મહેમાન થવામાં મઝા છેMorari Bapu પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવતો દરેક જીવ મહેમાન છે અને જગદીશ યજમાન છે, પરંતુ આપણે નાદાનિયતમાં યજમાનભાવ ધારણ કરી લઇએ છીએ... શ્રીમદ્ ભાગવત કુલ બાર સ્કંધ અને અઢાર હજાર શ્લોકમાં પથરાયેલી કૃષ્ણકથા છે, જેનાં દસમ્ સ્કંધમાં કુલ નેવું અઘ્યાય છે. એકથી ઓગણપચાસ અઘ્યાયનો પૂર્વાધ છે, પચાસથી નેવું સુધીનો ઉતરાર્ધ છે, પૂર્વાધનાં એકત્રીસમા અઘ્યાયમાં ગોપીગીતની કથા છે. ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા માટે જાય છે અને ત્યાં ગોપીઓમાં થોડીવાર માટે અભિમાન આવે છે કે કાનુડો માત્ર અમારી સાથે જ છે, ભક્તના મદને તોડે તે ભગવાન અને શિષ્યની ભ્રમણાને તોડે તે ગુરુ, ગોપીઓનાં અહંકારનો નાશ કરવા માટે ભગવાન અદ્રશ્ય થાય છે અને અંતર્ધાન થયેલા કૃષ્ણને દ્રશ્યમાન કરવા માટે ગોપીઓ જે ગીત ગાય છે તેનું નામ ગોપીગીત છે. ગોપીગીત કુલ ઓગણીસ શ્લોકનું ગીત છે, મને કોઇ એક ક્ષણે વિચાર આવ્યો કે મારે ગોપીગીત ગાવું છે, આ સુવિચારને ચરિતાર્થ કરવા માટે દરેક શ્લોકની એક એમ કુલ ઓગણીસ કથાઓ માનસ ગોપીગીત નામથી કરી પરંતુ હું જ્યારે ગોપીગીતની કથા કરતો ત્યારે ઘણાં લોકોને થતું કે ક્યાં રામકથા અને ક્યાં રાસકથા? રામ મર્યાદાપુરુષોત્તમ છે એ કુબૂલ પરંતુ જે લોકો કૃષ્ણને મર્યાદાપુરુષ માનતા નથી એ લોકો કૃષ્ણને સમજવામાં થાપ ખાઇ ગયા છે, ભગવાન કૃષ્ણનાં વિચાર, વિનોદ, વિશ્વાસ વિલાસ અને વૈરાગ્ય પાંચે પાંચ તત્વ વિવેકપૂર્ણ છે. ભગવાન કૃષ્ણ તટસ્થ નથી પરંતુ મઘ્યસ્થ છે, અમુક જગ્યાએ તટસ્થ સ્થિતિ સારી લાગતી હશે બાકી માણસે મઘ્યસ્થ રહેવું જોઇએ, કૃષ્ણ ક્યારેક મેદાનની મઘ્યમાં છે તો ક્યારેક મહેલની મઘ્યમાં છે, ક્યારેક ગાયોની મઘ્યમાં છે તો ક્યારેક રાસની મઘ્યમાં છે તો ક્યારેક ગીતાની મઘ્યમાં છે, માનવીનાં જીવનનો રથ પણ ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્રની મઘ્યમાં હોવો જોઇએ. ઘણાં ધર્મક્ષેત્રનાં માણસો કહે છે કે અમે કર્મમાં માનતા નથી અને એક ત્રીજા નંબરનો વર્ગ તો એવો છે જે ધર્મ કે કર્મ બેમાંથી કશામાં માનતો નથી, કિનારે બેસીને તમાશો જુએ છે અને પોતે તટસ્થ હોવાનું ગૌરવ અનુભવે છે. મારો અંગત વિચાર એવો છે કે ઇન્સાને તટસ્થ રહેવાને બદલે સંસાર અને સન્યાસની મઘ્યમાં રહેવું જોઇએ. એક હાથથી સંસારને પકડવો, બીજા હાથથી સન્યાસને પકડવો અને બેમાંથી એક પણ દિશામાં સરકી ન જવાય એ માટે સમ્યક ભાવ કેળવવો એ સાચી મઘ્યસ્થી છે, કૃષ્ણનું ગોત્ર આ પ્રકારની મઘ્યસ્થી છે. માણસે બે કામ કરવા જોઇએ, એક જ્યારે જીવનમાં દુ:ખ આવે ત્યારે એ દુ:ખને યજમાન થવા દેવું નહીં પરંતુ મહેમાન બનાવીને રાખવું અને દુ:ખ જ્યારે રજા માગે ત્યારે વિના વિલંબે વિદાય કરી દેવું જોઇએ અને બીજું જ્યારે કોઇ સાચા સંત મહેમાન બનીને આવે ત્યારે એમને યજમાન બનાવી દેવા જોઇએ. યજમાન બનાવવા એટલે સંતને રોકી રાખવા એવો અર્થ ન કરશો પરંતુ સંતને જરાપણ પરાયુ ન લાગે એવી રીતે વહેવાર કરવો. એક દિવસ એક સંતના ઘરે એક મહેમાન આવ્યો, અહીં યજમાન સન્યાસી છે અને મહેમાન સંસારી છે, સંસારીએ સંતની ઝૂંપડીમાં જોયુ તો કોઇપણ પ્રકારની સુવિધા નહોતી. વિરકતની કુટિયામાં વિદ્યા હોય પણ સુવિધા એટલે રાચરચીલું ન હોય તે સ્વાભાવિક છે, આ જોઇને મહેમાન બોલ્યો કે આપની પાસે ફર્નિચર નથી? યજમાને જવાબ આપવાને બદલે પ્રતિપ્રશ્ન કર્યો કે તમે ફર્નિચર સાથે ન લાવ્યા? આ સાંભળીને સંસારી બોલ્યો કે હું તો મહેમાન છું ત્યારે સંત બોલ્યા કે તું મહેમાન હોય તો હું પણ મહેમાન છું અને મહેમાન થઇને સાથે ફર્નિચર રખાય નહીં. સંતની વાતમાં રહેલો મહેમાનભાવ અને કૃષ્ણનાં જીવનમાં રહેલો મઘ્યસ્થીભાવ બન્ને સરખી ઊંચાઇ ઉપર બિરાજમાન છે. આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવતો દરેક જીવ મહેમાન છે, જીવ મહેમાન છે અને જગદીશ યજમાન છે, ઇશ્વર ખુદ યજમાન બનીને આપણને મહેમાન બનાવવા માગે છે પરંતુ આપણે નાદાનિયતમાં યજમાનભાવ ધારણ કરી લઇએ છીએ, આપણે કોઇના ઘરે જઇએ અને પારકા ઘરને પોતાનું માની લઇએ તો ઘરધણી કેટલો બધો નારાજ થાય? વડીલોપાર્જિત અધિકાર છે. બ્રહ્માંડ નામનું મકાન પરબ્રહ્મ પરમાત્માનું છે એનું જીવને જ્ઞાન થાય તે માટે સંતો અને ધર્મગ્રંથો મઘ્યસ્થી બને છે. આપણે આ પૃથ્વી ઉપર જયાં સુધી રહીએ ત્યાં સુધી આપણું મહેમાનપણું જળવાઇ રહે તે માટે શ્રીમદ્ ભગવત ગીતામાં કૃષ્ણ કહે છે કે જો કાયમ મહેમાન બની જીવવું હોય તો સમ્યક બુદ્ધિ હોવી જોઇએ, યજ્ઞ, તપ અને દાનથી માણસની બુદ્ધિ શુદ્ધ રહે છે અને બુદ્ધિ શુદ્ધ હશે તો માણસ અસંગ રહી શકશે. અસંગ રહેવું એટલે વૈરાગ્યભાવ કેળવવો. મારી દ્રષ્ટિએ વૈરાગ્યની વ્યાખ્યા એવી છે કે માણસ વ્યક્તિને પ્રેમ કરે અને વસ્તુનો સાચો ઉપયોગ કરે તે વૈરાગ છે પરંતુ અત્યારે ભૌતિકયુગમાં અવળીગંગા વહે છે, આજનો માણસ વસ્તુને ચાહે છે અને વ્યક્તિનો ઉપયોગ કરે છે. એક પિતા પોતાની નવી અને મોંઘી મોટરકારને સાફ કરતો હતો, એવામાં એનો પાંચ વરસનો પુત્ર આવ્યો અને પથ્થર વડે કારનાં બારણા ઉપર લીટાં કરવા લાગ્યો, પિતા અત્યંત ક્રોધી હતો એનું ઘ્યાન ગયુ, પોતાની કિંમતી અને નવી કાર ઉપર સ્ક્રેચ થવાથી ગુસ્સો આવ્યો અને પુત્રનો હાથ પકડીને ઘા કર્યો, પેલુ બાળક ફંગોળાયુ, દૂર પડેલા પથ્થર ઉપર એનું માથું અથડાયું અને એ બેહોશ બની ગયુ. પછી તો પિતાને પારાવાર પસ્તાવો થયો, એ બાળકને હોસ્પિટલમાં લઇ ગયો. ત્યાં દાકતરોએ કહ્યું કે આ બાળક જો ચોવીસ કલાકમાં ભાનમાં આવી જાય તો સારું નહીંતર એ ક્યારે ભાનમાં આવશે તે કહેવાય નહીં. પિતા પોતાનું બાળક સમયસર ભાનમાં આવે તે માટે પ્રાર્થના કરતો હતો ત્યાં અચાનક એની નજર કારનાં દરવાજા ઉપર પડી, જેના ઉપર બાળકે પથ્થરથી લખ્યુ હતુ. આઇ લવ યુ પપ્પા, પિતા પોતાની નજરમાં નીચો પડી ગયો, એની આંખમાંથી પ્રાયિશ્ચતનાં આંસુ પડ્યા, એ ખૂબ રડયો અને રડતો હતો ત્યાં જ કોઇ સમાચાર લાવ્યું કે બાળકે આંખ ખોલી છે, પિતા દોડતો ગયો. પિતા અને પુત્રની નજર મળી ત્યારે પુત્રનાં હોઠ ઉપર એજ શબ્દો હતા જે તેણે મોટર ઉપર લખ્યા હતા, આઇ લવ યુ, પપ્પા. કૃષ્ણ આનંદપુરુષ છે, કૃષ્ણનાં સત્ અને ચિત માટે કદાચ વિદ્વાનોમાં અલગ અલગ મત હોઇ શકે પરંતુ કૃષ્ણનાં આનંદ માટે વિશ્વનાં બધા તજજ્ઞો એકમત છે એવા દિવ્યાનંદની અનુભૂતિ માટે વિચાર, વિનોદ, વિશ્વાસ, વિલાસ અને વૈરાગ્યમાં વિવેકપૂર્ણ રીતે વર્તવું અત્યંત આવશ્યક છે. કૃષ્ણએ વિશ્વને પુષ્કળ વિચારો આપ્યા, કુરુક્ષેત્રનાં મેદાનમાં ઊભા રહીને, યુદ્ધનાં મઘ્યસ્થી બનીને વિશ્વને ગીતા જેવો ગ્રંથ આપ્યો. કૃષ્ણએ વિશ્વને પુષ્કળ વિચારો આપ્યા પરંતુ એકપણ વિચારમાં એક વિવેક ચૂક્યા નથી, એમનો વિનોદ પણ વિવેકપૂર્ણ હતો. દસમ સ્કંધના ઉતરાર્ધમાં સીતેરમા અઘ્યયાનો ઓગણીસમો શ્લોક એમ કહે છે કે કૃષ્ણ જ્યારે દ્વારકાનાં રાજા હતા, ત્યારે પોતે જ્યારે સુધર્મા સભામાં બેસતાં ત્યારે વિદૂષકો હાસ્યરસ દ્વારા, નટાચાર્યોનાટ્યકલા દ્વારા અને નર્તકો ઉત્સાહવર્ધક નૃત્યો વડે કૃષ્ણનું મનોરંજન કરતાં હતા, કૃષ્ણને વિનોદ પ્રિય હતો પરંતુ એમનો વિનોદ વિવેકપૂર્ણ હતો. એ મુજબ એમનાં વિશ્વાસ, વિલાસ અને વૈરાગ્યમાં પણ કેન્દ્રસ્થાને વિવેક છે. કૃષ્ણ જેલથી શરુ કરીને મહેલ સુધી બધુ છોડતાં રહ્યા છે. સાપ જે રીતે કાચળી ઉતારે તેમ પળવારમાં વ્યક્તિ કે વસ્તુને છોડ્યા પછી એના તરફ પાછું વળીને જોયું નથી એવા દિવ્ય વૈરાગનાં સ્વામી કૃષ્ણ છે. છેલ્લે પ્રાચીનાં પીપળા નીચે તે દેહનો ત્યાગ કરે છે, કૃષ્ણએ સ્વધામ જવા માટે આખા વિશ્વમાંથી સૌરાષ્ટ્રની ભૂમિ પસંદ કરી એ માટે ગીતા તથા ગીતાનાં ગાનાર ઉપર આપણો સવિશેષ અધિકાર છે, આપણે સૌ કૃષ્ણને સાચા અર્થમાં સમજીએ અને આજીવન મહેમાન બની રહીએ એવી પ્રભુપ્રાર્થના. (સંકલન : જગદીશ ત્રિવેદી) |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment