[F4AG] વિકાસના વહીવટમાં છીંડાં

 

વિકાસના વહીવટમાં છીંડાં

Sanat Mehta

developmentવૈશ્વિક મંદીમાંથી અમેરિકાની ગાડી પાટે ચડી રહી છે ત્યારે ભારતમાં ઊલટું બની રહ્યું છે. વિકાસદર- વિકાસખર્ચ વધે છે પણ ગરીબો-ગ્રામીણોની સગવડો ઘટતી જાય છે. ખરા લાભાર્થી સુધી નાણાં પહોંચતાં જ નથી. મેટ્રો ટ્રેનનાં આયોજનો થાય છે ને જાહેર બસસેવા ખોટવાઈ રહી છે. સાચા-ખોટા તમામ માર્ગે શ્રીમંત થવાની દોટ જોવા મળે છે. શાસન વધુ ને વધુ કથળી રહ્યું છે.

૨૦૦૭માં અમેરિકાની લેહમેન બ્રધર્સ નામની કંપનીએ દેવાળું ફૂંક્યું અને વૈશ્વિક મંદીનો પ્રારંભ થયો. ત્યાર પછીના બે વર્ષમાં વિશ્વના અનેક દેશોની- જીવનશૈલીમાં અભૂતપૂર્વ બદલાવ આવી ગયો છે.

ઓબામાએ બધું દાવે લગાવી આરોગ્યના કવચ વગર જીવતા અમેરિકનોને તંદુરસ્તીનો અધિકાર આપવા 'હેલ્થકેર બિલ' પસાર કર્યું છે. પ્રજાકીયસ્તરે એવું જાણવા મળે છે કે અમેરિકન પ્રજા વિવેક વગરના ભોગવિલાસના રસ્તેથી પાછી ફરી રહી છે અને બચતને રસ્તે પાછી જઈ છે.

વીસ વર્ષ પહેલાં મોજશોખ પૂરા કરવા અમેરિકન પ્રજાનું જે દેવું ૨૦૦૭માં ૧૨૯ ટકા પર પહોંચ્યું હતું તે ૧૯૯૫ના સ્તર પર આવી ગયું છે. અમેરિકાનું અર્થતંત્ર અમર્યાદભોક્તા બનવા માટેના દેવાં અને ખર્ચીલી જીવનશૈલીમાંથી બચત અને નિકાસના માર્ગે જઈ રહ્યું છે.

આવી વૈશ્વિક મંદી પછી ભારતમાં ઊલટું બની રહ્યું છે. લાખોપતિ કે કરોડપતિ બનવાની અને સાચા ખોટા તમામ માર્ગે શ્રીમંત થવાની દોટ જોવા મળે છે. શાસન વધુ ને વધુ કથળી રહ્યું છે.

જે દેશમાં સ્વરાજની સંઘ્યાએ શાસનકર્તાઓને ગાંધીએ પોતાની ફરજ બજાવવા લેવા પડતા નિર્ણય સમયે આંખ સામે સૌથી વંચિત ભારતીયને રાખી નિર્ણય કરવાની શીખ આપી હતી તે દેશમાં શાસકો બધું ભૂલી ભોગવિલાસ પાછળ દોડતા જોવા મળે છે.

ગાંધીએ આ ધરતીમાં વાળેલા કરુણા, આત્મખોજ અને સંવેદનશીલતાના બીજ ઊગે તે પહેલાં સડી રહ્યા છે. ભારતનો વિકાસદર, વિકાસ માટે થતો ખર્ચ કે માથાદીઠ સરેરાશ આવક જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ગરીબો અને ગ્રામીણ જનતાને મળેલી સગવડોમાં કમી આવતી જાય છે.

ખાનગી વાહનો માટે પગે ચાલનારના ફૂટપાથ નાબૂદ થતાં જાય છે. ભારત કરતા જેણે વધુ ભૌતિક વિકાસ કર્યો છે તે લંડનમાં, સામાન્યજન માટેની બસ સેવા અને લોકલ ટ્રેન એટલી કાર્યક્ષમ રીતે ચલાવાય છે કે ત્યાં જેમને ધેર મોટરગાડીઓ છે એ બસ અને લોકલ ટ્રેનોમાં કામે જવાનું વધુ પસંદ કરે છે.

ભારતની જાહેર બસ સેવા ઝડપભેર તૂટી રહી છે. ગામડામાં એક જીપમાં ત્રીસ જણને લઈ જવાના કે બસના છાપરે બેસી જતા રાહદારીઓની સંખ્યા વધી રહી છે. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપી શાસન કબજે કર્યું એ ભારતમાં આજે ચાર દાયકા પછી હજુ ગરીબીની રેખા નીચે જીવનારા ભારતીઓની ગણતરી પૂરી થઈ નથી.

અધિકૃત રીતે એની ત્રણ કે ચાર ટકાવારી છે. ગરીબીની રેખા નક્કી નથી પણ ગરીબીની રેખા નીચે જીવતા નાગરિકોને ઓછા ભાવે કેટલું અનાજ આપવું એના વિશે મનમોહનસિંહ અને સોનિયા ગાંધી વચ્ચે મતભેદ ચાલે છે.

એ જ ભારત અન્ન સલામતીનો કાનૂન કરવા માગે છે. હજુ ગયા બધુવારે જ ભારતની વરિષ્ઠ અદાલતે ભરઅદાલતમાં જણાવ્યું કે સો દિવસની રોજીની ખાતરીની 'નરેગા યોજનામાં મોટા છીંડા છે, ખરા લાભાર્થીને નાણાં પહોંચતા નથી- નરેગા અંગે કોઈ સમાન નીતિ નથી.

આ નરેગા યોજના આગળ મહાત્મા ગાંધી શબ્દો ઉમેરાયા પછી એનો અમલ વધુ કથળ્યો છે. છતાં કેવી કરુણતા છે કે દ્રશ્ય મીડિયામાં લાખો રૂપિયા ખર્ચી નરેગાની આલબેલ પોકારાય છે. હવે આ નાણાંમાંથી ગામેગામ રાજીવ ગાંધીના નામ પર પંચાયતઘર બાંધવા નિર્ણય લેવાયો છે. જેનો ખુદ આ યોજનાના સર્જક અરુણા રોય અને પ્રોફેસર ડ્રેઝે વિરોધ કર્યો છે.

ભારતમાં ઇન્દિરા ગાંધીએ વર્ષો પહેલાં ઘરથાળની જમીનના સો વારના પ્લોટ ફાળવવા મહેનત કરી એ જ ભારતમાં ઇન્દિરા આવાસ યોજનાની જગાએ પ્રાઇવેટ પબ્લિક ભાગીદારી નીચે ભારતને ગંદા વસવાટ વગરનું બનાવવાની યોજના ઘડાઈ રહી છે.

આ નીતિ ઘડનારાઓએ ઇન્દિરાના જમાનામાં સો વારના પ્લોટ પર બંધાયેલ વસવાટોની હાલત જોઈ જાણી છે ખરી? પ્રાઇવેટ પબ્લિક ભાગીદારી નીચે મુંબઈના ધારાવીના રહેવાસીઓને પાકા મકાન આપવાની યોજનાના રકાસને ભૂલી જવાયો છે.

તાજેતરમાં જ ભારતના ઓડિટર જનરલના ગુજરાત સરકારના અહેવાલે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ (એસટી)ના વહીવટની આકરી ટીકા કરી છે. એને નોંઘ્યું છે કે આ માટે રાજય સરકાર પાસે વાજબી નીતિ જ નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં એસટી બસોની સંખ્યા ૮૧૬૪માંથી ઘટી સાત હજારથી ઓછી થઈ ગઈ છે. જયારે ખાનગી બસોની સંખ્યામાં પાંચ હજારનો વધારો થયો છે. ગુજરાતની એસટી કિલોમીટરે દોઢ રૂપિયાની ખોટ કરે છે.

sanat mehtaઆની સામે ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકે અનુક્રમે કિલોમીટરે ૪૯,૪૭ અને ૩૪ પૈસાનો નફો કરે છે. આ નિગમના અઘ્યક્ષ જેઓ હાલની ગુજરાત સરકારના વગદાર મંત્રી છે. એમનો દાવો જોઈએ તો ખ્યાલ આવશે કે ભારતમાં સમૃદ્ધિ વધવા સાથે સામાન્ય માણસની સગવડમાં કેવો ઘટાડો થઈ રહ્યો છે.

૧૯૯૦માં અઘ્યક્ષે એસટીના અહેવાલમાં જણાવ્યું હતું કે 'નવેમ્બર ૧૯૬૯થી માર્ગ વાહનવ્યવહારમાં સો ટકા રાષ્ટ્રીયકરણની સિદ્ધિ હાંસલ કરી આજે આ નિગમ ૮૧૩૮ વાહનોના કાફલા થકી રોજના સરેરાશ ૩૮.૬૩ લાખ મુસાફરોને સેવાઓ પૂરી પાડે છે.

રાજયની લગભગ ૯૯ ટકા પ્રજા એસટીની સીધી સેવાથી સંકળાયેલી છે.' હાં, એટલું ખરું કે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના ઘડાઈ રહી છે. આ વિગતો પુરવાર કરે છે કે સમૃદ્ધિ અને વિકાસના વધારાનો લાભ આમ આદમીને મળવાને બદલે દિવસે દિવસે ઘટી રહ્યો છે કાં તો એના વહીવટમાં છીંડા પડવા માંડ્યા છે. જે સુપ્રીમ કોર્ટ કે ઓડિટર જનરલને દેખાય છે તે શાસકોને કેમ નથી દેખાતું!!!- સનત મહેતા (લેખક ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન છે)


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...