ભક્ત ક્યારેય મહાન હોઈ શકે ખરો?Dipak Soliya ભક્તની આગળ 'મહાન' વિશેષણ જરાક ઓડ-વિચિત્ર લાગે. મુદ્દે, આપણા જેવા સામાન્ય માણસો 'મહાન ભક્ત' નહીં, 'ફક્ત ભક્ત' કઈ રીતે બની શકે તેની વાત ચાલી રહી હતી. સવાલ એ હતો કે ભક્તિની જ્યોત પ્રગટાવી શકાય ખરી? બીજો સવાલ એ હતો કે ભક્તિની ક્યારેક ક્યારેક પ્રગટતી જ્યોતને 'અખંડ' કઈ રીતે રાખી શકાય? વાત એ ચાલતી હતી કે આપણે નરસિંહ મહેતા બની શકીએ? એ વાંચીને એક જણે સાદી વાત કહી: 'મહાન ભક્ત બનવું મુશ્કેલ છે.' વાત તો સાચી, પણ એક મિનિટ. આ 'મહાન ભક્ત' વિશે વિચારવા જેવું છે. આમ તો હું પણ નરસિંહ મહેતાને મહાન ભક્ત ગણું છું, પણ જરા વિચારતાં સવાલ જાગ્યો કે ભક્ત મહાન કઈ રીતે હોઈ શકે? ભક્ત તો ફક્ત ભક્ત જ હોય. મહાનતા તો એને કઠે. ભક્તને કોઈ મહાન ગણાવે તો ભક્ત સંકોચાઈને કોકડું વળી જાય. ભક્તને મન તો મહાન એક જ છે: ઇશ્વર. સાચો ભક્ત એ છે જે પોતાને મહાન તો છોડો, સૂક્ષ્મ છોડો, એ સાવ શૂન્ય ગણે. છતાં, આપણે ભક્તોને મહાન ગણીએ છીએ. ભક્તોની 'પ્રેક્ટિકલ' સરખામણી કરવા પૂરતું 'મહાન'નું વિશેષણ વાપરવું હોય તો વાપરી શકાય, પણ અહીં એટલું ખાસ સમજી લઈએ કે કોઈ વ્યક્તિ જો ખરેખર મહાન હોય તો તેને મહાનતા સાથે કશી લેવાદેવા હોય નહીં. મહાનતા તો સામાજિક લેબલ છે. યુગ કેવો છે, સમાજ કેવો છે એના પર મહાનતાનો આધાર છે. તુલસી-મીરાં-નરસિંહ-કબીરનો યુગ ભક્તિની પ્રબળતાનો યુગ હતો. કદાચ એટલે જ આટલાં બધાં વિખ્યાત ભક્ત સ્ત્રી-પુરુષ નજીક-નજીકના સમયમાં પાક્યાં. એમ તો ઇસુ પહેલાની પાંચમી સદીમાં ભારતમાં બે ક્રાંતિકારી ધર્મપુરુષો પણ એક સાથે પાક્યા: બુદ્ધ અને મહાવીર. ધાર્મિક-રાજકીય નેતા ગાંધીજી પણ એમ જુઓ તો એક યુગનું પરિણામ છે. ગાંધીજી રોજરોજ ન પાકે. એ તો અંગ્રેજોનું રાજ હોય, એ રાજ હટાવવાનું હોય ત્યારે પાકે. ટૂંકમાં, મહાન ધર્મપુરુષોના પ્રાગટ્યનો થોડો આધાર યુગ પર છે. અથવા, વધુ સાચી વાત એ છે કે રત્નો તો દરેક યુગમાં પાકે, પણ અમુક યુગમાં એ ભારે ઝળહળે અને અમુક યુગમાં કોઈ એમનો ભાવ પણ ન પૂછે. આજે બુદ્ધ-મહાવીર-નરસિંહ-મીરાં-કબીર પાકે તો એમનું કેટલું વજન પડે એ વિશે છાતી ઠોકીને કહી શકાય નહીં. 'મહાનતા' તો અમુક વ્યક્તિના માથા પર પ્રજાએ પહેરાવી દીધેલી ટોપી છે. જનતાને આવી ટોપી પહેરાવવાનો શોખ છે. 'અરે, એમના જેવું કોઈ થાવાનું નથી..' કે 'અરે, મશાલ ભેગો હાથ બળી ગયો તો પણ નરસિંહને કંઈ ન થયું, બોલો.' ના, ભક્તિમાં મહાનતા વિશે કંઈ બોલવા જેવું નથી. હા, મહાન ઉદ્યોગપતિ, મહાન રાજકારણી, મહાન કલાકાર વિશે બોલી શકાય. જીવનના આવા કોઈ બાહ્ય ક્ષેત્રમાં મહાન બનવા માટે મહેનત કરવામાં આવે તે સમજી શકાય તેવું છે. કોઈને દુન્યવી ક્ષેત્રમાં મહાન બનવાની બહિર્યાત્રામાં રસ હોય તો એમાં કશું ખોટું નથી. અસલમાં, અંતર્યાત્રા અને બહિર્યાત્રા ભેગાભેગી ચાલે એ આદર્શ સ્થિતિ છે (અને સરવાળે બન્ને યાત્રા એકાકાર થઈ શકે એ વિશે પણ આગળ-ઉપર વાત કરીશું). ટૂંકમાં, બાહ્ય જીવનમાં શ્રેષ્ઠ બનવાની બહિર્યાત્રાની આપણે વાત નથી કરી રહ્યા. અહીં તો, રવિવારના આ ચોતરામાં એ સૌનું હાર્દિક સ્વાગત છે જેમને અઘ્યાત્મજગતમાં શૂન્ય બનવામાં રસ હોય. મુદ્દે, અંતર્યાત્રામાં વ્યક્તિગત મહાનતાનું કશું મૂલ્ય નથી. ઊલટાનું, 'હું મહાન', 'હું સારો', 'હું આવો' ને 'હું તેવો' એવી ગાંઠો ઓગાળવાની યાત્રા છે. ભક્તિના મારગમાં મહાનતા અવરોધ છે. મહાનતા જો મીણ હોય તો ભક્તિ એ મીણને ઓગાળતી જ્યોત છે. ભક્તને મન તો મહાન એક જ છે: ઇશ્વર. 'હું શૂન્ય ને ઇશ્વર મહાન' એવી લાગણી લોહીમાં અનુભવાય એનું નામ ભક્તિ. માટે, ભક્તની આગળ 'મહાન' વિશેષણ જરાક ઓડ-વિચિત્ર લાગે. મુદ્દે, આપણા જેવા સામાન્ય માણસો 'મહાન ભક્ત' નહીં, 'ફક્ત ભક્ત' કઈ રીતે બની શકે તેની વાત ચાલી રહી હતી. સવાલ એ હતો કે ભક્તિની જ્યોત પ્રગટાવી શકાય ખરી? બીજો સવાલ એ હતો કે ભક્તિની ક્યારેક ક્યારેક પ્રગટતી જ્યોતને 'અખંડ' કઈ રીતે રાખી શકાય? શું કરી શકાય? તમને શું લાગે છે? મને તો લાગે છે કે કશું જ ન કરી શકાય. પ્રયાસ, આયાસ, યોજના, વ્યૂહ, પુરુષાર્થ આ બધું દુન્યવી બાબતોમાં ઘણું ઉપયોગી છે, પણ ભક્તિ દુન્યવી બાબત નથી. ભક્તિ તો આ બધાને કહી દે: મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ? ભક્તિ એ કંઈ માણસ અને ઇશ્વર વચ્ચેનો બાન્દ્રા-વરલી સી લિન્ક (પુલ) નથી કે એને યોજનાપૂર્વક બાંધી શકાય. ટૂંકમાં, 'હું આમ કરીશ તો ભક્તિ પ્રગટશે' અને 'હું તેમ કરીશ તો ભક્તિની જ્યોત અખંડ ટકશે...' આવું 'હું કરું... હું કરું...' પ્રકારનું જે રટણ મગજમાં ચાલતું હોય છે એ તો ભક્તિ આડેનો મોટો અવરોધ છે. આપણને કશુંક કરવાનું હોય તો આવડે, પણ કશું ન કરવાનું આપણને ન આવડે. ભગવાનને પામવા નમ્ર બનીને, હાથ જોડીને ચૂપચાપ બેસવાને બદલે આપણે બાંયો ચઢાવીને પૂછીએ છીએ: બોલો, હાલો, શું કરવાનું છે? એ જ તો મજા છે ભક્તિની. એમાં કશું નથી કરવાનું. એમાં શૂન્ય થવાનું છે. કરનાર ફક્ત ઇશ્વર છે એવું હૃદયપૂર્વક અનુભવવાનું છે. ઇશ્વરને પામવા માટે કશુંક કરી છૂટવાની તમન્નાઓ, રઘવાટો, બેચેનીઓના ફૂંકાતા પવનોને લીધે યા તો ભક્તિનો દીવો પ્રગટતો નથી અને પ્રગટે તો સ્થિર નથી રહેતો, અખંડ નથી રહેતો. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment