ઇન્ટરનેટ હેકિંગની સારી બાજુ જાણોN. Raghuraman કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ યુઝર્સની વધતી સંખ્યાની સાથે ભારત ઇન્ટરનેટ યુઝર્સની દ્રષ્ટિએ દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ થઈ ગયો છે. આપણા દેશમાં વર્ચ્યુઅલ ઓફિસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેના ગ્રાહકોનો આધાર કેટલાક યુરોપના દેશોની કુલ વસતીથી પણ મોટો છે. પ્રશ્ન એ છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની સંખ્યા વધવાની સાથે સાઇબર માફિયા પણ આ સાઇટ્સને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. ગુપ્ત એજન્સીઓ માને છે કે સાઇબર હુમલાઓથી દેશમાં શક્યત: સૌથી વધારે મૂંઝવણ પેદા થઈ શકે છે. સાઇબર હુમલાઓ અંતર્ગત ટ્રાફિક સિગ્નલો બંધ કરવાથી માંડીને રિમોટ દ્વારા 'બંધ'ને ખોલી નાખવા, બેન્કમાં રોકડનો સફાયો કરવો, એટીએમના નેટવર્કને ડિસ્ટર્બ કરવું તેમજ ટ્રેન કે એર ટિકિટની પ્રણાલિમાં ગરબડ પેદા કરવા સુધીનું કંઈ પણ થઈ શકે છે. અમેરિકન સરકારે સાઇબર ક્રાઇમના મુદ્દાને ગંભીરતાથી લઈને જનરલ રેન્કના એક અધિકારીને સાઇબર કમાન્ડના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેમનું માનવું છે કે ભવિષ્યમાં યુદ્ધ મેદાન પર નહીં, પણ ઇન્ટરનેટ દ્વારા લડાશે. તેમની પાસે અંદાજિત ૫૦૦૦ હેકર્સ છે, જે જરૂર પડે તરત સેવા આપવા માટે ઉપલબ્ધ છે. જ્યારે પણ સિસ્ટમમાં આ પ્રકારની ઘૂસપેઠ થતી લાગે કે તરત આ હેકર્સ ફાયર વોલના નિર્માણ જેવી ટેકનીકોનો ઉપયોગ કરીને હુમલો રોકી લેશે કે તેને નિષ્ફળ કરી દેશે. વાસ્તવિકતા એ છે કે હેકિંગને આજે પણ 'નિષેધ' અને સરકારી કાયદાઓની વિરુદ્ધ ગણવામાં આવે છે પરંતુ જયારે બીજું કોઈ તમારા પર સાઇબર હુમલો કરે તો તેના બચાવ માટે તમારે હેકર્સની જરૂર પડે છે. અમેરિકન સરકાર ધીમે ધીમે વિશેષજ્ઞ હેકરોની એક ફોજ તૈયાર કરી રહી છે, જે તેમને એવી સાઇટ્સ હેક કરવામાં મદદ કરશે, જ્યાં સાઇબર માફિયા દ્વારા હુમલો થઈ શકે છે. ભારતીય ટેકનીલ પ્રચારક વિજય મુખી સતત એ વાતની તજવીજ કરી રહ્યા છે કે ભારત પાસે કમ સે કમ ૫૦૦ હેકર્સ ઓન કોલ ઉપલબ્ધ હોય. આ હેકર્સને દેશમાં જુદાં જુદાં સ્થળો પર મૂકી શકાય, જે કોઈ પણ પ્રકારના સાઇબર હુમલાના સમયે સરકારની મદદ કરી શકે. જેવી રીતે સેના દુશ્મનોથી દેશની રક્ષા કરે છે, તેવી રીતે હેકર્સ પણ રાષ્ટ્રની સંપદા અને મહત્વની જાણકારીઓના રક્ષક સાબિત થઈ શકે છે. ફંડા એ છે કે જો હેકિંગનો ઉપયોગ સાવધાનીથી અને ખાસ કરીને દેશના દુશ્મનોથી બચવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. |
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************