનો હીરો અને તેની સાથે ગયેલા ડોક્ટર તો ત્યાંની મૂળ પ્રજાના વૈભવ, વારસા અને સંસ્કૃતિને જાળવવામાં મદદ કરવા તેની જમાતમાં ભળી જાય છે. અમેરિકાનાં કે યુરોપના રાજકારણ તેમ જ પર્યાવરણમાં જ રસ લેતું 'ધ નેશન' જ્યારે અવતાર ફિલ્મનું અવલોકન લખે ત્યારે 'અવતાર' ફિલ્મમાં કંઈક દમ અને લોજિક તેમ જ નવી વાત છે તેવો કાન પકડવો પડે છે. આ સાપ્તાહિકના વિદ્વાન ફિલ્મ સમાલોચક પ્રો.સ્ટુઅર્ટ કલાવાન્સે લખ્યું છે કે 'આ ફિલ્મમાં એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ-સ્વર્ગ (અતિપાર્થિવ)ના લોક બનાવ્યા છે તેની નારીઓ લગભગ નગ્ન હોય છે. (આપણી પૃથ્વીની નારી પણ કાળાંતરે અત્યારે લગભગ નગ્ન છે તે પૂરી નગ્ન થશે જ) 'અવતાર'નો દાવો છે કે આ ફિલ્મની વાર્તા વિજ્ઞાનને અનુરૂપ છે એટલું જ નહીં પણ જે બાયોફિઝિક્સ-જીવરસાયણ વિજ્ઞાન છે તેના નિયમને વફાદાર રહે છે: પ્રો.સ્ટુઅર્ટ કહે છે કે ફિલ્મના દાવા પ્રમાણે માનવ જાતની જે વિરાટ સાંકળ છે તે સાંકળની અદ્ભુત કડીઓ ત્રીજા ગ્રહમાં વસે છે. આ કડીઓને આ ફિલ્મમાં બતાવાય છે. કમાલ એ વાતની છે કે આ કેનેડિયન દિગ્દર્શકની ફિલ્મમાં ઇંગ્લેંડના ક્રિકેટર એન્ડ્રું ફલીન્ટોફ, માઇકલ વર્ગન અને ફૂટબોલના ચેમ્પિયન ડેવિડ બેકહામ અને ગેરી લિકર તેમ જ સંગીતકાર બોબ ગોલ્ડોફે નાણાકીય ટેકો આપ્યો છે. ભગવાન મહાવીરે એક સૂત્ર આપેલું- નિર્માણ પછી વિઘ્વંસ, સંગ્રહ કર્યા પછી ઉડાવવું અને ખૂબ પ્રવૃત્તિ પછી નિષ્ક્રિય થવું એ આ સૃષ્ટિનો અફર નિયમ છે. મહાવીરની આ વાતને તમે અવતાર ફિલ્મમાં જોઈ શકશો. ૧૯૪૪માં 'ધ ક્રાઇસીસ ઈન મેન્સ નોલેજ ઓફ હીમસેલ્ફ'માં ડો.અર્નેસ્ટ કેસીરરએ લખેલું કે 'માનવની ખાસિયત કઈ વાતમાં છે? માનવ ઘણું ઊડાણથી અને અકલ્પનીય રીતે વિચારીને તેને મેળવવા પ્રયાસ કરે છે... દરેક માનવ એક મિસ્ટરી છે. ભેદ ભરમવાળો છે' અવતારમાં ભેદભરમવાળા માનવો શું કહે છે તે તમને નજરે જોવા મળશે. માનો યા ન માનો. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment