[F4AG] દુનિયાનું બદલાતું આર્થિક પરિદ્રશ્ય

 

દુનિયાનું બદલાતું આર્થિક પરિદ્રશ્ય

Sanat Mehta
economic piture of the world has been changed૧૫૦૦ વર્ષ પહેલાં ચીન અને ભારતની માથાદીઠ આવક યુરોપના દેશો કરતાં ઊચી હતી. ૨૦૫૦ સુધીમાં ચીન, ભારત અને બીજા કેટલાક વિકાસશીલ દેશો વિશ્વના સાઠ ટકા અર્થતંત્ર પર કબજો ધરાવતા થઈ શકે છે. દુનિયાની પલટાતી પરિસ્થિતિમાં ભારતને મોખરે રહેવું હશે તો મધુ કોડા, રેડી બંધુઓ, રાજા અને શિબુ સોરેનની ભ્રષ્ટ ચ્છાપ ભૂંસવી પડશે કારણ મોટા રાષ્ટ્રોના લોકતંત્રને માત્ર સારો વહીવટ જ સબળ બનાવી શકશે. આત્મપ્રશંસા કે રુશવતખોરી નહીં.


૨૦૦૮ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની લેહમેન કંપનીએ દેવાળું ફૂંક્યું ત્યારે અપૂર્વ વૈશ્વિક મંદીનો પ્રારંભ થયો હતો એવું ઇતિહાસકારો અને અર્થવિજ્ઞાનીઓ કહેતા હતા. એના પછીના બે વર્ષમાં વિશ્વના તખતા પર જે ઘટનાઓ આકાર લઈ રહી છે ત્યારે ઘણાને લાગવા માંડ્યું છે કે ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં વિશ્વની નવી આર્થિક વ્યવસ્થાનો જન્મ થયો છે.


હવે જ્યારે વૈશ્વિક આર્થિક મંદીની ઊથલપાથલ અટકી છે ત્યારે લાગે છે કે વૈશ્વિક આર્થિક મંદીની ખતરનાક અસર ઉત્તર અટલાન્ટિકના માત્ર ડઝન દેશોને થઈ હતી. બીજા દેશોને અસર થઈ હતી પણ એટલી તીવ્ર નહોતી, આ વાત ચીન અને ભારતે જે રીતે મંદીના ધસમસતા પ્રવાહમાં પણ પોતાનો પાયો જાળવી રાખ્યો એણે સાબિત કરી છે. બીજુ એવું તારણ પણ કઢાય છે કે તીવ્ર અસરવાળા સમૃદ્ધ રાષ્ટ્રોમાં મંદીની અસર બે દાયકા સુધી દેખાયા કરશે.


સમુદ્ધ દેશોના અર્થતંત્રને પાટા પર પૂર્ણ રીતે ચડતા કદાચ ૨૦૩૨નું વર્ષ આવી જશે. આ તારણ કોઈ એક વ્યક્તિનું કે સંસ્થાનું નથી. પણ ફેબ્રુઆરી ૨૦૧૦માં, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને કોરિયન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટે સાથે મળી સીઉલમાં યોજેલા પરિસંવાદનું છે.


આવા બે દાયકામાં વિકાસશીલ દેશો ખાસ કરીને ચીન અને ભારતને એક નવી વૈશ્વિક આર્થિક વ્યવસ્થા સ્થાપવાની અનોખી તક મળશે. ચીન આ કાળને નજર સામે રાખી કામે લાગ્યું છે. પણ કમનસીબે જે કહો તે, આ પડકારને ઝીલવા માટેનું સમર્થ નેતૃત્વ ભારતમાં નજરે પડતું નથી. યુપીએ સરકારના આ બીજા શાસનકાળમાં આ નબળાઈ વધુ ઝડપથી દેખાવા માંડી છે.


આ સમયે જરૂર છે નેહરુ, ઇન્દિરા, સરદાર, જયપ્રકાશ કે લોહિયાના સ્તરના નેતૃત્વની! વિશ્વમાં ચીન પછી આવું નેતૃત્વ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલામાં જોવા મળે છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ઓબામા આ બે દાયકામાં આવી રહેલા સમયની જરૂરિયાતને પરખી શક્યા છે. પણ ઘરઆંગણાના અને વિદેશોના સવાલો એમના માટે ઉકેલવા મુશ્કેલ બનતા જાય છે.


અમેરિકા પછી યુરોપ પર નજર નાખીએ તો લાગે છે કે ત્યાં તો પરિસ્થિતિ હવે વધુ બગડતી નજરે પડે છે. ગ્રીસની આર્થિક કટોકટી મર્યાદા બહારની બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) અને યુરોપિયન યુનિયનની સાઠ બિલિયન ડોલરની સહાય કારગત થશે કે કેમ તે શંકાસ્પદ છે કારણ એની સફળતા માટે જરૂરી કરકસરના પગલાં સામે રાજધાની એથેન્સમાં દેખાવો થઈ રહ્યા છે. ઇટાલીનું આર્થિક સંક્ટ ગ્રીસ કરતા પાંચ ગણું મોટું છે અને એનું નેતૃત્વ ખુદ ખરડાયેલું છે. ૨૦૧૦ના માર્ચમાં સ્પેનનું વિદેશી ધિરાણનું રેટિંગ AA+ હતું જ્યારે પોર્ટુગલ અને ઇટાલીનું A+ હતું.


સ્પેન, જેનું રેટિંગ ઉત્તમ હતું ત્યાં અત્યારે બેરોજગારી ઓગણીસ ટકા છે અને નાણાકીય ખાધ સાડા અગિયાર ટકા છે. યુરોપના આ નાના ટાબરિયા દેશો બેકારી, નાણાકીય ખાધ અને ઊચા જાહેર દેવામાં અટવાયા છે. મોર્ગન સ્ટેન્લીએ તો એવી આગાહી કરી છે કે પડોશી દેશોને જરૂરી આર્થિક સહાય કરવામાંથી બચવા જર્મની યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જાય તો નવાઈ નહીં.


બ્રિટન અને અમેરિકા આ જોઈ મૂછમાં હસવાની સ્થિતિમાં નથી. કારણ છેલ્લાં આઠ વર્ષમાં બ્રિટન કોઈ પણ દેશ કરતાં વધુ તેજ ગતિથી દેવાદાર બન્યું છે. અમેરિકા પણ દેવામાં અને ખાધમાં પાછળ નથી. બંને પોતાનું AAA ક્રેડિટ રેટિંગ ગુમાવે પણ ખરું! જો સ્થિતિમાં ઝડપી સુધારો ન થાય તો. ખુદ મેકિસકો અને પોલેન્ડ જેવા સામ્યવાદી દેશો બે દાયકા પહેલાં અલગ પડ્યા હતા તેનું રેટિંગ અત્યારે ગ્રીસ કરતા ઊચું છે.


ચીન પાસે અઢી ટ્રિલિયન ડોલરના પરદેશી હૂંડિયામણે આંતરરાષ્ટ્રીય ભંડોળને નાનું બનાવી દીધું છે. બ્રાઝિલ, ચિલી અને દક્ષિણ કોરિયાને કોઈ મોટી ખાધના દિવસો આવ્યા નથી અને એ ત્રણેય વિકાસ તરફ આગળ વધી રહ્યા છે.


વર્ષોસુધી વિશ્વભરમાં ફેલાયેલા સંસ્થાનોના ભોગે સમૃદ્ધ યુરોપિયન દેશોનો નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. કેટલાક ઇતિહાસકારો તો માને છે કે આ ઊથલપાથલ નથી. આ તો ફરી એક વાર વિશ્વ પડખું ફેરવી રહ્યું છે. પશ્ચિમની નાણાકીય સર્વોપરિતા કુદરતી નહોતી, ન છે.


યાદ કરો! ૧૫૦૦ સાલ પહેલાં ચીન અને ભારતની માથાદીઠ આવક યુરોપના દેશો કરતાં ઊચી હતી. ત્યાર પછીના બસો વર્ષમાં યુરોપ આગળ નીકળ્યું પણ હવે દુનિયા બદલાઈ રહી છે. ૨૦૫૦ સુધીમાં ચીન, ભારત અને બીજા કેટલાક વિકાસશીલ દેશો વિશ્વના સાઠ ટકા અર્થતંત્ર પર કબજો ધરાવતા થઈ શકે છે.


દુનિયાની પલટાતી પરિસ્થિતિમાં ભારતને મોખરે રહેવું હશે તો મધુ કોડા, રેડી બંધુઓ, રાજા અને શિબુ સોરેનની ભ્રષ્ટ ચ્છાપ ભૂંસવી પડશે કારણ મોટા રાષ્ટ્રોના લોકતંત્રને માત્ર સારો વહીવટ જ સબળ બનાવી શકશે. આત્મપ્રશંસા કે રુશવતખોરી નહીં.


લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...