આપણા મનની સૂક્ષ્મ લાગણીઓને કેમ ધારદાર બનાવી શકાય?Kanti Bhatt મનને અતિ સૂક્ષ્મ કરો તો તમે ઘણું દૂર દૂરનું જોઈ શકો છો. પરંતુ તે માટે મનની અંદરની અને બહારની શાંતિ જોઈએ... I was taught to feel Perhaps too much The selfsufficing power of solitude - William Wordsworth બચપણમાં એડવર્ડ ગિબન સતત બીમાર રહેતો. સગી માતાએ તરછોડી દીધો. એકાંતમાં તે લાઈબ્રેરીમાં જતો થયો અને વાંચતા વાંચતા મોટા ઈતિહાસકાર બની ગયો. તેણે પછી કહ્યું કે માનવીના મનની શક્તિ ગજબની છે લિમિટલેસ છે. મર્યાદા બહારની છે આવા મનને આપણે પાવરફુલ બનાવવાને બદલે સતત ધાંધલમાં રહીને અને ખોટી માથાફોડ કરીને કે નાહકની દલીલોમાં ઊતરીને તેને નબળું બનાવીએ છીએ. આ લેખના બે ભાગ છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. મનને જો અતિ સૂક્ષ્મ કરો તો તમે ઘણું દૂર દૂરનું જોઈ શકો છો. દૂર દૂરના અવાજ સાંભળી શકો છો. પરંતુ તે માટે મનની અંદરની અને બહારની શાંતિ જોઈએ. તમે ભલે 'અવતાર' ફિલ્મ જોઈ હોય કે ન જોઈ હોય પણ તેમાં કોઈ બીજા ગ્રહના માનવોની મુલાકાતે એક નોખી માટીનો માનવ જાય છે. પૃથ્વી ઉપર બેસીને પણ તમે બીજા ત્રીજા કે કોઈપણ નંબરના ગ્રહોમાં વસતા એલિયન્સ-અજાણ્યા જણ સાથે સંપર્ક કરી શકો છો. 'અવતાર' ફિલ્મ જ્યારે અનહદ સફળ થઈ ત્યારે જ ૨૭-૧-૨૦૧૦ના રોજ લંડનના સાયન્સ એડિટરે ગાર્ડિયનમાં લખ્યું કે આપણને એલિયન્સ (બીજા વિશ્વના જીવો)-જીવો સાંભળી શકશે નહીં. શું કામ? તાજેતરમાં સર્ચફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઈન્ટેલિજન્સ જે ટૂંકમાં 'સેટ્ટી' તરીકે ઓળખાય છે તેમાં ખગોળશાસ્ત્રી ફ્રેન્ક ડ્રેઈકે કહેલું કે હવે આપણે કોઈ બીજા ગ્રહોના પૃથકજનો (એલિયન્સ) આપણને સંદેશા મોકલે છે તે સાંભળી શકશું નહીં. ડો. ફ્રેન્ક ડ્રેક જે છેલ્લા ૫૦ વર્ષથી બીજા વિશ્વમાંથી આવતા રેડિયો સિગ્નલને પકડવા કોશિશ કરે છે. તેણે વિજ્ઞાનીઓને કહ્યું કે-એટલા માટે સંદેશા નહીં સાંભળી શકીએ કે જગતમાં હજારો ટીવી ચેનલો, તેના સેટેલાઈટ ટાવરો, ટ્રાફિકનો ઘોંઘાટ અવકાશની યાત્રાઓ વગેરેથી એટલા ઘેરાઈ ગયા છીએ. આપણા સિગ્નલો ઝાંખાને ઝાંખો, ન સંભળાય તેવા થતા જાય છે. વિજ્ઞાનીઓ મગજ કે મનની આટલી આટલી વિરાટતામાં વિહાર કરે છે અને ત્રીજા વિશ્વના માનવ સાથે સંપર્ક સાધવાનું ભગીરથ કાર્ય કરે છે ત્યારે આપણે પૃથ્વી પર શું કરીએ છીએ? ફાલતુ વાતોમાં કેટલી શક્તિ વેડફીએ છીએ? આજે સમર્પણભાવ વાળો પ્રેમ આપણે કરી શકતા નથી. પ્રેમને માટે કુરબાની આપી શકતા નથી. આ પ્રેમ માટે બધુ લૂંટાવી દેવાની વાતને થોડીવાર મુલતવી રાખી આપણે 'અવતાર' ફિલ્મ પછી બીજા વિશ્વના એલિયન્સ અગર તો એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ (ઈ. ટી.) તરીકે ઓળખાતા જીવોના અસિત્વની વાત પાછી ઉવેખીને પૂરી કરીએ. 'અવતાર' જેવી એક જ ફિલ્મ આવીને સફળ થઈ નથી. ૨૦ વર્ષ પહેલાં ઈ. ટી. નામની ફિલ્મ આવી તેણે ત્યારે રોજની ૩ કરોડ ડોલરની કમાણી કરેલી. તેમાં તો પૃથ્વી પર એક વિચિત્ર પ્રકારનો જીવ (એલિયસ) ઊતરી પડેલો તેની વાર્તા હતી. તે વાર્તા અવકાશ વિજ્ઞાનીઓની અતિ કલ્પના હતી. પણ વાસ્તવમાં છેક ૧૯૧૮ની સાલથી વિજ્ઞાનીઓ આવા અલગ ગ્રહના માનવીની શોધમાં છે. ૮૨ વર્ષ પહેલાં ભૂગોળશાસ્ત્રીઓએ અત્યંત તેજોમય એવા તારાની શોધ કરી અને તેને નોવા એકવીલે નામ આપ્યું. આ તારો થોડાક સપ્તાહ સુધી અકસ્માત પૃથ્વીની નિકટ આવી ગયો હતો અને અત્યંત ઉજ્જવળ તેજપુંજ દર્શાવતો ચમકી રહ્યો હતો. એક જગ્યાએ નીચલા માળે નૃત્ય પાર્ટી અને દારૂની છોળ ઊડતી હતી ત્યારે ડો. હાલ્ડેન કંટાળી ગયા અને વિજ્ઞાની મિત્રોને લઈ અગાશીમાં ગયા. ત્યાં જ તેમણે ચમકેલો તારો જોયો અને પછી આ તારાના બંધારણ વિશે ચર્ચા કરી તેમ જ પૃથ્વી સિવાયના ગ્રહમાં બીજે ક્યાંય માનવજીવન અને તે પણ બુદ્ધિશાળી જીવ વસતા હશે કે કેમ તેની ચર્ચા કરી. એ પછી વિજ્ઞાનીઓ તારણ ઉપર આવ્યા કે-આ બ્રહ્માંડમાં ઠેર ઠેર વિવિધ કક્ષાનાં અને કેટલીક જગ્યાએ અતિ બુદ્ધિમંત જીવો વસે છે અને આ બુદ્ધિશાળી જીવો પૈકી કેટલાક આપણને પ્રેરણા આપવા માટેના સંદેશા અવારનવાર મોકલે છે. તો પછી આપણે કેમ સાંભળી શકતા નથી? કોલંબીયા યુનિવર્સિટીના એસ્ટ્રોબાયોલોજી સેન્ટરના વડા ડો. કાલેબ શાર્ફએ કહેલું કે આ મોડર્ન પ્લેનેટ અર્થાત વંઠાવી નાખેલા પૃથ્વીનાં વાતાવરણનો નોર જોઈએ તો તેવી ટેમપ્લેટ (તે તખ્તા) ઉપરથી ત્રીજા વિશ્વનાં લોકોનાં અવાજ સાભળવાનું આપણે પોતે જ અસંભવ અગર મુશ્કેલ બનાવ્યું છે. બહારનું જ નહીં આપણું અંદરનું પર્યાવરણ પણ વંઠી ગયું છે તેથી અંદરનો અવાજ ક્યાં સાભળીએ છીએ? સૂક્ષ્મ અવાજ સાંભળવો હોય કે અતિરીક્ત પ્રેમ પામવો હોય તો ખૂબ જ મુલાયમ પગલે પ્રિયપાત્ર પાસે જવું જોઈએ. આજથી ૧૧ વર્ષ પહેલાં 'એઝ ઈટ ઈઝ ઈન હેવન' નામની નવલકથા નિથિલ વિલિયમ્સ નામના નવલકથાકારે લખેલી. વાર્તામાં ગ્રિફિન નામનો ગામડાનો શિક્ષક છે. તે ખૂબ પ્રેમાળ હતો. તેથી ગામડામાં કન્યાઓ ખૂબ ભણવા લાગી. એકાએક શિક્ષકે રાજીનામું આપ્યું. શું કામ? તો શિક્ષક કહે છે 'આઈ એમ ઈન લવ' હું પ્રેમમાં પડ્યો છું. મારી સુધબુધ ઠેકાણે નથી. ગેબ્રિયેલા નામની સુંદર કન્યાના પ્રેમમાં પડેલા. બન્ને જંગલમાં હાથમાં હાથ નાખીને ફરતા. આ આખું જીવન કે આવનારું કોઈપણ જીવન એ હે પ્રિયે તારુ જ છે. મારુ સુખ, મારી નિદ્રા, મારો ઉજાગરો, મારી જાગૃતિ એ બધુ જ તને સમર્પિત છે. મારી જિંદગીની તમામ લીલીસુકી તારી જ છે. આવી સંવેદના હોય તો પ્રેમી પાત્રના હૃદયનાં પડદા અને બીજા ગ્રહોના માનવના સંદેશા સાંભળી શકો. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment