[F4AG] Jivan Darshan

 

સદગુણનો ભાર પણ ક્યારેક દુર્ગુણ બની જાય છે

Jivan Darshan
વ્યકિતત્વ ત્રણ ગુણોથી બનેલું છે- સત્ત્વ, રજસ અને તમસ. રાજસી અને તામસી ગુણ તો નુકસાનકારક છે જ પરંતુ સદગુણ પણ જો રોગ બની જાય તો નુકસાનકારક છે. આપણી સાત્ત્વિક વૃત્તિ આપણો સ્વભાવ હોવો જોઈએ, વ્યવહાર નહીં. વ્યવહારમાં રહેલી સાત્ત્વિક વૃત્તિ ધીમે ધીમે બીમારી બની જાય છે. આથી સારા લોકો પણ ખરાબ દેખાવા લાગતા હોય છે. ખાસ કરીને પારિવારિક પરિસ્થિતિઓમાં આવું જોવા મળે છે. સારા લોકોના પરિવારના સભ્યો માટે પણ આવા સદગુણ વધુપડતા લાગે છે,


જ્યારે તે બીમારી બની જાય છે. કદાચ આ કારણે જ આ પ્રકારની બીમારી ધરાવતા લોકોના બાળકો હંમેશાં સારા રહી શકતા નથી. પરિવારના સભ્યો દબાણમાં આવી જાય છે. સત્ત્વ પણ એક ભાર લાગવા લાગે છે. જેમના મનમાં સદગુણ હોય છે, તેમનામાં એ ભાવના ઘર કરી જાય છે કે તેઓ બીજા કરતાં શ્રેષ્ઠ છે. તેઓ પોતાના જ શુભનો સંગ્રહ કરવા લાગે છે અને તેનાથી લોભ જાગે છે.


પોતાનાં જ શ્રેષ્ઠ કાર્યોગણવાની ટેવ પડી જાય છે એ પછી એક વખત જો આવી ગણતરીની ટેવ પડી જાય તો આપણે જે સારું કર્યું ન હોય તેને પણ આપણે ગણવા લાગતા હોઈએ છીએ. તેની સાથે જ શુભમાં અસત્યનો પ્રવેશ થાય છે. જ્યારે માણસ નાણાં કમાવા લાગે છે તો લોકરમાં રાખે છે, બેન્ક બેલેન્સ બને છે. આ જ રીતે સદગુણોનો યાદશક્તિમાં સ્ટોક કરવાની ટેવ પડી જાય છે. યાદશક્તિમાં જો વધુપડતું એકઠું કરીએ તો તેનો ભાર માણસના વ્યક્તિત્વ પર પડે છે અને અહીંથી જ એક સારો માણસ પણ ખરાબ લાગવા લાગે છે. આથી સદગુણ જીવનમાં પ્રવેશે તો તે સારું છે, પરંતુ એ વાતનું પણ ઘ્યાન રાખવું જોઈએ કે અહંકારથી બચીએ અને આપણું સારું વ્યક્તિત્વ બીજાના માથે બોજારૂપ ના બને.
 
******************************************************************************************************

ધિક્કારથી પ્રેમનો નાશ થતો નથી

Jivan Darshan
મહાવીરસ્વામી તપસ્યામાં લીન હતા. એક દુષ્ટે કેટલીય વખત મહાવીરસ્વામીનું અપમાન કર્યું, પરંતુ તે હંમેશાં શાંત રહેતા. તેમણે તો દુનિયાને પ્રેમનો પાઠ ભણાવ્યો હતો. તેઓ કહેતા કે સદા પ્રેમ કરો, પ્રેમમાં જ પરમતત્વ છુપાયેલું છે. જે તમારું બૂરું ઇચ્છે તેને પણ પ્રેમ કરો. તેમના આ ઉપદેશો સાંભળીને તે દુષ્ટ એ જોવા માગતો હતો કે કષ્ટ આપનારાઓને કોણ અને કેવી રીતે પ્રેમ કરી શકે છે? તે તેમને હેરાન કરતો રહેતો. એક દિવસ મહાવીરસ્વામી એક ઝાડ નીચે તપસ્યામાં લીન હતા. તે દુષ્ટ તેમની પાસે આવ્યો અને તેમને હેરાન કરવાનું ચાલુ કરી દીધું.

જ્યારે મના પર કોઈ અસર ના થઈ તો તેણે એક લાકડીનો ટુકડો તેમના કાનમાં નાખી દીધો. તેમના કાનમાંથી લોહી વહેવા લાગ્યું. પછી તેણે બીજા કાનમાં પણ આવું જ કર્યું. તે કાનમાંથી પણ લોહી વહેવા લાગ્યું. આમ છતાં પણ મહાવીર શાંત રહ્યા. દુષ્ટે જોયું કે મહાવીરની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને તેઓ પીડાથી સમસમી ગયા છે. આ જોઈને તેને દયા આવી અને બોલ્યો, મેં તમને બહુ દુ:ખ આપ્યું છે. તમને પીડા થઈ રહી છે ને?

મહાવીર બોલ્યા, પીડા મારા શરીરને નહીં, પરંતુ મનને થઈ રહી છે. દુષ્ટ બોલ્યો, પરંતુ ઘાયલ તો તમારું શરીર થયું છે. મહાવીર બોલ્યા, શરીરના વિષયમાં તો મને ખબર નથી. તને જે સારું લાગે તે કર. તેં જે કામ કર્યું છે તેના પરિણામે તારે જે કષ્ટ ભોગવવું પડશે તે વિચારીને જ હું દુ:ખી થઈ રહ્યો છું. આ સાંભળીને દુષ્ટ તેમના પગમાં પડી ગયો. કથાનો સાર એ છે કે ધૃણા કે અત્યાચાર કયારેય પણ પ્રેમને સમાપ્ત કરી શકતા નથી. જે પ્રેમને ધૃણા કે દુ:ખ દબાવી દે તે સાચો પ્રેમ ના કહેવાય.
******************************************************************************************************
 

જીવનની સાવ નજીવી બાબતો

Jivan Darshan
થોડાંક વર્ષ પહેલાં કેટલીક સિસ્ટર્સ સાથે અમે ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં એકલી અને મોટી ઉમરની એક વ્યક્તિ રહેતી હતી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોઈએ આટલી મુશ્કેલી અને દુ:ખમાં રહેતી વ્યક્તિને ક્યારેય નહીં જોઈ હોય. તે એક ગરીબ વૃદ્ધ હતો, જેનું આ દુનિયામાં કોઈ નહોતું.


મેં તેને કહ્યું કે, તે પોતાનું ઘર સાફ કરવા અને કપડાં ધોવા માટે મને આપે. તેનો જવાબ હતો કે 'તે જેવો છે તેવો જ બરાબર છે.' મેં કહ્યું કે, જો તમે પોતાનું ઘર સાફ કરવા દેશો તો પણ તમે સારા જ રહેશો. અંતે તે માની ગયો અને ત્યાર બાદ મેં એમનું ઘર અને કપડાં સાફ કર્યા. તેમના ઘરમાં એક સુંદર લેમ્પ હતો પણ ભગવાનને જ ખબર હશે તેનો છેલ્લે ક્યારે ઉપયોગ થયો હશે. મેં પૂછ્યું કે, તમે લેમ્પ કેમ પ્રગટાવતા નથી? તેણે જવાબ આપ્યો કે, મારા ઘરે કોઈ આવતું નથી અને મને અજવાળાની જરૂર નથી.


મેં પૂછ્યું કે, 'જો અમે અહીં રોજ આવીએ તો તમે આ લેમ્પ ચાલુ કરશો?' તો તેણે કહ્યું કે, 'જરૂર.' તે દિવસથી સિસ્ટરે તેના ઘરે રોજ જઈ લેમ્પની સફાઈ કરી. રોજ સાંજે તેને પ્રગટાવવા લાગ્યો. બે વર્ષ બાદ હું તે વ્યક્તિને સાવ ભૂલી ગયેલી પણ તેણે એક સંદેશો મોકલ્યો, 'મારી મિત્રને કહેજો કે તેણે મારા જીવનમાં જે એક જ્યોત પ્રગટાવી હતી, તે આજે પણ ઝળહળી રહી છે. મને થયું કે, આ એક સામાન્ય વાત છે, પરંતુ આપણે ઘણી વાર નાની અને સામાન્ય વાતોને વિસરી જઈએ છીએ.



થોડા સમય પછી એનો પત્ર મારી પાસે આવ્યો. પત્રમાં તેણે લખેલું કે, 'મારી મિત્રને કહેજો કે તેણે મારા જીવનમાં જે એક જ્યોત પ્રગટાવી હતી, તે આજે પણ પ્રગટી રહી છે.'


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...