[F4AG] બાળકના મિત્ર બનો

 

બાળકના મિત્ર બનો

Pr. Prahladbhai Patel
એક વિદ્વાનના મત અનુસાર બાલ્યાવસ્થા જ એવી અવસ્થા છે, જેમાં વિશેષ પરિશ્રમ વગર જ જ્ઞાન ગ્રહણ કરી શકાય છે


friend of childસરળતા બાળકનો સ્વભાવિક ગુણ છે, કોઇ બળજબરી કરવામાં ન આવે તો બાળકોમાં પ્રત્યેક ક્ષણે સરળતાનો ભાવ દેખાય છે. જો તેનો સ્વાભાવિક રીતે વિકાસ કરવામાં આવે તો આ ગુણ તેના વ્યક્તિત્વમાં સ્થાયી રીતે જોડાઇ જાય છે. યાદ રાખવા જેવું એ છે કે બાળકોની પ્રવૃત્તિ અનુકરણપ્રધાન છે. બાળક સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે ત્યારે ઘણીખરી બાબતોમાં તે માતા-પિતાનું અનુકરણ કરે છે.


આવી પરિસ્થિતિમાં આપણી કોઇ ટેવ એવી ના હોવી જોઇએ કે બાળક તેનું અનુકરણ કરીને પોતાના સ્વભાવને બગાડી નાખે. બાળકને મારવાથી, ધુત્કારવાથી તેનામાં જડતા અને ચીડિયાપણું ઉત્પન્ન થશે. વડીલોએ એ સત્ય પણ હંમેશાં ઘ્યાનમાં રાખવું જોઇએ કે સંતાનની સાથે તેમનો ભાવનાત્મક સંબંધ સઘન અને ઊંડો રહે. ભાવનાત્મક આદાન-પ્રદાન જ ટકાઉ અને સુવ્યસ્થિત હોય છે. એટલા માટે વડીલો તથા સંતાનોની વચ્ચે ભાવનાત્મક આદાન-પ્રદાનની સ્થિતિ રહેવી જોઇએ.


બાળકોના મિત્ર બનો અને તેમની સાથે મૈત્રીપૂર્ણ ચર્ચા કરો:


પ્રારંભમાં બાળક પોતાના વડીલો પાસેથી જ વિચાર-વાણી અને વર્તન શીખે છે. ખાસ કરીને તેમની વાતચીતનો તેના ઉપર ખૂબ પ્રભાવ પડે છે. શરૂઆતમાં બાળકની બોલી તોતડી તથા મીઠી હોય છે, પરંતુ ધીરે ધીરે તેઓ સમાજ બોલે તેવી શુદ્ધ ભાષાનો ઉપયોગ કરે છે. પોતાના ભાષાજ્ઞાનનો તે સાચો ઉપયોગ કરી શકે, તેને યોગ્ય શબ્દોમાં પોતાના વિચારો પ્રગટ કરવાનું આવડી શકે, બીજાઓની વાતનો તે સાચો અર્થ ઘટાવી શકે, તે માટે એ આવશ્યક છે કે બાળક સાથે સારી રીતે, સારા શબ્દોમાં વડીલો તરફથી વાતચીત કરવામાં આવે.


એક વિદ્વાનના મત અનુસાર બાલ્યાવસ્થા જ એવી અવસ્થા છે, જેમાં વિશેષ પરિશ્રમ વગર જ જ્ઞાન ગ્રહણ કરી શકાય છે, આ અવસ્થામાં નથી અવઢવ, નથી તર્કવિતર્ક કે નથી કોઇ મંતવ્યનો આગ્રહ. આ માટે આ જ અવસ્થાને સુરક્ષિત સમજીને બાળકોને મનુષ્યજીવનના ઉચ્ચ લક્ષ્ય અને પરમ આનંદની પ્રાપ્તિના સન્માર્ગમાં લગાવવાનો માતા-પિતાએ પ્રયત્ન કરવો જોઇએ.


આપણે બાળકોને શીખવીએ છીએ કે તે પોતાના વડીલોના અધિકાર તથા માન-મર્યાદાનું ઘ્યાન રાખીને તેમની સાથે વિનયથી વાતચીત કરે. કોઇ શબ્દ તેમના મોંમાંથી એવો ન નીકળે કે જેથી વડીલોને દુ:ખ થાય અથવા તેમની ભૂલથી વડીલોની ભાવનાને આઘાત પહોંચે અથવા તેમની માનસિક ચિંતા વધી જાય. આવો શિષ્ટાચાર શીખવવો ખરેખર વાજબી છે.


બાળકોની સાથે વાતચીત કરવાની પણ રીત હોય છે. મોટાઓની સાથે તો વાતચીત કરવી સરળ છે, પરંતુ બાળકની સાથે વાત કરવી જરા મુશ્કેલ છે. તેના માટે પ્રેમ, આત્મીયતા ને ધૈર્ય જોઇએ. કેટલાક તો બાળક સાથે મન ફાવે તેમ અને મન ફાવે તેવી રીતે વાતો કરે છે.


બાળકોની સાથે વાતચીત કરતાં નીચેની બાબતો ઘ્યાનમાં રાખો


(૧) બાળક વડીલોની વાતચીત સાંભળીને જ ઘણુંબધું શીખે છે, તેથી આપ જ્યારે બાળક સાથે વાત કરો ત્યારે બાળકને રકમડું ન સમજતાં બાળકને એક સજીવ વ્યક્તિ સમજો.


(૨) તેને ગલીપચી કરીને, ઉછાળીને અથવા આશ્ચર્યજનક ઉદ્ગારો દ્વારા વધારે પડતું હસાવવાનો તથા તેને એકદમ ચકિત કરવાનો પ્રયત્ન ન કરો. બાળકોનું મનોરંજન કરવાની અનેક રીતો છે. તેમના અભ્યાસ, રમતગમત, ગમતી કવિતા વગેરે વિશે પૂછો. તમને સમય હોય તો કોઇ વાર્તા અથવા ગીત સંભળાવીને અથવા કેટલાક સમય તેની સાથે રમીને મન બહેલાવો. ઘણીવાર એવું બને બાળક અતિ લાડમાં આવીને મસ્તી તથા ભૂલ કરી બેસે છે. જેના પરિણામે માતાના ઠપકાથી તે રડી પડે છે.


(૩) જ્યારે કોઇ સખી માતાને મળવા આવે ત્યારે બાળકની ઉપેક્ષા કરશો નહીં. જો બાળકની ઉપેક્ષા કરવામાં આવશે, તો તે અન્ય કોઇ રીતે સૌનું ઘ્યાન આકર્ષિત કરશે. સખીએ સૌ પ્રથમ બાળકને ન્યાય આપ્યા પછી તેની માતા સાથે નિરાંતે વાતો કરવી.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...