માણસની સૌથી મોટી જરૂરિયાત પ્રેમKrushnakant Unadkat દિવસ કાઢયા વલખાં મારી, રાત વિતાવી છાનું રોઇ. 'શૂન્ય પાલનપુરી શ્વાસ જિંદગીને ચલાવે છે અને પ્રેમ જિંદગીને જીવવા જેવી બનાવે છે. જિંદગીમાંથી જો પ્રેમ બાદ થઈ જાય તો જિંદગીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. પ્રેમ વગરની જિંદગી શૂન્યાવકાશ સર્જે છે. શૂન્યાવકાશ એ એવો અવકાશ છે જ્યાં ખાલીપા અને ઝૂરાપા સિવાય કશું જ નથી. સન્નાટાનો ચહેરો બિહામણો છે. મૌન અને સન્નાટામાં ફર્ક છે. મૌન એ માણસે સ્વીકારેલી એવી સ્થિતિ છે જયાં વ્યકિત શાંતિની અનુભૂતિ માટે શબ્દો અને કોલાહલને વિરામ આપે છે. સન્નાટો એટલે માણસ ઉપર ઉતરી આવેલી એકલતાની આફત.ફ્રી હોઈએ ત્યારે સાંજના સમયે કોઈને મળવા જવાનું મન થતું હોય અને કયાં જવું? કોને મળું? એવા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તેના જવાબમાં તમારી પાસે કેટલા વિકલ્પો હોય છે? કોની સાથે મજા આવશે? એવા પ્રશ્નના જવાબમાં જયારે કોઈનું નામ નજર સામે ન ઉપસે ત્યારે સન્નાટો સર્જાય છે. ગપ્પાં મારવા અને ગોસિપ કરવા સેંકડો લોકો હોય છે પણ દિલની વાત કરવા કોઈ મળતું નથી. જેની પાસે સાવ ખાલી થઈ શકાય એવી વ્યક્તિઓ નસીબદારને જ મળે છે. ઘણી વખત આવી વ્યકિત હોય છે પણ એ પાસે હોતી નથી. સ્થળ અને કાળનો મતલબ આવા સમયે સૌથી વધુ સમજાય છે. તમે તમારી અંગત લાગણી, ખુશી કે ઘટના કોઈ સાથે શેર કરવા ઈરછતા હો અને તમે તમારી સૌથી અંગત વ્યકિતને ફોન કરો ત્યારે તેનો મોબાઈલ ફોન નો-રિપ્લાય થાય તો તમને કેવું ફીલ થાય છે? એક યુવાનને જોબ મળી. તેને આ સમાચાર સૌથી પહેલાં તેની પ્રેમિકાને આપવા હતા. બંનેએ નક્કી કર્યું હતું કે જોબ મળી જાય ત્યારે આપણે લગ્ન કરી લેશું. નોકરીની વાત ખબર પડતાંવેંત જ તેણે પ્રેમિકાને મોબાઈલ પર કોલ કર્યો. એક વાર, બે વાર, ત્રણ વાર ફોન કર્યા પણ દરેક વખતે ફોન નો-રિપ્લાય થયો. આ યુવાન ડિસ્ટર્બ થઈ ગયો. એક કલાક પછી પ્રેમિકાનો ફોન આવ્યો. કયાં હતી? હું કયારનો ટ્રાય કરું છું! પ્રેમિકાએ કહ્યું કે, હું કલાસમાં હતી. સોરી બાબા. ફોન સાયલન્ટ મોડમાં હતો. હું વાત કરી શકું એવી સ્થિતિમાં જ ન હતી. મને જોબ મળી ગઈ એ વાત કરીને એ યુવાન રીતસર રડી પડ્યો. તેણે પોતાની પ્રેમિકાને કહ્યું કે, માણસ કદાચ દુ:ખ, ગમ, નિરાશા, હતાશા અને નિષ્ફળતાને દબાવી દઈ શકે છે પણ ખુશીને દબાવી શકાતી નથી. કોઈ સારી વાત હોય ત્યારે માણસને પોતાની વ્યકિત પાસે વિસ્ફોટની જેમ ગર્જવું હોય છે, એવો અવાજ કરવો હોય છે કે પોતાની વ્યકિતના માત્ર કાન જ નહીં, અંગે અંગ નાચી ઊઠે. આવા સમયે જો સંપર્ક ન થાય તો માણસ આકુળ- વ્યાકુળ થઈ જાય છે. માણસની પાયાની જરૂરિયાતની માત્ર રોટી, કપડાં ઔર મકાન જ નથી. તેની પાયાની અને એક માત્ર જરૂરિયાત પ્રેમની છે. રોટી એકલા ખવાય ત્યારે એ માત્ર પેટ ભરવાની વસ્તુ બની જાય છે પણ રોટી જયારે કોઈની સાથે ખવાય ત્યારે એ પ્રેમનો પર્યાય બની જાય છે. લિવ ઈન રિલેશન અંગે હમણાં અદાલતે આપેલા ચુકાદા પછી આખા દેશમાં લવ, સેકસ એન્ડ ધોખાની ચર્ચાઓ ચાલી છે. કાયદાઓ અંગે એક વાત યાદ રાખવા જેવી છે કે, કાયદા માણસો માટે છે, માણસ કાયદા માટે નથી. કાયદા ઘડાતાં રહે છે, કાયદા બનતાં રહે છે, કાયદા તૂટતાં રહે છે અને કાયદા ચર્ચાતાં રહે છે. કોઈ કાયદો એક વ્યકિતને બીજી વ્યકિત સાથે જબરજસ્તીથી રાખી કે બાંધી શકતો નથી. સંબંધો માટેની મુકિત એ જ ખરા અર્થમાં સ્વતંત્રતા છે. આપણાં પાંચ પડોશી હોય છતાં આપણને કેમ એક કે બે સાથે જ બનતું હોય છે? કારણકે ત્યાં પ્રેમને અવકાશ છે. માણસને અમુક વ્યકિત જ ગમે છે, અમુક વ્યકિત સાથે જ ફાવે છે, એનો મતલબ એવો નથી કે બીજાં લોકો સારા નથી, એનો મતલબ એ જ છે કે એ લોકો આપણી વેવલેન્થમાં નથી. આપણાં દિલનું રડાર આપણને ગમે એવા લોકોને જ શોધે છે. કોઈ વ્યકિત શા માટે ગમે છે? તેના કોઈ ચોક્કસ કારણો હોતા નથી, ગમવાની અને ન ગમવાની વ્યાખ્યાઓ દરેક માણસની પોતાની અને અત્યંત અંગત હોય છે. માણસ ઉપર એવું મહેણું છે કે માણસ સ્વાર્થી પ્રાણી છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે, ગમે એવો સ્વાર્થી માણસ પણ માત્રને માત્ર પોતાના માટે જ જીવતો હોતો નથી, માણસ અંતે તો કોઈના માટે પણ જીવતો હોય છે. તમે વિચારજો કે, તમે કોના માટે જીવો છો? તમને જવાબ મળી જશે. જિંદગીની દરેક ઉમરે માણસને સૌથી વધુ જરૂરિયાત પ્રેમની જ હોય છે, ઉમર સાથે પ્રેમનો મતલબ અને વ્યાખ્યાઓ કદાચ થોડી થોડી બદલાતી હશે, પણ સરવાળે તો એ પ્રેમ જ હોય છે જે માણસ માટે જીવવાનું કારણ બની જાય છે. દરેક માણસે દિલનો એક કાયદો બનાવવો જોઈએ કે, હું મારાં બધા લોકોને અઢળક પ્રેમ કરીશ!' છેલ્લો સીન: સજા કરવાનો અધિકાર તેને જ છે જે પ્રેમ કરે છે. -વિલિયમ બ્લેક |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment