સ્વર્ણ અક્ષરે લખાશે સ્વર્ણિમ સંકલ્પVIdyut Joshi નરસિંહ મહેતા પછી જેમાંથી સ્વર્ણિમ સંકલ્પ માટે પ્રેરણા લેવાની છે તે મહાત્મા ગાંધી. ગાંધી ચીંઘ્યાં અગિયાર વ્રતો યાદ કરીએ. આમ પણ આપણી સંસ્કૃતિમાં સંકલ્પ કરવો એટલે વ્રત લેવું. ગુજરાત રાજ્યની રચના થઇ ત્યારે કે પછી તરત જ ગુજરાતના ગીત તરીકે કવિ રમેશ ગુપ્તાનું ગીત 'સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની' મન્ના ડેના સ્વરમાં ગવાયું. સ્વર્ણિમ ઉજવણી સમયે પણ ગીતો લખાશે અને ગવાશે. આ બધી ઉજવણીની વચ્ચે ગુજરાતની પ્રજા કેવું ગુજરાત બનાવવું છે તેની ચર્ચા કરે, કોઇ એક સંકલ્પ કરી એક ડગલું આગળ વધે તે જરૂરી છે. ગુજરાતના નાગરિક તરીકે આપણે કેવા કેવા સંકલ્પો કરશું? આપણી સંસ્કૃએ આપણી સામે જેવાં મૂલ્યો અને આદર્શોમૂક્યાં હશે તે મુજબના હશે આપણા સંકલ્પો. કેવી મૂલ્યવ્યવસ્થા આપણી સામે મુકાઇ છે? આમાં જે વાસ્તવમાં ગુજરાતી ગીત છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બની ચૂકયું છે તે ભકત કવિ નરસિંહ મહેતાનું 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' તે ગીત પ્રાથમિકતા પામે છે. નરસિંહ મહેતાને મન વૈષ્ણવજન એવો માણસ છે જે 'પીડ પરાઇ જાણે રે'. સૌથી પહેલો સ્વર્ણિમ સંકલ્પ મુશ્કેલીમાં પડેલા આપણા બાંધવોની પીડા હરવાનો છે. જૂના જમાનામાં આપણે ત્યાં કોઇ એક ભૂખ્યાને જમાડીને પછી જમવાનો રિવાજ હતો. આધુનિક સંદર્ભે જે ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ નથી મળતી, તેમને જરૂરિયાતો પ્રથમ પૂરી કરી પછી આપણા શોખ પોષવાની વાત આવે. આ ભજનમાંથી ગુજરાતીઓએ લેવા જેવો બીજો સંકલ્પ 'પર ધન નવ ઝાલે હાથ રે'. મૂળ કંડિકા છે, 'સમદ્રષ્ટિ ને તષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જીહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે'. પણ આમાં પરધનવાળી વાત ગુજરાતીઓ માટે મહત્વની છે. દેશમાં જે જે નાણાકીય કૌભાંડો થાય છે તેમાં કોઇ ગુજરાતી નામ અવશ્ય સંભળાય છે. ગુજરાતીઓએ આ બાબતમાં પોતાની જાતને સંભાળી લઇ ગુજરાતનું નામ ઊજળું કરવાનું છે. સમદ્રષ્ટિનો સંકલ્પ પણ ગુજરાતીઓએ લેવા જેવો છે. કોમવાદ અને જ્ઞાતિવાદના ભરડામાં ક્યારેક ક્યારેક આવી જતો ગુજરાતી 'મારા એટલા સારા'ને બદલે 'સારા એટલા મારા'ની દ્રષ્ટિ કેળવતો જાય તે જરૂરી છે.ગુજરાતમાં આજકાલ જાતજાતના સાધુ-બાવાઓ, મંત્ર-તંત્ર, મારણ-ચાટણ-વશીકરણ, ભવ્ય મંદિરો બાંધવાં વગેરે વધતું જાય છે. વ્યક્તિની આઘ્યાત્મિકતામાં આસ્થા હોવી તે અલગ વાત છે અને ધર્મના નામે તમામ પ્રકારનાં કૌભાંડો આચરવાં તે બીજી વાત છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની વ્યાખ્યામાં ક્યાંય 'રોજ દર્શન કરવા જાય તે વૈષ્ણવજન' તેવું નથી કહ્યું. તેમણે તો ઊલટાનું કહ્યું છે, 'સકળ તીરથ જેના તનમાં રે'. એટલે કે ઈશ્વર ક્યાંય હોય તો આપણામાં છે - આપણે ઈશ્વરનું જ સ્વરૂપ છીએ. આપણી બહાર ઈશ્વર શોધવાની જરૂર નથી. ધર્મના નામે ખોટા દેખાવો ન કરવા, રાજકારણમાં ધર્મ ન સંડોવવો વગેરે બાબતોના સંકલ્પ પણ લઇ શકાય. નરસિંહ પછી જેમાંથી સ્વર્ણિમ સંકલ્પ માટે પ્રેરણા લેવાની છે તે મહાત્મા ગાંધી. ગાંધી ચીંઘ્યાં અગિયાર વ્રતો યાદ કરીએ. (આમ પણ આપણી સંસ્કૃમાં સંકલ્પ કરવો એટલે વ્રત લેવું.) 'સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય, જાતે મહેનત, કોઇ અડે ના અભડાવું. અભય, સ્વદેશી, સ્વાર્થત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા.' આ અગિયાર વ્રતોમાંથી નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ ફકત એક જ વ્રતનું પાલન કરવાનો નિર્ણય કરે તો તેનું અને સમાજનું જીવન ધન્ય થઇ જાય. ત્યારબાદ આધુનિક સમયમાં આવીએ તો ગુજરાત માટે બે સંકલ્પો મહત્વના છે - માનવ વિકાસ અને નર્મદા યોજના. ગુજરાત આર્થિક વિકાસમાં તો અગ્રેસર છે જ. આ કામ તો આપોઆપ થયા કરશે. તેને માટે સંકલ્પ કરવાની જરૂર નથી. માણસ પૈસો ઇરછે છે સુખ મેળવવા માટે, પરંતુ પૈસો જ જો સુખ હોત તો કોઇ પૈસાદાર દુ:ખી ન હોત અને કોઇ ગરીબના ચહેરા પર હાસ્ય ન હોત. માનવ સુખાકારી એ પાયાની વાત છે. પહેલુ સુખ તે જાતે નર્યા. આર્થિક રીતે પ્રથમ ગુજરાત સ્વાસ્થ્યના ગુણાંક પર નવમા ક્રમે છે. એવી જ રીતે પ્રાથમિક શિક્ષણ બાબતમાં પણ ગુજરાત પાછળ છે. આજના જમાનામાં છોકરાઓ ભણશે નહીં તો નહીં ચાલે. દરેક શાલેય બાળક શાળામાં જ હોય- અને બાળમજૂરી ન કરતું હોય તેવો સ્વર્ણિમ સંકલ્પ આપણે લેવો પડશે. સ્ત્રીનો દરજજો પુરુષ સમાન હોય અને તેને યોગ્ય ભાગીદારી પ્રાપ્ત થતી હોય તે પણ માનવ વિકાસનો એક ભાગ છે. છેલ્લે નર્મદા યોજના. ગામડે ગામડે પાણી મંડળી બનાવી ખેતરે ખેતરે પાણી પહોંચાડવા માટે સંકલ્પ કરવો પડે. આ કામ ઇજનેરીનું નહીં, સામાજિક ઇજનેરીનું છે. ઔપચારિક મંડળી નોંધવી સહેલી છે, પરંતુ ગામડે ગામડે ખેડૂતોની મિટિંગ કરી, ચર્ચા (ભાષણ નહીં) કરી, તેમના ઝઘડા ભાંગી, તેમને એકરાગ કે સમરસ કરી, એક જ દિવસે પાણીની જરૂર પડે તેવું પાક આયોજન કરી, અઢાર ઇંચ જેટલા પાણીમાં સિંચાઇ કરવા ડ્રીપ કે સ્પ્રિંકલર પદ્ધતિ તરફ વાળી લોકભાગીદારીથી નર્મદા યોજના સફળ કરવાની છે. આ કામ માટે ૩૩૦૦ પાણીમંડળી રચવા ૩૩૦૦ યુવાનો તૈયાર થાય અને એક યુવાન ફકત એક ગામમાં પાણી મંડળી બનાવવાનો સંકલ્પ લે તો નર્મદા સિંચાઇનું એંસી ટકા કામ સ્વર્ણિમ સંકલ્પથી સફળ થાય તો નર્મદે ગાયું તેમ 'જય જય ગરવી ગુજરાત' થાય. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment