[F4AG] નમે તે સૌને ગમે

 

નમે તે સૌને ગમે
 
 
વિચારમંથન - સંજય દોશી
 
જે નમી જાય છે તે સૌને ગમી જાય છે એટલે કે જીવન સંગ્રામમાં ઘણા બધા એવા પ્રસંગો-બનાવો અને ઘટનાઓ બનતી હોય છે કે ત્યાં વ્યક્તિ જો થોડું-ઘણું પણ નમી જાય તો તે હારી ગયેલી બાજીને ફરીથી જીતી જાય છે. વ્યક્તિ પોતાના નિર્ણય કે ફેંસલા પર અક્કડ વલણ રાખવાને બદલે જો થોડી નમે છે ત્યારે તે વ્યક્તિ સૌની પ્રિય બની જાય છે. એટલે જ કહેવાય છે કે જે નમે તે સૌને ગમે.
 
'નમન નમન મેં બહુત ફર્ક હૈ, બહોત નમે સો નાદાન'
નમવાની, ઝૂકવાની અને વાતને મૂકી દેવાની, જતી કરવાની જ્યારે વાત આવે ત્યારે જ આ નમવાનો સદ્ગુણ યાદ આવે છે. સમાજમાં જાતજાતના સ્વભાવની વ્યક્તિઓ હોય છે. નમન-નમન મેં બહુત ફર્ક હે એટલે કે અહીંયાં નમનમાં પણ બહુ ફરક જોવા મળે છે. કોઇ વ્યક્તિ સરળતાથી નમી જાય છે, જ્યારે કોઇ અક્કડ વલણ અપનાવીને જીવનમાં ક્યારેય નમતી હોતી નથી. આવી વ્યક્તિને નમવામાં નહીં પરંતુ બીજાને નમાવવામાં જ રસ હોય છે. પોતાની વાત સાવ ખોટી, અસત્ય અને પાયાવિહોણી હોય તો પણ તેને વળગી રહે છે. પોતાના કક્કો જ સાચો છે એવું વર્તન કરતી રહે છે. આવી વ્યક્તિને ખરાબ વિચારોવાળી વ્યક્તિ કહી શકાય.
 
જોકે આનાથી તદ્દન વિરુદ્ધ વ્યક્તિઓ પણ સમાજમાં હોય છે. જેઓ સમય, સંજોગ અને પરિસ્થિતિને અનુલક્ષીને સમય આવે ત્યારે થોડું નમતું પણ આપી દે છે. બીજાની વાત પણ સાચી હોઇ શકે છે તેમ તેઓ વિચારતા હોય છે. ખરેખર આવી વ્યક્તિઓ સમાજમાં બહુ ઓછી જોવા મળતી હોય છે. બાકી તો બધાને બીજાને નમાવવામાં જ રસ હોય છે.
 
નમે તે સૌને ગમેની વાસ્તવિકતાનો આપણે આપણી જાત માટે સ્વીકાર કે અમલ કરવાનો છે. પરંતુ આપણે તે જ ભૂલી જતા હોઇએ છીએ. સામેની વ્યક્તિ આપણો ભાઇ-બહેન, પતિ-પત્ની કે સગાં-સંબંધી કોઇ પણ હોય તે આપણા ઢાંચા મુજબ ચાલે તેવું આપણે ઇચ્છતા હોઇએ છીએ. પરંતુ તે કેટલા અંશે યોગ્ય કહેવાય? જ્યાં પોતાનામાં જ નમી જવાનો, નમતું જોખવાનો, વિવાદાસ્પદ વાતને પડતી મૂકવાનો, બિનજરૃરી દલીલ-તકરાર-ઝઘડા-કલેહ-કંકાશને છોડવાનો સદ્ગુણ ના હોય અને સામેની વ્યક્તિ પાસેથી નમવાની અપેક્ષા રાખીએ તે ક્યાંનો ન્યાય કહેવાય? અહીંયાં શું માત્ર પોતાની જાત સાથે સ્વદોષ નિરખવાનું મન થતું નથી!
નમી જવું એનો અર્થ હારી જવું એવો થતો નથી. જો આપણે કોઇ વાર પોતાના કે બીજાના સુખ ખાતર, બીજાનું મન રાખવા માટે આપણે નમી ગયા તો હાર માની લીધી છે કે કોઇનાથી ગભરાઇ ગયા છીએ એવું માની લેવાની કોઇ જરૃર નથી. નમી ગયા એટલે જીવનની બાજી હારી ગયા એવું નક્કી થતું નથી. પરંતુ પોતાના જ આદર્શો, સિદ્ધાંતો, નિયમો અને લક્ષ્યાંકોમાં સમય, સંજોગ અને પરિસ્થિતિને અનુલક્ષીને તેમાં થોડા ઘણા સમય-સંજોગ મુજબ જરૃરી ફેરફાર કરી લઇને થોડું જીવનમાં નમીને પણ ચાલવા પ્રયત્ન કરીએ તો એમાં કોઇ માનહાનિ કે નુકસાન થવાનું નથી, પરંતુ તેનાથી સામેવાળી વ્યક્તિની નજરમાં આપણું સ્થાન થોડું ઘણું ઊંચું લઇ જવાની આ વાત છે. આમ કરવાથી સામેની વ્યક્તિને વહેલા કે મોડા પોતાની ભૂલ સમજાય છે અને તેને પાછળથી પસ્તાવો થાય છે.
 
એટલું યાદ રાખવું જોઇએ કે સમાજમાં વ્યક્તિને ત્યારે જ ઇજ્જત કે સન્માન મળે છે આ જગતમાં કોઇ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને નમાવીને આગળ આવી શકી નથી, આવી શકવાની નથી કે આવી શક્શે પણ નહીં.  જ્યારે તેનામાં સમય આવે નમી જવાનો ગુણ હોય. આપણા વડીલો પાસે આશીર્વાદ લેવા જઇએ ત્યારે શું આપણે ટટ્ટાર ઊભા રહીએ છીએ? જો એક વખત આપણે મોટા કે નાનાની સામે પણ નમી જઇએ તો એમાં કંઇ આપણે નાના થઇ જવાના નથી.
 
અહીં તાત્પર્ય એટલું જ છે તે પ્રભુ અને પ્રભુ સમાન આપણા મા-બાપ સામે નમી જવામાં આપણને જે અનહદ આનંદ, સંતોષ અને સુખનો અનુભવ થાય છે તે બીજા કશાથી થતો નથી. બસ તેવી જ રીતે જીવનમાં પણ ખોટાની સામે કે અસત્ય-અન્યાયની સામે નહીં, પરંતુ કોઇના હિત ખાતર, સુખ ખાતર, વેર-ઝેર, રાગ-દ્વેષ, ઇર્ષા, અદેખાઇ, લડાઇ-ઝઘડા, કજિયા, કંકાશ, વાદ-વિવાદ, તકરાર કે મતભેદ અને મનભેદ જેવાં દૂષણોને ઓછાં કરી લેવા માટે જો થોડા નમવાની જરૃર જણાય તો થોડું નમી જઇને પણ આ બધું અટકાવી શકાય, દૂર કરાવી શકાય. એટલે જ નમે તે સૌને ગમેને તમારો જીવનમંત્ર બનાવી દો.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...