[F4AG] અડધી ભેટ

 

અડધી ભેટ


ભાતૃપ્રેમની વાત યાદ કરતાં જ લક્ષ્મણ યાદ આવી જાય છે. રામચંદ્રજી મહાન છે. લોકો એને ભગવાન તરીકે પૂજે છે, પરંતુ લક્ષ્મણને તો લોકો રામના સંદર્ભમાં જ યાદ કરે છે. (અને લક્ષ્મણની પત્ની ઊર્િમલાને તો કોઈક જ યાદ કરે છે.)

પોતાના સ્વાર્થ ખાતર સગાભાઈનું ખૂન કર્યાની અનેક વાતો અવાર-નવાર વાંચવા અને સાંભળવા મળે છે. એ વખતે આપણને વિચાર આવે છે કે, સ્વાર્થ અને લોહીથી લથબથ આજની આ દુનિયામાં લક્ષ્મણ જેવો ભાતૃપ્રેમ હોય ખરો?

અહીં રજૂ કરેલી આ વાત વાંચનારને થશે કે હા, એવો ભાતૃપ્રેમ આજે પણ ક્યાંક ટમટમે છે.
"એ વખતે મારી ઉંમર દસ વર્ષની હતી અને મારા ભાઈ નિકસનની ઉંમર ચૌદ વર્ષની હતી. અમારાં માતા-પિતાની સ્થિતિ સામાન્ય હતી. મા આખો દિવસ કામ કરતી અને પિતા નોકરી કરવા જતા. છતાં અમને બંને ભાઈઓને એવા તો લાડથી એ ઉછેરતા કે અમારા જીવનમાં અમને ક્યારેય કશી ઉણપ લાગતી નહોતી. થોડા દિવસ પછી મારી બાનો જન્મદિવસ આવતો હતો. નિકસને મને કહ્યું : "રોબર્ટ, બાના જન્મદિવસે આપણે તેને કાંઈક ભેટ આપવી જોઈએ. મેં તેને માટે થોડા પૈસા પણ બચાવ્યા છે."

મેં કહ્યું: "તારી વાત સાચી છે નિક, મારી પાસે પણ પૈસા છે. આપણે બંને ભેગા થઈને સરસ ભેટ લઈએ."

"ના" નિકે કહ્યું: "બા માટે આપણે જુદી જુદી ભેટ લેવી જોઈએ. અને હું તો એમ કહું છું કે એની વાત પણ આપણે એકબીજાથી ખાનગી રાખવી જોઈએ તો જ ખરો આનંદ આવશે."
મને નિકની વાત સાચી લાગી. જોકે અમે બહુ ગરીબ હતા અને અમારી પાસે ખાસ પૈસા નહોતા છતાં અમે બંને ભાઈઓએ અમને મળતી રકમમાંથી થોડા પૈસા બચાવ્યા હતા. અમે બીજાં નાનાં-મોટાં કામ કરી થોડું કમાઈ પણ લેતા. આમ અમારી પાસે થોડી મૂડી જમા થઈ હતી.

બાનો જન્મદિવસ નજીક આવતો ગયો તેમ તેમ અમારી ઈન્તજારી વધતી ગઈ. રાત-દિવસ અમે નવી નવી ભેટોનો વિચાર કર્યાં કરતા હતા. અને છતાં એ વાત એકબીજાથી છાની રાખતા હતા. આખરે એક દિવસ અમે એ વાત અમારા પિતાને કરી. અમારી બંનેની વાત સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા. અને અમારી પીઠ થાબડીને કહ્યું: "છોકરાઓ, તમે ખૂબ જ અદ્ભુત કામ કરી રહ્યા છો. તમારી બા તો એના જન્મદિવસ ઉપર તમારી ભેટની વાત સાંભળીને જ ગાંડીઘેલી થઈ જશે. આહ! તે કેટલી ખુશ થશે!"

પિતાના એ શબ્દોથી અમારા આનંદમાં અનેકગણો વધારો થયો. અને અમે અમારા પૈસામાંથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ખરીદવા શહેરમાં ફરવા લાગ્યા. પરંતુ અમે બંનેએ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે વાત એકબીજાથી ખાનગી રાખી.

પિતાના શબ્દોનો જ્યારે અમે વિચાર કરતા ત્યારે અમને અમારી સ્થિતિનો ખરો ખ્યાલ આવતો. અમારા કુટુંબની જવાબદારી ઉપાડવાના બોજાને કારણે બાને એ કદાચ ક્યારેય કીમતી ભેટ આપી શક્યા નહોતા. અમારી મા આખો દિવસ કામ કરતી, રસોઈ કરતી, કપડાં ધોતી, ઘર સાફસૂફ કરતી, કપડાંને ઈસ્ત્રી કરતી અને જ્યારે પણ ફુરસદ મળે ત્યારે અમારા ઘરની ફરસ પોતાં કરીને એકદમ ચકચકિત રાખવા પ્રયત્ન કરતી. આ બધાં કામ તે બહુ જ આનંદથી કરતી. નિક એને ઘણી વાર કહેતો ''બા, તું વારંવાર પોતાં શા માટે કરે છે?  દુખાવો થશે. અમારા શિક્ષક કહે છે કે લાંબો સમય આવું કામ કરનારને ઘૂંટણનો વા થાય છે.'' એના જવાબમાં બા માત્ર હસતી અને કહેતી, "બેટા, પક્ષીઓ પણ પોતાનો માળો સાફસૂફ રાખતાં હોય છે."

અમારી આવી માતા માટે એના જન્મદિવસે ભેટ આપવાનો અમારા માટે આ પહેલો પ્રસંગ હતો. અમને મૂંઝવણ પણ ઘણી હતી. આખરે અમે અમારી ભેટો ખરીદી લીધી. નિકે મને
પૂછયું : "સાચું કહેજે, તેં બા માટે શું ખરીદ્યું છે?"

મેં કહ્યું, "તું કહે"
"ના એ વાત ખાનગી છે."

મને પણ થયું કે હું પણ મારી ભેટની વાત ખાનગી રાખું પણ મારાથી રહેવાયું નહીં. એટલે મારી ભેટનું રહસ્ય મેં નિકને બતાવી દીધું. બાને ભેટ આપવા માટે એક સરસ કાંસકો ખરીદ્યો હતો. એમાં કૃત્રિમ નંગ જડેલા હતા, પરંતુ તે સાચા હીરા જેમ જ ચમકતા હતા. કાંસકો ખૂબ જ સુંદર હતો. મારી બાના વાળ ખૂબ જ લાંબા હતા. મને ખાતરી હતી કે એ કાંસકાથી વાળ ઓળતી વખતે મારી બા ખૂબ જ ખુશ થશે. ને એ રીતે મારી ભેટ એને સદાય ગમશે. નિકને મેં પૂછયું, "હવે તું કહે, તેં શું ખરીદ્યું છે?"
પરંતુ નિકે એની ભેટની વાત મને કરી નહી.ં

આખરે બાનો જન્મદિવસ આવી પહોંચ્યો. સવારના અમારા પિતાએ અમને બંને ભાઈઓને બોલાવ્યા, અને પૂછયું, "છોકરાઓ, તમારી ભેટ હવે મને બતાવો."

તરત જ નિકે કહ્યું, "પપ્પા, અમે ભેટ તો મમ્મીને જ આપીશું અને એ પણ એવે વખતે કે જ્યારે એનો ખાસ સમય હોય."

"ખાસ સમય એટલે?" પિતાએ પૂછયું.

"ખાસ એટલે એક ખાસ સમય મારી ભેટને એક ખાસ સમય સાથે સંબંધ છે." નિકે કહ્યું.
મારા પિતા નિકની વાતમાં કશું સમજ્યા નહીં. પણ તેમણે હસીને માથું હલાવી દીધું.
દિવસ શરૃ થયો. બાએ એનું કામ શરૃ કર્યું. તેણે ઘરની સાફસૂફી કરી અને ફરસ પર પોતાં કરવાનું શરૃ કર્યું. અમે બંને ભાઈઓ ઊભા હતા એ વખતે નિકે મારો હાથ દબાવ્યો. અને અમે બંને જણા અમારા પિતા પાસે પહોંચ્યા અને અમારા પિતાએ બાને પૂછયું, "આજે તારો જન્મ દિવસ છે તને ખબર છે ને?"

બાએ ઊંચું જોયું અને હળવું હસી. એ પોતાં કરતી હતી. પિતાએ કહ્યું, "આ બંને છોકરાઓ આજે તને જન્મદિવસની ભેટ આપવા માગે છે." બા ખુશ થઈ. પિતાએ નિકને કહ્યું, "તારી ભેટ હવે તો દેખાડ." અને નિકે એની ભેટ બાની સામે મૂકી. પગમાં પહેરીને ફરસ પર ઘસીને પોતાં કરી શકાય એવું તે સાધન હતું એને જોતાં જ બાનું મોઢું પડી ગયું. બાના જન્મદિવસે આવી ભેટ! મારા નસીબમાં તો આખી જિંદગી પોતાં જ કરવાનું લખ્યું લાગે છે. આંસુ લૂછતી તે બીજા રૃમમાં ચાલી ગઈ. અને ત્યાં જઈને ડૂસકાં ભરવા લાગી.

નિકની સ્થિતિ તો એના કરતાં પણ ખરાબ થઈ ગઈ અને મારા પિતા તો આઘાતથી મૂઢ જ થઈ ગયા. આવી ભેટ હશે એવી તો કોઈને કલ્પના પણ નહીં.

નિકે હીબકાં ભરીને કહ્યું, "હું મારી ભેટ પાછી લઈ લઉં છું. પરંતુ મારા પિતા બહુ વ્યવહારુ હતા. તેમણે કહ્યું, "ના, આ ભેટ તો અદ્ભુત છે." નિકનો હાથ પકડીને બા પાસે લઈ ગયા.
બા હવે ડૂસકાં ભરતી નહોતી. પરંતુ મૂંગી મૂંગી રૃમની ફરસ ઉપર ફરી વાર પોતાં કરતી હતી. પિતાએ કહ્યું, "આ છોકરો નિક કેટલો હોશિયાર અને લાગણીશીલ છે. તારી તકલીફનો વિચાર કરીને હું પોતે જ આવું કાંઈક ખરીદવાનો વિચાર કરતો હતો. એના બદલે એ પોતે જ લઈ આવ્યો. અને હજી એની પૂરી વાત તો સાંભળી જ નથી. એ એમ કહે છે કે, આ નવા સાધનથી હવે આજથી એ જ પોતાં કરવાનો છે. તારા જન્મદિવસની ખુશાલીમાં આજથી તારું કામ એ પોતાના માથે લઈ લેવા માંગે છે અને એ જ તેની ખરી ભેટ છે."

નિકે તરત જ કહ્યું,"હા, બા, હવેથી પોતાં હું જ કરીશ."

મારી બાએ પ્રેમથી અમારી સામે જોયું અને કહ્યું, "નિક હજી ચૌદ જ વર્ષનો છે. આવું કામ કરવું એ એનું ગજું નથી."

છતાં નિકે કહ્યું, "ના બા, પોતાં તો હું જ કરીશ." ''સારું!'' મારા પિતાએ કહ્યું, "આજનો દિવસ તને પોતાં કરવાની છૂટ છે." અને આમ આખીએ વાત એમણે સરસ રીતે વાળી લીધી. બા પણ હસી પડી અને નિક પણ હસી પડયો.

એ વખતે મારા પિતાએ મારા સામે જોઈને કહ્યું, "રોબર્ટ, હવે તારી ભેટ તો બતાવ."
મારો હાથ મેં ખિસ્સામાં નાખ્યો. ખિસ્સામાં દાંતિયો હતો એને મારા આંગળાએ સ્પર્શ કર્યો. નિક એ વખતે મારા સામે જોતો હતો. મારી સુંદર ભેટનો વિચાર આવતાં જ એનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં કાંસકો બહાર કાઢવાને બદલે ખિસ્સામાં રાખ્યો. અને કહ્યું, "પપ્પા, અમે બંને ભાઈઓએ છેલ્લી ઘડીએ વિચાર ફેરવી નાખ્યો હતો. પોતાં કરવાના આ સાધનમાં અડધા પૈસા મારા છે. એટલે અમારા બંનેની એ અડધી અડધી ભેટ છે."
એ સાંભળી નિકની આંખો ભરપૂર પ્રેમથી ચમકી ઊઠી.

આ લેખ વાંચીને પ્રેમ અને મમતાની દુનિયાના એક જુદા જ વાતાવરણમાં થોડી વાર જીવ્યાનો આપણને અનુભવ થશે. એ દુનિયામાં સ્ત્રીનું સ્ત્રીત્વ, માતાનું માતૃત્વ, પિતાનું ડહાપણ અને ભાઈનો પ્રેમ એક સાથે જ ધબકે છે.
(રોબર્ટ મેક્સના એક અંગ્રેજી લેખના આધારે સાભાર)


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...