બિઝનેસ ગુરુઓ ગરીબીને હટાવતા નથીKanti Bhatt સ્પર્ધકને પાડી દઈ મહત્તમ નફો રળવાનાં લક્ષ્યાંકો જ તેઓ સાધે છે રાજકોટ નજીક બામણબોર ગામના રિળયામણા ડુંગરા વચ્ચે બરાબર ૨૯ વર્ષ પહેલાં વલ્લભભાઈ અને ચંદુભાઈ નામના બે કાિઠયાવાડી પટેલોએ હિન્દુસ્તાન લીવરના લકસ અને લીરીલ વગેરે સાબુને આંટે તેવા પિયુ અને યુવા બ્રાન્ડના સાબુ બનાવવાનું કારખાનું નાખ્યું. છેક મુંબઈ સુધી લકસ જેવી જ ક્વાલિટીના પિયુ બ્રાન્ડના સાબુ લોકપ્રિય થયા. પણ લીવર જેવી મલ્ટિનેશનલ કંપની કાંઈ આવી 'ગુસ્તાખી' સહન કરે? એ વિદેશી કંપનીએ તેના મેનેજમેન્ટ ગુરુઓની સલાહ પ્રમાણે ભાવમાં અને નાની નાની પાંચ રૂપિયાવાળી ગોટી બહાર પાડીને બામણબોર ગામના સફળતાપૂર્વક ચાલતા સાબુના કારખાનાને તાળાં મરાવ્યા. આ હિન્દુસ્તાન લીવરના મેનેજમેન્ટ ગુરુ એક ભારતીય હતા અને તે ભારતના ગરીબોને કન્ઝયુમર (ગ્રાહક) બનાવવા માગતા હતા! ગરીબી દૂર કરવાની તેની પાસે સ્કીમ નહોતી. 'ઇન્ડિયન એજ્યુકેશન ન્યૂઝ'ના કહેવા પ્રમાણે દર વર્ષે અમેરિકામાં જઈ એમબીએની ડિગ્રી કે બીજી ડિગ્રી લઈ 'બિઝનેસ ગુરુ' કે ટેક્નોલોજીના ગુરુ થવા ૮૩૦૦૦થી ૧ લાખ ભારતીય વિદ્યાર્થીઓ મોટા મોટા ખર્ચ કરે છે. ડિગ્રી મેળવે ત્યાં સુધી રૂ.૫૦ લાખ કે વધુ ખર્ચાઈ જાય છે. બ્રિટનની હાયર એજ્યુકેશન - સ્ટેટીસ્ટીકસ એજન્સીના કહેવા પ્રમાણે બ્રિટનમાં ઇજનેરી કે ફામૉસ્યુટિકલ ડિગ્રી લેવા આવનારાને ભૂલી જાઓ પણ ૨૧૦૦૦ વિદ્યાર્થી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લેવા ભારતથી આવેલા વર્ષે ૧૫૦૦૦ સ્ટર્લિંગ પૌંડ ખર્ચે છે. એટલે કે વર્ષે રૂ.બાર લાખ ખર્ચે છે. તે આટલા ખર્ચે બિઝનેસ ગુરુ થયા પછી શું ગરીબોની સેવા કરશે? રામ ભજો. તેમને તો જગતની ૬૬૦૦૦ જેટલી મલ્ટિનેશનલ કંપનીઓ ઊંચા પગારે ખેંચી જશે. તે બધા ગુરુઓ તો ભારતની ગરીબી પ્રત્યે મગરનાં આંસુય નહીં પાડે. ઊલટાના માલદાર થશે. ફ્રાંસને પેટમાં દુ:ખ્યું એટલે ફ્રાંસમાં મેનેજમેન્ટ ડિગ્રી લેવા ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશપિ આપે છે. ફ્રેન્ચ કંપનીને ભારતના સસ્તા જુવાન ઇજનેરો જોઈએ છે એટલે આ વર્ષે ભારતના દિલ્હી ખાતેના ફ્રેન્ચ રાજદૂત જેરોમે બોનાફોન્ટેએ કહ્યું કે અમે ૧૬ ભારતીય વિદ્યાર્થીને સ્કોલરશપિ આપી છે તે શું કરશે? ફ્રેન્ચ કંપનીઓની સેવા કરશે! અમેરિકન એજ્યુકેશન ફાઉન્ડેશન ઈન ઇન્ડિયા નામની અમેરિકન સંસ્થાના મેનેજર મેડમ શેવંતી નારાયણે કહ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્કોલરશપિ મળે છે તેમાં હ્યુમેનિટીઝ (માનવતાના મૂલ્યો શીખવીને ડિગ્રી આપતો કોર્સ) અને બીજા આર્ટના વિષયો પણ હોય છે. પણ ભારતના વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ ગુરુ બનીને પૈસા ખંખેરવા માગે છે. તે બધા હ્યુમેનિટીઝના કોર્સ લેતા નથી. આપણા પ્રખ્યાત બિઝનેસ ગુરુ જે માત્ર અડસઠની 'જુવાન ગણાય' તેવી ઉંમરે ગુજરી ગયા. તે વર્લ્ડક્લાસ ગુરુ ગણાતા હતા. તેની બુિદ્ધનો ઉપયોગ કોણે કોણે કર્યો? જગતભરના ખેડૂતોના ઘઉં-ચોખા, મકાઈ સસ્તેથી પડાવીને ખેડૂતોનું શોષણ કરનારી કારગિલ કંપ્મની, ઇસ્ટમેન-કેમિકલ અને કમ્યુનિકેશનમાં મોનોપોલી ઇચ્છતી એટી અ‹ન્ડ ટી, રેવલોન નામની કંપની જે ગરીબ દેશોમાં તેના નક્કામા બ્યુટી પ્રસાધનો ઘુસાડવા હતાં તેના કન્સલ્ટંટ હતા. કોઈ પણ બિઝનેસ ગુરુ ભારતના જ રિસોર્સઝિ (નાણાસાધનો)વાપરીને ભારતમાં ભાગ્યે જ આવે છે. દા.ત. બીજા નંબરના બિઝનેસ ગુરુ સુમંત્ર ગોયલ હૈદરાબાદની બિઝનેસ કા‹લેજમાં ભણીને લંડનમાં એમબીએ થયા એ ભારત રહેતા નથી. યુરોપમાં રહીને મલ્ટિનેશનલોને તગડી કરે છે. રામચરણ નામના બિઝનેસ ગુરુ પણ જનરલ ઇલેિકટ્રક, ડુપોન્ટ નામની હાનિકારક રસાયણો બનાવતી કંપની અને નોવાિર્ટસના ચરણ પકડનારા સલાહકાર છે. ગરીબ દેશોમાં ધંધો ખોલીને કેમ તગડા થવું તે આ બિઝનેસ ગુરુ શીખવે છે. પ્રમોદ બાત્રા ભારતમાં ગ્રેજયુએટ થઈ મેનેજમેન્ટ ગુરુ બન્યા. અમેરિકાની મિનિયાપોલીસ જનરલ મિલ્સમાં 'મૂડીવાદી' થવાની તાલીમ લીધી અને પછી ભારતના મૂડીવાદીઓની સેવા કરવા ભારત આવી ગયા. શિવખેરા નામના મેનેજમેન્ટના ગુરુનાં પુસ્તકો તમે વાંચતાં હશો. તે પણ ભારતની ધુરંધર કંપનીઓ કે મલ્ટિનેશનલોને તગડા થવાની સલાહ આપે છે. ઉપરાંત આ બધા જ એક જબ્બર 'સોહામણું પાપ' કરે છે. ડો. અમત્ર્ય સેન, ડા‹. પ્રહલાદ, શિવખેરા સહિત આ તમામ બિઝનેસ ગુરુઓ પછી મેનેજમેન્ટની બુક ઉપર બુક ઘસડી નાખે છે. એ બુક કોઈ ઝૂંપડપટ્ટીવાળો વાંચતો નથી પરંતુ મોટી મલ્ટિનેશનલ કે નેશનલ કંપનીના માલિકો કે એકઝિક્યુટિવો વાંચે છે. તેમના પુસ્તકના મથાળાં હોય છે 'યુ કેન વિન' કે 'વિનિંગ સ્ટ્રેટેજી' સ્પર્ધકને પાડી દઈ મહત્તમ નફો કેમ મેળવવો. ક્રાફટ ચીઝ બનાવતી કંપની જંકફૂડ પણ બનાવે છે તેનાં બિઝનેસ ગુરુને જાણો છો? રીટા ભીમાણી ભારતમાં ક્રાફટની ચીજો કેમ ખપાવવી તેની કળા શીખવે છે કે નહીં તે પૂછજો? એક થોડીક આડવાત કરી લઉં જે અમુક રીતે આ વિષયને લાગુ પડે છે. હાલમાં વિરાર ખાતે ભાગવતકથા કહેનારા ભાઈશ્રી રમેશ ઓઝાએ બહુ જ સરસ વાત કરી. વા‹લમાર્ટ જેવી મલ્ટિનેશનલ કંપનીના માલિક સરખામણીએ નાની વયે ગુજરી ગયા. ઘણા બિઝનેસ ગુરુ કંપનીઓને નાણાકીય રીતે તંદુરસ્ત થવાની મોંઘાભાવે સલાહ આપે છે.પણ પોતાનું આરોગ્ય સારું રાખતા નથી. શ્રીમદ્ ભાગવતના ૧૧મા સ્કંધમાં દત્ત ભગવાન અને રાજા યદુ વચ્ચેનો સરસ સંવાદ છે. દત્ત ભગવાન તેમના ૨૪ ગુરુની કથા કહે છે. દત્ત ભગવાન કહે છે કે હું પશુ, પંખી અને કીટક પાસેથી શું શીખ્યો ? આ તમામ પોતાના શરીરનું ધ્યાન રાખે છે. જતન કરે છે. શરીર જ તેમના માટે મોટો ગુરુ છે તેમ દત્ત ભગવાન કહે છે. કોઈ પણ પ્રાણી ધરાઈ જાય પછી ખાતું નથી. આવતીકાલની ચિંતા કરતું નથી. સિંહ ધરાઈ જાય પછી શિકાર કરતો નથી. દત્ત ભગવાને કહ્યું કે માનવે તેના શરીરની સેવા એક ગુરુ હોય (શરીરને ગુરુ માની)તેમ કરવી જોઈએ. પણ... પણ બિઝનેસ ગુરુઓ ૬૦૦૦૦ મલ્ટિનેશનલોની સેવા કરીને ૬૫-૬૮ની ઉંમરે ગુજરી જાય છે. દત્ત ભગવાને કહેલું કે શરીરની આજ્ઞા ગુરુની આજ્ઞાની જેમ માનવી જોઈએ. શરીર કયારેય ખોટી આજ્ઞા નહીં આપે, પરંતુ ઉપરના અડધો ડઝન અને બીજાનાં નામ નથી લખ્યાં તે મેનેજમેન્ટ ગુરુઓ કદી શરીરની આજ્ઞા માને છે? કઈ કોકાકોલા, પેપ્સી, મેકડોનાલ્ડઝ કે મોનસાન્ટો જેવી આરોગ્યના દુશ્મન જેવી કંપનીને કહે છે કે 'તમે કરોડ ડોલર આપો તોય તમને સલાહ નહીં આપીએ?' આવું આ બિઝનેસ ગુરુઓએ કદી જ કહ્યું સાંભળ્યું નથી.' |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment