[F4AG] દુનિયાએ તે જીનિયસની ક્યારેય કદર ન કરી

 

દુનિયાએ તે જીનિયસની ક્યારેય કદર ન કરી

Navrang Sen

'જો માણસ ગાઢ ઊંઘમાંથી જાગે તો જોઈ શકે કે આખી દુનિયા સૂઈ રહી છે!'

લિયાનાર્દો દ વિન્ચી

દુનિયાના ઇતિહાસમાં (અને કદાચ વર્તમાનમાં પણ) થઇ ગયેલા જીનિયસોમાંનો એક હતો લિયોનાર્દો દ વિન્ચી. બહુમુખી પ્રતિભા ધરાવતા વિન્ચીનો જન્મ 15, એપ્રિલ 1452માં થયો હતો. તે પોતાના સમય કરતાં ઘણો આગળ હતો અને ઇટાલીનો આ મહાન પંડિત ચિત્રકાર, શિલ્પકાર, આર્કિટેક, સંગીતકાર, વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી, ઇજનેર, સંશોધક, શરીરવીદ, ભૂસ્તરશાસ્ત્રી, કાર્ટોગ્રાફર(નક્શા દોરવામાં મહારથ ધરાવનારો), વનસ્પતી શાસ્ત્રી તેમજ લેખક હતો.

વાંચતાજ આશ્ચર્યમાં મુકાઇ જવાય તેવી મોટાભાગની કાબેલિયત આ જીનિયસ ધરાવતો હતો. તેની ગણના આદિરૂપ પુરૂષ તરીકે પણ થાય છે. તેમજ ઇટાલીથી શરૂ થયેલી નવજાગૃતિની ચળવળમાં લિયોનું નામ પણ સામેલ હતું. મોનાલિસાનું ચિત્ર બનાવનારા વિન્સીની ગણના દુનિયાના મહાન ચિત્રકારોમાંજ નહીં પરંતુ દુનિયામાં અત્યારસુધી થઇ ગયેલા સૌથી કાબેલ વ્યક્તિ તરીકે પણ થાય છે. આર્ટ હિસ્ટોરિયન હેલેન ગાર્ડનર વિન્ચી વિશે એવો અભિપ્રાય ધરાવે છે કે,"લિયોનાર્દોનો વિવિધ ક્ષેત્રોમાં રહેલો રસ તેને સૌથી ઉંચું સ્થાન આપે છે તેમજ તેનું મસ્તિષ્ક અને વ્યક્તિત્વ તેને સુપરહ્યુમન બનાવનારૂં છે. આ વ્યક્તિ પોતાની રીતે ગૂઢવાદી હતો."

લિયોનાર્દો એક અમિર પિતાનું ગમાર મા થકી પેદા થયેલું અનૌરસ સંતાન હતો. તેનો જન્મ ફ્લોરેન્સના વિન્ચી પ્રાંતમાં થયો હતો. તેનું શિક્ષણ વિખ્યાત ચિત્રકાર વેરોક્કિનોના સ્ટૂડિયોમાં થયું હતું. તેના જીવનનો મોટોભાગ મિલાનના રાજા લુદોવિકો ઇલ મોરો વતી કામ કરવામાં ગયો હતો. તે પાછળથી રોમ, બોલોન્ગા અને વેનિસમાં પણ આવ્યો હતો. લિયોએ પોતાનું પાછલું જીવન ફ્રાંસમાં વિતાવ્યું હતું. તે સમયે અને અત્યારે પણ લિયોનાર્દોની ગણના માત્ર સફળ ચિત્રકાર તરીકેજ થાય છે. તેના અદ્દભૂત સર્જન મોનાલીસા અને ધ લાસ્ટ સપરની ગણના આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ચિત્રોમાં થાય છે. તેણે દોરેલા વર્ચ્યુવિયન મેનની ગણના આજે પણ સમ્માનિય સાંસ્કૃતિક ચિત્ર તરીકે થાય છે.

લિયોનાર્દો ફક્ત એકસારો પેઇન્ટર નહોતો, તે ટેકનોલોજીનો પણ મોટો ખેરખાં હતો અને પોતાના સમય કરતાં સદીઓ આગળ વિચારી શકવાની તેનામાં ક્ષમતા હતી. પોતાના સમયમાં તેણે હેલિકોપ્ટર, ટેંક, સુર્યઉર્જા, કેલક્યુલેટર, નવી ટેકનોલોજીના વહાણ વિશે પણ કલ્પનાઓ કરી હતી અને તેની ડિઝાઇન બનાવી હતી. તેણે જે મશિનોની કલ્પના કરી હતી તે તેટલી વિરાટ કક્ષાની હતી કે તેને સાકાર કરવી તે સમયે શક્ય નહોતી. જોકે, તેણે ઓટોમેટિક બોબિન વાઇન્ડર, વાયરની તાણ માપવાનું યંત્ર જેવી કલ્પનાઓ તેના સમયમાં જરૂર સાકાર થઇ હતી. એક વૈજ્ઞાનિક તરીકે લિયો માનવશરીર રચના, સિવિલ એન્જિન્યરિંગ, દ્રષ્ટી તેમજ હાઇડ્રોડાયનેમિક્સને લગતું ઘણું જ્ઞાન ધરાવતો હતો.

બાળપણ 1452 થી 1466

લિયોનાર્દોનો જન્મ 15 એપ્રિલ, 1452માં વહેલી સવારે ત્રણ વાગ્યે તે વખતના ફ્લોરેન્સ રાજ્યના વિન્ચી શહેરમાં થયો હતો. આ શહેર ટેકરીઓ પર આવેલું હતું તેમજ તેની પાસેથી એર્નો નદી વહેતી હતી. આગળ જણાવ્યું તે પ્રમાણે તે અમિર પિતાનું અનૌરસ સંતાન હતું. તેના પિતા નોટરી હતા. લિયોને તે સમયે પોતાની પાછળ લગાડવા માટે કોઇ નામ નહોતું. તેના નામ પાછળ લાગતા દા વિન્ચીનો અર્થ વિન્ચીનો (ઓફ વિન્ચી) થાય છે. તેનું ખરૂં નામ લિયોનાર્દો દી સેર પિએરો દા વિન્ચી હતું. લિયોનાર્દોનો અર્થ પણ પિએરોનો પુત્ર થતો હતો. તેના પ્રારંભિક જીવનની ખુબ ઓછી માહિતી ઇતિહાસમાં નોંધાયેલી છે. તેણે પોતાના જીવનના પહેલા પાંચ વર્ષ તેની માના ઘર એન્શિઆગોના એક નાનકડા ગામમાં વિતાવ્યા હતા, 1457માં તે પોતાના પિતા, દાદા-દાદી અને પિતૃપક્ષના અન્ય સંબંધીઓ સાથે વિન્ચીના નાનકડા શહેર ફ્રાંસેસ્કોમાં રહેવા આવ્યો હતો. તેના બાપે એલબિરેના નામની સોળ વર્ષની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા જે લિયોને ચાહતી હતી જોકે, તેનું યુવાવયેજ મોત થયું હતું. લિયોએ લેટિન, ભૂમિતી, ગણિતનું અનૌપચારિક શિક્ષણ લીધું હતું જોકે, તેણે તે સમયે પોતાની ક્ષમતાનું કાંઇ ખાસ પ્રદર્શન નહોતું કર્યું.

1466માં ચૌદ વર્ષની ઉંમરે લિયોને વેરોશિઓ તરીકે ઓળખાતા આન્દ્રી દી સિઓના વર્કશોપમાં ચિત્રકામ શીખવા માટે મુકવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં અન્ય મહાન ચિત્રકારો જેવાકે ડોમેનિકો ઘીરલેન્ડિઓ, બોટિસેલી પણ સામેલ હતા. લિયોને વેરોશિઓએ થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને ક્ષેત્રે ભરપુર જ્ઞાન આપ્યું. ગુરૂએ લિયોને ડ્રાફ્ટિંગ, ધાતુ શોધન વિદ્યા, મેટલ વર્ક, પ્લાસ્ટ કાસ્ટિંગ, લેધર વર્ક, મિકેનિક્સ સહિતના અનેક વિષયો પર ઉંડુ જ્ઞાન આપ્યું અને સાથે-સાથે મોડેલિંગ, ડ્રોઇંગ, પેઇન્ટિંગ, શિલ્પશૈલી પણ શિખવી.

વેરોશિઓના વર્કશોપમાં દોરાયેલા મોટાભાગના ચિત્રો તેમાં ભાગ લેનારાઓએ દોર્યા હતા. વાસારીના જણાવ્યા અનુસાર લિયોએ વેરોશિઓ સાથે મળીને બાપ્ટિઝમ ઓફ ક્રાઇસ્ટ પર એક એન્જલને ઇસુનો ઝભ્ભો લઇને એવી સુંદર શૈલીમાં દોરી કે તેને જોઇને વેરોશિઓ એટલો પ્રભાવિત થઇ ગયો કે તેણે પોતાની પિંછીને સદાયને માટે મુકી દીધી અને તેના જીવનમાં પછી ક્યારેય પેઇન્ટિંગ ન કર્યુ. લિયોએ પોતાના આ પેઇન્ટિંગમાં તે સમયમાં સૌપ્રથમવાર ઓઇલ પેઇન્ટનો ઉપયોગ કર્યો હતો. તેણે એવી શૈલીથી ચિત્ર દોર્યું હતું કે જાણે તે અસલી હોય તેવો ભાસ થતો હતો. માત્ર વીસ વર્ષની ઉંમરે લિયોને કલાકારો અને ડોક્ટરોની બનેલી ગિલ્ડ ઓફ સેન્ટ લ્યુક દ્વારા માસ્ટર તરીકે નવાજવામાં આવ્યો.

વ્યવયાયિક જીવન

ઇતિહાસમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે 1476માં ફ્લોરેન્ટાઇન કોર્ટે લિયો અને અન્ય ત્રણ પુરૂષોને સજાતિય સંબંધો આચરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમને સજા ફટકારી હતી અને તેના કારણે 1476થી 1478 સુધી તેના કોઇપણ કાર્યની ઇતિહાસમાં નોંધ નથી. 1478માં તેણે વેરોસિઓની કાર્યશાળા છોડી દીધી અને તેના પિતાના ઘરનો પણ ત્યાગ કર્યો.

ઇતિહાસકાર વાસારીના જણાવ્યા અનુસાર લિયોનાર્દો ખુબ પ્રતિભાશાળી સંગીતકાર પણ હતો. તેણે 1482માં ઘોડાના માથાના આકારનું એક વાજીંત્ર બનાવ્યું જેને લાયર (યુ આકારની પ્રાચિનકાળની પશ્ચિમી વીણા) બનાવી. તે સમયના ઇટાલિયન મુત્સદ્દી લોરેન્ઝો મેદેસીના કહેવાથી લિયોએ પોતે બનાવેલી વિણાને મિલાનના રાજા લ્યુડોવિકો ઇલ મોરોને શાંતિ પ્રસ્થાપિત કરવાના ભાગરૂપે ભેટ તરીકે મોકલી. તેની સાથે લિયોએ રાજાને પત્ર પણ લખ્યો જેમાં ઇજનેરી ક્ષેત્રે પોતે હાંસલ કરેલી સિદ્ધીઓ ઉપરાંત તે ચિત્રકામ પણ કરી શકતો હોવાનું રાજાને જણાવ્યું.

આ પછી લિયોનાર્દોએ મિલાનમાં 1482થી 1499 દરમિયાન મિલાનમાં કામ કર્યું. તેણે આ સમય દરમિયાન વર્જિન ઓફ ધ રોક્સ, ધ લાસ્ટ સપર જેવા યાદગાર પેઇન્ટિંગ તૈયાર કર્યા. લિયોએ મિલાનમાં રહીને લ્યુડોવિકો માટે અનેક પ્રોજેક્ટ કર્યા. તેણે તરતા પુલ બનાવ્યા, મિલાન કેથેડ્રલ માટે તેણે ગુંબજ તૈયાર કર્યો અને ફ્રાંસેસ્કો સ્ફોરઝાના વિશાળ સ્મૃતિચિન્હનું મોડેલ તેણે તૈયાર કર્યું. આ પહેલા આ સ્મૃતિચિન્હનું કાર્ય ખાસ્સા સમયથી પડતર હતું. જે લિયોએ પુરૂં કર્યું હતું. લિયોએ બનાવેલું આ સ્મૃતિચિન્હ નવજાગૃતિના સમયમાં બનેલા ત્રણ વિશાળ સ્મૃતિ ચિન્હોમાંનું એક હતું.

લિયોનાર્દોએ પોતાના કામ પર ઉંડાણમાં આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું જોકે, રાજાએ ખુબજ ઉદ્વતાઇથી લિયો અગત્યના કામ કરવા માટે સક્ષમ નથી તેમ કહી દીધું અને ગ્રેન કેવેલો નામનું શિલ્પ બનાવવા માટે ફાળવાયેલા તાંબામાં કાપ મુકીને રાજ્યની રક્ષા કરવા માટે તેણે લિયોના સુચનની ઉપરવટ જઇને તાંબાની તોપો બનાવવાના આદેશ આપ્યા. જ્યારે 1499માં બીજુ ઇટાલિયન વોર શરૂ થયું ત્યારે ફ્રેંચ સૈનિકો ગમે તેમ કરીને ઇટાલીની શાન સમા ગ્રેન કેવેલો શિલ્પને ઉડાવી દેવા ઇચ્છતા હતા અને તેના માટે તેઓ ક્લેમાંથી બનાવેલા ગ્રેન કેવેલોના લાઇફ સાઇઝના મોડેલ પર પ્રેક્ટિસ કરતા હતા. જોકે, આ યુદ્ધ ચાલુ હતું તેજ સમયે લિયોનાર્દોએ પોતાના સહાયક સાલાઇ અને પોતાના મિત્ર તેમજ ગણિતશાસ્ત્રી એવે લ્યુકા પેસિઓલી સાથે વેનિસ છોડીને મિલાન ભાગી ગયા. (તે વખતે મિલાન ઇટાલીનો ભાગ નહોતુ.) લિયો ત્યાંના રાજાને મળ્યો અને પોતાની કાબેલિયતથી તેને વાકેફ કર્યા, જોકે રાજા લિયોની કાબેલિયતની પરખ ન કરી શક્યો અને તેને લશ્કરી ઇજનેર અને આર્કિટેક તરીકે કામ આપવામાં આવ્યું અને શહેરને પાણીમાંથી હુમલો થાય ત્યારે બચાવવાની જવાબદારી તેને સોંપવામાં આવી. આમ, મલ્ટિ ટેલેન્ટેડ એવા લિયોએ આ સામાન્ય કક્ષાનું કામ પણ કરવું પડ્યું હતું.

જ્યારે લિયો વર્ષ 1500માં ફ્લોરેન્સ પાછો ફર્યો ત્યારે તે રાજાનો આશ્રયદાતા થઇને રહ્યો હતો જ્યાં તેને એક વર્કશોપ પણ આપવામાં આવ્યું હતું. અહીં રહીને તેણે ધ વર્જિન એન્ડ ચાઇલ્ડ વીથ સેન્ટ એન્ને એન્ડ સેન્ટ જ્હોન ધ બાપિસ્ટ નામનું કાર્ટુન બનાવ્યું. 1502માં લિયોનાર્દો સિઝર બોર્જિઆ (પોપ એલેકઝાન્ડર છઠ્ઠાનો દિકરો)ને ત્યાં નોકરીમાં દાખલ થયો જ્યાં તેને લશ્કરી ઇજનેર અને આર્કિટેક તરીકે ફરજ સોંપવામાં આવી. પોતાની આ નોકરી દરમિયાન લિયોએ આખાય ઇટાલીનો પ્રવાસ કર્યો અને તેણે સિઝર બોર્જિયાના સ્ટ્રોંગહોલ્ડનો નક્શો પણ તૈયાર કર્યો. તે વખતે લિયોને રાજ્યે પોતાને આપેલો આશ્રય ટકાવી રાખવો હતો અને તેના માટે તેને કોઇ મોટું કામ કરવું આવશ્યક હતું. જેના માટે લિયોએ ઇમોલા નામના શહેરનું ટાઉન પ્લાનિંગ તૈયાર કરીને પોતાનો આશ્રય ટકાવી.

આ સમયે લિયોએ ઉપરોક્ત કામો અનુસાર અન્ય વિસ્તારોના નક્શાઓ પણ તૈયાર કર્યા હતા. તેનું આ કામ એટલા માટે ખાસ્સું અગત્યનું હતું કે તે સમયે નક્શા ખુબજ દુર્લભ હતા અને તેનું કામ જાણનારા પણ ખાસ નહોતા. લિયોએ તે સમયે ડેમની ડિઝાઇન પણ તૈયાર કરી અને વર્ષના કોઇપણ સમયે નહેરોને પાણીથી ભરપુર રાખી શકાય તે માટેનું જબરજસ્ત નેટવર્ક તેણે તૈયાર કર્યું.

