લાઇનમાં ઊભા રહેવાની 'કળા'Manish Mehta, Aerial View એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલી શિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણે સમયસર પહોંચીએ છીએ? આજેય આપણે શિસ્તની બાબતમાં બ્રિટિશરોને યાદ કરીએ છીએ. આપણામાં શિસ્તનો સદંતર અભાવ છે એ આપણે તો ભલભલા લોકો સમક્ષ કબૂલી લઇએ છીએ, પણ બ્રિટનના ઇમિગ્રેશન ખાતાને આ 'સત્ય' હવે હાથ લાગ્યું છે. એ 'સત્ય' એ છે કે બ્રિટનમાં રહેવા (રહી પડવા) આવનારા લોકો લાઇનમાં ઊભા રહેતા નથી. પહેલા લાઇનમાં ઊભા રહે તો ત્યાં સખણાં ઊભા રહે ને? એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલી શિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણે સમયસર પહોંચીએ છીએ? બ્રિટનના ઇમિગ્રેશન ખાતાએ હમણાં રસપ્રદ નિરીક્ષણ કર્યું છે અને હવે એના આધારે તેમણે ઇમિગ્રન્ટસ સાથે કડકાઇ રાખવાનું નક્કી કર્યુ છે. તેમને એવું જાણવા મળ્યું છે કે (હા, સંશોધનના આધારે. એ પણ એક શિસ્ત જ છે ને? જે કંઇ કરવું એ ઉભડક નહિ પણ પૂરું રિસર્ચ કરીને કરવું એ બ્રિટિશ સ્વભાવ છે) બ્રિટનમાં રહેવા આવતા લોકો અહીં આવીને લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય શિસ્ત પણ જાળવતા નથી અને એટલે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે અને તેનાથી બ્રિટિશરોની આખી લાઇફસ્ટાઇલ ઉપર ખતરો આવી ગયો છે. લાઇનમાં ઊભા રહેવું એ બ્રિટિશરોની આદત છે અને આપણી આદત છે ન ઊભું રહેવું. આપણી આદતને કારણે આજે બ્રિટિશરોની સૈકાઓ જૂની સંસ્કતિ જોખમમાં આવી ગઇ છે. અરે અં, આપણા માણસો જાય એટલે પછી કંઇ કહેવાનું હોય? ખરેખર તો હવે આટલા વર્ષે બ્રિટિશરોને લાઇન તોડતા આવડી જવું જોઇતું હતું. પણ એવું નથી થયું. કૃપયા પ્રતિક્ષા કિજીએ આપ કતાર મેં હૈ! આ વાક્યને કારણે બીએસએનએલનો નફો કેટલો ઘટ્યો એ એક તપાસનો વિષય છે. કતાર મેં રહીએ એવું કહે એટલે ભારતીય હોય એનું ફટકે! અરે, આ લાઇનમાંથી ક્યારે ઊંચા આવીશું? એમ કહીને ફોન પછાડે. આમ તો બ્રિટિશરો આપણને સદીઓથી જાણે છે. આપણે ત્યાં શિસ્તનો અભાવ હતો એટલે તો આટલા વર્ષો આપણા પર રાજ કરીને ગયા. આ તો શું મૂળભૂત રીતે આપણે લાઇનના નહિ, પણ ટોળાના માણસ. એ તો એક (એકલા) ગાંધીજી મળ્યા આ દેશને અને તેની પાછળ લોકોએ ટોળામોઢે ઝુંબેશ ચલાવી એટલે આ દેશ આઝાદ થયો. કદાચ લાઇન લગાવી હોત તો બ્રિટિશરોને જલ્દી અસર થાત! શું કહો છો? આ તો એક વાત છે... ૯૧ ટકા બ્રિટિશરોને લાઇનમાં ઊભા ન રહેનાર પ્રત્યે ભયંકર ચીડ છે. જો કોઇ વ્યક્તિ લાઇનમાં ઊભા રહેવાને બદલે કે પછી જમ્પ કરીને (ગુપચાવીને) બીજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે તો બ્રિટનમાં રહેતી વ્યક્તિ એ મામલે ઝઘડો કરી બેસે છે. શિસ્તમાં સમજનારને ચીડ ચડે એ સ્વાભાવિક છે. પણ આપણે તો અલગારી. લાઇન-બાઇન વળી શું? સેંકડો લોકો લાઇનમાં ઊભા હોય એ જોઇને પણ છેક સાપસીડી ચઢતો હોય એમ, આખી લાઇનને ચાતરીને છેક આગળ પહોંચીને પછી કહેશે, 'એમ આ લાઇન એની જ છે? મને તો ખબર ન નહિ' કેટલાક હોશિયાર લોકો તો લાઇનમાં ન ઊભા રહેવા માટે એટલા અખાડા કરે કે ન પૂછો વાત. કોઇને ફોન કરીને લાગવગ લગાવશે. કેટલાય પાછા એવુંય માનતા હોય કે પોતે વીઆઇપી છે અને 'હમ જહાં ખડે રહેતે હૈ, લાઇન વહાં સે શુરુ હોતી હૈ' એવો ફાંકો હોય છે. સીટી બસમાં આગળના દરવાજેથી ઉતરવાનું હોય છે, પણ ધરાર આગળના દરવાજેથી ન ઉતરે. એવી જ રીતે ભીડ હોય તો આગળના દરવાજેથી ઘૂસ મારી દે. લગ્નના બુફેમાં થતી લાઇનો આપણે જોઇએ જ છીએ ને? હાથમાં પકડેલી ડિશ છલોછલ ભરેલી હોય એ પાછો વરચેથી ઘૂસીને એંઠા હાથ અડાડીને કહેશે 'જરા દાળ જ જોઇતી હતી, લઇ લઉ છું' મૂળ મુદ્દે આ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે એ વાત તો નક્કી. એમાં ભાગ્યે જ કોઇ ના પાડશે પણ લાઇનમાં ઊભા રહેવા માટે તો તૈયાર નહિ જ થાય. આપણી સમસ્યા હવે બ્રિટનની રાષ્ટ્રીય સમસ્યા બની ગઇ છે. મુંબઇમાં રહેતો માણસ ઘડિયાળને મિનિટોમાં સમજે છે. રોજબરોજની લાઇફમાં સૌથી કમનસીબ વાત હોય તો તે છે ડોક્ટરે આપેલી એપોઇન્ટમેન્ટનો સમય. ડોક્ટરની ક્લિનિકમાં કલાકો સુધી બેઠા પછી વારો આવે. એપોઇન્ટમેન્ટ આપી હોય ૧૨.૧૫ની અને ડોક્ટર તમને બોલોવી ૧.૪૫ વાગ્યે. અંદર જાવ ત્યારે પણ મોબાઇલ પર વાતો ચાલતી હોય. એવાય ડોક્ટર્સ છે જે ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશને કોલ (ઇમરજન્સી સિવાયનાય) એટેન્ડ કરે છે. ખેર, બ્રિટનની વાત પર પાછા ફરીએ તો ઇમિગ્રેશન મિનિસ્ટર ફીલનું કહેવું છે કે વારા પછી વારો અને મારા પછી તારો એવી લાઇનમાં ઊભા રહેવાની સિસ્ટમથી અમારો દેશ એકસૂત્રે બંધાયેલો છે. બહારથી આવનારા લોકો એમાં ભંગાણ પાડી રહ્યા છે એટલે તેમને હવે લાઇનમાં ઊભા રહેતા શિખવવું પડશે. એ બધી વાત સાચી વડીલ પણ એવું કરવાની આપણી લેન નહિ ને? |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment