[F4AG] થોડાં વર્ષોમાં જગતમાં પાણી માટે યુદ્ધો ખેલાશે

 

થોડાં વર્ષોમાં જગતમાં પાણી માટે યુદ્ધો ખેલાશે

Kanti Bhatt
Water warએક બોટલ્ડ વોટર તૈયાર કરવા સાત લિટર સાદું પાણી વપરાય છે જગતભરમાં પાણીનો ૪૦૦ અબજ ડોલરનો વેપલો


જગન્નાથ આઝાદ નામના કવિની એક શાયરી છે 'જબ જબ ઈસે સોચા હૈ દિલ થામ લીયા મૈંને, ઇન્સાન કે હાથો સે ઇન્સાનપે જો ગુજરી.' રાજસ્થાનના કોટા શહેરમાં જગન્નાથ આઝાદ હોત તો તેની શાયરી ઔર ધારદાર થાત. ત્યાં રાજસ્થાની બહેનો-માતાઓએ પાણીની અસહ્ય અછત થતાં આંદોલન કરવા આવી તો પોલીસે લાઠીચાર્જ કરીને કેટલીય મહિલાઓને હોસ્પિટલ ભેગી કરી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ ડો.બાન કી મુને વર્લ્ડ વોટર કોન્ફરન્સમાં કહેલું કે જગતમાં પાણીની તંગીને કારણે દેશો એકબીજાના પાણીના સ્રોત હડપ કરવા બહારવટાં ખેડશે.


પાણી માટે યુદ્ધે ચઢશે. જગતભરમાં પાણીના સ્રોત બગાડાય છે. વેડફાય છે કે હડપ કરાય છે. ૪૬ જેટલા દેશોમાં ૨.૭ અબજ લોકો પાણીના ટીપા ટીપા માટે વલખે છે. ૧૦-૧૦ કિલોમીટર ચાલીને રાજસ્થાનની માતાઓ ઘરે બાળકોને રેઢાં મૂકી પાણી ભરવા જાય છે. 'ઇન્ટરનેશનલ એલર્ટ' નામની સંસ્થાએ કહ્યું છે કે ૫૬ દેશો જ્યાં ૧.૨ અબજ લોકો વસે છે તે પાણીને મુદ્દે જ તેમની સરકારોને ૨૦૧૫ પછી પાડી દેશે. રાજસ્થાનની સરકાર મહિલાઓ પાણી માટે પોકાર કરતી હતી તેને ઢોરમાર માર્યો તેથી શું ઊથલી પડશે? રામ ભજો. આ દેશ ભ્રષ્ટાચારીઓનો સત્તાવાળો દેશ છે.


રાજસ્થાનમાં એક બાજુ પાણીની સખત તંગી છે. જુવાર-બાજરાના પાક માટે પાણી નથી, પણ વિદેશની હરામજાદી (હા સાડી સત્તરવાર હરામજાદી) કંપની મોનસાન્ટો જિનેટિકલી મોડીફાયડ મકાઈ ઉગાડવા રાજસ્થાનમાં ખાબકી છે. તેના પ્રોજેકટ માટે ઊલટાની રાજસ્થાન સરકારે રૂ. ૫૦ કરોડ મકાઈની ખેતી (જે રાજસ્થાનના લોક માટે બિલકુલ ઉપયોગી નથી) માટે મંજૂર કર્યા છે એમ જગવિખ્યાત પર્યાવરણશાસ્ત્રી ડો.વંદના શિવા કહે છે.


રાષ્ટ્રસંઘ કે 'ઇન્ટરનેશનલ એલર્ટ' તો પાણી માટેના યુદ્ધની આગાહી કરે છે પણ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં તો વર્ષોથી સ્ત્રીઓ હાંડે હાંડે પાણી માટે લડાઈ કરે છે. પાણી માટે લડાઈ જ નહીં આજે ચારેકોર પાણી માટે ડાકુગીરી થાય છે, વોટર માફિયા ઊભા થયા છે તેમાં પાણીના લુટારા-ડાકુ હોય તો કોલાનાં પીણાંવાળા છે. જો હું તમને કહું કે તમે કોલાની એક બાટલી પીઓ છો તે પાપ કરો છો અને ભારતના ૧૦ તરસ્યા લોકોનું પાણી ઝૂંટવીને કોલાનું રંગીન ગયું પાણી દસ ગણા ભાવ આપીને તમારા પાપી પેટમાં પધરાવો છો તો જરૂર શરમાજો. આજે કોલાના કે બોટલ્ડ-પીણાં પીવાં તે પાપ છે તેવું કથાકારોએ તેમના ભકતોને ગાંગરીને કહેવું જોઈએ.


કોંગ્રેસ કે ભાજપની સરકારો નોંધી લો કે જો 'બ્લૂ ગોલ્ડ' નામના પુસ્તકના લેખકો એમ. બારલો અને ટોની કલાર્કની વાત નહીં માને તો લોકોને પૂરતું પાણી નહીં આપે તો તેમની સરકારો ઊથલશે. 'બ્લૂ ગોલ્ડ'-એ પુસ્તકનું નામ છે પણ લેખકોએ પાણીને 'આસમાની સોનું' કહ્યું છે. તમે સોનું કેવું સાચવીને રાખો છો? પણ પાણીને સોનાની જેમ કરકસરથી વાપરો છો? જો પાણી વેડફતા હો તો તમે ઈશ્ર્વર-અલ્લાહની નજરમાં નૂગરા છો. આસમાને કૃપા કરી પાણી વરસાવ્યું તેનો તમે વિવેકપૂર્વક ઉપયોગ કરતા નથી. હોંગકોંગ યુનિ.ના ડો. ડેવિડ ઝાંગે એક રિપોર્ટમાં પાણીનો ઈતિહાસ લખ્યો છે.


જગતમાં ભૂતકાળમાં નાના નાના ૮૦૦૦ યુદ્ધો પાણી થકી થયાં છે. બીજા કોઈ કારણસર નહીં પણ માત્ર પાણીની ઝૂંટાઝૂંટ ખાતર નાનીમોટી લડાઈ ભારતમાં થશે. દિલ્હીના લોકો પાણીને બગાડવાની બાબતમાં સૌથી મોટા પાપિયા છે. 'બ્લૂ ગોલ્ડ' પુસ્તકના લેખકો (પાનું ૩૦) કહે છે કે દિલ્હીની ગટરનું ૫.૩ કરોડ ગેલન પાણી યમુના નદીમાં જાય છે. બ્રહ્નપુત્રામાં ગટર જ નહીં સંડાસની વિષ્ટાવાળું પાણી રોજેરોજ ૨૦ કરોડ લિટરને હિસાબે ભળે છે. એક જમાનામાં પાણીની પરબો માયાળુ ધનિકો ઠેરઠેર બંધાવતા હતા. આજે એ જ બધા માલદારો ધનિક ખેડૂતો અને ઉદ્યોગપતિઓ પાણીના ચોર બની ગયા છે.


કેલિફોર્નિયાના ગવર્નર ગ્રે ડેવિસે કહેલું 'આજે પાણી તો સોના કરતાં વધુ કીમતી છે' અને એ ગવર્નર પોતે જ સોનાના ભાવે મલ્ટિનેશનલ કંપનીને પાણીના હક્કો વેચીને તગડા થયા છે. 'બ્લૂ ગોલ્ડ'માં લખ્યું છે કે બોટલ્ડ વોટર અને બીજા પાણીનો વેપાર જગતભરમાં ૪૦૦ અબજ ડોલરનો છે. ભારતમાં 'પાણી કંપનીઓ' ખાબકી છે. તેને કંપની નહીં પણ તમારે વોટર માફિયા કહેવા પડશે. પાણીની એક કંપની જેનું બોટલનું પાણી કોલકાતામાં વેચાય છે તેણે પાણીમાંથી જ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને પાણી તેમજ સંદેશાવહેવારની મોનોપોલીમાંથી રૂ.૨૨૫૦૦૦ કરોડનો વેપાર કરે છે.


બોટલ્ડ પાણીનો ઉદ્યોગ ભારતમાં ૨૦૦૨માં રૂ.૧૦૦૦ કરોડનો હતો તે દર વર્ષે ૨૫ ટકાના વેગે આગળ વધે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ભારતનો બોટલ્ડ વોટરનો ઉદ્યોગ વધુમાં વધુ ફાયદેમંદ છે. ૨૦૦ જેટલી બ્રાન્ડનાં પાણી વેચાય છે અને બીજી સેંકડો બ્રાન્ડ વગરની બોટલો વેચાય છે પાણીની જાણીતી બ્રાન્ડોએ ૨૦૦૪માં ૫ અબજ લિટર બોટલ્ડ પાણી વેચેલું તે હવે ૪૨૦ અબજ લિટર વેચે છે. પાણીનો પણ ત્રણચાર પાંચ કલાકનો ઉપવાસ હવે પુણ્યવાળો ગણવો જોઈએ. સૌથી સારો ઉપાય એ છે કે સવારે સૌપ્રથમ પાણીમાં લીંબું નીચોવીને તેનું શરબત પી જાઓ. લીવર અને હોજરી સારાં થશે અને આખો દિવસ ઓછી તરસ લાગશે. ઉનાળામાં ચણાની વાનગી ઓછી ખાઓ તો ઓછી તરસ લાગશે.


એક બોટલ્ડ વોટર (લિટર) તૈયાર કરવા માટે સાત લિટર સાદું પાણી વેડફાય છે. અને તે કૂવાના સાદા પાણીને પ્લાસ્ટિકની બોટલમાં ભરવા ૧૬૨ ગ્રામ ક્રૂડતેલનું બળતણ બળે છે. રાજસ્થાનમાં જયાં અવારનવાર દુષ્કાળ પડે છે ત્યાં કોલાની કંપની જયપુરની સરકારને ભ્રષ્ટ કરી દુર્લભ પાણીના સ્રોત જમીનમાંથી દરરોજ ૫૦ લાખ લિટરના દરે ખેંચે છે. તે માટે ૧૦૦૦ લિટર પાણીના ફક્ત ૧૪ પૈસા આપે છે એ પાણી પછી રૂ. ૧૦માં બ્રાન્ડવાળું પાણી વેચાય છે. એ પાણી પીવું કે વેચવું એ ખરેખર પાપ છે કારણ કે તમે બોટલનું પાણી પીધું એટલે જ કોટા-રાજસ્થાનની મહિલાઓએ ૨૮-૪-૨૦૧૦ના રોજ પાણીનો પોકાર કર્યો ત્યારે પોલીસની લાઠી ખાઈ ઘરે છોકરાને રડતા મૂકી હોસ્પિટલમાં દાખલ થવું પડેલું.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...