જીવનના આખરી વર્ષો 1513 – 1519

1513 થી 1516નો સમય લિયોએ રોમના વેટિકનમાં આવેલા બેલવેડ્રેમાં પસાર કર્યો હતો અને તે સમયે રાફેલ અને મિળેલેંગ્જેલો સક્રિય હતા. ઓક્ટોબર 1515માં ફ્રાંસના ફ્રાંસિસ પહેલાએ મિલાનને જીતી લીધું અને 19 ડિસેમ્બરના રોજ લિયોનાર્દોને ફ્રાંસિસ પહેલા અને પોલ લિયો સાતમાએ બોલોગ્નામાં મુલાકાત માટે બોલાવ્યો. અહીં ફ્રાંસિસે લિયોને એક એવો મિકેનિકલ સિંહ બનાવવા કહ્યું જે સીધો ચાલી શકે તેમજ લિલિઝ (એક પ્રકારના ફૂલ)ના ઝુમખાને પોતાનું મોઢું ખોલીને તોડી શકે. 1516માં લિયોનાર્દો આ કમિશનમાં જોડાયો અને તેને ક્લોસ લ્યુસેના સામંતવાસમાં નિવાસ આપવામાં આવ્યો જે ઉમરાવના મહેલની બાજૂમાંજ હતું. અહીં લિયોએ પોતાના જીવનના આખરી ત્રણ વર્ષો વ્યતિત કર્યા જેમાં તેનો મિત્ર અને શિષ્ય કાઉન્ટ ફ્રાંસેસ્કો મેલઝી તેની સાથે હતો.

લિયોનાર્દોનું 2 મે 1519માં ક્લોસ લ્યુસેમાં અવસાન થયું. તે વખતે ફ્રાંસિસ પહેલો પણ તેનો ખાસ મિત્ર બની ચુક્યો હતો. વારાસી નામના ઇતિહાસકારના જણાવ્યા અનુસાર રાજા લિયોના મસ્તકરને પોતાના હાથમાં લઇને ક્યાંય સુધી બેસી રહ્યો હતો જેનું એન્જેલિકા કાઉફમેન નામની ચિત્રકારે દોરેલા ચિત્રોમાં વર્ણન જોવા મળે છે. જોકે, વારાસી એમપણ જણાવે છે કે આ સત્યથી વિપરીત દંતકથા પણ હોઇ શકે. ઇતિહાસમાં એવો ઉલ્લેખ પણ છે કે પોતાના છેલ્લા દિવસોમાં લિયોનાર્દો પાદરી બનાવાયો હતો અને તેણે હોલી સેક્રમેન્ટ પણ ગ્રહણ કર્યું હતું.

લિયોએ પોતાની વિલ પણ એવી બનાવી હતી કે તેની શબપેટીને સાઇઠ ભિખારીઓ દ્વારા કબ્રસ્તાન લઇ જવામાં આવે. તેના વિલ પ્રમાણે તેની અંતિમયાત્રા આજ પ્રમાણે કાઢવામાં આવી હતી. લિયોને કાસલ ઓફ એમ્બોઇઝના શેપલ ઓફ સેન્ટહબ્રેટમાં દફનાવવામાં આવ્યો હતો. લિયોએ પોતાના તમામ ચિત્રો, લાઇબ્રેરી, અંગત વસ્તુઓ, મિલકત, ઇટાલિયન ચિત્રકાર અને લિયોના પ્રિય સાથી તેમજ વિદ્યાર્થી ફ્રાંસિસ્કો મેલઝીને મળી હતી. પોતાની વસિયત કરતી વખતે લિયો પોતાના લાંબા સમયના શિષ્ય અને સાથી એવા સલાઇ તેમજ નોકર બટિસ્ટા દી વિલ્યુસિસને પણ નહોતો ભુલ્યો, આ બંનેને લિયોએ પોતાના દ્રાક્ષના બગિચાઓનો અડધો-અ઼ડધો ભાગ લખી આપ્યો હતો.

લિયોના મૃત્યુંના વીસ વર્ષ પછી તેના પ્રિય શિષ્ય ફ્રાંસિસે કહ્યું હતું કે આ દુનિયામાં અત્યારસુધી એવો કોઇ વ્યક્તિ પેદા નથી થયો જે પેઇન્ટિંગ, સ્થાપત્યકળા, શિલ્પકળા વિશે લિયોનાર્દો જેટલો જાણકાર હોય તેમજ તેના જેવો મહાન ફિલોસોફર પણ હોય.

આ જીનિયસના જ્ઞાનની કદર દુનિયા જોઇએ તેટલી ન કરી શકી તેને પોતાના જીવનકાળ દરમિયાન ક્ષુલ્લક કામો પણ કરવા પડ્યા હતા. આજે આ જીનિયસનો જન્મ દિવસ છે, ભલે આપણે તેનો પ્રત્યક્ષ સાક્ષાતકાર ન કરી શક્યા પણ એટલું તો ચોક્કસ કહી શકીએ કે...

"Dear Leo, Happy Birthday"

દુનિયાના મહાન જીનિયસને જન્મદિનની શુભેચ્છા આપવાનો આ નમ્ર પ્રયાસ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવો...






__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...