કોર્પોરેટ રાજકારણSam Pitroda કેટલાક કર્મચારીઓ કોર્પોરેટ રાજકારણનો દુરુપયોગ કરે છે. તેથી જ CEO માટે એ જરૂરી બની રહે છે કે આવા તત્વોને તેઓ જાણતા હોય અને તેમના પર કોર્પોરેટ નેતાનો સંપૂર્ણ કાબૂ હોય. કંપનીમાં એ મોટી સમસ્યાનું રૂપ ધારણ કરે એ પહેલાં તમારે એને નિપટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને ગોપનીય રાખવું કે તેનાથી દૂર ભાગવું કે તેની અવગણના કરવી એ એનો ઉપાય નથી. જો તમે એક CEO કે સંચાલક તરીકે, તમારી કંપની કે તમારા જૂથ-સમૂહમાં ચાલતા રાજકારણને અવગણશો તો જૂથના એક નબળા સભ્ય તરીકેની તમારી છાપ પડશે. પરિણામે સત્તા જ્યાં કેન્દ્રિત થવી જોઈએ ત્યાંથી દૂર તેના અંકુરો ફૂટશે. સંસ્થામાં અમુક નિયત સમયે શું મહત્વનું છે એના આધારે સત્તાના અખાડાઓ ઊભા થતાં હોય છે. દા.ત. જ્યારે તમે કોઈ ચીજવસ્તુ વિકસાવી રહ્યા હો ત્યારે ટેક્નોલોજી મહત્વની બની જાય છે, આ સંજોગોમાં સત્તા કેન્દ્રો ટેક્નોલોજીમાં સક્રિય લોકોમાંથી ઉદભવે છે અને એક વખત એ ચીજવસ્તુ તૈયાર થઈ જાય, સત્તા કેન્દ્રો માર્કેટિંગ, ગ્રાહકસેવા અને ગુણવત્તા જેવા વિભાગો તરફ ગતિ કરી જાય છે અને જેમ જેમ કંપની વિકાસ પામતી જાય તેમ તેમ સત્તા કેન્દ્રો બદલાતા જ જાય છે. પૂર્ણવિકસિત એવી કંપનીમાં 'ઓપરેશન્સ' વિભાગમાં સત્તા કેન્દ્રો સ્થિર થયેલાં જોવા મળે છે. કંપની વધુ સમૃધ્ધ બની રહી છે કે નહીં એના આધારે એ બદલાતાં રહે છે અને જેમ ઉપર નોંધ્યું તેમ સત્તા કેન્દ્રો કંપનીની બહાર પણ સ્થળાંતર કરી જઈ શકે છે. જો કોઈ કંપની બરાબર કામગીરી ન કરતી હોય. વેચાઈ રહી હોય અથવા તેનું અન્ય કંપનીમાં વિલિનીકરણ થતું હોય તો જાત જાતની અફવાઓ શરૂ થઈ જાય, બધા જ પ્રકારનું રાજકારણ દેખા દેવા માંડે અને લોકો હેબતાઈ જાય અને આ રીતે લોકોનો ક્ષીણ થતો જતો જુસ્સો-ધૈર્ય કંપનીની આબરૂને પણ ઘટાડી દે. તમે જ્યારે બરાબર કામગીરી ન કરતા હો ત્યારે પતનને પણ યોગ્ય રીતે સંચાલિત કરવું જોઈએ નહીં તો પતન પણ પ્રવેગી બનશે. તેથી જ તો CEO માટે એ જરૂરી બની રહે છે કે કોર્પોરેટ રાજકારણ ઉપર તેમનો હંમેશાં સંપૂર્ણ કાબૂ હોય અને તેઓ બરાબર જાણતા હોવા જોઈએ કે કંપનીઓમાં રાજકારણીય તત્વો છે કોણ. કેટલાક કર્મચારીઓ તેમની કામગીરી કરતાં વિશેષ આંતરિક કાવાદાવામાં પ્રવૃત્ત હોય છે. સંસ્થામાં તેઓ પાસે મહત્વની કામગીરીઓ હોવા છતાં રાજકારણ જાણે તેમના ચારિત્રયમાં વણાઈ ગયેલું હોય છે. નેતૃત્વનું કાર્ય આવા લોકોને પીછાણી તેમની સાથે કામ લેવાનું છે. અન્ય લોકો માટે કોર્પોરેટ રાજકારણ એ ખેદજનક બાબત છે. તેઓ કહેતા હોય છે. 'આપણે કોર્પોરેટ રાજકારણની રમત શા માટે રમવી જોઈએ.' શું આપણે આપણા કામમાં જ રચ્યાપચ્યા ન રહી શકીએ. દુર્ભાગ્યે એ બાબત શક્ય જ નથી. જૂથની ગતિવિધિઓમાં જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થતાં હોય છે. તેમનાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ અથવા તેમના અહીં કે તેમના કાર્યક્રમોને કારણે તેમની વચ્ચે સ્વાભાવિક રીતે ઘર્ષણ થાય જ. આ પરિસ્થિતિમાં સંઘર્ષનું સંચાલન કરવું અતિ મહત્વનું બની જાય છે. જ્યાં સુધી કંપનીમાં જ એક વિધેયાત્મક બળ સર્જવા અને એક બૃહદ કોર્પોરેટ કાર્યક્રમ પ્રાપ્ત કરવા પરત્વે તમારી શક્તિ કામે લગાડી, તમે કોર્પોરેટ રાજકારણનો શ્રેષ્ઠ ઉપયોગ કરો ત્યાં સુધી મારા મત મુજબ એમાં કશું જ ખોટું નથી. સંચાલન માટે આ એક અતિ કપરું કામ છે, પરંતુ એ થઈ શકે એમ છે. હકીકતે એ કરવું જ પડે એમ છે. (અનુવાદ : ડો. એ. સી. બ્રહ્મભટ્ટ) |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment