બાળકનું ભવિષ્યSadhu Amritvadandas શારીરિક દ્રષ્ટિએ મા-બાપ બનવાથી માબાપપણું આવતું નથી. તેની ભૂમિકા બહુ ઊંચી છે. એકવાર રાજા અને પ્રધાન કારભારની ચર્ચા કરતા હતા. તેવામાં એક જીવડું રાજાની સામેથી હવામાં પસાર થયું. રાજાએ ઝાપટ મારી તેને મુઠ્ઠીમાં પકડ્યું. બંધ મુઠ્ઠી પ્રધાનને બતાવી કહે, 'જીવડું મરેલું છે કે જીવતું?' પ્રધાન હોશિયાર હતો. તે કહે, 'રાજાસાહેબ! તે તો આપના હાથમાં છે.' આમ કહેવાનું કારણ એવું હતું કે જો પ્રધાન જીવડાને જીવતું કહે તો રાજા મુઠ્ઠી દાબી દઇને તેને મારી નાખે અને જો મરેલું કહે તો રાજા મુઠ્ઠી ખોલી જીવડાંને ઉડાડી દે. જીવડાનું જીવવું-મરવું રાજાના હાથમાં કહેવાય. આ વાતને આગળ વધારતા પ્રમુખસ્વામી કહે છે કે બાળકનું ભવિષ્ય માતાપિતાના હાથમાં છે. તેઓ ધારે તો બાળકને બનાવી શકે, બગાડી શકે અને બરબાદ કરી શકે છે. ઘણી વાર તો બાળક પશુ જેવું થાય છે તેનું કારણ પણ મા-બાપ છે. આવી ચોંકાવનારી ઘટના રશિયામાં બની ગઇ. એન્ના નામની ત્રેવીસ વર્ષીય માતાને પોલીસ પકડી ગઇ. તેનું કારણ હતું તેણે તેની પુત્રી મેડીના પ્રત્યે સેવેલી બેદરકારી. તેણે મેડીનાને બરાબર સાચવી ન હતી, તેથી તે ઘરના કૂતરા સાથે રહેવા લાગી. પરિણામ એ આવ્યું કે ત્રણ વર્ષ સુધીમાં તે કૂતરાની જેમ ચાર પગે ચાલવા લાગી, તેની જેમ ઘૂરકિયાં કરવા લાગી અને હાડકાં ચૂસવા લાગી. સમાજ પશુને માણસ જેવો કાબેલ બનાવવા પ્રયત્ન કરે છે. જ્યારે આવાં કેટલાંક માતાપિતા પોતાનાં સંતાનોને આ પ્રમાણે પશુગતિ આપતાં હોય છે. લંડનમાં પણ આવી એક માતાએ આવું જ કર્યું. એક દિવસ તેની એક મિત્ર તેને મળવા આવી. મિત્રે જોયું કે તેનો ત્રણ વર્ષનો છોકરો પેકેટમાંથી સિગારેટ કાઢી, તેને મોંમાં બરાબર ગોઠવી લાઇટરથી પેટાવી કસ લેતો હતો. તેને બહુ નવાઇ લાગી ને દુ:ખ પણ થયું. તરત તેણે પોલીસને બોલાવી. તેઓએ બધું નોંઘ્યું અને માતાની ધરપકડ કરી જેલમાં લઇ ગયા. બાળકના જન્મ સાથે વ્યક્તિઓ શારીરિક-સામાજિક દ્રષ્ટિએ મા-બાપ તરીકે ઓળખાય છે, પરંતુ તેનાથી માબાપપણું આવી જતું નથી. તેની ભૂમિકા બહુ ઊંચી છે. તેમનો ઉછેર સારી રીતે કરવો ને તેમનું ભવિષ્ય સારું બનાવવું તે માતાપિતાનું પવિત્ર કર્તવ્ય છે. દિક્ષણ કોરિયામાં થોડા દિવસ પહેલાં ત્રણ મહિનાની બાળકીનું મૃત્યુ થયું. પોલીસને શંકા જતા તેનું પોસ્ટમોર્ટમ કર્યું. તેમાં જાણવા મળ્યું કે બાળકીનું અવસાન અપૂરતા પોષણના લીધે થયું છે. તે અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે પતિ-પત્ની બંને ઓનલાઇન ગેમના વ્યસની હતાં. આવી ગેમ દરમિયાન તેઓ એક વર્ચ્યુઅલ બેબીને ઉછેરતા હતાં. તેથી તેઓ સગી બાળકીનું ઘ્યાન રાખતાં નહોતાં. તેને સડેલો બેબી પાઉડર પીવડાવી ઘર બહાર નીકળી જતાં. આવા તો ચિત્રવિચિત્ર પ્રકારના સેંકડો પ્રસંગ સમાજમાં બનતા હોય છે. તેનો કોઇ પાર આવે તેમ નથી. આમ નિરંતર થયા કરે તે સમાજ માટે કલંક સમાન છે. જેટલાં આનંદ-ઉમંગ લગ્ન કરવામાં હોય છે, ઘર વસાવવામાં હોય છે તેટલો ઉત્સાહ-પ્રેમ બાળકોના પાલનપોષણમાં લેવો જોઇએ. નહીંતર તેવા સંબંધનો કોઇ અર્થ નથી. નાના બાળકો મા-બાપની પોતાના પ્રત્યેની ઉપેક્ષા ને જાકારો સમજી શકતાં હોય છે, પરંતુ તેઓ નાનાં અને અસહાય હોવાથી કશું કરી શકતાં નથી. તેમની સાથેનો છેડો ફાડી શકતાં નથી પણ જેમ મોટા થાય છે તેમ માતા-પિતાથી દૂર થતાં જાય છે. આ ધીમી પ્રક્રિયા છે પરંતુ તે થાય છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ એન્ડ પોપ્યુલેશન કાઉન્સિલના સર્વે અનુસાર છોકરા પેરેન્ટ સાથે હાર્ટ-ટુ-હાર્ટ વાત નથી કરતા. ઘરમાં સંતાનો અને મા-બાપ વચ્ચે મોટાભાગે ભણવા (અને ન ભણવા) સંબંધી વાતો મુખ્ય હોય છે. બાકી બીજા મુદ્દાઓ છેડાતા નથી. એક્સપર્ટ કહે છે કે ભણતરલક્ષી ચર્ચા કરવી તે નોન-સેન્સિટિવ મુદ્દો છે. લાગણીસભર ચર્ચા ઘટતી ચાલી છે. જે માતાપિતાએ પોતાનાં સંતાનોને ખૂબ સમજદારીથી ઉછેર્યાં હશે, ભણાવ્યાં હશે ને સંસ્કાર્યા હશે તેનું ચારિત્ર્ય કટોકટીભર્યા સમયમાં પણ ભ્રષ્ટ નહીં થાય. આપત્તિમાં અડગ ઊભો રહી ભવિષ્યની પેઢી માટે દીવાદાંડી બની જાય છે. કારણ કે મળેલા સંસ્કારથી તેણે પોતા માટે એક ઉચ્ચતમ ઘ્યેય ક્યારનુંય બાંધી લીધું હોય છે. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment