માનવીનો વફાદાર સાથી : પુસ્તકભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી, પણ અત્યારનાં સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય તેમ લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી, પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. કાગળની શોધ ચીનમાં થઈ. દુનિયાના બીજા દેશોમાં જ્યારે પેપીરસના વીંટલાઓ ઉપર લખાતું હતું ત્યારે ચીનમાં લહિયાઓ રેશમ ઉપર લખતા હતા. ત્સાઈ લુન નામના એક માણસને રેશમ આ રીતે વપરાય તે બરાબર ન લાગ્યું. એને થયું કે એ વ્યય હતો. દુરુપયોગ હતો. એણે એ વખતના ચીનના શહેનશાહ હો-તી પાસે જઈને રજૂઆત કરી કે શહેનશાહ જો છૂટ આપે તો લખવા માટે રેશમ કરતાં અનેકગણી સસ્તી ચીજ તૈયાર કરી આપવાની ઇચ્છા ધરાવું છું. શહેનશાહે એને છૂટ આપી. (આ વાતનો આજના સંદર્ભમાં વિચાર કરીએ તો આપણને રાજાઓની સત્તા વિશે ખ્યાલ આવશે. કોઈ શોધ કરવા માટે પણ માણસને રાજા પાસેથી મંજૂરી લેવી પડે એ વાત રાજા અને સામાન્ય પ્રજાજન વચ્ચેનો સંબંધ બતાવે છે.) ચીનના શહેનશાહે છૂટ આપી એટલે ત્સાઈ લુને ચીંથરાં, ઝાડની છાલ, માછલાં પકડવાની તૂટી ગયેલી જાળ વગેરે કચરાને પલાળીને છૂંદીને તેમાંથી માવો તૈયાર કર્યો. એને ટીપીને તેમાંથી પૂંઠા જેવો ખરબચડો કાગળ તૈયાર કર્યો. આવો કાગળ આજથી લગભગ ઓગણીસસો પાંચ વર્ષ પહેલાં ઈ.સ. ૧૦૫માં તૈયાર થયો. એ એક અદ્ભુત શોધ હતી અને એના પરિણામે લેખન બાબતમાં એના શોધકે વિચાર્યું પણ નહીં હોય એવી ક્રાંતિ થઈ. અને લેખનમાં શોધ થઈ એટલે એ શોધ પુસ્તક બાબતમાં પણ થઈ જ, કારણ કે પુસ્તક એ વખતે હસ્તલિખિત હતું. ખરબચડા કાગળમાંથી ધીમે ધીમે વધુ સારો કાગળ બનવા લાગ્યો અને એના ઉપર લખાવા લાગ્યું. પરંતુ એની જાણકારી ચીન સિવાય બીજા કોઈ દેશને નહોતી. ચીન દુનિયાના બીજા દેશોથી એક દૂર દૂરનો દેશ હતો. અને ચીન પોતાની શોધનું રહસ્ય બીજા કોઈને જાણવા દે તેમ નહોતું. કાગળ ઉપર એની મોનોપોલી હતી. બીજા દેશોને ખાસ કરીને મધ્યપૂર્વના અને યુરોપના બધા જ દેશોને કાગળ માટે ચીન ઉપર આધાર રાખવો પડતો હતો. પહેલા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવ્યો ત્યારે રશિયા સહિતના દુનિયાના બીજા દેશોની એ રહસ્ય જાણવાની જેવી તાલાવેલી હતી એવી જ તાલાવેલી એ વખતે કાગળનું રહસ્ય જાણવાની મધ્યપૂર્વના અને યુરોપના સંસ્કૃત દેશોની હશે. પરંતુ, પાંચસો છસો વર્ષ સુધી ચીને એ રહસ્ય કોઈને જાણવા જ ન દીધું. પરંતુ અચાનક જ, કાગળ બનાવનાર એક ચીનો આરબ લોકોના હાથમાં પકડાઈ ગયો અને આરબો એ વખતે ચીન અને એના અમુક પાડોશી દેશો સિવાય, દુનિયાભરમાં છવાઈ ગયા હતા. એ લોકો વિદ્યાપ્રેમી હતા. એમણે જ ભારતની ગણિત અને વૈદકની મહત્ત્વની શોધોને યુરોપ સુધી પહોંચાડી હતી. યુરોપના લોકો એ વખતે આરબોના ઓશિયાળા હતા, પરંતુ ચીન પાસેથી મળેલા રહસ્યને પોતાની પાસે સંઘરી રાખે એવા એ નહોતા. એટલે કાગળના રહસ્યની જાણકારી-કદાચ બહુ મોંઘી કિંમતે-દુનિયાના બીજા દેશોને પણ મળી ગઈ. પુસ્તક વિશે વિચાર કરીએ ત્યારે કાગળ સાથે લેખણ વિશે પણ વિચાર કરવો જોઈએ. વતરણું, કિત્તો, કલમ, હોલ્ડર, પેન, બોલપેન, સ્કેચપેન અને હવે ઈલેક્ટ્રોનિક્સના યુગમાં આજે હોય એ કરતાં પણ જુદા પ્રકારની પેન આવતી કાલે બજારમાં આવશે. અને આજે લખાય છે એ કરતાં કદાચ જુદી જ રીતે આવતીકાલે લખાશે. કદાચ, વિચાર કરવાથી જ લખાઈ જશે. પરંતુ હજી થોડો સમય તો કોઈક પ્રકારની લેખણ વપરાશે જ. વતરણાં વિશે આજના ઘણા યુવાનો તો કદાચ જાણતા જ નહીં હોય. એટલે 'ઠોઠ નિશાળિયા ને વતરણાં ઝાઝાં' જેવી કહેવત એમને તો અજાણી ભાષાની કહેવત જેવી જ લાગવાની. વતરણું બરુ, નેતર કે બીજા કોઈક લાકડામાંથી બનાવવામાં આવતું હતું. આવાં વતરણાં 'ધૂળી નિશાળ'માં વપરાતાં હતાં. એવાં વતરણાંથી છોકરાઓ માટીમાં (ધૂળમાં) લખતા શીખતા હતા. મારા ફુઆ એવી ધૂળી નિશાળમાં ભણ્યા હતા. એમની ઉંમર મારા પિતા કરતાં વધારે હતી. મારા પિતા જીવતા હોત તો અત્યારે સવાસોથી વધારે વર્ષના હોત. ફુઆ તો એમના કરતાં પણ મોટા હતા. એ ધૂળી નિશાળમાં ભણ્યા હતા. વતરણાથી કેવી રીતે એ લખતા હતા એની વાત હું કક્કો-બારાખડી શીખ્યો ત્યારે એમણે મને કરી હતી. એ ખાસ કશું ભણ્યા નહોતા પણ પોતાનું નામ 'રાજા હાજીભાઈ' મને બરાબર લખી બતાવ્યું હતું. (આપણે ત્યાં વર્ષો સુધી માણસો પોતાના નામ પાછળ 'ભાઈ' નહોતા લગાડતા, પરંતુ પિતાના નામ પાછળ અચૂકપણે 'ભાઈ' લગાડતા હતા.) વતરણાં પછી કિત્તો આવ્યો. મેં કિત્તા જોયા છે અને એને કાળી શાહીમાં બોળીને લખેલું લખાણ પણ જોયું છે. કિત્તા પછી આવ્યું હોલ્ડર, જે ઘણા લાંબા સમય સુધી વપરાતું રહ્યું. વચ્ચેના અમુક સમયમાં શાહુડીનાં પીંછાને હોલ્ડર તરીકે વાપરવાનો ગાળો પણ આવી ગયો. હોલ્ડર પેનનું પુરોગામી ગણાય. શરૃઆતની પેનમાં શાહી પૂરવામાં આવતી હતી. હોલ્ડરમાં શાહી પૂરી શકાતી નહોતી. હોલ્ડરમાં ટાંક તો હતી, પરંતુ લખવા માટે એને શાહીના ખડિયામાં બોળવી પડતી હતી. મેં પોતે ઘણાં વર્ષો સુધી હોલ્ડરથી લખ્યું છે. એવું એક હોલ્ડર અચાનક જ એક દિવસ નીકળી આવ્યું હતું. મારા જેવા બેદરકાર માણસ પાસે એ કેવી રીતે રહી ગયું હશે એની મને નવાઈ લાગે છે. હોલ્ડર પછી પેન અને હવે તો, આગળ લખ્યું છે તેમ, લખવા માટે કદાચ પેનની પણ જરૃર નહીં રહે.જોકે, પુસ્તક સાથેનો લેખણ કે પેનનો સીધો સંબંધ તો પુસ્તક લખાતું મટીને છપાતું થયું ત્યારે જ પૂરો થઈ ગયો હતો. કાગળની શોધ જેવી જ બલકે એના કરતાં વધુ ક્રાંતિકારી શોધ છાપકામની શોધ ગણાય. પ્રિન્ટિંગ પ્રેસ શોધવાનું માન ગુટેનબર્ગ નામના એક જર્મન સાહસિકના ફાળે જાય છે. ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજનાં જેવાં નહોતાં, છતાં તેની તે શોધથી પુસ્તક સારા લહિયાઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું. કહે છે કે બાઈબલની એક્સો નેવું નકલો છાપતાં ગુટેનબર્ગને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. પણ છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં એકાએક એંશી ટકા ઘટાડો થઈ ગયો હતો. પછીનાં પચાસ વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમધોકાર ચાલવા લાગ્યાં હતાં. આંકડાઓની રીતે વિચાર કરીએ તો સોળમી સદીમાં એ આંકડો વધીને સાડા બાર લાખે પહોંચ્યો, અઢારમી સદીમાં વીસ લાખ, ઓગણીસમી સદીમાં એંશી લાખ અને વીસમી સદીમાં... દર વર્ષે લગભગ પાંચ લાખ પુસ્તકો પ્રેસમાંથી છપાઈને બહાર આવવાં લાગ્યાં. વીસમી સદીના પાછળના અને એકવીસમી સદીના શરૃઆતના કે હમણાંના આંકડા આપણી પાસે નથી, પરંતુ એ આંકડાઓ કરોડોમાં જ હશે. છેલ્લા કેટલાક સમયથી વિજ્ઞાનીઓ અને વિદ્વાનો કહી રહ્યા છે કે છાપેલું પુસ્તક થોડા સમયમાં જ ભૂતકાળ બની જશે, પરંતુ હજી તો પુસ્તકો બરાબર છપાય છે, વેચાય છે અને વંચાય છે.છતાં ક્યારેક વિચાર આવે છે કે ગામેગામ અને ઘરેઘરમાં ફેલાઈ ગયેલા મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? શિકાર જતાં તીરોનું મહત્ત્વ ન રહ્યું, ટ્રેક્ટર આવતાં કોદાળી કે હળનું મહત્ત્વ ઘટી ગયું, એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ નવાં કોક ઈલેક્ટ્રિનિક સાધનો સામે પુસ્તક હારી જશે? માણસને જ્ઞાનવિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૃર નહીં રહે? ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી, પણ અત્યારનાં સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય તેમ લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી, પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકનાં વાંચી લીધેલ પાનાં ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ માણી શકે છે. વાચનમાંથી પોતાને મનગમતાં ચિત્રો તે ઊભાં કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલા કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનઃ સ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાંક પુસ્તકો એવી ખાણો જેવાં હોય છે, જેમાંથી દરેક વાચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન, નવો આનંદ, નવો સંતોષ મળે છે.આવી સદાબહાર વસ્તુ અત્યારે તો બીજી કોઈ નથી. આનંદ અને જ્ઞાનપ્રાપ્તિ માટેનાં બીજાં સાધનો, વપરાશ માટે ઉત્પન્ન થતી જથ્થાબંધ ચીજો જેવાં છે. માત્ર પુસ્તક જ દરેક વ્યક્તિને વિશિષ્ટ આનંદ આપી શકે એવી ચીજ છે. માનવીનો વફાદાર સાથીદાર છે. સમરસેટ મોમનું એક યાદગાર વાક્ય છે : "To acquire the habit of |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment