અમેરિકાના બીકણવેડાથી દુબઈને તડાકોKanti Bhatt માઇકલ ડેવિસ લખે છે કે તમે જેટ વિમાનમાં બેઠા હો અને વિમાન દુબઈના ૨૪ ચોરસમીટરના દરિયાઈ વિસ્તારવાળા દેશને જુઓ તો નીચે ઊંચા ઊંચા ટાવરોનાં જંગલો દેખાય છે. નીચે ઊતરો એટલે ૧૭૦ માળની 'અરમાની ઈન' નામની સેવન સ્ટાર હોટેલમાં (ખિસ્સામાં ડોલરના થોકડા હોય તો) ઊતરવા મળે છે. આ હોટેલનું એટિ્રયમ ઉર્ફે પ્રાંગણ એટલું વિરાટ છે કે તેમાં તમે ન્યૂ યોર્કનું સ્ટેરયુ ઓફ લિબર્ટી ઊભું રાખી શકો. દરેક હોટેલના રૂમમાં તમને પર્સનલ-બટલર મળે છે તે તમને ભાવતાં 'ભોજન' પીરસે છે. એ પછી તમને વધુ લકઝરી ભોગવવી હોય તો જેલીફિશટે આકારની હાઇડ્રોપોલીસ હોટેલ છે. તે દરિયાની ૬૬ ફૂટ નીચી સપાટીમાં બંધાઈ છે. તેમાં ૨૨૦ લકઝરી-સ્વીટ છે, તેની તમામ રૂમને કાચની બારીઓ હોય છે. બારીમાંથી તમે પાળેલી મોટી માછલી ઘૂમતી જોઈ શકો. ત્યાં જઈ શકો છો. અહીં પાણીની અંદર જ ગોઠવેલું ફાયરવર્ક જોઈ શકાય છે. દુબઈમાં આવીને સેવનસ્ટાર હોટેલમાં કદાચ તમારે હૈદ્રાબાદ કે તાઇપેઈ (તાઇવાન)થી આવેલ ઇન્ફોટેકના ગ્રાહકને મળવાનું હોય છે, પણ ખિસ્સું તગડું હોય તો એક દિવસ વહેલા આવી દરિયાઈ હોટેલમાં રાત રહી શકો છો. અહીંની મોનોરેલમાં બેસી શકો છો. અહીંની ૭-સ્ટાર હોટેલમાં બરફના પર્વત બનાવવામાં આવ્યા છે જે ઉનાળાને ઠંડો બનાવે છે. તમને થાઇલેન્ડનું ભોજન કે ભારતનું ભોજન મળે છે. તમને થાઇ-ભોજન સાથે રેસ્ટોરાંના બારમાં સેક્સી એવી રશિયન છોકરી મળે છે. પહેલેથી જ રૂ. ૨૫-૨૫ કરોડને ખર્ચે, યુરોપનાં અખબારોમાં છપાતી પૂર્તિમાં અપાતાં વચન મુજબ તમને અહીં પૃથ્વી પરનું સ્વર્ગ જોવા મળશે. ૨૦૧૦માં દુબઈમાં ૧.૫ કરોડ ટુરિસ્ટને આકર્ષવાનો લક્ષ્યાંક છે એટલે કે એક આખું ન્યૂ યોર્ક દુબઈમાં એશ કરવા આવશે. તે ધનિક ટુરિસ્ટોને લાવવા ડોલરના બોઇંગ અને એરબસ વિમાનોની વરદી આપી છે. અહીંના હોટેલનાં કેસીનો (જુગારખાના) સામે લાસવેગાસના કેસીનો બબૂચક લાગે. અહીંની કેટલીક હોટેલોના ગોલ્ફ કોર્સ છે. એક ગોલ્ફના મેદાનનું નામ 'ધ ટાઇગર વુડ ગોલ્ફ કોર્સ' રખાયું છે. રણના ૨૦૦૦૦ મજૂરોને માંડ માંડ પાણી પીવા મળે છે, પણ રોજેરોજ ગોલ્ફના મેદાનને હરિયાળું રાખવા ૪૦ લાખ ગેલન પાણી વપરાય છે. દુબઈલેન્ડ નામનું ડીઝનીવર્લ્ડને ભૂપાય તેવું થીમ પાર્ક છે. ડીઝનીવર્લ્ડ કરતાં બમણા કદનું છે અને તેમાં ૩ લાખ લોકો કામ કરે છે, તે દોઢ કરોડ ટુરિસ્ટને મનોરંજન કરાવશે. દુબઈલેન્ડમાં આવનારે ઓછામાં ઓછો રૂ.૫૦૦૦નો ખર્ચ તો કરવો જ પડે. આ દુબઈલેન્ડમાં તમને તાજમહાલ અને બીજા પુરાણા ટાવરનાં દર્શન થશે. દુબઈની કોઈ પણ એબ અમેરિકન સરકારને દેખાતી નથી. દાઉદ ઇબ્રાહીમને પોષનારી આ દુબઈની સરકાર છે, કારણ કે દાઉદ અહીંના શેખોને જોઈએ તેવી ભારત-પાક કે બીજા દેશની છોકરીઓ પૂરી પાડે અને કરાચી બેઠાં શેખોની હવસ હજી સંતોષે છે. આ મારી વાતને કોઈ પડકારી ન શકે. અમેરિકાએ ઈરાન ઉપર જાસૂસી કરવા માટે દુબઈમાં પોતાનું થાણું ઊભું કર્યું છે તેને અહીં શેખ અલ મકતુમે પૂરી સગવડ આપી છે. સાથે અલ કાયદાના કેટલાક ત્રાસવાદીને અહીં બુર્ઝ ખલીફામાં સંતાવાની સગવડો મળે છે. ભાગ્યે જ કોઈને ખબર છે કે અમેરિકન સરકારના બીકણવેડા થકી દુબઈ અઢળક કમાય છે. જેબેલઅલી નામના પોર્ટ-કોમ્પ્લેકસ (બંદરનું સંકુલ) અમેરિકન નૌકાદળ માટે ખોળો પાથરે છે. દુબઈના એરપોર્ટનું ટર્મિનલ-ટુ અમેરિકન સિક્યુરિટીનાં વિમાનો માટે રિઝર્વ છે. અહીં અમેરિકાની મોટી સંરક્ષણ-સિક્યુરિટી સર્વિસવાળી કંપની હેલિબર્ટનનો સ્ટાફ ઊતરે છે. અહીં બધા અમેરિકન સૈનિકો ન્યૂ યોર્ક કે ફલોરિડાથી આવીને દુબઈમાં થાકોડો ઉતારે છે પછી બગદાદ, કાબુલ અને કરાચી જાય છે. અમેરિકા માટે જગતનું સૌથી સલામત એરપોર્ટ હોય તો દુબઈ છે. સાઉદી અરેબિયામાં વેશ્યાગીરીની ઉપર કડક જાપ્તો છે એટલે માઇક ડેવિસ નામના પત્રકારના કહેવા મુજબ સાઉદીના પાંચ લાખ આરબો દરવર્ષે દુબઈમાં એક વખત દેહમોજ કરવા આવીને ૭ અબજ ડોલરનો વકરો કરાવે છે કે પ્રોપર્ટીમાં મૂડી રોકે છે. મોટા ભાગની પ્રોપર્ટી માત્ર સ્પેક્યુલેશન-સટ્ટા માટેની છે. દુબઈને આમ યુરોપ-અમેરિકાના ડર ઉપર ખૂબ કમાણી મળે છે. દા.ત ક્રૂડતેલના ભાવ આસમાને ગયા અને ક્રૂડતેલની તંગી થશે તેવા ડર થકી દુબઈની સાથે ૧૨૦ અબજ ડોલરના તેલના સોદા થયા, પરંતુ આ તમામ અઢળક અગર કાળી કમાણી દુબઈને દેવાળાની હાલતમાં આવતી રોકી શકી નથી. દુબઈના બંદરી વિસ્તાર જેબેલ અલીના દરિયામાં જ અમેરિકાનું અણુશકિતથી ચાલતું જહાજ લાંગરેલું છે. દુબઈના શેખને જયારે પણ અફઘાનિસ્તાનમાં તેમનો ફાલ્કનને (બાજ) પાળવાનો શોખ પૂરો પાડવો હોય ત્યારે શેખ તેના પાળેલા બાજ પક્ષીઓ લઈને કાબુલ અને તેના પર્વતોમાં જાય છે તેને અમેરિકન લશ્કર સુરક્ષા આપે છે. પર્સનલ સિક્યુરિટી માટે અમેરિકનો દુબઈને પેરેડાઇઝ ગણે છે. અમેરિકનો એરપોર્ટ પર ઊતરે એટલે બુલેટપ્રૂફ રોલ્સરોયસ તેને લેવા આવે છે અને સલામતથી તે હોટેલમાં ઉતારે છે. અહીંના બિલ્ડિંગ કોન્ટ્રાકટરો બેકાબૂ બની કોન્ટ્રાકટ લે. પછી બિલ્ડિંગમાં નફો ન જણાય તો દેવાળું કાઢી શકાતું નથી એટલે રાતોરાત વિમાન પકડે છે અને કેરળના મજૂરો રાતે પાણીએ રડે છે. ૨૨-૩-૦૬ના રોજ ૭૦૦૦ કામદારોએ પ્રથમ વાર દુબઈમાં સરઘસ કાઢેલું તેને દાબી દેવાયું. ગોલ્ફ કોર્સને અઢળક પાણી મળે છે ત્યારે 'અરેબિયન રાન્ચ' પ્રોજેકટના હજારો કામદારોને રસોઈ માટે પણ પાણી મળ્યું નહોતું. અમેરિકાના આર્કિટેકટ એડિયન સ્મિથ જેણે બુર્ઝ દુબઈ અગર બુર્ઝ ખલીફા બાંઘ્યું છે તે હવે મોઢું છુપાવે છે. પત્રકારોને મળતા નથી. દુબઈના આ નવા સ્વર્ગને ભારત-પાક મજૂરો નરકનું દ્વાર ગણે છે પણ અહીંના શેખ અલ મકતુમ તો પોતે કવિ પણ છે તે ગોખેલું સૂત્ર બોલે છે. જે માણસ ભવિષ્યને બદલવાનો પ્રયાસ કરતો નથી તે ભૂતકાળનો કેદી બની રહે છે! કોણ કેદી છે અને કોણ ગુનેગાર છે તે આ લેખો વાંચીને તમે નક્કી કર્યું જ હશે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment