[F4AG] સારું ક્રાઉડ કોને કહેવાય?

 

સારું ક્રાઉડ કોને કહેવાય?

Varsha Pathak
વર્તમાનમાં 'સારાં ક્રાઉડ'માં લોઅર-મિડલ અને મિડલ ક્લાસના લોકોનો સમાવેશ નથી થતો. હવે તો લોકો વચ્ચેની ભેદરેખા પૈસાના આધારે નક્કી થાય છે.
crowd
મિત્ર વચ્ચેનો સંવાદ સાંભળો
અ: તબ્બુની નવી ફિલ્મ આવી છે. જોવી પડશે.
બ: 'યા શ્યોર મંગળવારે જઇએ.'
અ: 'કેમ મંગળવારે?'
બ: મારી બાજુના મલ્ટિપ્લેક્સમાં દર મંગળવારે સ્પેશિયલ રેટ્સ હોય છે. બસોની ટિકિટના પોણોસો રૂપિયા. ટિકિટ પર સો રૂપિયા બચી જાય.


અ: પણ એ દિવસે પબ્લિક કેવી હોય એ જોયું છે? આજુબાજુની બધી ચાલ અને ઝૂંપડપટ્ટીવાળા મંગળવારની જ રાહ જોતા હોય છે.
બ: તો શું થઇ ગયું?
અ: 'ચલ હટ, આવા ક્રાઉડમાં આપણને નહીં જામે.'


'બ' ચૂપ રહી એણે આ ફિલ્મ મંગળવારે પંચોતેર રૂપિયાની ટિકિટમાં જોવાનું નક્કી કર્યું છે અને જશે. દુ:ખ એ વાતનું છે કે છેલ્લા એક મહિનાની અંદર એ જુદાજુદા બે પ્રસંગે 'ક્રાઉડ' વિશે મિત્રોની કમેન્ટ સાંભળી ચૂકી છે. હવે બીજા મિત્ર સાથે થયેલો સંવાદ સાંભળો.


બ: 'આ મલ્ટિપ્લેક્સવાળા ફાવે તેમ ટિકિટના ભાવ વધારતા જાય છે. દોઢસો, બસો, ત્રણસો..'
ક: 'અરે, આ રવિવારે અમે ત્રણસો એંસી રૂપિયાની ટિકિટમાં મુવી જોયું. પણ આ ટિકિટના ભાવ વઘ્યા છે ત્યારથી એક ફાયદો થયો છે. થિયેટરમાં ડીસન્ટ ક્રાઉડ આવે છે.'
બ: 'યુ મીન, બસો ચારસો રૂપિયાની ટિકિટ ન લઇ શકે એ બધા ઇનડીસન્ટ કહેવાય? અને એ લોકોએ હવે ફિલ્મો જોવાનું બંધ કરવાનું?'
ક: 'કોણ એમને ના પાડે છે? એ લોકો માટે સસ્તા, સિંગલ સ્ક્રીન થિયેટર્સ હોય છે. ડીવીડી લઇને ઘેર બેઠા પણ જોઇ શકે.'


આ પ્રસંગે બ પેલા ક ભાઇ સાથે રીતસર ઝઘડા પર ઉતરી આવેલી. આખરે ડીસન્ટ ક્રાઉડની વ્યાખ્યા શું? પેલા ભાઇની નજરે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે ખુશ થઇને જોરજોરથી તાળીઓ પાડવી. સીટી મારવી એ બધુ વલ્ગર ગણાય. પણ 'બ'ની નજરે ત્રણસો રૂપિયાની ટિકિટ, પંચ્યાસી રૂપિયાની પોપકોર્ન, પચાસ રૂપિયાની કોફી અને ત્રીસ રૂપિયાની મિનરલ વોટરની નાની બોટલનું કોમ્બિનેશન વેરી, વેરી વલ્ગર છે અને ચાલુ ફિલ્મે સેલફોન પર વાત કરનારાં, વાતે વાતે 'ઓ શીટ' બોલનારાં.


પાર્કિંગ લોટમાંથી ગાડી કાઢતી વખતે કારણ વિના જોરજોરથી હોર્ન મારનારાં લોકો ઇનડીસન્ટ છે. કમનસીબે આપણે જે સમાજમાં રહીએ છીએ, ત્યાં 'અ' અને 'ક' જેવા લોકોની બહુમતી છે. જે અમીરીને સભ્યતાનો પર્યાય માને છે. એ લોકો જેને 'સારું ક્રાઉડ' ગણે છે. એમાં ગરીબ તો ઠીક લોઅર-મિડલ અને મિડલ ક્લાસના લોકોનો પણ સમાવેશ નથી થતો.


'એ લોકો' અને 'આપણે લોકો' વચ્ચેની ભેદરેખા, પૈસાના આધારે જ નક્કી થાય છે. મારા એક મિત્ર આ અ,ક જેવા લોકોને 'બિસ્લેરી ક્રાઉડ' કહે છે. છેલ્લા આઠ દસ વર્ષથી આપણે ત્યાં આ ફેશન કહો કે દૂષણનો પગપેસારો થઇ ગયો છે. કોઇપણ રેસ્ટોરાંમાં જાવ એટલે વેઇટર આવીને પૂછે. 'બિસ્લેરી ઓર પ્લેઇન વોટર?'


આવા સમયે પ્લેઇન, સાદું પાણી મંગાવનારાને જાણે પોતે ગરીબ ગણાઇ જવાની બીક લાગે છે. એટલે ફટ દઇને વટ કે સાથ બિસ્લેરીનો ઓર્ડર આપી દે. હવે જે રેસ્ટોરાંમાં શાકની એક ડીશ માટે તમે દોઢસોથી ચારસો રૂપિયા ચૂકવતા હો, તેના રસોડામાં વોટર પ્યોરીફાયર હોય જ છે.


પણ આપણા મગજ એ રીતે કન્ડિશન્ડ થઇ ગયા છે કે જે પાણી માટે પૈસા ચૂકવવા પડે એ જ સારું. અફકોર્સ, અહીં પણ પાણીની કવોલિટી કરતાં સામેવાળા પર કેવી ઇમ્પ્રેશન પડશે એની ચિંતા વધુ હોય છે.


જો કે નેહલે પે દેહલા હોય છે. હમણાં એક પોશ રેસ્ટોરાંમાં આવા બિસ્લેરી ક્રાઉડ સાથે બેઠી હતી, ત્યાં ક્યાંકથી એક બહુ જૂના દોસ્તની એન્ટ્રી થઇ. એણે વેઇટરને ઈમ્પોર્ટેડ સ્પાર્કલિંગ વોટરનો ઓર્ડર આપ્યો. આપણા દેશી મિનરલ વોટરથી એની ચાર ગણી કિંમત હતી. પેલા લોકોની ખબર નથી. પણ મને ભારે રમૂજ થયેલી.


ક્યારેક જો કે જુદા પ્રકારના લોકો પણ મળી જાય. થોડા દિવસ પહેલા વિદેશથી એક મિત્રનો ફોન આવ્યો કહે કે, 'આજે સવારથી તને યાદ કરતો હતો.' મેં સહજ કહ્યું કે, સવારથી યાદ કરી પણ ફોન છેક સાંજે કર્યો? તો જવાબ મળ્યો, 'અમારે ત્યાંથી સાંજે ફોન કરીએ તો ઓછો ચાર્જ લાગે છે.'


સાંભળીને પહેલા તો હસવું આવ્યું. પાંત્રીસેક વર્ષના આ યુવાનની કમાણી લાખો નહીં, કરોડોમાં છે. દરિયા કિનારે બંગલામાં રહે છે. પોશ કાર ચલાવે છે. પણ ફોનના બિલમાં બચત કરવાની ટ્રાય કરે છે. પરંતુ એણે વિના સંકોચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પૈસા કમાઇને વાપરવા માટે જ છે. પણ બચત થઇ શકતી હોય, ત્યાં શું કામ ન કરવી? ઉલટું સાંજે તો ઓછા ખર્ચે વધુ વાત થઇ શકે અને પછી, ઇન્ટરનેશનલ કોલ પર એ માણસે પૂરા દોઢ કલાક વાત કરી.


'એ મિત્રે ધાર્યું હોત તો કહી શકયો હોત કે, 'સાંજે કામમાંથી ફ્રી થયા બાદ જ ફોન કરવાનો ટાઇમ મળ્યો.' પણ એણે તો ચોખ્ખેચોખ્ખી બચત વિશે કહી દીધું. કદાચ બહુ શ્રીમંત લોકોને કરકસરની વાત કરવામાં શરમ નહીં નડતી હોય. સ્કૂલમાં હતી, ત્યારે મારા કલાસમાં એક ગર્ભશ્રીમંત પરિવારનો છોકરો ભણતો હતો. એના પપ્પા અમને કાયમ, કયા રૂટ પરથી સહુથી સસ્તા ભાવે બસની મુસાફરી થઇ શકે, એનું જ્ઞાન આપ્યા કરતા.


એ કંજૂસ નહીં પણ કરકસરિયા હતા. એ સમજતા અમને વર્ષો લાગ્યા. આ અંકલને ઘણા સમયથી મળી નથી. પણ મને ખાતરી છે કે પોણા બસોને બદલે પોણોસો રૂપિયાની ટિકિટમાં ફિલ્મ જોવાના નિર્ણયને એ તાળીઓ પાડીને વધાવી લેશે. એ સારા નહીં સેન્સિબલ ક્રાઉડ વિશે લેક્ચર આપશે.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...