ભારતના ભવિષ્યનો નવો નક્શોRaj Kishor પડોશી છોકરા આદિત્યે જયારે ભારતના ભવિષ્યનો નકશો મારા ટેબલ ઉપર રાખ્યો ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ. આદિત્ય એક નિબંધસ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. સ્પર્ધાનો વિષય છે : ભારતમાં શાંતિ. બીજા વિદ્યાર્થીઓની જેમ આદિત્યે પણ ઇન્ટરનેટ, અંકલો અને આંટીઓની મદદ લીધી નથી. લેખ લખવા માટે તો એ સહેલો રસ્તો હતો પરંતુ આદિત્યએ કપરો રસ્તો પસંદ કર્યો. ઘણા દિવસો સુધી તેણે આ વિષય માટે તેણે જાતે જ વિચાર્યું. પરિણામ મારી સામે હતું. આદિત્યએ ભારતનો એક નવો જ નકશો દોર્યો હતો. આ નક્શામાં એક દેશને બદલે પાંચ દેશ હતા. પાંચેયની વચ્ચે મોટી-મોટી લાઇન ઓફ કન્ટ્રોલ હતી. પોલીસ રાઇફલ લઇને પહેરો ભરી રહી હતી. આદિત્યના કહેવા મુજબ એક ભારતને તોડીને પાંચ ભારત બનાવવામાં આવે તો શાંતિ આપોઆપ સ્થપાઈ જશે. સમાજની સમરસતા સર્જાશે અને કોઈ પણ સમુદાય બીજા સમુદાયની સાથે લડશે નહીં. ભારતના નવા વિભાજનની વાત આદિત્યના મોંએથી જ સાંભળો : અંકલ આ જુઓ, આ રહ્યું હિન્દુ ભારત. તેને મેં કેસરિયો રંગ આપ્યો છે. અહીંયાં દેશભરના હિન્દુઓ રહે છે. પોતાના વિસ્તારમાં તેઓ મસ્જિદ કે ચર્ચ તોડે તો એ એમના અધિકારની વાત હશે. તેમની સામે કોઈ પણ કોર્ટમાં કેસ કરી શકાશે નહીં. અહીંયાં સવર્ણો અને પછાતો વચ્ચે લડાઈ ભલે થતી રહે પણ લઘુમતીઓ પર અત્યાચાર થઈ શકશે નહીં. આ ભારતમાં લઘુમતીઓ હશે જ નહીં. લઘુમતીઓ માટે મે ત્રણ અલગ ભારત બનાવ્યા છે. એક મોટો વિસ્તાર મુસલમાનોને આપ્યો છે. એ વિસ્તારમાં માત્ર મુસલમાનો જ રહી શકશે. તેને લીધે હિન્દુ-મુસ્લિમ સમસ્યા ઉકેલાઈ જશે. એક વિસ્તાર શીખોને અપાયો છે. ભારતના ભાગલા વખતે આ બહાદુર કોમની ઇચ્છાઓ પૂરી થઈ શકી નહોતી, હવે થઈ જશે. એક નાનકડો વિસ્તાર ખ્રિસ્તીઓ માટે બનાવ્યો છે. વિશ્વમાં કોણ જાણતું નથી કે ભારત એક મૂળભૂત ધાર્મિક દેશ એટલે ધર્મના આધારે બરાબર વિભાજન કરવામાં આવે તો અશાંતિનું મૂળ જ કપાઈ જશે. અંકલ, આ જુઓ, આ વિસ્તાર દલિતો માટે છે. આ દેશમાં માત્ર દલિતો જ રહેશે. એ પછી સવર્ણોએ અમને હેરાન કરે છે એવી ફરિયાદ તેઓ કરી શકશે નહીં. એમણે જણાવ્યું કે આ મારો પ્લાન કેવો છે ? મેં કહ્યું, પણ બેટા, યુપી અને બિહારના જે છોકરાઓને મહારાષ્ટ્રમાં ફટકારવામાં આવ્યા એ પણ હિન્દુ છે અને જેમણે ફટકાર્યા એ પણ હિન્દુ જ છે. તો પછી તમારા ભારતમાં કે પછી કહો કે ભારતોમાં શાંતિ કેવી રીતે રહી શકે ? લખનઉનાં શિયા-સુન્નીના હુલ્લડો ઘણાં જાણીતા છે. આદિત્યે જવાબ આપ્યો, આનો ઉકેલ પણ મેં વિચારી લીધો છે. હું ભલામણ કરું છું કે મુસ્લિમ ભારતમાં શિયા-સુન્નીઓ જો ઇચ્છે તો પોતાના દેશના વધુ એક ભાગલા કરી શકે છે. શિયાઓનો દેશ જુદો અને સુન્નીઓનો દેશ જુદો. દલિતોની જુદી જુદી જાતિઓ અંદરઅંદર શાંતિથી ના રહે તો તેમાંની પ્રત્યેકને અલગ અલગ દેશ આપવામાં આવશે. હિન્દુ ભારત પણ ઇચ્છે તો જાતિઓના આધારે એ પોતાનું પુનર્વિભાજન કરી શકે છે. જે રીતે ગામોમાં બ્રાહ્મણો, વાણિયા, ઠાકુરો વગેરેના અલગ અલગ જૂથ હોય છે. મારું ગળું સુકાઈ રહ્યું હતું. મેં કહ્યું, કદાચ તું સાચું કહે છે. પ્રેમ જાળવવાને માટે કેટલુંક અંતર હોવું જરૂરી છે. નિકટતાથી તો ઝઘડો વધે છે. આદિત્યએ કહ્યું કે હવે અદાલતે પણ સ્વીકાર કર્યો છે કે જેઓ સાથે સાથે ન રહી શકે તેમણે અલગ થઈ જવું જોઈએ. કપૂર આન્ટીને તો આ જ આધારે ડિવોર્સ મળેલા છે ને ? અદાલતે અંકલને એવું કયાં કહ્યું કે તમે ઝઘડો બંધ કરો, તેણે તો બંનેને જુદા જુદા રહેવાની મંજૂરી આપી દીધી. જે બાબત વ્યક્તિઓ માટે લાગુ પડે છે એ સમુદાય માટે પણ લાગુ પડે છે. ભારતમાં ત્યારે જ શાંતિ સર્જાશે, જયારે દરેક સંપ્રદાયને પોતપોતાનો અલાયદો દેશ મળી જશે. મેં આતુરતા વ્યકત કરી, તો પછી જમ્મુ-કાશ્મીર માટે શું વિચાર્યું છે ? આદિત્યએ કહ્યું મારી યોજનાનો ત્યાં પણ અમલ કરવામાં આવે તો એ સમસ્યા આપોઆપ હલ થઈ જશે. જમ્મુના લોકો હિન્દુ ભારતમાં આવી જાય અને કાશ્મીરના મુસ્લિમો મુસલમાન ભારતમાં, તો આખો ઝઘડો જ બંધ થઈ જશે. હું જાણવા માગતો હતો કે કાશ્મીરી મુસ્લિમો ભારતના બીજા મુસલમાનોની સાથે રહેવા તૈયાર થશે ? અંકલ, આ તેમનો પ્રશ્ન છે અને આ ભાગલા એમ કંઈ થોડા થઈ જવાના છે. દેશમાં મોટા પાયે લોકમત લેવાશે. મોટા-મોટા બુદ્ધિજીવીવાળું ભારત વિભાજન પંચ રચવામાં આવશે. અરુંધતિ રોય જેવી વ્યક્તિ તેની મહામંત્રી હશે. પંચના અહેવાલ માટે સંસદમાં ચર્ચા થશે એ પછી આ ઐતિહાસિક કાર્ય પૂરું થશે. મેં પૂછયું, જે લોકો કોઈ ધર્મમાં જ ન માનતા હોય એમનું શું ? આદિત્યએ હસતાં હસતાં કહ્યું, આવા લોકોની સંખ્યા ૨૦ લાખથી વધુ થશે તો એમને પણ એક નાનકડો દેશ મળી જશે. બેટા, તારી યોજનામાં મહિલાઓનું શું ? એ કયાં રહેશે. માથું ખંજવાળતાં એણે કહ્યું, આન્ટી મહિલાઓને પણ જુદો દેશ જોઈએ છે ? તો તો બધું રસાતાળ થઈ જશે. એમનો પરિવાર જયાં જશે ત્યાં મહિલાઓ જશે. આદિત્ય તેં તારા માટે કયો દેશ પસંદ કરી રાખ્યો છે ? હસતાં હસતાં તેણે કહ્યું, અંકલ, મારે તો ભારત રહેવું જ નથી. હું સ્ટેટ્સ જતો રહીશ. ત્યાં મારા એક સગા કાકા છે, બે મામા છે, ત્રણ કઝીન છે. હવે તો ડેડી પણ ત્યાં જ સેટલ થવા માંગે છે. તેમણે કહી રાખ્યું છે કે પહેલાં તું જા, પાછળ-પાછળ અમે આવી પહોંચીશું. - રાજકિશોર |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment