સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દોસ્ત!Dipak Soliya, Classic પોતાની વેદનાનું વજન કોઈ રીતે ન ઊંચકી શકાય ત્યારે શું કરવું? જવાબ: બીજાની વેદનાનો થોડો બોજ ઊંચકવો. જુવાનીમાં પ્રેમિકાને ગુમાવવી પડેલી એ વાત જ્યારે બૂઢાપામાં યાદ આવે ત્યારે હૃદયમાં જન્મતી વેદના રંગે આછી ગુલાબી હોય છે, કાળીડિબાંગ નથી હોતી. અલબત્ત, દુ:ખ જ્યારે તાજું અને અત્યંત આકરું હોય એમાં એક જ રંગ દેખાય: કાળો. આવા કાળોતરા દુ:ખનો મુકાબલો કઈ રીતે કરવો? મેશ જેવી કાળી વેદનામાં પણ જીવનની સુંદરતાનો ગુલાબી રંગ કઈ રીતે જોઈ શકાય? અતિ ભારે વેદનાનું વજન કઈ રીતે ઊંચકવું? આ બધા સવાલોના જવાબ ફિલ્મ 'ઓલ અબાઉટ માય મધર'માં જોવા મળે છે. ના, એમાં ચિંતનનો ચ કે ઉપદેશનો ઉ પણ નથી. ફિલ્મની 'નજાકત' એ છે કે આખી ફિલ્મમાં કશું જ 'ઢેંગટેડેંગ' શૈલીમાં નથી કહેવાયું. ફિલ્મમાં એકેય વાર એવું ન લાગે કે 'ઓહ! આ તો પ્રચંડ ઘટના છે.' ના રે, ફિલ્મમાં તો રોજબરોજનું જીવન અને રોજબરોજની વાતો જ છે, છતાં સપાટી પર રમાડતાં-રમાડતાં ક્યારે ફિલ્મ તમને અત્યંત ઊંડા પાણીમાં તાણી જાય એની ખબર પણ ન પડે! ન સમજાયું? વાંધો નહીં. આપણે એ સમજીએ કે નર્સ મેન્યુએલાના માથે આભ તૂટી પડયું ત્યારે એણે શું કર્યું. ગયા અઠવાડિયે આપણે મઘ્યમવર્ગીય મેન્યુએલાની વાત કરી રહ્યા હતા. એની પાસે હરીફરીને એક જ 'મૂડી' હતી: દીકરો. દીકરો સત્તર પૂરા કરીને અઢારમા વર્ષમાં પ્રવેશે છે એ દિવસે મમ્મીને કહે છે: 'મા, જો તું મારા પિતા વિશે મને બધેબધું (ઓલ અબાઉટ માય ફાધર) કહીશ તો જન્મદિવસની એનાથી મોટી ભેટ મારા માટે કોઈ નહીં હોય.' આ છે એના છેલ્લા શબ્દો. દીકરો આ શબ્દો ઉચ્ચારે છે એની થોડી જ પળો બાદ એ કારની ટક્કરથી મૃત્યુ પામે છે. પળવારમાં મેન્યુએલાની ભરીભાદરી જિંદગી ખાલીખમ થઈ જાય છે. હવે શું કરવું? જીવતરમાં સર્જાયેલો કાતિલ ખાલીપો કઈ રીતે ભરવો? મેન્યુએલા છેવટે નક્કી કરે છે: માડ્રિડ છોડીને બાર્સેલોના જવું અને દીકરો જે બાપ વિશે જાણવાની છટપટાહટ સાથે મર્યોએ બાપને બાર્સેલોના જઈને શોધવો. દીકરો પોતાના પેટમાં હતો ત્યારે મેન્યુએલા દીકરાના બાપથી નાસી છૂટેલી. હવે જ્યારે દીકરો ધરતીમાતાના પેટમાં સમાઈ ચૂક્યો છે ત્યારે એ જ મેન્યુએલા દીકરાના એ જ બાપને શોધવા નીકળે છે. ટ્રેન બાર્સેલોના પહોંચે છે. ખરી ફિલ્મ અહીંથી શરૂ થાય છે. આમ જુઓ તો વાર્તા એટલી જ છે કે બાર્સેલોનામાં દુખિયારી મેન્યુએલા જાણ્યે-અજાણ્યે, ઇચ્છા-અનિચ્છાએ ચાર અન્ય દુખિયારી સ્ત્રીઓના જીવન સાથે સંકળાય છે. બધું આપોઆપ બને છે અને કોઈ પણ ગણતરી કે પ્રયાસ વિના દુખિયારી મેન્યુએલા અન્ય દુખિયારીઓને સહાયરૂપ બને છે. બીજી સ્ત્રીઓની વેદનાનો થોડો બોજ ઊંચકવાથી મેન્યુએલા માટે પોતાની વેદનાનો અસહ્ય બોજ થોડો સહ્ય બને છે. કઈ રીતે દુ:ખ જ દુ:ખનું મારણ બને છે એની જે વાર્તા છે એ જ છે 'ઓલ અબાઉટ માય મધર'ની વાર્તા. વાત શરૂ થયેલી દીકરાની ઇચ્છાથી. દીકરો 'ઓલ અબાઉટ માય ફાધર' જાણવા માગતો હતો. પણ એ ઇચ્છા પૂરી કરવા માટે માતા જે પ્રયાસો કરે છે એ બને છે 'ઓલ અબાઉટ માય મધર'ની કથા. ફિલ્મની દુખિયારીઓ જરા વિચિત્ર-ટેઢીમેઢી છે. જેમ કે, એગ્રેડો નામની એક ગણિકા એવી છે જે આમ તો પુરુષ છે. પણ એનું હૃદય સ્ત્રીનું છે. એક સમયે એ ફ્રાન્સમાં ટ્રક ડ્રાઈવર હતો, પણ 'દિલ સ્ત્રીનું અને શરીર પુરુષનું' એવું બેવડું ધોરણ એગ્રેડોને મંજુર નથી. એટલે એ મોંઘી મોંઘી શસ્ત્રક્રિયાઓ દ્વારા શરીરને સ્ત્રી જેવું બનાવીને સ્ત્રી તરીકે જ જીવે છે. એ કબૂલે છે: 'મારા શરીરમાં ઘણું બધું કૃત્રિમ-ખોટું છે. પણ મારી લાગણીઓ એકદમ સાચી છે.' એણે પોતાનું નામ એગ્રેડો રાખ્યું છે તેની પાછળ એક લોજિક છે. એ સૌને કહેતી રહે છે: 'હું લોકોનું જીવન સહ્ય, સારું, એગ્રીએબલ બનાવવા મથું છું એટલે મેં નામ રાખ્યું છે એગ્રેડો.' આમ તો એગ્રેડો બહુ પ્રેમાળ અને ભલી છે, પણ એ કોઈ દેવી નથી. લોકો સામે વાંધા તો એને પણ પડે છે. એગ્રેડોની સખી-સંગાથી લોલા એક દિવસ ઘરમાંથી મોટાપાયે હાથફેરો કરીને, એગ્રેડોની કમાણી-બચત બધું જ સાફ કરીને નાસી છૂટે છે ત્યારે એગ્રેડો એને માફ નથી કરી શકતી. ખાસ તો એને ચોરટી લોલા સામે એ ફરિયાદ છે કે લોલા પોતે નાસ્તિક હોવા છતાં મધર મેરીની મૂર્તિ ચોરી ગઈ. આ મૂર્તિ એગ્રેડોને એની મમ્મીએ આપેલી. એ પ્રાણપ્યારી મૂર્તિ અને જીવનની કમાણી ગુમાવી ચૂકેલી એગ્રેડોને બીજું મોટું દુ:ખ એ છે કે એનાથી હવે ગણિકા તરીકેનું 'કામ' નથી થતું. એક તરફ, ઉંમર પણ વધી ગઈ છે અને બીજી તરફ ગણિકા વ્યવસાયમાં ડ્રગ્ઝનું સેવન વધવાથી હિંસકતા પણ વધી ગઈ છે. એગ્રેડોએ અવારનવાર ગ્રાહકોની મારપીટનો ભોગ બનવું પડે છે. એટલે હવે એ ગણિકાનું કામ છોડીને કોઈ બીજું કામ શોધી રહી છે. આવામાં, બાર્સેલોના આવેલી મેન્યુએલા એને મળે છે અને બન્ને સાથે મળીને નોકરી શોધે છે. બીજી એક દુખિયારી સ્ત્રી છે હુમા. હુમા અત્યંત વિખ્યાત અભિનેત્રી છે. એનું દુ:ખ છે એકલતા. એની પાસે જબરદસ્ત સફળતા તો છે, પણ એ કહે છે: 'સફળતા હવા જેવી છે. એમાં કોઈ રંગ નથી, કોઈ ગંધ નથી. વળી લોકપ્રિયતાનું તો એવું છે કે એક વાર એની આદત પડી ગયા પછી એનું જાણે અસ્તિત્વ જ ન હોય એવું લાગે.' ટૂંકમાં, રોજબરોજની જિંદગીમાં લોકપ્રિયતા કામમાં નથી આવતી. જિંદગી જીવવા માટે તો જોઈએ નક્કર ઇન્સાનનો નક્કર સંગાથ. આવો સંગાથ પામવા હુમાએ સહઅભિનેત્રી નીના સાથે સજાતીય સંબંધ તો બાંઘ્યા છે, પણ નીના એનાથી અડધી ઉંમરની છે. નીનામાં ઉંમરસહજ ઉન્માદ, ક્રોધ, અસંતોષ છલોછલ ભર્યા છે. એમાં વળી નીના ડ્રગ્ઝના રવાડે ચઢી છે. એક તરફ હુમાને નીના વિના પણ ચાલતું નથી અને બીજી તરફ બન્નેનો સંબંધ અત્યંત પાતળા કાચ જેવો છે. એ સંબંધ ક્યારે ફૂટી જશે, કહેવાય નહીં. મેન્યુએલાનો દીકરો આ હુમાના ઓટોગ્રાફ લેવા દોડેલો ત્યારે કારની અડફેટે આવતાં મૃત્યુ પામેલો. મેન્યુએલા દીકરાની યાદમાં અમસ્તી હુમાને મળવા જાય છે ત્યારે જુએ છે કે આ હુમા નાજુક દોર પર ચાલી રહી છે અને નીના સાથેનો એનો સંબંધ અત્યંત ખતરનાક રીતે તૂટી શકે તેમ છે. અને એવું જ બને છે. ખેર, હુમા મોટી મુશ્કેલીમાં મુકાય છે, પણ એ અગ્નિપરીક્ષામાં મેન્યુએલા-એગ્રેડો ચૂપચાપ એનો ટેકો બની રહે છે. આ બધામાં કોઈ કોઈના પર ઉપકાર કરતું હોય એવું કશું જ નથી, છતાં સરવાળે આ બધી સ્ત્રીઓની સૌથી મોટી દોસ્ત સ્ત્રીઓ જ સાબિત થાય છે. ફિલ્મની એક નોંધપાત્ર બાબત એ છે કે પુરુષમાંથી સ્ત્રી બનેલી એગ્રેડો, એક યુવતી સાથે સજાતીય સંબંધ ધરાવતી વિખ્યાત પ્રૌઢ અભિનેત્રી હુમા... આ બધાં પાત્રો 'વાંકાચૂંકા' હોવા છતાં ફિલ્મમાં એમનાં ચારિત્ર્ય વિશે કશી જ ટિપ્પણી નથી. ડિરેક્ટર પેડ્રો આ બધા પાત્રોને આકાશ જેવી નિર્લેપતા સાથે નિહાળે છે. કોઈ જજમેન્ટ નહીં, કોઈ ચુકાદો નહીં. માણસને સારા કે ખરાબ તરીકે જોવાને બદલે ફક્ત માણસ તરીકે કઈ રીતે જોઈ શકાય એ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાંની સૌથી હૃદયસ્પર્શી એવી 'કંપાવતી અનુકંપા'ની વાર્તા કહેવાની તો બાકી જ છે. એ આવતા લેખમાં. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment