કોઈપણ સામાન્ય વ્યક્તિ અસામાન્ય બની શકે છે શ્રદ્ધાનાં મૂળ પ્રેમમાં હોય છે પ્રેમ વિના શ્રદ્ધા ક્યારેય હોઈ શકતી નથી. અને શ્રદ્ધા વિના ક્યારેય કોઈ મહાન કાર્યો સિદ્ધ થઈ શકતાં નથી. શ્રદ્ધા અંધકારમાં પ્રકાશ છે. જીવનના અડાબીડ અંધકારમાં આગિયાના ઝબકાર જેટલો જે પ્રકાશ માણસને માર્ગદર્શન આપે છે, તે શ્રદ્ધાનો જ પ્રકાશ હોય છે. શ્રદ્ધા માણસની અનેક નબળાઈઓને ખંખેરી નાખે છે. નિરાશાઓને અને હિચકિચાટને દૂર કરી નાખે છે. ગમે તેવાં અશક્ય લાગતાં કામ માટે તેને તૈયાર કરી દે છે. યાદ રાખો, માનવ-ઇતિહાસમાં જે કાંઈ પ્રગતિ થઈ છે તે શ્રદ્ધાને કારણે જ થઈ છે. કૌટિલ્યએ કહ્યું છે કે 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો.' આ વાત સાચી છે, કારણ કે શિક્ષક જ ક્રાંતિનું બીજ વાવે છે અને પરિવર્તન લાવે છે. આ બાબતમાં ઉમેરો કરીને આપણે એમ પણ કહી શકીએ કે માત્ર શિક્ષક જ નહિ, કોઈ પણ સાધારણ લાગતી વ્યક્તિ પણ ક્યારેય સાધારણ નથી હોતી. દરેક વ્યક્તિમાં કશુંક અસાધારણ બીજરૃપે પડેલું જ હોય છે. અલબત્ત, એને ખીલવા માટે પોષણની જરૃર હોય છે. આધુનિક મનોવિજ્ઞાાન પ્રમાણે જો વ્યક્તિ અમુક ચોક્કસ બાબતો ઉપર ધ્યાન આપે તો ગમે તેવી સાધારણ વ્યક્તિ પણ અસાધારણ વ્યક્તિ બની શકે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સ્ટીવન્સનનું વાક્ય યાદ રાખવા જેવું છે, 'આપણે જે બની શકીએ તેમ હોઈએ તે બનવું, અને આપણે જે બની શકીએ તેમ ન હોઈએ તે બનવા પ્રયત્ન ન કરવો, તેમાં જ જીવનની સાર્થકતા છે.' આનો અર્થ એ છે કે તમે જે છો તે બનવાનો પ્રયત્ન કરો પણ બીજા જેવા બનવાનો પ્રયત્ન ક્યારેય ન કરો. જો તમારે 'વિશિષ્ટ' બનવું હોય તો જાણી લો કે એ માટે તમારે કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૃર નથી, કારણ કે આ જગતમાં તમે જેવા છો અને જે છો તેવું બીજું કોઈ નથી. તમે માત્ર એક અકસ્માત નથી, આખીયે સૃષ્ટિમાં તમે એક વિશિષ્ટ અને મહત્ત્વની વસ્તુ છો. ગણ્યાં ગણાય નહીં એટલાં પાન જુદાં જુદાં વૃક્ષો પર હોય છે, છતાં તદ્દન એકસરખાં બે પાન શોધવાનું લગભગ અશક્ય છે. એવી જ રીતે બે વ્યક્તિ એક જ સરખી હોઈ શકતી નથી. આ જગતમાં આજ સુધી જન્મેલ વ્યક્તિઓમાંથી તમારા જેવું કોઈ નથી અને હવે પછી જન્મનાર વ્યક્તિઓમાંથી તમારા જેવું કદાચ કોઈ થઈ શકશે પણ નહીં. તમે જ્યાં છો, જેવી રીતે છો અને જે માટે છો તેની એક વિશિષ્ટતા છે અને આ વિશિષ્ટતાને કારણે જ તમે જે છો તે છો. તમે જે વિચારી શકો કે કરી શકો તે બીજા એ જ રીતે કરી શકશે નહીં. માટે તમે જે છો તે બનવાનો પ્રયત્ન કરીને સાધારણમાંથી અસાધારણ વ્યક્તિ બની શકો છો. જે વ્યક્તિ આ વાત સમજી શકે છે તે સાચા અર્થમાં સુખી પણ થઈ શકે છે. અમુક વ્યક્તિ અમુક રીતે શા માટે વર્તે છે કે અમુક વ્યક્તિને અમુક વસ્તુ શા માટે મળી છે, તેવા મિથ્યા વિચારોમાંથી તે બચી શકે છે. તે પોતાના સ્વભાવ અને સ્વ-ધર્મને અનુરૃપ કાર્ય કે પ્રવૃત્તિ કર્યા કરે છે. તેને ક્યારેય બીજાની ઈર્ષ્યા થતી નથી. તે નિશ્ચયપૂર્વક જાણે છે કે વૃક્ષમાં જેટલું મહત્ત્વ ફૂલ કે પાનનું છે તેટલું જ મહત્ત્વ મૂળનું પણ છે. તમે જે છો તે બનવામાં જ તમારી વિશેષતા રહેલી છે, અસાધારણતા રહેલી છે. જગતની સફળ અને સુખી વ્યક્તિઓ આ રીતે જ જીવન જીવીને અસાધારણ વ્યક્તિ બની છે. આવી વ્યક્તિઓ પોતાના વિશે જરાય લઘુતાગ્રંથિ સેવ્યા વિના કે જરાય મિથ્યા અભિમાન રાખ્યા વિના પોતાના સ્વભાવને અનુરૃપ બનીને પોતાનું કામ કરતી હોય છે. ફરી એક વાત બરાબર યાદ રાખવી જોઈએ કે આ જગતમાં જેટલી અગત્ય હાથીની છે એટલી જ અગત્ય કીડીની કે મધમાખીની પણ છે. બીજી બાબત એ છે કે સતત સક્રિય રહીને તમે અસાધારણ વ્યક્તિ બની શકો છો - તમે તમારી જાતને સાધારણ ગણતા હો તો પણ. એક અસાધારણ કે અસામાન્ય માણસને પણ આ જગતમાં ક્યાંય નિષ્ક્રિયતા નથી. હરપળે, હરક્ષણે, કશુંક બન્યા જ કરે છે. તમે કાંઈ કરો કે ન કરો છતાં સમય વહેતો જ રહે છે. જન્મ થતાં જ માણસ એક એવી ટ્રેનમાં મુસાફરી કરવા માંડે છે જે ટ્રેનને કોઈ સ્ટેશન નથી જે વચ્ચે ક્યાંય રોકાતી નથી. જગતમાં જે કાંઈ છે તે ગતિશીલ છે. આ ગતિશીલ વિશ્વમાં નિષ્ક્રિય થઈ જવું તે એક પ્રકારનું મૃત્યુ જ છે. જીવનની સાથે રહેવા માટે માણસે સતત સક્રિય રહેવું જોઈએ. અહીં એ જાણવું પણ જરૃરી છે કે માણસની સક્રિયતાને તેની 'અનિર્ણાયકતા' અવરોધે છે. આ અવરોધથી બચવા માટે માણસ માટે નિર્ણય ન કરવા કરતાં ખોટો નિર્ણય એ વધારે સારું છે. ખોટો નિર્ણય કરનાર માણસ ક્યાંક તો પહોંચી શકે છે. જમણી બાજુ જવાને બદલે ડાબી બાજુ જનાર માણસને પોતે ખોટા રસ્તે ગયો છે એવી ક્યારેક તો ખબર પડે જ છે અને ત્યારે એ પોતાનો રસ્તો બદલી પણ શકે છે. નિષ્ક્રિય રહેનાર વ્યક્તિ કરતાં એની સ્થિતિ સદાય સારી રહે છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે માણસને કામ કરવાનો થાક લાગે છે, પણ સૌથી વધારે થાક માણસને કામ નહીં કરવાનો, નિષ્ક્રિય રહેવાનો લાગે છે. જીવનમાં સક્રિય રહેનારા માણસો જ સફળ કે અસાધારણ બન્યા છે. વિચારોમાં અટવાઈને ઊભો રહેનાર માણસ કમનસીબ જ ગણાય. એની સ્થિતિ એક એવા માણસ જેવી ગણાય જેની પાસે દીવો હોવા છતાં એનો ઉપયોગ કરવો કે નહીં એનો નિર્ણય કરવામાં જ જે ગોથાં ખાધા કરતો હોય. અનિર્ણાયકતા માણસની નિષ્ક્રિયતાને પોષણ આપે છે. નિષ્ક્રિયતાને દૂર કરવા માટે નિર્ણય કરો અને આગળ ચાલો. ભૂલ થાય તો ફરી નિર્ણય કરો. ફરી આગળ ચાલો, કારણ કે કોઈ નિષ્ક્રિય વ્યક્તિએ કશું સિદ્ધ કર્યું હોવાનું જાણવા મળતું નથી. ત્રીજી મહત્ત્વની બાબત વ્યક્તિનું શ્રદ્ધાપૂર્વકનું જીવન છે. શ્રદ્ધા એ જીવનને ગતિ આપનારું બળ છે. જો કે શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહિ, પરંતુ એની તાત્ત્વિક ચર્ચામાં ઊતરવાનું અહીં વ્યવહારુ નથી. માત્ર એટલું જ કે શ્રદ્ધા સતત ગતિશીલ અને નિર્મળ હોય છે, જ્યારે અંધશ્રદ્ધા બંધિયાર હોય છે. વહેતાં પાણીમાં અને અવાવરું પાણીમાં જેટલો તફાવત હોય છે એટલો જ તફાવત શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં હોય છે. શ્રદ્ધા સૌ પ્રથમ તો પોતાની જાતમાં હોવી જોઈએ. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી હોતી તેનામાં સાચી શ્રદ્ધા હોતી નથી. અહીં એક વાત કરવી જરૃરી છે.જેનામાં આત્મશ્રદ્ધા હોય છે તેને બીજા તરફ તિરસ્કાર નથી હોતો. કરુણા હોય છે. એક સંતની વાત છે. કોઈ એક વ્યક્તિ એની પાસે દીક્ષા માટે આવી. સંતે તેને પહેલાં પ્રશ્ન પૂછયો, લગ્ન કર્યાં છે? કોઈ વાર કોઈ સાથે પ્રેમ કર્યો છે? પેલાએ ના કહી. સંતે કહ્યું, જેણે કદી પ્રેમ કર્યો જ નથી તે ઈશ્વર સાથે કઈ રીતે પ્રેમ કરી શકે? તું પાછો જા. લગ્ન કર. પ્રેમ કર. પ્રેમનો અનુભવ કર, પછી મારી પાસે આવજે. આવું જ શ્રદ્ધાનું છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા ન હોય એ ઈશ્વરમાં શ્રદ્ધા કઈ રીતે રાખી શકે? શ્રદ્ધાવાન નાસ્તિક અશ્રદ્ધાળુ આસ્તિક કરતાં વધારે સારો છે. બલકે અશ્રદ્ધાળુ હોય તે સાચા અર્થમાં આસ્તિક હોઈ જ શકતો નથી, પછી ભલે તે ગમે તેટલો બાહ્યાડંબર કરે. એથી ઊલટું જેના દિલમાં શ્રદ્ધા છે તે નાસ્તિક હોય તો પણ તેની શ્રદ્ધા તેનામાં ગમે ત્યારે જાગી ઊઠે છે. સુરદાસને રત્નાવલિએ માત્ર એટલી જ ટકોર કરી કે મારા તરફ જેટલો પ્રેમ છે એટલો પ્રેમ જો ઈશ્વરમાં હોત તો તમે શું હોત! અને બિલ્વમંગળના હૃદયનાં કમાડ ઊઘડી ગયાં! શ્રદ્ધાનાં મૂળ પ્રેમમાં હોય છે પ્રેમ વિના શ્રદ્ધા ક્યારેય હોઈ શકતી નથી. અને શ્રદ્ધા વિના ક્યારેય કોઈ મહાન કાર્યો સિદ્ધ થઈ શકતાં નથી. શ્રદ્ધા અંધકારમાં પ્રકાશ છે. જીવનના અડાબીડ અંધકારમાં આગિયાના ઝબકાર જેટલો જે પ્રકાશ માણસને માર્ગદર્શન આપે છે, તે શ્રદ્ધાનો જ પ્રકાશ હોય છે. શ્રદ્ધા માણસની અનેક નબળાઈઓને ખંખેરી નાખે છે. નિરાશાઓને અને હિચકિચાટને દૂર કરી નાખે છે. ગમે તેવાં અશક્ય લાગતાં કામ માટે તેને તૈયાર કરી દે છે. યાદ રાખો, માનવ-ઇતિહાસમાં જે કાંઈ પ્રગતિ થઈ છે તે શ્રદ્ધાને કારણે જ થઈ છે. ગની દહીંવાલાનો એક શેર શ્રદ્ધાનું મહત્ત્વ અને શક્તિ સમજવા માટે પૂરતો છે. 'શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.' તો આવી વાત છે શ્રદ્ધાની. સામાન્ય લાગતી ઉપરની ત્રણેય બાબતો ઉપર ધ્યાન આપતી વ્યક્તિ જરૃર સફળતાને વરે છે અને સામાન્ય કે સાધારણ વ્યક્તિમાંથી અસામાન્ય અને અસાધારણ વ્યક્તિ બની શકે છે. કૌટિલ્યની વાતના સમર્થનમાં આપણે અહીં કહી શકીએ કે માત્ર શિક્ષક જ નહીં, કોઈ પણ વ્યક્તિ ક્યારેય સાધારણ હોતી નથી. માત્ર માણસે એની જાતને ઓળખવાની, કેળવવાની જરૃર હોય છે, થોડી સંવારવાની જરૃર હોય છે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment