[F4AG] સુખી થવા માટે કામચલાઉ દુઃખ જરૃરી!

 

 
સુખી થવા માટે કામચલાઉ દુઃખ જરૃરી!
- વિરલ વસાવડા
કંઈક મેળવવા માટે કંઈક ખોવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમમાં તો ખાસ. એમાં તો જાતને ઓગાળી નાખવાની હોય. હા, એક ક્ષણ દર્દ જરૃર થાય પણ ત્યાર પછીનો આનંદ અલૌકિક હશે. અને એ કદાચ શાશ્વત હશે. સંશોધકો હવે આવા જ કંઈક ફિલોસોફર બની ગયા છે. એમના સંશોધનોમાં બોધપાઠ આવવા માંડયો છે. એમનું લેટેસ્ટ સૂત્ર છે : નો પેઈન, નો ગેઈન....! કેમ એમને આ જૂનું-ચવાઈ ગયેલું સૂત્ર ફરી ચાવવાની જરૃર પડી? હવે રહી-રહીને આ બ્રહ્મજ્ઞા|ન એમને લાધ્યું? જવાબ કંઈક જુદો જ છે.
 
સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિર્વિસટીના સા્ઇકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર રાયન હોવેલ માનવ વર્તણૂક અને દિમાગી આટાપાટાની ગેમ સમજવામાં વ્યસ્ત હતા. માણસ જ્યારે પીડામાં મુકાય છે તે ક્ષણ પૂરતું તે દુઃખ અનુભવે છે પણ ત્યાર પછીની સ્થિતિ તેના માટે આનંદદાયક હોઈ શકે કે કેમ? તેનો જવાબ એમને સૂઝતો નહોતો. એમણે સાધારણ બાબતોને ધ્યાનમાં લેવાને બદલે એવા લોકોને પસંદ કર્યાં જેમને કંઈક મેળવવું હતું. અપેક્ષાઓના ભાર તળે તાણ અનુભવતી વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા એણે જિમ્નેશિયમમાં આંટો મારી જોયો અને બાવડેબાજ બનવા માગતા પઠ્ઠાઓનું અવલોકન શરૃ કર્યું. ત્યાંથી તેણે સીધી મોટર ડ્રાઈવિંગ સ્કૂલની વાટ પકડી. શાળામાં અભ્યાસ કરતા અને ગણિતના દાખલા ઉકેલવામાં ઊંધા માથે થયેલાં બાળકોને પણ જોયાં. આટઆટલાં લોકોને મળ્યાં પછીનું જે તારણ નીકળ્યું એ જો કે કોમન હતું!
 
વાત જાણે એમ હતી કે સક્ષમતા વધારવાની કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય એવા લોકોને એટલા કલાકો પૂરતું એ કામ કંટાળાજનક લાગતું હતું. એ વખતે મગજમાં એક ખાસ પ્રકારનું ટોક્સિક રસાયણ પેદા થતું હતું જે ઊર્જામાં ઘટાડો કરીને મગજને સ્ટ્રેસનો અનુભવ કરાવતું હતું. અરે, ઘણી વખત તો કામ શરૃ કરતાં પહેલાં જ દિમાગી ચરખો ચાલુ થઈ જતો અને પેલું રસાયણ તેનું પોત પ્રકાશતું. સક્ષમતા વધારતી પ્રત્યેક પ્રવૃત્તિ તેના આનંદમાં કામચલાઉ ઘટાડો કરતી હતી. પણ સાથોસાથ એ પણ હકીકત હતી કે આખા દિવસને અંતે વ્યક્તિ પાછળ નજર કરીને તેની દિનચર્યા યાદ કરે તો તેને સૌથી વધુ આનંદ પણ એ જ કામોમાંથી મળતો હતો જેનો તેને ભારોભાર કંટાળો લાગ્યો હતો! આવું કેમ થતું હતું?
 
ફરી એ જ લમણાઝીંક. રસાયણમાં બદલાવ, શરીરને ચેતનાથી ભરી દેતું અમૃત જાણે કે છલકાવા લાગતું હતું. એટલે આવી નાની-નાની ક્ષણોનો સરવાળો છેવટે જીવન આખાને સાફલ્યનો અહેસાસ કરાવતો હતો. સુખની અનુભૂતિનો વધુ એક લાભ પણ એમને દેખાયો. એ શરીરને માંદું પડતાં બચાવી લેતું હતું! હા, કોઈ મલમ જેવું એનું કામ નહોતું એ પણ ઢાલ જેવું તો હતું જ.સુખી વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવે એટલે એનું આયુષ્ય પણ વધે એ પણ સ્વાભાવિક હતું. અમેરિકામાં ત્રણ દાયકા અગાઉ લોકો વધુ સુખે જીવતા હતા. એનો બીજો અર્થ એ કે હવે ત્યાં મૃત્યુદર વધી રહ્યો હતો...!
 
રાયને અભ્યાસને અંતે સૂત્ર રિપિટ કર્યું કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડશે. જો તમારે આનંદ મેળવવો હશે અને સુખી થવું હશે તો કામચલાઉ ધોરણે દુઃખી થવાની તૈયારી પણ રાખવી પડશે. માનવશરીર જબરદસ્ત રિએક્ટિવ છે. એ પ્રત્યાઘાત તરત આપે છે. પછી એ સ્થૂળ શરીર હોય કે સૂક્ષ્મ શરીર. જરા વાંકું પડે એટલે એક રસાયણ ઝરવાનું શરૃ થઈ જાય અને જરાક મોજ આવે એટલે બીજું રસાયણ ટપકી પડે. આ રસાયણો ક્યાંથી પેદા થાય છે એનું મૂળ અને કુળ ઈશ્વરે હજી પોતાના હાથમાં રાખ્યું છે. એને પામવું હશે તો થોડું પેઈન પણ અનુભવવું પડશેને...?!


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...