આળસ રોકીશું તો આપોઆપ સમૃદ્ધિ મળશેJivan Darshan યુનાનમાં પેરિક્લીઝ નામનો એક રાજા રહેતો હતો. સુકરાત અને પ્લેટો જેવા ફિલોસોફર, સોફોકલીઝ અને યુરિપડીઝ જેવા નાટકકાર, હિરોડોટ્સ જેવા ઇતિહાસકાર પેરિકલીઝના શાસનકાળમાં થયા હતા. આ રાજાએ યુનાનને જ નહીં પરંતુ આજુબાજુના કેટલાય દેશોને શક્તિશાળી બનાવ્યા હતા. તે બાળપણથી જ પુરુષાર્થી હતો. તે જ્યારે સિંહાસન પર બેઠો ત્યારે પોતાના ગુરુ અનાકઝ ગોરસ પાસે આશીર્વાદ લેવા ગયો. ગુરુએ પૂછ્યું, તું મારા આશીર્વાદ શા માટે લેવા માગે છે? પેરિકલીઝે જણાવ્યું કે ગુરુદેવ, હું યુનાનને એક મહાન દેશ બનાવવા માગું છું. એવો દેશ જેને જોઈને દુનિયા મોંઢામાં આંગળા નાખી દે. ગુરુ બોલ્યા, આમ થવું અશક્ય તો નથી પરંતુ થોડું કપરું જરૂર છે. પેરિકલીઝ બોલ્યો, તેના માટે હું પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર છું. ગુરુ બોલ્યા, ફકત પુરુષાર્થની જરૂર છે. પેરિકલીઝે જવાબ આપ્યો કે શું તમે તમારા શિષ્યને આળસુ સમજો છો? તો ગુરુ બોલ્યા કે દેશને મહાન બનાવવા માટે સરહદની સુરક્ષા મહત્વની હોય છે.તેને માટે શક્તિ, દ્રઢનિશ્ચય અને નાગરિકભાવના હોવી આવશ્યક છે તથા પ્રજાનું તંદુરસ્ત હોવું પણ તેટલું જ જરૂરી છે. પ્રજા પોતાના પરસેવાનું પાણી ત્યારે જ કરી શકે છે જ્યારે તે આળસુ ના હોય. આથી સૌથી પહેલા પોતાની પ્રજાની આળસ દૂર કરો. પેરિક્લીઝે ગુરુના આદેશનું પાલન કર્યું અને પછી તેનો દેશ પ્રગતિના પથ પર આગળ વધતો રહ્યો. પુરુષાર્થ આળસનો દુશ્મન છે. પુરુષાર્થ કરતા રહેવાના અભિપ્રાયનો અર્થ એ છે કે આળસને રોકવી, માનસિક અને શારીરિક બુરાઈઓને રોકવી અને જ્યારે તેમને રોકવામાં સફળતા મળે તો શાંતિ અને સમૃદ્ધિ આપમેળે જ આપણી પાસે દોડી આવે છે. ************ નાણાંને શ્રમ અને સમયની સાથે જોડી રાખોPt. Vijayshankar Mehta વર્તમાન સમય નાણાં કમાવાની હરીફાઈ અને દોડનો છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર કે ગુરુએ તેના માટે ના નથી પાડી. હિન્દુઓના અવતારોએ તો સંપત્તિના સદુપયોગને પોતાના આચરણથી ઘણો સારી રીતે બતાવ્યો છે. બુદ્ધ અને મહાવીરે તો પોતાની અતિસંપત્તિ જોઈને સર્વસ્વ ત્યજી દીધું હતું. ઈસુ ખ્રિસ્તે પણ દરેક પ્રકારની ગરીબાઈનો વિરોધ કર્યો હતો. પયગંબર મોહમ્મદ સાહેબે પણ વેપારના બધા જ કાયદાઓ અંગે સ્પષ્ટ વિચારો વ્યકત કર્યા છે. કુલ મળીને જોઈએ તો નાણાંને લઈને બધાએ એક વાત નક્કી કહી છે કે તેની ત્રણ ગતિ છે- દાન, ભોગ અને નાશ. પહેલા ભોગને સમજીએ. એક સામાન્ય માન્યતા છે કે જેણે વધુ મહેનત કરવી પડે છે તે કયાં તો મજૂર, નબળા વર્ગનો છે કે કમનસીબ છે. આથી જ કેટલાક લોકો નાણાંનો ઉપયોગ ઓછો શારીરિક શ્રમ કરવો પડે તે હેતુથી પણ કરતા હોય છે. અહીંથી જ આળસ અને નાણાંના વેડફાવાની શરૂઆત થાય છે, તથા નાણાં અને તંદુરસ્તી બંનેનો નાશ થાય છે. ભોગ નાણાંના નાશની શરૂઆત છે. બીમારી પાછળ થતો ખર્ચ, ચોરી, નુકસાનમાં ગયેલાં નાણાં નાશની શ્રેણીમાં આવે છે. અઘ્યાત્મ કહે છે કે નાણાં તમને બહાર ટકવા માટે લાલચ આપે છે અને આપણે પોતાની અંદર ઉતર્યા વગર જ સંપૂર્ણ જીવનનો નાશ કરી દઈએ છીએ. ઉમરના કોઈ પડાવે જ્યારે વ્યક્તિ પાસે જરૂરી નાણાં એકઠાં થઈ જાય છે ત્યારે તે પોતાના સમયના ઉપયોગને લઈને પણ માર્ગ ભૂલી જાય છે. જરૂરી સંપત્તિ હોય, પરંતુ સમયનો સદુપયોગ કરવામાં ન આવે તો બીમાર થઈ જશો કે પરેશાનીમાં ડૂબી જશો. આથી નાણાંને એક એવા શ્રમ અને એટલા સમય સાથે જોડી રાખો કે જે બહારના જીવનમાં સમાજ, દેશ માટે ઉપયોગમાં આવે અને પોતાના જીવનમાં સ્વાઘ્યાયને ઘટાડી ન દે. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment